સામે આવતા સાવજ ને જોઈ દાસી પ્રિયવતી થોડી ડરી ને પાછળ જવા લાગી પણ રાણી દામિની એક ડગલું પાછળ ચાલ્યા વગર નીડર તાથી સાવજ ની સામે ચાલવા લાગી. જેવા બંને સાવજો વધુ નજીક આવ્યા એટલે રાણી દામિનીએ કમર માંથી કટાર કાઢીને સાવજ વાર વાર કરવાની તૈયારી કરી.
ત્યાં તો આશ્રમ માંથી એક સંત બહાર આવ્યા સંત નું નામ હતું બ્રહ્મસ્વરૂપ. બ્રહ્મસ્વરૂપ સંત એક મહાન અને તેજસ્વી સંત હતા. તેના કપાળ પર તેજ હતું. તો માથાની પાછળના ભાગમાં એક સૂર્ય ચક્ર દેખાઈ રહ્યું હતું. એક સાક્ષાત સંત થકી એક ભગવાન બ્રહ્મદેવ સામે હોય તેવું લાગી રહ્યું હતું. સંત બ્રહ્મસ્વરૂપ ગેટ પાસે આવ્યા ત્યાં બંને સાવજ ગેટ ની પાસે થી દુર જવા લાગ્યા.
સાવજ દૂર ગયા એટલે રાણી દામિનીએ સંત ને પ્રણામ કરી કહ્યું. હે.... મહાત્મા હું અરણ્ય દેશની પટરાણી હતી. આજે અરણ્ય દેશ દુશ્મન દેશના કબ્જામાં છે. અને મારા ભરથાર તપ કરવા જંગલ ગયા છે. મારા આવનાર સંતાન માટે અને મારા દેશ ને દુશ્મનના કબ્જા માંથી છોડાવવા માટે હું અને મારી દાસી પ્રિયવતી આપના શરણે આવ્યા છીએ. આપ અમારી પર કૃપા કરી અમને આશરો આપો.
દીકરી તું મારા આશ્રમમાં મારી છત્રછાયામાં રહી શકે છે. આવ મારી સાથે આવ. સંત સાથે રાણી દામિની અને દાસી આશ્રમમાં દાખલ થયા આ ત્રણેય ને આવતા જોઈ સંત ની પત્ની શુભાશિતા સત્કારવા હાથમાં થોડા પુષ્પો લઈ આવી અને બંનેનું પુષ્પો થી સ્વાગત કર્યું અને બંને ને સાથે લઈ તેમને તેમની કુટીર બતાવી અને જરૂરી વ્યવસ્થા કરી આપી.
સંતની પત્ની શુભાશિતા રાણી દામિની ની કાળજી લઈ રહી છે. તો દાસી પણ હંમેશા તેની સેવા સાકરી કરી રહી હતી. દિવસ પછી દિવસ પસાર થવા લાગ્યા.
એક દિવસ સંત બ્રહ્મસ્વરૂપ ને થયું આજે રાણી દામિની ની પરિક્ષા લવ તેને ખ્યાલ તો હતો કે તે એક સુરવીરની પત્ની છે એટલે નીડર તો છે પણ ભક્તિ પ્રત્યે તેનું જીવન કેવું છે તે આજે જાણી જોવ. સાંજે સંતે તેમની પત્ની શુભાશિતા ની જાણ બહાર રાણી દામિની ને કહ્યું હે દીકરી સવારે ચાર વાગ્યે તમારે નદીમાં સ્નાન કરી એક પૂજા કરવાની છે. સંતની વાત આજ્ઞા માની ને રાણી દામિની સવારે શુભાશિતા ને જગાડ્યા વગર સ્નાન કરવા નીકળી ગઈ. સ્નાન કરી આશ્રમ પધારે છે ત્યાં સંત વિસ્વવરૂપ તેમના માટે ની પૂજા તૈયાર કરી રાખી હતી.
પૂજા જોઈ રાણી દામિની સમજી ગઈ કે કઈ પૂજા કરવાની છે. સંત વિસ્વસ્વરૂપ કહ્યું દીકરી શ્લોક, સ્તુતિ સાથે પૂજા શરૂ કરો. રાણી દામિની પૂજા કરવા બેસી પણ સંતે કહ્યું હતું નહિ કે ક્યાં ભગવાનની કે માતાજીની પૂજા કરવાની છે. એટલે રાણી દામિની ને બસ એક માં દુર્ગા નું સ્તુતિ અને પૂજા આવડતી હતી એટલે તેણે માં દુર્ગાની પૂજા શરૂ કરી અને સાથે સ્તુતિ અને શ્લોક બોલવા લાગી.
સારી રીતે થઈ રહેલી પૂજા જોઈ સંત વિસ્વવારૂપ જોઈ રહ્યા. ત્યાં તેમની પત્ની શુભાશિતા ત્યાં આવી પહોંચી. રાણી દામિની ને પહેલી વાર પૂજા કરતા જોઈને તે પણ જોઈ રહી. પૂજા પૂરી થઈ એટલે રાણી દામિની ઉભી થઇ અને પહેલા સંતના આશીર્વાદ લીધા. સંતે આશીર્વાદ આપ્યા કે એક મહાન રાજકુમાર ની માતા થશે તું. આશીર્વાદ મેળવી રાણી દામિની ધન્ય ધન્ય થઈ ગઈ. ત્યાં તેની નજર શુભાશિતા પર પડી એટલે ત્યાં જઈને તેના પણ આશીર્વાદ લીધા. તેણે પણ આશીર્વાદ આપ્યા કે તારો પુત્ર પરાક્રમી જ નહિ પણ કે ભગવાન નો ભક્ત પણ થશે.
રાણી દામિની હવે થોડી ભક્તિમય બની ગઈ હતી. આવનાર બાળક ને જન્મ પહેલા સારા સંસ્કાર મળી રહે. હવે દિવસો પછી દિવસો પસાર થઈ રહ્યા હતા ને એ દિવસ જલ્દી આવી રહ્યો હતો રાણી દામિની ના કુખે એક મહાન બાળક નો જન્મ થવા જઈ રહ્યો હતો.
એક દિવસ પૂનમની રાત હતી. રાણી દામિની તેની કુટીરમાં હતી તો બાજુમાં દાસી તેની સેવા કરી રહી હતી. બાળકના જન્મ નો સમય નિકટ આવી રહ્યો હતો. રાણી દામિની ને અસહ્ય પીડા થઈ રહી હતી પણ મો માંથી જરા પર અવાજ હતો નહિ. રાતના બાર વાગ્યા હશે. દાસી રાણી દામિની ની સેવા કરતી કરતી ક્યારે ઊંઘી ગઈ તે ખબર રહી નહિ. રાત્રીના બાર થાય ત્યાં અચાનક વાદળો ચડી આવ્યા ને વીજળી સાથે વાદળોનો ગડગડાટ થવા લાગ્યો.
રાણી દામિનીના કુટીરમાં એક દિવ્ય પ્રકાશ થયો ને તે પ્રકાશ રાણીની નાભી માં સમાઈ ગયો. તે જ સમયે રાણી એ એક સુંદર બાળક નો જન્મ આપ્યો. બાળક જન્મની સાથે રડવા ને બદલે હસી રહ્યું હતું. અને તેનું શરીર દિવ્ય તેજ થી પ્રકાશિત થઈ રહ્યું હતું જાણે કે કોઈ દિવ્ય આત્મા એ જન્મ લીધો હોય. રાણી દામિની બાળકના કપાળ પર હાથ રાખ્યો ત્યાં તો એક કુદરતી શક્તિનો અહેસાસ થયો તેને. એટલે રાણી દામિની સમજી ગઈ કે મારા કુખે કોઈ મહાન આત્મા એ જન્મ લીધો છે.
સવારે ખબર પડતા સંત અને તેની પત્ની શુભાશિતાં બાળકને જોવા રાણી દામિનીની કુટીરમાં પધારે છે. કુટીરમાં પ્રવેશ કરતા સંત ની પહેલી નજર બાળક પર પડે છે. તે બાળક કોઈ તેજસ્વી બાળક લાગી રહ્યું હતું. સંત ની નજર બાળકના ચહેરા પર પડી તો બાળક ની આખો તો બંધ હતી હતી પણ જાણે કે બાળક હસી રહ્યું હોય તેમ તેનું મો મલકાતું હતું. એટલે સંત પણ સમજી ગયા કે મારો આશ્રમ એક દિવ્ય આત્મા ના જન્મથી પવિત્ર થઈ ગયો. સંત નજીક જઈ પહેલા તો તે બાળક ને પ્રણામ કર્યા અને મનમાં કહ્યું હે દિવ્ય આત્મા તમે મારા આશ્રમ માં જન્મ લેવાથી મારો આશ્રમ પવિત્ર થઈ ગયો. શું હું તમને ગોદમાં લઈ શકું.
જાણે કે બાળક સાંભળી રહ્યું હોય તેમ મો હલાવી હા પાડી હોય. સંત સમજી ગયા એટલે તેણે બાળકને ગોદમાં લીધો. તેને પણ એક દિવ્ય શક્તિનો અહેસાસ થયો. થોડી વાર ગોદમાં રાખી તેણે તેની પત્ની ને આપ્યો. શુભશિતા તો બાળકને રમાડવા લાગી.
મારો લાલો...
મારો કાનો...
બાળક ને મજા આવી રહી હોય તેમ હાથ પગ હલાવવા લાગ્યો ને ચહેરો ખિલખિલાટ હસવા લાગ્યો.
****
મહારાજ કૃષ્ણવીર ધ્યાન માંથી બહાર આવીને સામે નજર કરે છે તો ભગવાન મહાદેવ સાક્ષાત સામે ઊભા હતા. કૃષ્ણવીર પહેલા મહાદેવ ને નમસ્કાર કરે છે ને પછી તેના ચરણમાં પડે છે. ત્યારે મહાદેવ તેમને ઊભા કરી કહ્યું વત્સ હું તારી તપશ્ચર્યા થી પ્રશન થયો છું. માંગ આજે તારે જે જોઈએ તે હું આપીશ .
હે દેવો ના દેવ મહાદેવ આપ તો અંતર યામી છો આપને તો બધું ખબર જ હોય તે કે ભક્ત ને શી જરૂર હોય. તો પણ હું કહું છું મારે વરદાનમાં યશસ્વી પુત્ર જોઈએ.
હે કૃષ્ણવીર તારું આ વરદાન તો મે ક્યારનું આપી દીધું છે. અને તારી પત્નીના કુખે એક પરાક્રમી બાળકનો જન્મ થઈ શુક્યો છે. આટલું સાંભળીને તો કૃષ્ણવીર કલેજા માં ઠંડક વળી અને ચહેરા ખુશી છવાઈ ગઈ. પછી મહાદેવ ને કહ્યું હવે મારે કઈ નહિ જોઈએ મારી પાસે બસ મારા પુત્રની જ કમી હતી.
ભક્ત નશીબ તમને ક્યાં લઇ જાય અને જીવનમાં બદલાવ કે પરિસ્થિતિ ક્યારે બદલાય જાય તે કોઈ જાણતું નથી. પણ માંગ હું તને કઈક આપવા માંગુ છું.
મહાદેવ ની આ વાત કૃષ્ણવીર ની ગળે ઉતરી નહિ. એટલે કહ્યું પ્રભુ આપ સાફ સાફ વાત કરો..
હું બધું તો નહિ કહી શકું પણ એટલું કહીશ તારા બધા અરમાન પૂરા થશે પણ દુઃખ ઘણું વેઠવું પડશે. તું મારી પાસે થી હવે કોઈ વરદાન નહિ માંગે એટલે હું સામે થી એક વરદાન આપું છું.
જા તને કોઈ શસ્ત્ર થી નહિ મારી શકે. એટલું કહી મહાદેવ અંતર ધ્યાન થઈ ગયા.
મહાદેવ અંતરધ્યાન થયા પછી કૃષ્ણવીર ને મહાદેવે આપેલ વરદાન પર વિષમય થાય.
ભગવાને આ વરદાન મને કેમ આપ્યું. !!!
તપ ની જગ્યાએ થી કૃષ્ણવીર ગુરુના આશ્રમમાં આવ્યા. સેનાપતિ વીરભદ્ર અને ભુવન ત્યાં આશ્રમ માં ગુરુ સાથે બેઠા હતા. તેમના પહેરવેશ સાદો હતો. અને સાથે સૈનિકો આવ્યા હતા પણ તેમને બીજા નગરમાં મોકલી આપ્યા હતા. એટલે તે આશ્રમમાં ન હતા. સેનાપતિ વીરભદ્ર અને ભુવન ને જોઈ કૃષ્ણવીર ખુશ થયા પણ જેવી તેમની નજર કપડાં પર પડી એટલે તેમને નવાઈ લાગી.
મહારાજ કૃષ્ણવીર ને જોઈ સેનાપતિ વીરભદ્ર અને ભુવન ના ચહેરા પર ખુશી હતી પણ તેમની આંખો કઈક અલગ કહી રહી હતી તે કૃષ્ણવીર સમજી ગયા. બંનેએ રાજા કૃષ્ણવીર પ્રણામ કર્યા. કૃષ્ણવીર પણ સેનાપતિ વીરભદ્ર અને ભુવન ને જોઈ ખુશ થયા. અને ગુરુ પાસે જઈ તેમના નગર જવાની પરવાનગી માંગી. ગુરુ કઈ જવાબ આપી શક્યા નહિ. ફરી કહ્યું ગુરુજી મને મારા દેશ જવાની પરવાનગી આપો.?
ગુરુ વિશ્વસ્વામી એ કહ્યું કૃષ્ણવીર તારે તારા નગર જવામાં હું તને રોકી નહિ શકુ. પણ તું જઈશ ક્યાં.? તે નગર હવે તારું રહ્યું નથી તે દેશ હવે બીજા રાજાના કબ્જા માં છે.
કૃષ્ણવીર એ સેનાપતિ વીરભદ્ર અને ભુવનની સામે નજર કરી પણ બંને નું માથું નીચે નમેલું હતું એટલે એટલું તો કૃષ્ણવીર સમજી ગયા કે ગુરુ કહી રહ્યા છે તે સાચું છે. એટલે બંનેને કંઇ પણ કહ્યું નહિ ને ગુરુ ની આજ્ઞા લઈ સેનાપતિ વીરભદ્ર અને ભુવન સાથે આશ્રમ છોડીને બીજી જગ્યાએ નીકળી ગયા.
ક્રમશ ...