પુર્નમિલન ( ભાગ - 1 ) Urvashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુર્નમિલન ( ભાગ - 1 )

ભાગ - 1


"હજી તો ઘણાં ઘરકામ બાકી છે, હું તો નહીં એના ઘરે નહીં જઈ શકું, ના ના મારે જવું છે, હું ઝટ બધા કામ પતાવી લવ." હું બહારથી આવ્યો મેં જોયું તો પલક રઘવાઈ - રઘવાઈ બબડાટ કરી રહી હતી.

પેહલાં તો મેં એની નજરથી બચાવીને પેપર બેગને સોફાની પાછળ છુપાવીને મૂકી દીધી અને એનાં હાથમાંથી ચાનો કપ લેતાં "અરે! શું છે? કેમ તું આટલો બબડાટ કરે છે? મને જણાવ તો શું થયું છે?" મેં પૂછ્યું.

"અરે તને નથી ખબર? આજે અમે બધી ફ્રેંડ સાથે મળીને શોપિંગ માટે જવાની છે. મેં રાત્રે તો કહેલું તને તું તો કાયમ ભૂલી જ જાય હા! એણે મોઢું બગાડીને કહ્યું.

"અરે ! મને યાદ જ છે પણ......" હું આગળ કંઈ કહું એટલામાં તો એ ઉઠીને રસોડામાં ચાલી ગઈ.

"મને કહીશ? હું કંઈ મદદ કરી શકું ઘરમકામમાં." એની સામે જોતા મેં પૂછયુ.

"હા બેડરૂમમાં જે અસ્તવ્યસ્ત છે ને એને સરખું કરી આવ પેહલાં પછી બીજુ કામ કરજો." આટલું કહીને એ કામમાં લાગી ગઈ.

મેં એને મારા મારી નજીક લેવાનો પ્રયત્ન કર્યો પણ એણે મને હડસેલો મારીને મને દૂર કરી દીધો. "થોડીવાર મારી સાથે બેસને પછી કામ કરજે આજે મારે ઓફિસની રજા છે તો આપણે થોડો સમય સાથે રહીએ." મેં એનો હાથ પકડીને કહ્યું પણ એણે સામે જોયું પણ નહીં.

"મારે ઘણા કામ છે, મારે મોડું થાય છે તું જા રૂમમાં બધું સરખું કર તું પાછળથી ઉઠ્યો છે ને! તો બધું જ એમ જ રાખીને આવ્યો હોઈશ તું!" એ રસોડામાં સફાઈ કરતા - કરતા બોલી.

આજે ફરી એણે મારા ઉત્સાહને પાછો માર્યો. આજે મારે ઘણું કેહવું હતું. મને ગુસ્સો આવી રહ્યો હતો પણ હું એને કંઈ કહી ન શક્યો અને એ જુવે નહીં એમ હું સોફા પાછળથી બેગ લઈને બેડરૂમમાં આવી ગયો. ગુસ્સે થઈને મેં બેગ ખૂણામાં નાંખી દીધી. અચાનક મનનો ભાર વધી ગયો હોય એમ લાગ્યું જાણે ઊભા રહેવાની હિમંત ન હોય એમ હું બેડમાં ફસડાઈ પડ્યો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા આંખો જાણે જૂની અને પેહલાં વાળી એ પલકને શોધી રહી હતી.

"તને કેમ આટલી વાર લાગી જલદી કર બીજા કામ પણ બાકી છે." પલકનો અવાજ સાંભળીને મને વધુ ગુસ્સો આવ્યો કેમ કે હું મારો ગુસ્સો જાહેર કરી શકતો નહોતો. મેં બેડ પરથી ઊભા થઈને બધું સરખું કરવા માંડ્યું ત્યાં જ મારી નજર બાજુમાં રાખેલી ફોટોફ્રેમ પર ગઈ એમાં મેરેજ સમયનો ફોટો લગાવેલો હતો. એને હું જોઈ રહ્યો ને જૂની યાદોમાં સરી પડ્યો.

જયારે હું ને પલક એકબીજા માટે વિચારતા હતા, એકબીજા માટે જ જીવતા હતાં. એ મારું ઘણું ધ્યાન રાખતી, સાથે હોઈએ એટલે એ મારો હાથ પકડી રાખતી. એના હાથમાં મારો હાથ હોય ત્યારે એના ચહેરાની ખુશી અલગ જ હોય. અને કંઈ કેટલાય કલાકો સુધી અમે વાતો કરતા સાથે બેસી રેહતા. એ વાત કરતા - કરતા મારા ખભા પર માથું ઢાળી દેતી. ઘણો સારો એ સમય હતો.

મેરેજ થાય ને તો થોડા મહિના થયા પણ એની પેહલાંથી કોલેજ સમયથી અમે સાથે છે પણ આવું એણે ક્યારેય નથી કર્યું . હવે તો એ મને ખૂબ ઓછો સમય આપે છે. રોજનું તો ઠીક પણ મારી રજાના દિવસે પણ ક્યારેક જ ઘરે હોય મોટાભાગે એ એની બહેનપણીઓ સાથે બહાર જ હોય.

"મારે જવું છે પ્રિત! તને કેટલી વાર?" બોલતા પલકે મને બેધ્યાયન કર્યો.

ક્રમશ: