રુદ્ર નંદિની - 19 BHAVNA MAHETA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર નંદિની - 19



પ્રકરણ 19

" રુદ્ર અને આદિ એ કહ્યું ફ્રેન્ડ્સ શું કરવું છે ? આપણે પણ જવું છેે કે તેમની અહીંયા જ રાહ જોવી છે...?"

અભિષેક બોલ્યો ...." બધી ગર્લ્સ જો એમને જોઈ ને આનંદ લેેવા જતી હોય..... તો આપણે પણ એમની એ પળોના સાક્ષી બનવા માટે જવું જોઈએ...."

" અભિષેક સીધી રીતે કહી દે ને..… કે આપણને પણ જોવા જવાની તીવ્ર ઈચ્છા છે .....!!" અવિનાશ હસતાં હસતાં બોલ્યો....

અને ગર્લ્સ ની પાછળ પાછળ બધા boys પણ ચાલવા લાગ્યા.

વિરેન અને ઈશિતા રિહર્સલ રૂમનું લોક ખોલી ને અંદર ગયા ,અને બંને બીજા બધાની રાહ જોવા લાગ્યા .ઈશિતા એક બાજુ ઊભી હતી.

વિરેન ઈશિતા ની પાસે આવ્યો. કંઈ બોલવાનું ના સૂઝતા એણે કહ્યું ..." બહુ ગરમી લાગે છે નહીં....?"

" હા .... થોડી વધારે ગરમી છે....."

" હું ફેન ઓન કરી દઉં... ઘણા દિવસથી રૂમ બંધ હોવાથી થોડું સફોકેશન થાય છે ...."એમ કહીને વિરેને ફેેન ઓન કરવાની સાથે સાથે બે-ત્રણ બારીઓ પણ ખોલી નાખી. બહારની તાજી હવા અંદર આવવાથી થોડું સારું લાગ્યું.

" ઈશિતા...."

" હમ્મ્મમ્મ્...."

" એક વાત કહું....?"

" શું વાત છે વિરેન ...? બોલને....!!"

વિરેન ને શું કહેવું તેની સમજણ ન પડવાથી તે આમતેમ જોવા લાગ્યો. ઈશિતા એ નોટિસ કર્યું કે... વિરેનને કંઈ કહેવું છે પણ તે બોલી શકતો નથી હવે ઈશિતા બોલી.

" વિરેન ....હું જોઈ રહી છું કે તું તારા દિલની વાત કહેતા અચકાઈ રહ્યો છે ....! શું વાત છે વિરેન....?"

ઈશિતાએ વિરેન ના ચહેરાને પોતાના બંનેે હાથ ની હથેળીમાં લઈ , એની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું.... અને વિરેન ઈશિતાની સાગર જેવી ગહેરી આંખો માં ડૂબવા લાગ્યો ....એનેે થયું કે હું આખી જિંદગી આમ જ ઈશિતાની આંખોમાં ડૂબેલો રહું.... !!! હવેે જાણ કે એની લાગણીઓને વાચા ફૂટી....!

તેણે ઈશિતા ના બંને હાથને પોતાના હાથમાં પકડ્યા અને બોલ્યો ...." ઈશિતા તને કેવી રીતે કહું....!? શું કહું ....!? કાંઈ જ સમજણ નથી પડતી ....પણ આજે હું તનેે મારા દિલની ફીલિંગ જણાવવા માંગુ છું. ઈશિતા તને ખબર છે આ આખું વેકેશન તને જોયા વગર ....તારી સાથે તને મળી ને વાત કર્યા વગર ...જાણે કે હું પાગલ થઇ ગયો હતો. ફોન પર વાતો કરતા મન નહોતું ભરાતુંં‌ ! મારી આંખો તને જોવા માટે તરસી રહી હતી ! મારું દિલ તારી સાથે મુલાકાત કરવા અધીરુ બની ગયું હતું! આવું મારી સાથે ક્યારેય નહોતું થયું. હું સમજી ગયો ઈશિતા કે હવે હુંં તારી સાથેેે વાત કર્યા વગર , તને મળ્યા વગર કે તને જોયા વગર નહીંં રહી શકું ...!ઈશિતા હું તારી સાથે હંમેશા રહેવા માંગુ છું .આખી જિંદગી તારી સાથે જીવવા માંગું છું ઈશિતા ...! હું તને ક્યારનોય આ વાત કહેવા માંગતો હતો ...પણ તને તો ખબર છે કે આપણા બંનેની ગાર્ડન માં થયેલી વાત પછી મારી હિંમત નહોતી થતી. અને મને લાગ્યું કે તું કદાચ....!!!

આજે તારો જવાબ ભલે ગમે તે હોય, પણ હું તને મારા દિલની વાત કહી દેવા માંગું છું ઈશિતા...!"

વિરેન ઈશિતા ની સામે ઘૂંટણિયે પડીને બેસી ગયો ...એના હાથમાં ઈશિતા નો એક હાથ પકડીને બોલ્યો..." ઈશિતા હું મારી જિંદગીના અંતિમ શ્વાસ સુધી તારી સાથે જીવવા માંગું છું .....! મારી હમસફર... મારી લાઈફ પાર્ટનર બનીશ....!? ઈશિતા.. આઇ લવ યુ....! આઇ લવ યુ સો મચ ઈશિતા...!!!"

ઈશિતા તો વિરેન ને સાંભળતી જ રહી .એની આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગી . એણે વિરેનને હાથ પકડીનેે ઉભો કર્યો .
" વિરેન ....હું તો આ ક્ષણની કેટલાંય દિવસોથી રાહ જોતી હતી કે તું મને ક્યારેે તારા દિલ માં સ્થાન આપે....!! હુંં તો તને એ દિવસથી જ ચાહવા લાગી હતી જે દિવસે મેં તારી અને રુદ્રની વાતો સાંભળી હતી .પણ પછી મને થયું કે કદાચ તારા મનમાં મારા પ્રત્યે કેવી ફીલિંગ્સ હોય .....? યુુ નો વિરેન.. હું તને શું કહેવા માંગુ છું....!!?"

વિરેન ઈશિતાની સાવ નજીક આવ્યો. અને એની આંખોમાં આંખો પરોવીને બોલ્યો ...." ઈશુ મારા મનમાં તો તારા પ્રત્યે જે પ્રેમ પહેલા હતો તે જ અત્યારે પણ છે. પણ શું તું પણ મને....???"

" Yes Viren ...I love u...."

આટલું બોલતાં ની સાથે તો ઈશિતા વિરેન ને વળગી પડી .વિરેને પણ તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી અને ગાઢ આલિંગન આપ્યું.
" Hey.... wow....!!! congratulations Viren and Ishita...!"

આમ બોલતા બોલતા અને તાળીઓ પાડતા પાડતા તેમની ટોળકી અંદર આવી.... જે ક્યારનીયે વિરેને ખોલેલી બારીઓમાંથી બંને ને જોઈ રહી હતી.... પણ આ બંનેનું તો ત્યાં ધ્યાન જ નહોતું...

વિરેન અને ઈશિતા બધાને જોઈને શરમાઈ ગયા......" અરે... તમે લોકો અહીંયા...!!? "

" રુદ્ર... તમે લોકો તો આ બધાને લઈને ...નોટ ફેર રુદ્ર....! "

" મને નહીં ...આ નંદિની અને પ્રિયાને બોલ... એ બંને બધી જ ગર્લ્સ ને લઈને તારુ પ્રપોઝલ જોવા આવી હતી...."

"What....? Nandini....? I don't believe this ....! આ આઇડિયા નંદિનીનો તો ન જ હોઈ શકે ....! " વિરેન પણ હસતા હસતા બોલ્યો...

" તારી વાત સાચી છે વિરેન ...નંદિની ને આ આઇડિયા આપનાર આ હતી....!" એમ કહીને કાવ્ય પ્રિયા નો કાન પકડીને વિરેન ની સામે લાવ્યો.

ઈશિતા હજુ પણ શરમાતી શરમાતી ઊભી હતી. રુદ્ર વિરેન અને ઈશિતા ની પાસે આવ્યો ...અને તેમને બંનેને hug કરીને બોલ્યો ...." ઈશુ તે ખરેખર ખૂબ જ અણમોલ હીરો ચૂઝ કર્યો છે વિરેન ના રૂપમાં....!! અને વિરેન તું પણ ખૂબ જ લકી છે કે તને ઈશિતા જેવી હમસફર મળી ...! congratulations...."

વિરેન પણ રુદ્ર અને આદિને ભેટીને બોલ્યો .... " thanks guys ...."

આદિ એ વિરેનને ધબ્બો મારીને પૂછ્યું ...." અને પાર્ટી....? પાર્ટી ક્યારે આપે છે વિરેન....? "

" પાર્ટી....? શેની...? "

હજી વિરેન વાક્ય પુરું કરે તે પહેલા તો નંદિની વિરેનને ...." કંજૂસ મખી ચૂસ .... "કહેતી ધબાધબ મારવા લાગી... અને બધાએ તેનો સાથ આપ્યો.

રુદ્ર નંદિની સામે જોતો જ રહ્યો .જે વાક્ય પોતાની નાનકડી નંદિનીના મોઢામાંથી તે હંમેશા સાંભળતો આવ્યો હતો તે જ અત્યારે નંદિની એવી રીતે બોલી ગઈ.....! જાણે કે ...જાણે કે ....?? અને રુદ્રનું મગજ ભમવા લાગ્યું... વિરેન પણ માર ખાતા ખાતા એ જ વિચારતો હતો જે રુદ્રના મનમાં ચાલી રહ્યું હતુ.

આદિ ને તો આજે નંદિની ઉપર ખૂબ જ પ્રેમ આવતો હતો.... કારણ કે તેણે આવી તોફાની અને મસ્તીખોર નંદિનીને ક્યારેય જોઈ જ ન હતી....!

પ્રિયાએ થોડીવાર કાવ્ય ની સામે જોયું પછી કાંઈક વિચાર કરીને ઈશિતા ની સામે જોઈને બોલી...." ઈશિતા....! રુદ્ર ની વાત છે તો એકદમ સો ટકા સાચી કે તે વિરેનના રૂપમાં કોહિનૂર હીરો પસંદ કર્યો છે ....એકદમ ચોકલેટી બોય....! " એમ કહીને પ્રિયાએ વિરેન ની સામે આંખ મારી અને ફરી વાર બોલી...." કાશ કે તારી જગ્યાએ હું હોત...! તો મારી તો લોટરી...."

હવે મારવાનો વારો ઈશિતા નો હતો. તે તો પ્રિયા ઉપર તૂટી જ પડી... " પ્રિયાડી તારી હિંમત કેવી રીતે થઈ મારા વિરેન સામે જોવાની પણ ....? આજે તો તને નહીં જ છોડુ..."

બધા હસવા લાગ્યા . પ્રિયા શ્વાસ લેતા-લેતા બોલી ...."જોયું ...જોયું ....કેવી ઇર્ષા આવી....? " ઈશિતા પણ શરમાઈ ને હસી પડી .વિરેન ના કાન માં તો હજી પણ ઈશિતા ના શબ્દો ઘૂમરાતા હતા ...." તારી હિંમત પણ કેવી રીતે થઈ મારા વિરેન સામે જોવાની....?" વિરેન ઈશિતા ના દિલ માં રહેલો પોતાના પ્રત્યે નો પ્રેમ મહેસૂસ કરીને ખૂબ જ ઈમોશનલ થઈ ગયો.

ઈશિતા કરતા પણ વધારે જેલીસ તો કાવ્ય થયો. જ્યારે પ્રિયાએ વિરેન ને આંખ મારીને કહ્યું કે ....." કાશ.... તારી જગ્યાએ હું હોત.....!"

કાવ્ય આજે બરાબરનો ધૂંધવાયેલો હતો ‌થોડીવાર બધા આમ જ મજાક મસ્તી કરતા રહ્યા .આજે ઈશિતા અને વિરેન ખૂબ જ ખુશ હતા . વિરેન ઈશિતાને આખો દિવસ બસ જોતો જ રહ્યો હતો છતાં તેનું મન ભરાતું જ નહોતું....! કેન્ટીનમાં વિરેન તરફથી પાર્ટી હતી. બધાએ પોતાની ચોઈસ પ્રમાણે ઓર્ડર આપ્યો હતો .રુદ્ર એ તો ઓર્ડર આપીને કેક પણ મંગાવી રાખી હતી. વિરેન અને ઈશિતા એ કેક કાપીને એકબીજાને ખવડાવી.... અને પછી બીજા બધાને પણ ....ત્યારબાદ બધા મોજ મસ્તી કરતા કરતા નાસ્તો કરતા ગયા અને વાતો કરતા ગયા....

નંદિની તો થોડીવાર ઈશિતા સામે અને થોડીવાર વિરેન સામે જોતી હતી . વિચારતી હતી કે કેટલા લકી છે આ બંને જેમને પોતાનો પ્રેમ આટલી આસાનીથી મળી ગયો ....! રુદ્ર નંદિનીને ખોવાયેલી જોઇને બોલ્યો....

" શું વિચારે છે નંદિની....?"

" એ કે મને ક્યારે કોઈ પ્રપોઝ કરશે....?" જીયા નંદિનીને ચીડવતા બોલી...

" Shut up જીયા ....શું તું પણ ....! "નંદિનીએ બનાવટી ગુસ્સો બતાવ્યો.

અવિનાશ અને પ્રતીકે પણ આદિની સામે જોયું અને હસ્યા.

" અચ્છા... જો એ વાત નથી તો બોલ કે શું વિચારતી હતી....? "

" એ જ કે વિરેન અને ઈશિતા કેટલા બધા લકી છે જેમને પોતાનો લવ મળી ગયો ....બાકી ઘણા લોકો તો એવા પણ હોય છે કે જેમને ....." અને નંદિની આગળ નું વાક્ય ગળી ગઈ.

નંદિની નું અડધું વાક્ય રુદ્રના ધ્યાનમાં તો એ વખતે ન આવ્યું પણ કાગડા જેવા વિરેન ના ધ્યાનમાં તરત આવી ગયું .એ વિચારવા લાગ્યો કે ......." શું નંદિની કોઈને લવ કરતી હશે અને પછી એને એનો લવ નહીં મળ્યો હોય....!? " નંદિનીના આવા વિચાર માત્રથી વિરેન ના મગજમાં એક શક્યતા પસાર થઈ ગઈ ..." કે શું કદાચ આજ રુદ્રની નંદિની.....!!? " વિરેને માથુ જટકાવીને પોતાને વિચારોમાંથી બહાર કાઢ્યો .... અત્યારે તેના મગજ માં એક સાથે ઘણા બધા વિચારો ઘમાસાણ મચાવી રહ્યા હતા.

વિરેનનું ધ્યાન તો ત્યારે પણ ગયું હતું જ્યારે જીયાએ નંદિનીને ચિડાવી અને અવિનાશ અને પ્રતિ ક આદિ ની સામે જોઇને હસ્યા.... એનો મતલબ.... એનો મતલબ કે એમના ગ્રુપ ને ખબર છે કે આદિ નંદિનીને પસંદ કરે છે‌‌.... પણ નંદિની જો બીજાને લવ કરતી હોય તો આદિ કે એમના ગ્રુપ ને ખબર જ હોય .આદિ આમ આગળ ન વધે. એનો મતલબ એ પણ થાય કે મારું અનુમાન ખોટું પણ હોઈ શકે .આ નંદિની પ્રતાપગઢ વાળી રુદ્રની નંદિની તો ના જ હોઈ શકે ....તો પછી નંદિની કેમ આવું બોલી..‌.!? એના કહેવાનો મતલબ શું હતો .....!? કાંઈ જ કડી મળતી નથી .... કંઈક તો આધાર મળે કે જેથી એ ક્લિયર થઈ જાય કે નંદિની કોઈને લવ કરતી હતી કે નહીં ....? એને એનો લવ મળ્યો કે નહીં.....? કારણ કે નંદિની ના પિતા નું નામ જટાશંકર કાકા છે જ્યારે આ નંદિની ના પિતાનું નામ પણ જુદુ છે .‌‍‌‌....છતાં પણ રુદ્રના દિલને એ આભાસ કેમ વારંવાર થયા કરે છે કે આ જ તેની નંદિની હોય.....! તેના વાક્યો.... તેની બોલવાની સ્ટાઇલ..... તેનો સ્વભાવ ......હવે બધું જ રુદ્ર એ એની નંદિની ની કરેલી વાતો સાથે મેળ ખાતું જાય છે ....હે ભગવાન....! કાંઈ જ ખબર પડતી નથી....! પ્લીઝ હેલ્પ મી....!જેથી હું રુદ્ર ને એના લવ સાથે મેળવવાની મદદ કરી શકું.... પ્લીઝ હેલ્પ મી god....!!"

" હવે તું શેના વિચારોમાં ખોવાઈ ગયો.... ઈશિતા તો તારી બાજુમાં બેઠી છે છતાં પણ તું બીજા કોઈના વિચારોમાં ખોવાયેલો છે....! ઈશિતા હજી પણ વિચારવા જેવું છે.... જોતી નથી કેવી તું બાજુમાં હોવા છતાં કોઈ બીજાના વિચારો માં ખોવાઈ ગયો છે....!? શાંતનું ....' કોઈ બીજાના' શબ્દો પર વધુ ભાર મૂકીને બોલ્યો.

ઈશિતા એ શાંતનુ ના હાથ પર ટપલી મારી અને બધા હસી પડ્યા. વિરેન પોતાના વિચારો માંથી બહાર આવ્યો....." કાંઈ નહિ બસ એમ જ..."

આમ જ આજનો આખો દિવસ બધાએ મોજ મસ્તી કરી. સાંજે છૂટ્યા પછી ......લીના ,જીયા અને નંદિની પોતાના વ્હિકલ્સ ઉપર ઘરે જવા નીકળ્યા..... રુદ્ર અને આદિ પણ હવે તો એક જ બાઈક ઉપર આવતા હતા તેઓ પણ નીકળ્યા .વિરેન બાઇક લઇને આવ્યો અને ઈશિતા તેની પાછળ બેઠી .શાંતનુએ પણ સ્વાતિ ની બાજુમાં બાઈક ઉભુ રાખ્યું , સ્વાતિ આજે કાંઈ પણ બહાના બતાવ્યા વગર કે આનાકાની કર્યા વગર બેસી ગઈ એ શાંતનુ ને ખૂબ જ ગમ્યું .પણ આજે સવારથી જ કાવ્ય ધૂંધવાયેલો હતો ,તેને એવો ગુસ્સો આવ્યો હતો કે પ્રિયાને આજે બાઈક ઉપર ન બેસાડવા નો નિર્ણય કર્યો હતો .તે બાઇક લઇને આવ્યો તો ખરો પરંતુ બાઈક પ્રિયા ની બાજુ માં ઉભુ ન રાખ્યું અને સીધો જ ગેટ તરફ જવા લાગ્યો. પ્રિયા તો કાવ્ય ની રાહ જોતી ઊભી હતી ...પરંતુ કાવ્યના આવા બિહેવિયર થી પ્રિયાને ખૂબ જ ગુસ્સો આવ્યો, તેને પોતાનું અપમાન લાગ્યું ....અને એથી એની આંખોમાં પાણી આવી ગયું...."

પ્રિયા કશુ પણ બોલ્યા વગર ઘરે જવા નીકળી. કાવ્યને હતું કે પોતે ઉભો નહીં રહે તો પ્રિયા બૂમ મારીને તેને રોકશે ,પણ આવું કશું જ બન્યું નહીં તેથી કાવ્યને વધારે ગુસ્સો આવ્યો . તેણે કોલેજની બહાર જઈને બાઈક ઉભુ રાખ્યું અને પ્રિયા સાથે ઝઘડવા માટે પ્રિયાના બહાર નીકળવા ની રાહ જોવા લાગ્યો . ઘણી વાર થઈ ગઈ હોવા છતાં પ્રિયા ગેટમાંથી બહાર ન આવી તેથી કાવ્ય ને તેની ચિંતા થઈ . તે પાછો બાઇક લઇને ગેટ ની અંદર ગયો, અંદર જઈને જોયું તો તેનો ગુસ્સો સાતમા આસમાને પર પહોંચી ગયો... તેના રફ હાથની મુઠ્ઠીઓ એકાએક વળવા લાગી.... તે બાઈક લઈને સીધો જ પ્રિયા તરફ ધસ્યો....

કાવ્ય એ જોયું કે પ્રિયા ની આજુબાજુ બે બાઈક ઉપર કેટલાક લફંગા ઓ ગોળ ગોળ ફરી રહ્યા હતા... કોલેજમાં ટપોરી ટાઇપ ના છોકરાઓ ભણવા માટે નહીં પણ બાપના પૈસે લીલા લહેર કરવા માટે જ આવતા હોય છે એવા છોકરાઓ પ્રિયા ની છેડતી કરી રહ્યા હતા .પ્રિયાની આંખમાંથી આંસુઓ નીકળીને છેક ગાલ ઉપર આવી ગયા . પ્રિયાને એ ટપોરી ટાઇપ છોકરાઓ ગમે તેવી ભાષામાં અને ગંદી ટપોરી સ્ટાઈલમાં પોતાની પાછળ બેસી જવા માટે ધમકાવી રહ્યા હતા ....એમાંથી એક છોકરા એ તો હદ કરી તેણે પ્રિયાનો હાથ પકડીને પોતાની બાઈક પાછળ જબરજસ્તી બેસાડવાની કોશિશ પણ કરી. પ્રિયા બે હાથ જોડીને આજીજી કરી રહી ....." પ્લીઝ ....! મને જવા દો ....મારે ઘરે જવું છે....!"

એટલામાં તો કાવ્યનું બાઈક સીધું જ આવીને પેલા છોકરાઓ ની વચ્ચે ઉભુ રહ્યું ...કાવ્ય એ પોતાની તિક્ષ્ણ અને ગુસ્સા થી ભરેલી નજર પેલા લોકો સામે કરી ....ફક્ત એક નજરમાં જ પેલા ટપોરીઓ સમજી ગયા કે આપણે બહુ મોટી ભૂલ કરી છે.... પેલા છોકરાઓ એ તો હજુ કાવ્ય કંઈ બોલે એ પહેલાં તો " સોરી..." બોલી ને ચાલતી પકડી.... તેઓને અહીંયાથી રફુચક્કર થઈ જવામાં જ પોતાનું ભલું છે એમ જોયું.... કારણ કે કાવ્યની રફ એન્ડ ટફ પર્સનાલિટી જોતા જ તેઓ સમજી ગયા હતા કે જો આ હાથથી એક પડી તો ઉભા નહીં થઈ શકીએ .કાવ્ય હજી ગુસ્સામાં હતો. તે એમને પકડવા એમની પાછળ દોડ્યો ,ત્યાં જ એને પ્રિયા નું રડવું સંભળાયું.... તે કાવ્યને જોઈને ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી... અને ત્યાં જ ઘૂંટણિયે પડીને બેસી ગઈ હતી....

કાવ્ય દોડીને પ્રિયા પાસે ગયો .તેણે પ્રિયાના હાથ એના મોઢા ઉપરથી ખસેડ્યા...." પ્રિયા .....પ્રિયા ...પ્લીઝ... પ્લીઝ... ચુપ થઇ જા... મારી વાત સાંભળ પ્રિયા..... કાંઈ નથી થયું તને... જો તો પેલા લોકો નાસી ગયા ...‌.કોઈ નથી અહીંયા.... પ્રિયા પ્લીઝ... શાંત થઈ જા. કંઈ નહીં થાય તને.... હું છું ને તારી સાથે ....પ્લીઝ પ્રિયા ચુપ.. ચુપ .‌....." કાવ્ય એ પ્રિયાને પોતાના ગળે વળગાડી દીધી ....પ્રિયા કાવ્યને વળગીને ખુબ જ રડી .....એને થયું કે ....' આજે કાવ્ય સમયસર ન આવ્યો હોત તો હું કેવી રીતે આ લોકોથી .....??? મારું શું થયું હોત આજે....!!? " અને પ્રિયા આવું વિચારતી વધારે ને વધારે રડવા લાગી.

વાચક મિત્રો શું વિરેન અને રુદ્રને નંદિની ની કોઈ જાણકારી મળશે , કે હજી પણ એ બંને એકબીજાથી અજાણ્યા જ રહેશે....? શું કાવ્ય પ્રિયાને પોતાની ફિલીંગ્સ જણાવશે....? કાવ્યના આવા બિહેવિયર ની પ્રિયા ઉપર શું અસર થશે....? કેવું હશે પ્રિયા નું રિએક્શન .....?જાણવા માટે વાંચો " રુદ્ર નંદિની " નો આગળ નો ભાગ.... અને જો તમને આ પ્રકરણ પસંદ આવ્યું હોય તો મને વધારે રેટિંગ આપી મારા ઉત્સાહમાં વધારો કરશો.........

ક્રમશઃ.........***