Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 29

સવાર પડ્યું એટલે રાધિકા એક હાથમાં બાણ લીધું અને બીજા હાથમાં તલવાર લઈને ગુરુ ના આશીર્વાદ લેવા તેમની પાસે પહોંચી.

હાથ જોડીને રાધિકા એ ગુરુ કેશવ અને ગુરુમાં ને પ્રણામ કર્યા. આજ્ઞા માંગી. હે ગુરુજી...હે ગુરુમાં આપ આજ્ઞા આપો..

હાથ જોડેલ રાધિકા ને જોઈને ગુરુમાં ના આંખમાં આશુ આવી ગયા. પાસે જઈને ગુરુમાં રાધિકા ને ભેટી પડ્યા. આશુ લૂછતી રાધિકા એટલું બોલી. ગુરુમાં આપ મારી માં સમાન છો. જેટલી મારી માતાએ એ મને પ્રેમ આપ્યો છે એટલો જ તમે મને આપ્યો છે. મને ખબર છે. મારી આ પરિક્ષા થી આપની ચિંતા માં વધારો થયો છે. પણ આપ જ કહી રહ્યા હતા. કે ઘડો જેમ ઘડવામાં આવે તેમ તે મજબૂત બને છે. બસ એક સામાન્ય માંગણી ની ગુરુએ આજ્ઞા કરી છે. હમણાં ગઈ ને હમણાં આવી. આપ ચિંતા ન કરો હું મારી માતા ની જેમ પરાક્રમી છું.

રાધિકા થોડી આગળ વધીને ગુરુના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ માંગ્યા. ગુરુ કેશવે આશીર્વાદ આપ્યા. વિજય થાઓ.. અને જલ્દી આશ્રમ ના પધારો..

રાધિકા તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી અને તેમને પણ કહ્યું હું જલ્દી પાછી આવી જઇશ. એક પછી એક શિષ્ય રાધિકા ને ગળે વળગિયા ને કહ્યું આપ ની અમે રાહ જોઈશું. તમારા વગર આ આશ્રમ સુનોસુનો લાગશે એટલે આપ જલ્દી અહી પધારજો.

રાધિકા એ ફરી બધાને પ્રણામ કર્યા ને માતા ના મહેલ તરફ નજર કરી હાથ જોડી બોલી. હે માતા મને આજ્ઞા આપો કે આપની દીકરી જલ્દી કામયાબ થઈને પાછી ફરે. જાણે કે માતા કર્ણાવતી આશીર્વાદ આપી રહ્યા હોય તેમ એક પવન ની લહેર આવીને રાધિકા ને સ્પર્શ કરતી ગઈ.

રાધિકા જંગલ તરફ નીકળી પડી. ચિતા ની શોધમાં રાધિકા જગ્લમાં ચાલવા લાગી. જેમ જેમ જંગલમાં અંદર આગળ વધતી રહી તેમ તેમ જંગલ વધુ ગાઢ અને ભયાનક દેખાવા લાગ્યું. રાધિકા ને ખબર ન હતી કે આ જંગલમાં ચિતા ની સંખ્યા બહુ ઓછી છે અને તે ક્યાં વિચારમાં છે. આ બધું ગુરુ કેશવ જ જાણતા હતા. કે ચિતા જંગલના ક્યાં વિસ્તાર માં રહે છે અને તે વિસ્તાર કેટલો દૂર છે. છતાં આ વાત તેણે રાધિકા ને કહી નહિ. હા રાધિકા એટલું જાણતી હતી કે જંગલ નો આ વિસ્તાર ભયાનક છે અને આ વિસ્તાર સામાન્ય જંગલ જેવો છે. આજુ બાજુ નજર કરતી અને સતર્ક રહેતી ધીરે ધીરે રાધિકા આગળ વધવા લાગી.

આખો દિવસ ચાલી ચાલીને રાધિકા થાકી ગઈ હતી. પાસે રહેલું મચક પણ ખાલી થઈ ગયું હતું. એટલે પાણી ની શોધમાં વધુ આગળ ચાલી. જંગલમાં તો પાણી સહેલાઇ થી મળી રહે તેમ બસ થોડે દુર ચાલી ત્યાં એક મોટું તળાવ જોયું. પાસે જઈને પહેલા રાધિકા એ તળાવ ની આજુબાજુ નજર કરી અને જોઈ રહી કે અહી આસપાસ મગર કે જંગલી જાનવર તો નથી ને. પણ તેને કોઈ જંગલી જાનવર દેખાય નહિ એટલે તળાવ માંથી રાધિકા એ મચક માં પાણી ભર્યું અને થોડું તેમાંથી પાણી પીધું. અધૂરી થયેલું મચક તેણે ફરીથી તળાવ માંથી પાણી ભર્યું.

થાકી જવાના કારણે રાધિકા એ અહી તળાવ ના કિનારે આરામ કરવાનું નક્કી કર્યું. એવું વિચાર્યું કે કદાચ પાણીના શોધમાં કોઈ જંગલી જાનવરો અહી પાણી પીવા આવે અને તેમાં ચિતો પણ હોય તો સહેલાઇ થી તેનો શિકાર કરી શકું. એટલે આજુ બાજુમાં નજર કરી તો મચ મોટા વૃક્ષો હતા. અને નીચે લીલું ઘાસ હતું. નજર ફેરવતી ફેરવતી તેની નજર એક ઘટાદાર વૃક્ષ પર પડી. જે તળાવના સામે કિનારે હતું. બહુ જ મોટું વૃક્ષ લાગી રહ્યું હતું. તળાવ ના આ કિનારે થી રાધિકા પેલા કિનારે જવા તળાવ ના કાઠે કાઠે ચાલતી થઈ અને પેલા મોટું વૃક્ષ પાસે પહોંચી. પાસે જઈને જુએ છે તો તેણે વિચાર્યા કરતા ઘણું ઘટાદાર વૃક્ષ હતું. નાના મોટા થઈ ને લગવગ અગિયાર જેટલા તેના થડ જોયા. તેમના ત્રણ થડ પર તો બખોલ થઈ ગઈ હતી. પણ તે બખોલ બહુ મોટી ન હતી એટલે ત્યાં ફક્ત નાના જાનવરો આવીને રહેતા હશે એવું લાગ્યું.

ધીરે ધીરે સૂર્ય આઠમી રહ્યો હતો. ને આકાશ લાલ કિરણો પાછળ કોઈ કાળી સાદર થી આકાશ ને ઢાંકવા જઈ રહ્યું હોય. સાંજ પડે તે પહેલા રાધિકા ને સુવા ની વ્યવસ્થા કરવાની હતી. જાડ નીચે સૂવું તેને હિતાવહ લાગ્યું નહિ એટલે તે જાડ પર ચડી ગઈ અને નજર કરી કે અહી સૂવાની કોઈ વ્યવસ્થા થઈ શકશે કે કેમ. પણ આજુબાજુ ઘટાદાર ડાળીઓ જોઈને તેને અહીજ પથારી કરી રાતવાસો કરવાનો નિર્ણય કર્યો. એક એક ડાળીઓ કાપીને બે મોટી ડાળીઓ વચ્ચે રાધિકા ગોઠવણી કરતી ગઈ ને એક ડાળીઓ વાળી પથારી બનાવી.

રાધિકા ઝાડ નીચે ઉતરી ને પહેલા થોડું ઘાસ લઈને તે ડાળીઓ ની પથારી પર રાખ્યું જેથી સૂતી વખતે તેને ડાળીઓ વાગે નહિ. અને પછી તેણે તેનો સામાન લઈને જાડ પર ચડી ગઈ. રાધિકા ને આખો દિવસ નો થાક લાગ્યો હતો એટલે ક્યારે તેને ઊંઘ આવી ગઈ તે ખબર ન રહી.

મોડી રાત થઈ, રાધિકા થાક ના કારણે તે ઊંઘ માં હતી. તેને એ પણ ખબર હતી નહિ કે હું ક્યાં જંગલમાં આવી છું. જે જંગલ નો વિસ્તાર ખૂંખાર જાનવરો નો આંતક હમેશા રહેતો હોય છે. એટલે તે રાત્રે પણ જંગલી જાનવરો નો અવાજ ધીરે ધીરે દૂર દૂર આવી રહ્યો હતો. અને જેમ જેમ અવાજ નજીક આવી રહ્યો હતો તેમ તેમ તે અવાજ ભયાનક લાગવા લાગ્યો હતો. હવે તો તે અવાજ જાણે જાડ ની નીચે થી આવી રહ્યો હોય તેવું લાગવા લાગ્યુ. અચાનક એક પ્રાણીના ભયાનક અવાજ થી રાધિકા ઊંઘ માંથી જાગી જાય છે.

ઉઠી ને રાધિકા આમતેમ નજર કરવા લાગી પણ તેને આજુ બાજુ કઈ દેખાયું નહિ. અંધારું હતું એટલે બધું ઝાંખું ઝાંખું દેખાઇ રહ્યું. તે અવાજ પર ધ્યાન દઈને તેને થોડી ડાળીઓ હટાવીને જેવી નજર તેની જાડ નીચે પડી તો તેના હોશ ઉડી ગયા. એક સાથે દસ સિહ નું ઝુંડ જાડ નીચે બેઠું હતું. અને એક સાથે તેઓ ત્રાડ પાડી રહ્યા હતા. જાણે ઘણા સમય થી ભૂખ્યા હશે.

રાધિકા એ જાડ નીચે રહેલા સિહો ને જોઈને નજઅંદાજ કરી. મનમાં વિચાર્યું સિહ ક્યારેય ઝાડ પર ચડે નહિ અને કનડગત કર્યા વગર માણસ ને ક્યારેય હેરાન ન કરે એટલે રાધિકા એ તે પથારી માં આડી પડીને સૂવાની ટ્રાય કરી પણ સિંહો ની ત્રાડો ના અવાજો તેને ઊંઘ આવવા દેતી ન હતી. સુવા માટે ઘણી રાધિકા એ કોશિશ કરી પણ તેને ઊંઘ આવી જ નહિ એટલે બેસી ને નીચે બેઠેલા સિંહો ને નિહાળવા લાગી. અને જાગતી રહી. આમ ધીરે ધીરે સવાર થતાં અંજવાળું થવા લાગ્યું. પક્ષીઓ અને પ્રાણીઓ નો મીઠી સુર સંભળાવવા લાગ્યો.અને સૂરજ ના સોનેરી કિરણો જંગલમાં પથ્થરાવવા લાગ્યા.

રાધિકા પથારી નથી ઉભી થઈ અને હાથમાં પાણી લઈને સૂરજ ને જળ ચડાવી તેની સ્તુતિ કરી ને ફરી જાડ નીચે નજર કરી તો સિંહો નું ઝુંડ હજુ જાડ નીચે બેઠું હતું. હવે શું કરવું તે રાધિકા વિચારતી રહી. ધીરે ધીરે દિવસ આગળ વધતો સૂરજ માથા પર આવવા લાગ્યો પણ સિંહો એ તો જાણે જાડ ના થડ ને તેનું રહેણાક બનાવી લીધું હોય તેમ ત્યાં થી હટવાનું નામ જ લઈ રહ્યા ન હતા. રાધિકા ને વિચાર આવ્યો જો આમ જ સિંહો ના અહીંથી હટવાની રાહ જોઇતી રહીશ તો ફરી સાંજ પડી જશે. એટલે હવે હિમ્મત ભર્યો વિચાર બનાવી ને જાડ નીચે ઉતરવાનો મનોમન નિર્ણય બનાવ્યો.

રાધિકા ધીમા પગે જાડ પરથી ધીરે ધીરે ઉતરવાનું શરૂ કર્યું. એક ડાળ થી બીજું ડાળ પકડતી રાધિકા નીચે ઉતરી રહી હતી. જેવી નીચે ઉતરી ત્યાં ઉપર થી ડાળી પડવાનો અવાજ આવ્યો. ડાળી નો અવાજ સાંભળીને આખું સિહ નું ઝુંડ તે અવાજ તરફ મીટ માંડી. આ જોઈને રાધિકા ઝડપથી જાડ ના એક થડ પાછળ છૂપાઇ ગઈ. તેને ભાસ થઈ ગયો હતો કે કોઈ તો સિહ મારી પાસે તો જરૂર થી આવશે. એટલે હાથમાં હથિયાર પકડી તૈયાર સજાગ થઈ ગઈ.

જાડ ના થડ પાછળ છૂપાઇ ને સિહ તરફ રાધિકા નજર કરીને જોઈ રહી હતી ત્યાં ઝુંડ માંથી એક સિંહણ રાધિકા બાજુ આવવા લાગી. આ જોઈને રાધિકા વધુ છૂપાવવાની કોશિશ કરવા લાગી. પણ જાણે તે સિંહણ રાધિકા ને જોઈ ગઈ હોય તેમ તેને શોધતી રાધિકા પાસે આવવા લાગી. રાધિકા ની સામે હવે સિંહણ આવી ને ઉભી રહી. સિંહણ તેની પૂછ આમતેમ ફેરવી રહી હતી. અને ધીરે ધીરે ડગલાં માંડતી રાધિકા તરફ આવવા લાગી.

ક્રમશ....