રૂપકલા જમીન પર પડી ગઈ. મહારાણી કર્ણાવતી તેમની પાસે જઈ પહેલા તેમના પેટમાં ઘુસાડેલી કટાર કાઢી તો પણ રૂપકલા મો માંથી એક અવાજ પણ નીકળ્યો નહિ. તરત મહારાણી કર્ણાવતી એ ટાળી પાડીને સૈનિકોને બોલાવ્યા. સૈનિકો ને આદેશ કર્યો કે અત્યારે ને અત્યારે વૈદ જી ને બોલાવવામાં આવે. અને મહારાજ ને જાણ કરવામાં આવે કે મહારાણી કર્ણાવતી તેમને તેમના ઓરડામાં બોલાવે.
આદેશ મળતા બે સૈનિકો વૈદ જી ને બોલવા જાય છે ને બે સૈનિકો મહારાજ ને. વૈદ આવે તે પહેલાં મહારાણી કર્ણાવતી એ પહેરેલી ચુંદડી કાઢીને રૂપકલા ના પેટમાં બાંધી દીધી. એટલે લોહી નીકળતું બંધ થઈ ગયું. ધીરે ધીરે રૂપકલા ને પીડા વધવા લાગી પણ કર્ણાવતી તેને હિમ્મત આપી રહી હતી. તને કઈજ નહિ થાય બસ વૈદ જી આવતા જ હશે. થોડો સમય થયો ત્યાં મહારાજ અને વૈદ જી ત્યાં આવી પહોંચ્યા. મહારાજ આવતા વેત બોલ્યા શું થયું. રૂપકલા નું પેટ કેમ લોહી લુહાણ છે.
મહારાજ આપ સવાલ પછી કરજો પેલા વૈદ જી ને કહો સારવાર શરૂ કરે ક્યાંક મોડું ન થઈ જાય. આટલું કહી મહારાણી કર્ણાવતી વૈદ જી પાસે આવીને પ્રણામ કર્યા. મહારાજા એ વૈદ જી ને કહ્યું આપ જલ્દી રૂપકલા ની સારવાર કરો. વૈદ જી તો રૂપકલા ની નાડી તપાચવા લાગ્યા અને પેટ પર ઘાવ પણ નજર કરીને સાથે લાવેલા જડીબુટ્ટીઓ ને લઈ તેઓ મિશ્રણ કરવા લાગ્યા. મિશ્રણ કરીને એક મલમ તૈયાર કર્યો તે મલમ રૂપકલા ને જ્યાં કટાર વાગી હતી ત્યાં લગાવ્યો અને પાટો બાંધી આપ્યો. એટલે લોહી નીકળતું બંધ થઈ ગયું.
વૈદ જી ઊભા થઈ મહારાજ ને કહ્યું મહારાજ આપની રાણી સુરક્ષિત છે બહુ ઊંડો ઘા નથી એટલે જલ્દી રૂઝાઈ જશે. પણ રાણી ને થોડા દિવસ આમ જ આરામ કરવો પડશે. આટલું કહી વૈદ જી તેમના ઘરે જવા રવાના થયા. વૈદ જી ગયા એટલે મહારાજ થોડા નજીક આવીને રૂપકલા પાસે બેસીને કહ્યું હવે પ્રિયે કહીશ આ કેવી રીતે બન્યું.
ધીમા અવાજે રૂપકલા બોલી મહારાજ મને એવું લાગે છે મારું અહી આ દેશમાં રહેવું આ દેશ અને મહેલ માટે અપશુકનિયાળ છે. એટલે મારું અહી રહેવું કે જીવવું મને યોગ્ય નથી લાગતું એટલે મે મારા પ્રાણ છોડવાનું નક્કી કર્યું પણ મોટી બહેન આવતા હું ખાલી ઘાયલ જ થઈ. મહારાજ મને કા દેશ છોડવાની પરવાનગી આપો કા તો મને મરી જવા દો. આટલું કહી રૂપકલા રડવા લાગી.
મહારાજ વેદાંત રાણી રૂપકલા ની થોડા નજીક આવી તેમના આંસુ લૂછવા લાગ્યા અને કહ્યું. હે રૂપકલા તું મારી પટરાણી છે નહિ કે દાસી. તારું આવવું એ અપશુકનિયાળ ન કહેવાય પણ જે થવાનું છે તે થાશે જ તે માટે આપણે તેને આપણા માથે લઈ ને શા માટે દુઃખી થવું જોઈએ. મને બધી ખબર છે આગળ શું થવાનું છે. પણ આપ બધા આ રીતે દુઃખી થશો તો આ દેશ નું શું થશે.?
રૂપકલા પથારી માંથી ઉભી થઈને મહારાજ ને કહ્યું મહારાજ આપ ચિંતા ન કરો હું દેશ ના હિત માટે મારા પ્રાણ પણ નીશાવર કરી દઈશ. આપ બે ફિકર થી દેશ ને ચલાવો, જે થશે તે જોઈ જવાશે.
મહારાણી કર્ણાવતી અને રાજા વેદાંત રૂપકલા ના ઓરડા માંથી બહાર આવ્યા અને જતા જતા રૂપકલા ને કહ્યું ચિંતા કરીશ નહિ અમે તારી સાથે છીએ. તું જલ્દી સાજી થઈ જા એટલે ફરી થી રાજમહેલ ખીલી ઊઠે.
હજુ રૂપકલા ના ઘાવ ને ચાર દિવસ થયા હતા. ઘાવ હજુ રૂઝાયો પણ ન હતો. રૂપકલા ને ભાસ થવા લાગ્યો. અચાનક મહેલ આમ સૂનસાન કેમ થઈ ગયો કાલે તો મહેલ કિલકિલાટ કરી રહ્યો હતો. રૂપકલા તેમની દાસી ને બોલાવી ને કહ્યું દાસી આજ મહેલ સૂનસાન કેમ છે. જરા જાણીને મને કહે તો. રાણી રૂપકલા નો આદેશ મળતા દાસી સભાખંડ માં પહોંચી. જોયું તો સેનાપતિ સહિત સભામાં બધા ઉપસ્થિત હતા અને કોઈ ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. દાસી ને એટલું તો ખબર પડી ગઈ કે દેશ પર કોઈ આફત આવવાની હશે નહિ તો આ રીતે સભા ગંભીર ન હોય.
દાસી દોડીને રાણી રૂપકલા પાસે જવા જાય છે ત્યાં મહારાણી કર્ણાવતી તેને જોઈ જાય છે અને તેની પાસે બોલાવે છે. દાસી પાસે આવી એટલે મહારાણી કર્ણાવતી એ કહ્યું દાસી આમ દોટ મૂકી ને ક્યાં જાય છે. કોઈને સમાચાર આપવા જાય છે કે શું. તે દાસી મહારાણી કર્ણાવતી પ્રિય દાસી હતી એટલે વગર સંકોચે તેણે કહ્યું મહારાણી હું મહેલ માં રહેલ સન્નાટો ના સમાચાર રાણી રૂપકલા ને આપવા જઈ રહી છું તેમને મને એ જાણવા મોકલી હતી કે આખરે મહેલ કેમ આજે ચૂપચાપ છે.
મહારાણી કર્ણાવતી એ દાસી ને કહ્યું દાસી તું રાણી રૂપકલા ને સમાચાર મોકલ કે મહેલ પહેલા ની જેમ જ છે બસ મહારાજ અને મહેલ તમારી ચિંતા માં કોઈ હર્ષ ઉલ્લાસ વ્યક્ત નથી કરતા. મહારાણી કર્ણાવતી એ આપેલા સંદેશા નું પાલન કરવા દાસી રાણી રૂપકલા પાસે આવી ને કહે છે. રાણી બા મહેલ માં એવું કઈજ બની નથી રહ્યું જેનાથી મહેલ સૂનસાન હોય પણ હા તમારી ચિંતા આ મહેલ જરૂર થી કરે છે. દાસી ને આંખો કઈક અલગ કહી રહી હતો એ જોઇને રૂપકલા કહ્યું દાસી જે હોય તે કહે. મને ખબર છે તું કઈક છૂપાવી રહી છે. ત્યારે દાસી એ કહ્યું રાણી બા હું આગળ કઈક કહી શકું તેમ નથી મને ઓરડા ની બહાર જવાની રજા આપો.
રાણી રૂપકલા સમજી ગઈ કે મારે ખુદને જઈને તપાસ કરવી પડશે કે આખરે મહેલ માં સન્નાટા નું કારણ શું. હું પણ આ દેશ ની પટરાણી છું. રાણી રૂપકલા ઉભી થઇ ને મહેલમાં સભા ભરાઈ હતી ત્યાં આવી ને ચૂપચાપ ઉભી રહી સાંભળવા લાગી. જોઇને એટલું તો ખબર પડી ગઈ કે દેશ પર કોઈ આફત આવવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજા વેદાંત સેનાપતિ સાથે ગંભીર ચર્ચા કરી રહ્યા હતા.
આપણી ભૂલ આપણે જ ભોગવી રહી. જો આપણે કોઈ સ્પર્ધા નું આયોજન કર્યું જ ન હોત તો આજે સ્પર્ધા માં હારેલ પરાક્રમી રાજા વિક્રસેન આપણા દેશ પર અચાનક ચડાઈ કરવા આવી ન પહોંચેત. આપણે તે રાજા ને અપમાન કર્યા વગર જવા દેવાની જરૂર હતી. હવે તે અપમાન નો બદલો લેવા જ આવી રહ્યો છે. તે પરાક્રમી રાજા વિક્રસેન અને તેના સૈન્ય ને હરાવવું આપણા માટે મુશ્કેલ છે. ગંભીર થઈને મહારાજ વેદાંત સભામાં વાત કરી રહ્યા હતા.
સેનાપતિ ઊભા થયા ને મહારાજ ને જવાબ આપ્યો. મહારાજ આપણે જે કંઈ કર્યું હતું તે આપણા હિત માટે કર્યું હતું. તેમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. આખરે તે સમયે દેશ અને મહારાણી કર્ણાવતી ની આબરૂ નો સવાલ હતો. આપની આજ્ઞા તે સમયે મળી નહિ, નહિ તો ત્યાં જ તે હું મોત ને ઘાત ઉતારી દેત. તો આજ આ સમય જોવો ન પડેત. પણ મહારાજ આપ ચિંતા ન કરો આપણો એક સૈનિક દસ સૈનિક બરાબર છે.
સેનાપતિ ચિંતા થવી સ્વાભાવિક છે. તેમની પાસે સૈન્ય ની સાથે પુષ્કળ માત્રામાં હથિયારો પણ છે. સૈન્ય સામે આપણું સૈન્ય કદાચ ટકી શકે પણ હથિયાર સામે ટકી રહેવું મુશ્કેલ છે. આટલું કહી મહારાજ વેદાંત માથું નીચે કરીને ચૂપ થઈ ગયા. મહારાજ વેદાંત ની ચુપકીદી જોઇને સભા પણ માયુસ અને શાંત થઈ ગઈ.
મહારાજ મહારાજ કરતી રૂપકલા સભા સામે ઉપસ્થિત થઈ. પહેલા મહારાજ ને પ્રણામ કર્યા અને પછી તેમની વાત રજૂ કરવા પરવાનગી આપી.
મહારાજ આપ તો મહા પરાક્રમી છો. દશે દિશામાં આપની વાહ વાહ થાય છે. એક નાની એવી આફતમાં આપ માયુસ થઈ જાવ છો. આપ ભૂલી રહ્યા છો આપ ના દુશ્મન કરતા મિત્રો વધુ છે. તે મિત્રો પણ મહા પરાક્રમી અને શૂરવીરો છે. આપ એક હાકલ કરશો એટલે આખી સેના સાથે તમારી સાથે ઊભા રહેશે. પછી આવા પરાક્રમી દુશ્મન વિક્રસેન નું આવે છું મહારાજ. આપણી પાસે સૈન્ય ભલે થોડું રહ્યું પણ જોમ અને જુસ્સા જોઇને ભલ ભલા ધૂળ ચાટતા પણ થઈ શકે છે. અને આપ નારી શક્તિ ને કેમ ભૂલી જાવ છો. એક એક નારી દુર્ગા સમાન તમારી સાથે ઉભી રહે તેવી છે.
મહારાજ આપણી અમૂલ્ય દેન છે કુદરત ની એટલે જ તો આપણો મહેલ એક પહાડ પર સ્થિત છે. અને અહી પહોંચવું એ કઠિન છે તે આપ બધા જાણો છો. ક્યારેય દુશ્મન એ જાણ ન થવી જોઇએ કે આપણા થી દુશ્મન ડરી રહ્યો છે. અને જ્યાં નારી શક્તિ ઉભી હોય છે ત્યાં કોઈની તાકાત નથી તેનો કોઈ વાળ વાંકો કરી શકે. મહારાજ બસ મારે આટલું જ કહેવું હતું.
સભા માંથી એક મહારાજ નો પ્રિય એવો સૈનિક ઉભો થયો.
મહારાજ જ્યાં પુરુષ હોવા છતાં સ્ત્રી આગળ આવીને લડશે તો એક દેશ નું અને પુરુષ જાતિ નું અપમાન ગણાશે.
ક્રમશ....