ચા અને કોફી : The Untold કાફિયા - 1 TheUntoldKafiiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચા અને કોફી : The Untold કાફિયા - 1


Segment બઉંજ સરસ છે આ what you say!!?
તમારી પ્રિય #ચા નું સગપણ અમારા વ્હાલા #કાફિયા સાથે..,

આમ એક અજાણી મુલાકાત #Instagram થી થઈ કોઈ જ ઓળખાણ નથી વચ્ચે..!
છે તો બસ થોડા શબ્દો તેમનો અવાજ અને એ સાંભળી રાજી થતો #હું

એ હરરોજ અગાસી પર જઈ આકાશ માના ચાંદ,તારા & વાદળ જુવે ને હું એ આમ તો ખૂબજ દૂરથી પણ એ આભમાં તેમનો આ કુદરત પ્રત્યે નો શાશ્વત #પ્રેમ અનુભવું..।

ઘણી Books માં છપાયેલું ને બઉબધી વાર મારા આજ કાને મેં સાંભળેલું કે #લાગણીઓમાં સંબંધને કોઈ નામ ના હોય..,
પણ.., મારી કલ્પનાથી કહું તો કોઈ એકાંકી અંધારામાં પણ સાથ ના છોડતો #પડછાયો છે એ મારો કોઈ ટેગ થી કેમનો શણગારું એમને..,

તેમની વાતો સાંભળતા સાંભળતા કેટલોય સમય જતો રહે ખબર શુધ્ધા પણ નથી પડતી પણ મારું પણ એવુંજ #ColdCoffee ની ચુશ્કીઓ લેતા લેતા કાનમાં AirPods લગાવીને એ પગથિયાં પર બેસીને યાદ છે મને આજ વર્ષો પછી કોઈ સાથે વાત કરતા કરતા પેહલીવાર દિલથીખુશ થયો છું હું..।

રાત પડેને એ તેમના Terrace પર જઈને આકાશ સામે ટગર-ટગર જોયા કરે પેલી ઝાંખી કાળીધોળી વાદળીઓ થપ્પોદાવ રમતી હોય એવા ભાસ સાથેને ઓલા ચાંદ ને #તારા જોડે પ્રેમ થયો હોઇ એવી કોઈ ઘટના વાગોળ્યા કરે..,

_એ નિખાલસ આ દુનિયાથી સાવ અલગ જ છે.
પોતાની મસ્તીમાં રેહનારી ને જરૂર પડ્યે કાળજે થી જાણે ગાંડી ગીર ની સિંહણ તો પહેલેથી જ હો..!

હા તો વાત એમ હતી છે ને રેહશે એટલે કે #ચા તો તેમનો નશો છે ને મનની શાંતિ માટે #કોફી એટલે આ શુભ લોકડીઉનમાં તેમની પ્રિય #ચા નું સગપણ અમારા વ્હાલા #કાફિયા સાથે નક્કી કર્યું છે તો આવો પધારો બધા પોતપોતાની ઘરે રહીને સરકાર શ્રી ના આદેશથી આ Social distance ને ધ્યાનમાં રાખીને આ વર્ચુઅલ પ્રસંગને વધાવીયે🤎

#TheUntoldકાફિયા

part:- 2

#lockdown 3.0

પાનખર જેવી જીંદગી મારી ને ઝાકળ જેવી તું..,
આજ આકાશે આવેલો ચંન્દ્રમા ને કોઈ ખરતો #તારો હું..।!

વાદળ ની તો શું હું વાત કરું વ્હાલી તારું વ્હાલ જ ઓશરેં સ્યાહીથી નીતરતી કોઈ કલમની જેમ..,
ને.., ને તારી તું હળવેકથી લટ્ટ ને કાન પાછળ સરકાવે જાણે ચડતો હોઇ મને મારી #કોફી નો કૈંફ જેમ..!

અરે યાદ આવ્યું તને તો નશો ગમે છે #ચા નો ને મને તારી કુદરતને નિહાળતી નજરોની ચાહ નો..,

હા એટલે મારા લખાણમાં ‘રદીફ’ ને ‘કાફિયા’ ભલે મળતા ના હોઇ પણ આ શબ્દો ને એટલાતો લાગણીથી કંડારી જાણું છું જાણે પેલા તને ગમતા અકલ્પનિય વિસ્તરેલા અવકાશ ની જેમ..,

હા હમણાં જ વાત વાતમાં તે કહ્યું હમણાંથી અગાશી પર નથી જઈ શકાતું સુવા તારાથી ને તને બઉંજ યાદ આવે છે એ ચાંદ #તારા પણ વ્હાલી આ અંધારા ની ઘટના ઘટવા પાછળ સવારે સુરજ ના કપડાંય કાળા થાય છે હો ગ્રહણ લાગ્યાની ઘટના હો જેમ..,

સાચકલે તું જ્યારે જ્યારે ચાંદ ને નિરખતી હોઇ છે ને એ રાત પછી સવારે મેં જોયો છે સુરજ ને રાતોચોળ થઈ જતા ને.., ને તું જેમ અડધો દરવાજો ખુલ્લો રાખી સુઇ ગયેલી એ વરસાદી રાતે એમજ ચાંદ પણ રોજ રાતે બીજ & ત્રીજ બની ડોકાયા કરે છે તેના સુરજ ની વાટ માં..!

હા આ ઘટના ચાંદ #તારા ની કદાચ કુદરતનો પ્રેમ છે પણ તમારી પ્રિય #ચા નો સંબંધ અમારા વ્હાલા #કાફિયા સાથે થયો આ જોઇ આ શબ્દો પણ જોને કેટલા રાજી રાજી છે ને આ હું અનુભવું છું આ પત્ર વાંચીને તમનેય રાજી થતા..!

જો કેવા મલકાય છે એકલા એકલા પેલા ઠંડા વા’તા વાયરાની જેમ મને મેહસુસથાઇ છે હો એ લ્હેરખી જરાક તારા ગાલે અડીને આવી અથડાઈ છે મારા ગાલ પર..।

એ તારા કપાળ પરની બીંદી હું તો સમજ્યો નમણો તલ એ જોઇને આ વાદળથી વ્હાલ વરસ્યુંને હું પણ શમણામાં તારી ચા ની પ્યાલીમાં પીગળતો કોઇ જામ જેમ..,

એ ગરમ ચા ની પ્યાલીમાંથી નીકળતી બાષ્પથી છવાય જતી તારા હોઠ પર વરાપ કેટલું સૂકુંન દઇ જાઇ છે નઇ..!
તારા ચેહરા પર મલકાતા એ સ્મિત ને જોઉં તો જાણે વગર ચોમાસે વાવણી થયાની કોઈ ઘટના હો જેમ..!

આયહાયે..,
એ પહેલા ઘૂંટડે અનુભવેલો #હાશકારો જાણે પહેલા વરસાદ પછીની માટીની સુગંધ પ્રસરાવતો આહ્લાદક અનુભવ આખરે મારા કાફિયા પણ સુક્કી માટીના ઢેફામાંથી પીગળીને એ તારી અટુટ લાગણીમાં ઘુંટાઇને એક થઈ ગયા હો એમ..,

કંઈક આવા જ હાલ બેહાલ થાઇ છે જ્યારે જ્યારે તારી સાથે તારીજ અગાશી પર મારી સાથે આ #વર્ચુઅલ મુલાકાત થાઇ છે..!

#શાશ્વત કોઈ ઊછીના હો શ્વાસ ને નિખાલસ તારો મને સાથ ને અઘુરામાં પુરું એકબીજાના હાથમાં બંન્નેના હો હાથ..।

#ચા સાથે #કાફિયા ના લગ્ન પછી તમે જ કહેલું કે અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે હો..!
#India આવીશ ત્યારે અંકબંધ કરીશું એ રિવાજ હમાણા હું જઉં છું હો..।
જલ્દી મળીયે આવતી કાલે અગાશી પર #આવજો હો ને તમારું ધ્યાન રાખજો☺️

#TheUntoldકાફિયા