બીજા દિવસની સવાર થઈ એટલે મહારાણી કર્ણાવતી એ તેમની દીકરી ને કપડાં પહેરાવી તૈયાર કરી અને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.
જ્ઞાની અને કીર્તિમાન થાવો.
દીકરી રાધિકા ના ચહેરા પર જ્ઞાન મેળવવાની ખુશી હતી તો અંદર થી માતા થી છૂટા પડવાનું દુઃખ પણ હતું. માતા કર્ણાવતી પણ બહાર થી ખુશ હતી પણ અંદર થી દીકરી થી છૂટા પડવાનું દુઃખ હતું.
સૈનિકો સાથે મહારાણી કર્ણાવતી તેમની દીકરી રાધિકા ને સાથે લઈ ગુરુ કેશવ પાસે પહોંચ્યા. જંગલની મધ્યમાં ગુરુ કેશવ નો આશ્રમ હતો. રથ માંથી નીચે ઉતરી રાધિકા આશ્રમ નિહાળવા લાગી. આજુ બાજુ લીલીછમ હરિયાળી હતી. આશ્રમની બાજુમાં એક સુંદર રમણીય ખળખળ વહેતી નદી હતી. નદીના કિનારે એક સુંદર ફૂલો થી સજ્જ બગીચો હતો. આશ્રમ તરફ નજર કરી તો સાત મોટી કુટીરો હતી. અને એક યજ્ઞ કુંડ હતો. થોડા ત્યાં શિક્ષા લેવા આવેલા બાળકો બગીચામાં ફૂલો તોડી રહ્યા હતા તો કોઈ ફૂલછોડ ને પાણી આપી રહ્યા હતા. કોઈ ને કોઈ બાળકો કઈક ને કઈક પ્રવુતિ માં મશગુલ હતા.
મહારાણી કર્ણાવતી એ દીકરી રાધિકા નો હાથ પકડી ને આશ્રમ માં પ્રવેશ કર્યો. મહારાણી કર્ણાવતી એ સૈનિકો દ્વારા ગુરુ કેશવ ને સંદેશો પહેલે થી મોકલાવી દીધો હતો એટલે ગુરુ કેશવ મહારાણી કર્ણાવતી અને દીકરી રાધિકા ને જોઇને તેઓ સામે ચાલી ને તેમની પાસે આવ્યા. તો પાછળ ગુરુમાં કુન્દનિકા અને નાની બાળાઓ હાથમાં ફૂલો નો થાળ લઈને આવી રહી હતી. ગુરુ કેશવે મહારાણી કર્ણાવતી ને પ્રણામ કરી સ્વાગત કર્યું તો મહારાણી કર્ણાવતી એ ગુરુ કેશવ અને ગુરુ માતા કુન્દનિકા ને પ્રણામ કરી તેમના આશીર્વાદ લીધા. ગુરુમાતા ની પાછળ ઉભેલી બધી બાળાઓ રાધિકા પાસે આવીને તેમનું ફૂલો થી સ્વાગત કર્યું.
ગુરુ કેશવે રાધિકા નો હાથ પકડી આશ્રમ ની અંદર લઇ ગયા અને મહારાણી કર્ણાવતી ને કહ્યું આપ રાધિકા ની હવે ચિંતા કરશો નહિ, આજ થી તે મારી શિષ્ય છે. અને હું તેને વિદ્યા આપવામાં કોઈ કસર બાકી નહીં રાખું. મહારાણી કર્ણાવતી એ દીકરી રાધિકા ને ચુંબન કરી ભેટીને આશીર્વાદ આપ્યા કે એક પ્રભાવશાળી તું દીકરી બનીશ. અને ભીની આંખોએ તે મહેલ તરફ રવાના થઈ.
થોડા દિવસ રાધિકા ને માતા કર્ણાવતી ની બહુ યાદ આવી પણ એક શક્તિાળી નારી બનવાના હેતુ થી તે આશ્રમ ના વાતાવરણ ને અનુકૂળ રહેવા લાગી ને માતા ની યાદ દિલમાં દબાવી રાખી મૂકી. ધીરે ધીરે રાધિકા મોટી થવા લાગી. ગુરુ એ તેમની પાસે ની બધી શિક્ષા આપી સાથે તેને ધર્મ અને શાસ્ત્રો નું જ્ઞાન પણ પીરસ્યું.
ધીરે ધીરે રાધિકા મોટી થવા લાગી. ગુરુ કેશવ પણ રાધિકા ને એક પછી એક બધી વિદ્યા શીખવાડી રહ્યા હતા. પણ ગુરુ ને એક ડર સતાવી રહ્યો હતો. કે રાધિકા એક સ્ત્રી છે એટલે ડર તેના શરીર માં કાયમ બની રહેવાનો. પણ માતા કર્ણાવતી ને યાદ કરતા ગુરુ ને પણ સમજાઈ ગયું કે માં કરતા દીકરી સવાઈ જ થશે. પણ રાધિકા કેટલી ડરપોક છે તે માટે તેણે રાધિકા ની પરિક્ષા લેવાનું વિચાર્યું.
એક દિવસ રાધિકા ને એક કુટીર માં એકલી સુવા માટે કહ્યું અને વધુ કહેતા કહ્યું રાધિકા તારે દર કલાકે આશ્રમ ની સુરક્ષા હેતુથી આશ્રમ ફરતે પહેરો લગાવવાનો છે. રોજ સાથે વિદ્યા લઈ રહેલા બાળકો સાથે રાધિકા રહેતી અને તેની સાથે જ સૂતી હતી પણ આજે પહેલી વાર રાધિકા એકલી તે કુટીર માં સુવા જઈ રહી હતી. તે કુટીર આશ્રમ ના પ્રવેશદ્વાર પાસે હતી. એટલે અંધારું રહેતું અને ક્યારેય ત્યાં જંગલી પ્રાણીઓ પણ આવી ચડતા.
રાત થઈ એટલે સાંજ નું ભોજન લઈને રાધિકા તે કુટીર માં પહોચી. આ જોઈને ગુરુમાં એ તેમના સ્વામી કેશવ ને કહ્યું. નાથ.. રાધિકા હજુ નાની બાળા છે. કઈક તેને થઈ જશે તો આપણે મહારાણી કર્ણાવતી ને શું જવાબ આપીશું.
જવાબ માં ગુરુ કેશવે કહ્યું. રાધિકા એક પરાક્રમી રાણી ની પુત્રી છે. અને તે હવે બાળા નહિ પણ મોટી થઈ ગઈ છે. એટલે રાધિકા ને કઈ થઈ જાય તે હું માનતો નથી. હવે રાધિકા યુવાન થઈ ગઈ છે એટલે તેની હવે પરિક્ષા લેવાનો સમય આવી ગયો છે. આતો હજુ શરૂઆત છે. આગળ જતાં તેને ઘણી મોટી પરિક્ષા માંથી પસાર થવાનું છે. ત્યારે જ તે તેની માતા જેવી પરાક્રમી બની શકશે.
તમે ચિંતા ન કરો. રાધિકા ને કઈજ નહિ થાય. હું તેનું ધ્યાન રાખીશ. તમે તમારા કુટીર માં જાવ. કેશવે ગુરુમાં ને કહ્યું.
ગુરુજી ના આદેશ અનુસાર રાધિકા કુટીર માં પહોચી. કુટીર માં કોઈ વ્યવસ્થા હતી નહિ તે એકદમ ખાલી હતી. પોતાની સાથે લાવેલું પાથરણું રાધિકા એ પાથર્યું અને તેના પર બેસી ગઈ. અને ધ્યાન કરવા લાગી. થોડી થોડી વારે તે ધ્યાન માંથી જાગી ને બહાર ચક્કર લગાવતી અને ફરી પાછી કુટીર માં આવી ને ધ્યાન માં બેસી જતી.
આમ કરતાં કરતાં રાત્રિ નો ત્રીજો પહોર થયો. ગુરુ ના આદેશ અનુસાર તે ફરી આશ્રમ ને પહેરો લગાવવા બહાર નીકળી. ઘનઘોર અંધારું હતું. જાણે અમાસ ની રાત હોય. રાધિકા ના હાથમાં બસ એક લાકડી સિવાઈ કઈ હતું નહિ. આશ્રમ ને ફરતે ચક્કર લગાવી જેવી તે આશ્રમ ના પ્રવેશદ્વાર પાસે પહોંચી. નજર કરી તો કોઈ માણસ ઉભો હોય તેવું લાગ્યું. પણ તેણે તો કાળા કપડાં પહેર્યા હોય તેવું લાગ્યું. અંધારું વધારે હતું એમાં કાળા કપડાં એટલે રાધિકા કોણ છે તે ઓળખી શકી નહિ.
રાધિકા તેની થોડી પાસે ગઈ. થોડો ડર હતો પણ માતા એ કહેલી એક વાણી તેને યાદ આવી.
જિંદગી હશે ત્યાં સુધી જ આપણે જીવીશું. મરવું અને જીવાડવું ઉપરવાળા ના હાથમાં છે. એટલે જિંદગીમાં ક્યારેય પાછી પાની કરવી નહિ.
માતા ની આ વાત યાદ આવતા રાધિકા માં હિમ્મત આવી. તે પ્રવેશદ્વાર પાસે પહોંચી. હવે તેને થોડું સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. કોઈ કાળા કપડાં પહેરેલં માણસ જ ત્યાં ઉભો હતો. પહેલા તો રાધિકા એ અવાજ કર્યો.
આપ કોણ છો.?
અને અહી કેમ આવ્યા છો.?
સામેથી કોઈ જવાબ આવ્યો નહિ. ફરી રાધિકા એ અવાજ કર્યો.
બોલો આપ અહી કેમ આવ્યા છો. કોઈ મદદ જોઇતી હોય તો આપ કહી શકો છો.?
સામેથી કોઈ જવાબ જ આવી રહ્યો ન હતો. રાધિકા સમજી ગઈ. આ કોઈ માણસ તો નથી. લાગે છે ભૂત હશે પણ પાસે જઈને જ ખાતરી થશે. એટલે રાધિકા તેની વધુ નજીક ગઈ. ત્યાં જોયું તો એક માણસ નું પૂતળું હતું અને તેને કાળા કપડાં પહેરવામાં આવ્યા હતા.
રાધિકા જેવી પાછી વળી, ત્યાં પાછળ તેના ગુરુ કેશવ ઊભા હતા. ગુરુ કેશવ ને રાધિકા એ પ્રણામ કર્યા. ગુરુ કેશવ પાસે આવીને રાધિકા ને શાબાશી આપતા કહ્યું.
રાધિકા તું સાચે બહુ હિંમતવાળી છે. મે જ આ પૂતળું મૂક્યું હતું. તું કેટલી હિંમતવાળી છે તે જોવા માટે. ચાલ અંદર અને હવે કુટીર માં જઈને આરામ કર. તારી આજની પરિક્ષા પૂરી થઈ તું આ પરીક્ષામાં પાસ થઈ ગઈ. ખુશ થતી થતી રાધિકા તેની કુટીર માં જઈને સૂઈ ગઈ.
થોડા દિવસ પછી ગુરુ કેશવ ને ફરી વિચાર આવ્યો. રાધિકા ની એક મોટી અને બહુ કઠિન પરિક્ષા લેવામાં આવે. તે માટે તેને મહારાણી કર્ણાવતી ને સંદેશો મોકલ્યો.
સંદેશામાં લખું હતું.
મહારાણી કર્ણાવતી આપની દીકરી બહુ હિંમતવાળી છે. તેની ઘણી પરિક્ષા લઈ મે જોઈ લીધું છે. હવે રાધિકા કેટલી શોર્યવાન છે તેની પરિક્ષા લેવા આપની આજ્ઞાની જરૂર છે. આપ કહો તો હું રાધિકા ની એક છેલ્લી કઠોર પરીક્ષા લેવા માંગુ છે. જે પરિક્ષા અત્યાર સુધી કોઈ ગુરુએ પોતાના શિષ્ય પાસે થી નહિ લીધી હોય.
પત્ર વાંચીને મહારાણી કર્ણાવતી ના ચહેરા પર રોનક અને દુઃખ બંને જોવા મળ્યું. એકબાજુ ખુશી હતી કે મારી દીકરી રાધિકા હિંમતવાળી છે. પણ એક કઠોર પરિક્ષા થી તે થોડી ચિંતિત બની. પણ રાધિકા ને તો મહાન યોદ્ધા બનાવી હતી એટલે કોઈ વિચાર કર્યા વગર સૈનિકો ને આદેશ આપ્યો કે ગુરૂ કેશવ ના આશ્રમમાં જઈ સંદેશો મોકલાવો કે મહારાણી કર્ણાવતી પરિક્ષા લેવાની પરવાનગી આપી છે.
પરવાનગી મળતા ગુરુ કેશવે બધા શિષ્યો અને ગુરુમાં ની હાજરી માં રાધિકા ને ઉભી કરી અને કહ્યું.
રાધિકા એક કઠોર પરીક્ષા આપવા તૈયાર થઈ જા. આ પરિક્ષા તારી છેલ્લી પરિક્ષા હશે. પછી સમજ જે તું સર્વ જ્ઞાન થી નિપૂણ છો. હાથ જોડી ને ઉભી રહેલી રાધિકા એ કહ્યું.
ગુરુજી આપ જે પરિક્ષા લેશો તે હું આપવા તૈયાર છું.
ગુરુ કેશવે કહ્યું રાધિકા તારે કાલે જંગલ તરફ પ્રયાણ કરવાનું છે અને તારે એક જીવતા ચિત્તા ની ચર્મ લાવવાની છે. તે ચર્મ મારે આસન તરીકે વાપરવી છે. બોલ તું મારા માટે લઈ આપીશ.
હા..ગુરુજી હું તમારા માટે જરૂર થી ચિંતા ની ચર્મ લાવીશ. અને હું કાલે જ જંગલ તરફ પ્રયાણ કરુ છું.
ક્રમશ....