રશ્મિ બેન," પોતાનુ નામ સાંભળી એ વર્તમાન માં પછી ફરી. એનો વારો આવી ગયો હતો, અંદર દાખલ થઈ ડૉક્ટરને અભિવાદન કરી સામે ની ખુરશી પર બેઠી. પોતાની મનઃસ્થિતિ જણાવતા એણે સમય ઉપર જવાની વાત કરી. ડોક્ટરે એન પરીક્ષણ કક્ષમાં લઇ જય તપાસ કરી, અને કહ્યું, " અભિનન્દન, તમે માં બનવાના છો." થોડી સામાન્ય સૂચનાઓ આપી ને રશ્મિ ને રજા આપી. રશ્મિના આનંદ નો પાર ન હતો. એણે મનનને ફોન કરવા મોબાઇલ હાથમા લીધો, એણે જોયું તો મનનના ઘરે આવવાનો સમય થઈ ચુક્યો હતો. ઘરે પોહચી તો મનન આવી ગયો હતો અને બેચેન લાગી રહ્યો હતો. રશ્મિને જોઈ તરત બોલ્યો,"બધું બરાબર છે ને, બાજુવાળા રમાબેને કહ્યું કે તું ડૉક્ટર પાસે ગઈ હતી. શું થયું?" બોલતા બોલતા એની નજીક આવી કપાળ પર હાથ મુક્યો, "તાવ તો નથી લાગતો, તો શું થયું?"
"સવારે તો એકદમ બરાબર હતી, ન અચાનક ડોક્ટર પાસે, મને કેહવું હતુ તો હું તને લઇ જતે?"
"અરે બોલને, શું થયું? મનને રાબેતા મુજબ સવાલોની ઝડી વરસાવી મૂકી.
"તારા બધ્ધા સવાલો નો એકજ જવાબ છે, હું એકદમ સ્વસ્થ છું."
"તો પછી, દવાખાને કેમ?, કોણ બીમાર છે?"
"કોઈ બીમાર નથી, થોડો સ્વાસ લે એટલે કહું."
"અચ્છા બોલ હવે, હું આ બેઠો."
મનન તને યાદ છે તે દિવસ જયારે, તું, હું અને અનિતા રાબેતા મુજબ તારા ઘરના ઓટલે બેઠાતા અને તમારા પડોશમા રહેતા મંજુલા કાકીએ કહ્યું હતું, "કે જરા શરમાઓ, આમ જાહેરમાં જુવાન છોકરા,છોકરી સાથે બેસી હસાહસ કરે તે સભ્યતા ની નિશાની નથી." અને તું એકદમ ભડકી ગયો હતો.
"હા એ તો કેમ ભુલાય, કાકી ના શબ્દો સાંભળી અનિતા એ તરત એનો રૂમાલ કાઢી મારા હાથે બાંધી કહ્યું, એક બેન ભાઈ સાથે હંસે તેમા તમારે શું, વાંધો હોય. કાકી છોબીલા પડી ગયા,પણ એમ એ હાર માને એવા નોતા , તારી સામે આંગળી કરી કહ્યું હતું, અને તું પણ મનન ની બેન છે, વાહ શું, જમાનો આવી ગયો છે, મારા થી તારું એ અપમાન ન સહેવાયું, ને કહી દીધું કે, "કાકી આ મારી વાગ્દત્તા, થનાર છે. મારા ઘરના ની જાણમાં રહી ન આમ બેઠા છે."
"હું એજ દિવસ ની વાત કરુંછું મનન. મને સમજ જ ના પડી કે મારે શું, બોલવું. અને હું, શરમાઈ નીચું જોઈ ગઈ હતી." આ સાંભળી કાકી તો જતા રહ્યા,પણ તારી આંખમા મેં ક્યારેય ન જોયેલા ભાવ વાંચ્યા.
અનિતા બોલી,"વાહ!! ભાઈ, તમે તો કહી દીધું, હવે ઘરમાં કેવી રીત મનાવશો? કાકી જઈ પૂછસે તો?"
"તું ચિંતા ન કર, પપ્પા અને મમ્મીને મેં જણાવી દીધું હતું, બસ રસ્મિને કેવી રીતે કેહવું એજ વિમાસણ હતી, તે પણ આજે મટી ગઈ."
"ભાઈ, તમે રશ્મિને બચાવી અને અપનાવી પણ લીધી, હવે રીટર્ન ભેટ માંગી લ્યો.અને રશ્મિ તારી તો ખેર નથી, આમ તો મારી ખાસ બહેનપણી કહે ન મનેજ અંધારામાં રાખી?"
"રશ્મિ, તને વાંધો નથી ને, સોરી તને પૂછ્યા વગર......" રસમીએ મન્ના હોઠ પર આંગળી મૂકી આગળ બોલ્તા અટકાવી દીધો અને એ નીચું જોઈ ગઈ.
મનન ત્યારે ગિફ્ટ માટે અનિતાએ કહ્યું,પણ તે વાતને ધ્યાન પર ન લીધી યાદ છે ને? તેજ ભેટ આજે તને આપવાની છું, ને એટલેજ દવાખાને ગઈ હતી.
"શું, વાત કરે છે? સાચ્ચેજ!!"
રશ્મિએ ધીમું ધીમું મલકી રહી. મનન તરતજ ઉભો થઈ રશ્મિને ભેટી પડયો.
બને પ્રેમિની ખુશી જોઈ કુદરત પણ ભાવ વિભોર થઈ ઝરમર ઝરમર વર્ષી પડી.