Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 8

કૃષ્ણવીર સાથે વીરભદ્ર અને ભુવન જંગલમાં ચાલી રહ્યા હતા ત્યારે વીરભદ્ર કહુ મહારાજ આપણે પહેલા આપણા સૈનિકો પાસે જઈએ અને તેને સાથે રાખીને ચાલીએ તો મંજિલ આસાની થી મળી જશે. ત્યારે કૃષ્ણવીર કહ્યું ના વીરભદ્ર તે જ્યાં છે ત્યાં હમણાં રહેવા દે અને એક સંદેશો મોકલી આપીશું કે તમે ત્યાં જ રહો જ્યાં સુધી મહારાજ બોલાવે નહિ. એટલે તે પણ સુરક્ષિત રહશે અને આપણ ને આગળ શું કરવું તે ખ્યાલ આવતો રહેશે. વાર્તાલાપ કરતા કરતા જંગલ બહાર નીકળી ગયા.

જંગલની બહાર નીકળતા એક નગર દેખાયું. દૂર થી પણ ઘણું મોટું નગર દેખાઈ રહ્યું હતું. કૃષ્ણવીર ક્યાં દેશમાં પહોંચી ગયા હતા તે તેમને ખ્યાલ જ હતો નહિ. હવે કૃષ્ણવીર ને વિચાર આવ્યો કે આપણે નગરમાં પ્રવેશ કરીએ અને જાણીએ અહી કોણ રાજ કરે છે પછી શું કરવું તે વિચારીશું. ત્યાં ભુવન બંને ને ઉભા રાખી કહ્યું મહારાજ થોભો આમ અજાણ્યા નગરમાં જવું હિતાવહ નથી. જો દુશ્મનનું નગર હશે તો આપણને જોતા જ બંધી બનાવી કારાવાસમાં ધકેલી દેશે અને આપણે પછી ત્યાં થી નીકળવું મુશ્કેલ રહેશે.

એટલે હે મહારાજ મારું કામ છે ગુપ્ત રીતે બધું નિહાળવાનું, એટલે આપ આજ્ઞા કરો તો હું નગરમાં જઈ જોઈ આવું કે અહી કોણ રાજ કરે છે અને પ્રજા સુખી છે કે દુઃખી.?

ભુવનની વાત સાંભળીને કૃષ્ણવીર ને વાત યોગ્ય લાગી એટલે ભુવન ને કહ્યું ભુવન તું નગરમાં જઈ બધી તપાસ કરી આવ ત્યાં સુધી અમે બંને અહી તારી રાહ જોઈશું.

આજ્ઞા મળતા ભુવન નગર તરફ નીકળી પડ્યો. નગરમાં પ્રવેશ કરતા તે છુપી રીતે બધું નિહાળવા લાગ્યો ત્યાંની જનતા કઈક અલગ રહેણી કરણી વાળી હતી. બધાના ચહેરા પર ખોમોશી અને ડર હતો. પણ ઘણાની નજર આમ તેમ ફરી રહી હતી. હવે જો ભુવન નગરમાં ફરી જોવા લાગે તો બધા ને ખબર પડી જાય કે આ વ્યક્તિ કોઈ બહાર દેશથી આવ્યો છે ને કોઈ બીજી મુશ્કેલી ઊભી થઈ શકે. એટલે નગરની બહાર નીકળી ચારે બાજુ છુપી જોવા લાગ્યો. ત્યાં તેને એક ઝૂંપડી દેખાઈ અને તે ઝૂંપડી નગરથી થોડે દૂર હતી અને અલગ લાગી રહી હતી. ભુવને તે ઝૂંપડી પાસે જવું યોગ્ય લાગ્યું. કારણ કે જો ખબર પડશે કે હું બહાર દેશથી છું તો કોઈ જાજો ફરક પડશે નહિ અને હું ત્યાંથી ભાગી પણ શકીશ. એટલે કોઈ મુશ્કેલી આવશે નહિ.

ભુવન તે ઝૂંપડી પાસે પહોંચ્યો. ઝૂંપડી ની અંદર નજર કરી તો એક વૃદ્ધ મહિલા તેનો દીકરો અને વહુ કામ કરી રહ્યા હતા. તેઓ દુઃખી લાગી રહ્યા હતા એટલે ભુવન સમજી ગયો કે તેમને જ નગર વિશે પૂછવું યોગ્ય લાગશે.

ભુવને ઝૂંપડી ની અંદર પ્રવેશ કર્યો ત્યાં ત્રણેય કામ કરી રહેલા ભુવન ને જોઈ ને ઉભા થઇ ગયા. અને પેલો યુવાન બોલ્યો. આપ કોણ છો.? અને મારી ઝૂંપડીએ કેમ આવ્યા છો.? આપ કોઈ બહાર દેશ થી આવ્યા હોય તેવું લાગે છે.

ભુવન સહજ રીતે કહ્યું હા હું બહાર દેશ થી આવ્યો છું અને ઘણા દિવસોથી ભૂખ્યો છું એટલે તમે થોડું ભોજન આપશો તો આપની ઘણી મહેબાની થશે. આટલું સાંભળતા વૃદ્ધ મહિલા ઉભી થઈ અને થોડું ભોજન લઈને આવી અને કહ્યું અહી બેસો અને મારી પાસે આટલું જ ભોજન જ છે તે તમે આરોગો.

ભુવન જમીન પર બેસીને ભોજન આરોગવા લાગ્યો. ઘણા દિવસ પછી ભોજન મળતા ભુવન ખુશ થયો એટલે તેમના ગાળામાં માળા કાઢીને તે વૃદ્ધ મહિલાના હાથમાં આપી કહ્યું. લો માં આ મારા તરફથી ભેટ. ઘણા સમયથી હું જમ્યો હતો નહિ, આજે પેટ ભરીને જમવા મળતા હું ખુશ થયો છે.

એક ખુબ ગરીબ પરિવાર, પણ ખાનદાન હતો એટલે પહેલા તો તેણે ભેટ લેવાની ના પાડી પણ પછી ભુવન કહ્યું હું પ્રેમથી આપી રહ્યો છું આપ લઈ લો. એટલે વૃદ્ધ મહિલાએ ભેટ લીધી.

મહિલાએ હાથમાં ભેટ લીધી એટલે ભુવને કહ્યું મારે નગર વિશે જાણવું છે.? આપ મને નગર વિશે થોડી માહિતી આપશો.?

તે વૃદ્ધ મહિલા એ ભુવનને પાસે બેસાડી કહ્યું. દીકરા નગર તો બહુ સુખી છે પણ શાંતિ નથી. બાજુના જંગલમાં એક ડાકુ રહે છે. તે નગરજનો ને બહુ હેરાન કરે છે. તેમને જરૂરી સામાન નગરજનો આપે તો પણ તેનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. દુઃખી પ્રજા કોની આગળ ફરિયાદ કરે નથી નગરનો કોઈ મુખી કે નથી કોઈ રાજા. બધા પોત પોતાનું કર્તવ્ય નિભાવે. બેટા તું જે હોય તે ચાલ્યો જા. ડાકુના માણસો તને જોઈ જશે તો તને મારી નાખશે. તું જલ્દી અહી થી ચાલ્યો જા..

મારે જે વાત જાણવી હતી તે આપે કહી તે બદલ હું આપનો આભારી રહીશ કહી ભુવને બે હાથ જોડી પ્રણામ કર્યા. અને જતા જતા એટલું કહેતો ગયો. થોડા દિવસોમાં તમારું નગર સુરક્ષિત થઈ જશે.

ભુવન ત્યાંથી નીકળી કૃષ્ણવીર પાસે આવ્યો ને કહ્યું મહારાજ નગર બહુ સુખી છે. પણ નગર નથી કોઈ રાજા ના કબ્જા માં કે નથી નગરનો કોઈ મુખી. પણ નગરમાં એક જંગલમાં રહેતા ડાકુનો ત્રાસ છે. તેના કારણે નગર બહુ દુઃખી છે.

કૃષ્ણવીર ભુવનની વાત સાંભળી કહ્યું ભુવન તો આપણે જ આ નગરજનો ના તારણહાર બની જઈએ. નગર જો ડાકુ ના ત્રાસ થી મુક્ત થશે તો તે નગર આપણી બાજુ આવી જશે ને અહીથી આપણે બધી તૈયારી શરૂ કરીશું. એટલું કહી કૃષ્ણવીર સેનાપતિ વીરભદ્ર ને કહ્યું તારું આ વિશે શું કહેવું છે.

મહારાજ આપ નો નિર્ણય યોગ્ય છે. અહી થી જ આપણે દુશ્મન ને હરાવવાની શરૂઆત કરીએ પણ ડાકુ સામે લડવા માટે હથિયાર ની તો જરૂર પડશે તે ક્યાંથી લાવીશું. એટલું કહી વીરભદ્ર મહારાજ ના જવાબ નું રાહ જોવા લાગ્યો.

વીરભદ્ર આપણી યુક્તિ એ આપણો હથિયાર બની રહેશે. મને વિશ્વાસ છે ડાકુઓ ની ટોળકી બહુ નાની હોય છે એટલે આશાની થી તેને હરાવી શકીશું. એટલે આજથી આપણે ડાકુઓની રાહ જોવાનું શરૂ કરીશું અને યોગ્ય સમય મળતાં તેની પર હુમલો કરી દેશું.

સવારે ભૂવને મહારાજ માટે એક નાની સરસ ઝૂંપડી બનાવી આપી તે પણ એક મોટા વૃક્ષ પર. જેથી કોઈ તે ઝૂંપડી ને જોઈ ન શકે.
અને વીરભદ્ર જંગલમાં જઈ સરસ લાકડી કાપી ને આવ્યો. તે લાકડી હથિયાર તરીકે ઉપયોગમાં આવી શકે તેવી.

રાત પડી એટલે મહારાજ તો સૂઈ ગયા પણ ભુવન અને વીરભદ્ર જાગી રહ્યા હતા તેમને વિશ્વાસ હતો કે ડાકુઓ આજે રાત્રે નગરમાં જરૂરથી આવશે. મોડી રાત થઈ એટલે ઘોડાઓ નો અવાજ સંભળાવા લાગ્યો. પણ અંધારું એટલું હતું કે કેટલા ઘોડાઓ છે તે દેખાયા નહિ. પણ સેનાપતિ રાત્રે ઘોડાઓ નો અવાજ સાંભળી એટલું તો સમજી ગયા કે આ ડાકુઓ જ છે. એટલે ભુવન ને કહ્યું ભુવન તું છુપી રીતે નગરમાં પ્રવેશ કર અને એ જાણ કે ડાકુઓ ની ટોળકી કેટલી મોટી છે અને તેમની પાસે હથિયારો ક્યાં ક્યાં છે. સેનાપતિ નો આદેશ મળતા ભવન નગર તરફ રવાના થયો.

નગર માં પ્રવેશ કર્યો ત્યાં બધી ગલીઓ માં ઘોડાઓ હતા અને ઘોડા માથે એક એક અસવાર હતો પણ સાથે ચાલીને કોઈ આવ્યું હોય તેવું લાગતું ન હતું. ભુવન છુપી રીતે નગરમાં ચક્કર લગાવવા લાગ્યો. અને તેણે બધું જાણી ને પાછો સેનાપતિ પાસે આવી ગયો.

ભુવનની રાહ જોઈ રહેલો વીરભદ્ર ભુવન ને જોઈ કહ્યું, ભુવન ડાકુઓ વિશે જે કંઈ જાણકારી મળી હોય તે મને કહે. તે સમયે મહારાજ પણ જાગી ગયા અને તેણે પણ કહ્યું ભુવન ડાકુઓ ની ટોળકી કેટલી મોટી હતી અને હથિયાર તેની પાસે ક્યાં ક્યાં હતા તે જણાવ મને.

મહારાજ હું નગરમાં ચક્કર લગાવી રહ્યો હતો ત્યારે મે જોયું તો ડાકુઓની સંખ્યા બહુ ઓછી લાગી રહી હતી લગભગ પચાસ હશે. તેમાં અમુક ડાકુઓ પાસે તલવાર હતી બાકીના પાસે તો લાકડીઓ હતી. પણ તેમનો રોહ અને પાવરથી આખું નગર કંપી રહ્યું હતું. કોઈ ઘરની બહાર જોવા માટે નીકળી રહ્યું ન હતું. અને જેના ઘરે ડાકુઓ પ્રવેશ કરતા તે લોકો થરથર કાંપતા હતા ને અમારી પર અત્યાચાર ન કરો એવું કહી પગે પડતા મે જોયા. પણ મહારાજ તેમાં ઘણા ડાકુઓ એવા જોયા જે અંધારા થી ડરી રહ્યા હોય. તેવા લોકો તેમની સાથે નાની મસાલ રાખતા મે જોયા.

ભુવન ની વાત સાંભળી મહારાજે કહ્યું આજે દસમ છે એટલે પાચ દિવસ અંજવાળું રહે આપણે અમાસ માં દિવસે ડાકુઓ પર અંધારામાં હુમલો કરીશું જેથી આપણ ને અંધારા નો ફાયદો પણ મળશે અને આસાની થી ડાકુઓ નો ખાત્મો કરીશું.

અમાસની રાહ જોઈ રહ્યા હતા. જોત જોતામાં અમાસ આવી ગઈ ને રાત પણ પડી ગઈ હતી. મહારાજ સાથે ભુવન અને વીરભદ્ર હથિયાર થી સજ્જ હતા. તેમણે બનાવેલી યુક્તિ પ્રમાણે નગરના ત્રણેય પ્રવેશ દ્વાર પર ગોઠવાઈ ગયા ને ડાકુઓના આવવાની રાહ જોવા લાગ્યા.

મોડી રાત થઈ એટલે ડાકુઓ ઘોડાઑ લઈ નગર તરફ આવવા લાગ્યા. અને ડાકુઓ તો નગરની અંદર પ્રવેશ કરવા લાગ્યા. પણ આ ત્રણેય યોદ્ધાઓ છુપી રીતે બધું જોઈ રહ્યા હોય. જાણે કે યોગ્ય સમય ની રાહ જોઈ રહ્યા હોય તેમ. એક પછી ઘોડાઓ વારાફરતી ધીરે ધીરે નગરની અંદર પ્રવેશ કરતા ગયા.

ક્રમશ....