Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 22

રાણી રૂપકલા એ મહારાણી કર્ણાવતી ને કહ્યું મોટી બહેન તમારું આ દેશ અને નગરમાં મોટું સ્થાન રહ્યું છે. તે સ્થાન હું તમારી પાસે થી છીનવી નહિ શકુ. આ દેશ નો આવનાર સંતાન તમારા કુખે થી જ જન્મ લેશે. હું આજથી વચને બંધાવ છું આ દેશ ખાતર હું ક્યારેય બાળકને જન્મ આપી માં નહિ બનું. મહારાજ વેદાંત ને સમજ ન પડી કે આખરે શું થઈ રહ્યું છે. પણ એટલું રાણી કર્ણાવતી ને કીધુ કે થોડી વાર પહેલા રૂપકલા ને મારી પત્ની બનાવી ને હવે પત્ની માંથી તને દાસી બનાવી દીધી.

ત્યારે રૂપકલા કહ્યું મહારાજ આવું ન વિચારો હું તમારી દાસી પહેલા હતી પછી તમે મને પત્ની તરીકે સ્વીકારી. હું આજીવન તમારી દાસી રહીશ પણ મોટી બહેન ને દુઃખ થાય તેવું ક્યારેય નહિ કરું. આજથી હું તમારી પત્ની ખરી પણ મહેલ ની બહાર મહેલની અંદર તો તમારી દાસી બનીને જ રહીશ. આવા સંસ્કારો જોઇને મહારાજ રૂપકલા ને ગળે લગાડી લીધી ને મહારાણી કર્ણાવતી ને કહ્યું રૂપકલા ને દાસી ની જેમ નહિ પણ રાણી ની જેમ કાળજી લેજો. ત્યારે મહારાણી કર્ણાવતી પણ રૂપકલા ને ભેટી પડી ને તેના પર ગર્વ મહેસૂસ કરવા લાગી. આમ ત્રણેય રાજ મહેલમાં સુખે થી રહેવા લાગ્યા.

એક દિવસ એવો આવ્યો કે મહારાણી કર્ણાવતી એ મહારાજ ને એક ખુશીના સમાચાર આપ્યા કે હું માં બનવા જઈ રહી છું. સમાચાર સાંભળી ને મહારાજ ખુબ ખુશ થયા ને નગરમાં જરૂરિયાત મંદ જરૂરી વસ્તુ આપવા સૈનિકો ને આદેશ આપ્યો. ને પંડિત ને કહેવામાં આવ્યું કે મંદિરમાં રાજા પૂજા કરવા માંગે છે એટલે મંદિર ને સજાવવામાં આવે. આદેશ મળતા પડીતે મંદિર ને ફૂલો થી શણગાર્યું ને મહારાજ ના આવવાની રાહ જોવા લાગ્યા.

મહારાજ વેદાંત સાથે મહારાણી કર્ણાવતી અને રાણી રૂપકલા સાથે મદિરે આવ્યા ને ભગવાન ની પૂજા કરી. મારે ત્યાં એક પુત્ર નો જન્મ થાય માટે ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા. પણ આશીર્વાદ માંગતી વખતે રાજા વેદાંતે ભગવાન ને ચડાવેલ ફુલ ની માળા ભગવાન ના ગળા માંથી આપો આપ નીચે પડી, ભગવાન ને કરેલા દિવા પર માળા પડતા દીવો ઓલવાઈ ગયો. આ જોઈ પંડિતે કહ્યું મહારાજ માફ કરજો પણ આપની પૂજા ભગવાનને પસંદ આવી નથી. ત્યારે મહારાજ થોડા ગુસ્સે થયા પણ મહારાણી કર્ણાવતી એ તેને શાંત રહેવા કહ્યું. અને પંડિત ને કહ્યું મને ખબર છે કોઈ વિઘ્ન આવવાનું હશે તો જ ભગવાન ને આપણા રાજા ની પૂજા સ્વીકારી નહિ હોય પણ આપ કોઈ ઉપાય જણાવો કે આવનારું વિઘ્ન ને ટાળી શકાય. ને ભગવાનની પૂજા સફળ થાય.

મહારાણી આપે સાચું કહ્યું વિઘ્ન તો આવવાનું છે. પણ તે વિઘ્ન વિશે હું નથી જાણતો. કદાચ દેશ પર આવવાનું હોય કે મહારાજ પર તે તો મારો ભગવાન જાણે. પણ પૂજા અધૂરી રહે નહિ એટલે આપ પૂજા પૂરી કરો અને ભગવાન પાસે પુત્ર પ્રાપ્તિ માટે બે હાથ જોડી શ્રદ્ધા પૂર્વક તેમની પાસે માંગો. ભગવાન બહુ દયાળુ છે તે જરૂર થી આપશે. અને પડિતે બીજું પણ કહ્યું મહારાણી આપ નીચે બેસી ને ભગવાન પર ફૂલો નો વરસાદ કરો. અને જો એક ફૂલ તમારા ખોળામાં પડશે તો તમને બાળક ની પ્રાપ્તિ અવસ્ય થશે અને ભગવાન ને બીજું કઈક કહેવું હશે તો તે આપો આપ ભાસ કરી દેશે. આટલું કહી પંડિતે એક ફૂલો નો ભરેલો થાળ મહારાણી ના હાથમાં આપ્યો.

મહારાણી ભગવાન સામે ભાવ વિભોર થઇ શ્રદ્ધા થી તેમનું નામ જપતી ભગવાન પર ફૂલો નો વરસાદ કરવા લાગી. તે ભગવાનની ભક્તિ માં એટલી લીન થઈ ગઈ કે ખબર પડી નહિ કે તેમના ખોળામાં એક કોમળ ફુલ આવી ગયું. તે ફુલ ખોળામાં પડતા બધાએ જોયું પણ બીજું ફુલ જે મહારાણી ના માથા સાથે ટકરાઈ પૂજામાં રહેલ દિવા પર પડ્યું ને દીવો ઓલવાઈ ગયો. તે ફક્ત પંડિતે જ જોયું. બધા ને એમ લાગ્યું કે દિવેલ પૂરું થતાં દીવો ઓલવાઈ ગયો. બધા ફૂલો ભગવાન ને ચડાવી હાથ જોડી નમન કરી પહેલી નજર તેમના ખોળા માં પડી જોયું તો એક કોમળ ફુલ હતું. આ જોઈ મહારાણી તો ખુશ ખુશાલ થઈ ને પહેલા મહારાજ ના આશીર્વાદ લીધા પછી પંડિત ના. મહારાણી ને આશીર્વાદ આપતી વખતે પંડિતે કહ્યું આપ સમય લઈ ફરી એકલા ભગવાન ના દર્શને આવજો.

બીજે દિવસે પંડિતે કહેલું યાદ આવતા મહારાણી એકલી મંદિરે જવા નીકળી. મંદિરે પંડિત ભગવાન ના શરણે બેઠો બેઠો જાપ કરી રહ્યો હતો. મંદિર એકદમ શાંત હતું. કોઈના આવવાની આહટ થી પંડિત જાપ માંથી ઊભા થયા જોયું તો મહારાણી કર્ણાવતી હતી. પહેલા મહારાણી કર્ણાવતી એ ભગવાનના દર્શન કર્યા ને પછી પંડિત ને કહ્યું બોલો પંડિત જી એવી તે કઈ વાત છે જે તમે મને એકલાને જ કહેવા માંગતા હતા. આપ જલ્દી કહો.

પંડિત બોલ્યો મહારાણી કાલે મે મંદિર માં થયેલી પૂજા માં એક કોમળ ફૂલ તમારા ખોળા માં પડ્યું જે સારા શુકન છે એટલે તમારા કુખે એક બાળકી નો જન્મ થશે પણ બીજું ફુલ તમારી પાસે આવીને ભગવાન ના દિવા પર તે ફુલ પડ્યું ને દીવો ઓલવાઈ ગયો તે તમારા માટે સારા શુકન નથી. આટલું કહી પંડિત અટકી ગયા.

મહારાણી કર્ણાવતી એ પંડિત જી આપની વાત કેમ અધૂરી છોડી. જે હોય તે આપ ખુલા દિલ થી કહી દો, જે થવાનું છે તે થાશે જ. પણ જો થવાનું છે તે ખબર પડી જાય તો આવનારી મુસીબત નો સામનો કરવા આપણે સક્ષમ તો રહી શકીએ ને. એટલે આપ બેજીજીક વાત પૂરી કરો. ત્યારે પંડિતે કહ્યું મહારાણી મને ભગવાન તરફ થી એવો ભાસ થયો કે આપણા દેશ પર મોટું સંકટ આવશે અને તેમાં આપણા મહારાજ દેવલોક પામશે.

આટલું સાંભળતા જ મહારાણી આખ માંથી આશું ની ધાર વહેવા લાગી ને ભગવાન ના પગ પકડી કહ્યું હે તારણહાર, હે કર્તાહર્તા આપ મારી આવી કઠોર પરિક્ષા કેમ લઈ રહ્યા છો. હજુ તો પતિ પર પ્રેમ ના અંકુર ફૂટ્યા જ છે ત્યાં તમે તેને મૂર્જાવી દેશો. મહારાજ નહિ હોય તો આ દેશ અને મારું શું થશે. એમ કહી કમરમાં રહેલી કટાર કાઢી ત્યાં તો પંડિત તેમને રોકે છે.

મહારાણી થોભી જાવ આપ જ હમણાં કહી રહ્યા હતા કે જે થવાનું હશે તે થશે જ. તો પછી આવું પગલું શા માટે. શું તમારે ભગવાને આપેલા વરદાન ને નિષ્ફળ બનાવવા છે. મહારાજ ની જેમ આપ પણ એક મહાન પરાક્રમી છો. મહારાજા નહિ હોય તો પણ દેશ તમારા થી સુરક્ષિત અને સુખી રહેશે. આપ બહુ ચિંતા ન કરો ને આવનારી બાળકી પ્રત્યે આપ કાળજી લો. અને આવનારી મુસીબત થી દેશ કેમ સુરક્ષિત રહે તે પ્રત્યે ધ્યાન દોરી અને ટાળી કે સામનો કેમ કરી શકાય તેના પર કામ કરો. ભીની આંખો એ મહારાણી કર્ણાવતી મંદિરે થી મહેલ જવા નીકળી.

મહેલમાં આવતી મહારાણી કર્ણાવતી ને જોઈને ઝરૂખે બેઠેલી રૂપકલા તેની પાસે જઈ કહ્યું બહેન આપ એકલા એકલા ક્યાં જઈ આવ્યો. સાથે સૈનિકો કે દાસી ને કેમ ન લઈ ગયા. ત્યારે મહારાણી કર્ણાવતી કહ્યું ભગવાન યાદ આવ્યા તો તેના દર્શન કરવા નીકળી ગઈ એમ કહી તેના ઓરડા તરફ નીકળી ગઈ. પણ રૂપકલા ને મહારાણી કર્ણાવતી નો ચહેરો માયુસ લાગ્યો એટલે તેની પાછળ પાછળ તેના ઓરડા માં ગઈ.

મહારાણી કર્ણાવતી તેમના ઓરડા માં જઈ મહારાજ વેદાંત ની માટીની મૂર્તિ સામે નિહાળતી રહી. ત્યાં મહારાણી રૂપકલા એ ઓરડામાં આવવાની મહારાણી કર્ણાવતી પાસે પરવાનગી માંગી. મહારાણી રૂપકલા અંદર આવવા કહ્યું ને તેનું ધ્યાન બીજી તરફ વાળી ચહેરો હસતો કર્યો. પણ રૂપકલા સમજી ગઈ હતી કે મહારાણી કર્ણાવતી કઈક છૂપાવી રહી છે. એટલે તેમની પાસે જઈ કહ્યું. મહારાણી હું તમારી નાની બહેન તરીકે હું તમારા મનમાં રહેલી મનોવ્યથા જાણવા માંગુ છું. અને આપ નહિ કહો તો તમને મહારાજ ના સોગંધ છે.

ધર્મ સંકટ માં આવતા મહારાણી કર્ણાવતી એ રૂપકલા ને કહ્યું હું આવનારી મુસીબત માટે વિચારી રહી છું. દેશ પર મોટી મુસીબત આવવા જઈ રહી છે. તેમાં આપણા મહારાજ આપણ ને છોડીને ચાલ્યા જવાના છે. આટલું સાંભળતા મહારાણી રૂપકલા સ્તબ્ધ થઈ મહારાણી કર્ણાવતી ને જોઈ રહી. મહારાણી કર્ણાવતી એ રૂપકલા ને ભાનમાં લાવવા તેનો હાથ પકડ્યો ત્યાં તો રૂપકલા મહારાણી કર્ણાવતી ને ભેટી ને સોધાર આશુ એ રડવા લાગી. મહારાણી કર્ણાવતી તેમને શાંત કરી પણ મહારાણી રૂપકલા ઉભી થઇ ને પોતાના કમરમાં રહેલી કટાર કાઢી ને કહ્યું મારા કારણે દેશ પર અને મહારાજ પર આફત આવી રહી છે. મારું નશીબ કેવું ખરાબ કે ઓરતા હતા મહારાણી ના ને હું દાસી બની ગઈ. હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી એમ કહી તેમણે તેમની કટાર પેટમાં ખૂચાડી દીધી.

ક્રમશ....