ચા અને કોફી : The Untold કાફિયા - 3 TheUntoldKafiiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચા અને કોફી : The Untold કાફિયા - 3

Part:- 5

#મારી અડધી રાતનો હોંકારો

આકાશે આજ ચાંદ મળવા આવ્યો હતો ને #તારા પણ આવવાનો અણસાર મને આવી જ ગયો હતો વાદળી ની આંખોથી ટપકતા આંશુંઓ જાણે આજ મને કહી રહ્યા હતા કે તને ભીંજવી દઉં #કુદરત ના આ પ્રેમમાં..!

એટલામાં તું પણ આવી અગાસી પર ને મેં જોયું તો તું પણ સાવ ઉદાસ હતી સંબંધના કોઈ રસ્તે ભૂલા પડી ગયેલા પડછાયા જેવી અજવાળે હંમેશા તારી સાથે ને અંધારે ખબર નઈ હાથ છોડી ક્યાં જતા રહે ત્યાજ પેલા ચંદ્રએ હોંકારો કરી પ્રુથ્વી પર અવની ઢાળી..,

ઠંડા વાયરાની વચ્ચે આજ મને તમારી પ્રિય #ચા ને મારા વ્હાલા #કાફિયા ની યાદ આવી ગઈ લગ્નના પંદર દિવસ થવા આવ્યાને બંન્ને વાયણું જમવામાં ને મહેમાનગતિ માં એટલા વ્યસ્ત થઈ ગયેલા કે નવરાશ જ ના મળી એમના આ ઘરે આંટોદેવા આવવાની..।

આમ પણ પોતાના જ હંમેશા નવા સંબંધો જોડાયા પછી પાછળ રહી જ જતા હોઈ છે ને એમ જાણે આજ અમારી સાથે થઈ રહ્યું હોઈ એવી ડાળખીએ પાનખર જામી હતી..,

ત્યાજ થોડીવારમાં હરખની હેલી આવી પહોંચી ને સાથે થોડી સમજણ ને ઉંમર પ્રમાણે થોડું ચણતર પણ લાવી હા.., આ લાગણીના ચોમાસે તારા વ્હાલની વરાપ જરૂરી હતી એ સંબંધમાં નહિંતર અતિવ્રુષ્ઠીમાં બધુંજ ગુમાવ્યાના ઓછાયા ફરત..!

ચલો કઈ નઈ જે પણ થયું સારું થયું જે થાઈ છે એ પણ સારું જ થાઈ છે ને જે થશે એ પણ સારું જ થશે..।

અરે હા સાંભળ.., સ્વભાવે તું પણ ગરમ ચા જેવી જ છે હો પણ હા ગુસ્સા ને ફૂંક મારીને કેહજે આવતીકાલે આવે આજે તો મારે આનંદનો નશો છે ને I Knew That કે મનની શાંતિ માટે #કોફી પીવી તને ગમે છે..।

આખરે #કાફિયા એ રંગ રાખ્યો ખરો કેટકેટલાય બચાવ્યા તેમણે ઘરો..!!!

આવી જ કંઈક રજ્જડપટ્ટીથી રખડતો ભટકતો આ રંગમંચનો મુશાફર નીકળી પડ્યો છે તેના #કાફિયા સાથે તેના કૈફ ના સથવારે હાં તને મળશે ખરો પણ કોરોનાથી થયેલા લોકડાઊન ખૂલ્યા પછી..,
પણ હા.., જરૂર પડ્યે તું ખાલી અવાજ કરજે હોને દુનિયાના ગમેતે ખૂણે હોઈશ પણ હંમેશા યાદ કરતાજ તારી સાથે હોઈશ..!
#મારી અડધી રાતના હોંકારા.

@TheUntoldકાફિયા

Part:- 6

#ઝાકળ નું વ્હાલ

આખી રાત જાગ્યા પછી ની આપણી એ વ્હેલી સવારની વાતમાં તે મને કહ્યું સાંભળ ને એક Surprise છે તારા માટે સાંજે આપીશ..,

સ્વભાવે આમતો હું સાવ ભૂલક્કડ ભૂલી જ ગયો કે તું મને Surprise આપવાની છે સાંજે ને કામમાં અટવાયેલો હું તારી કોફી પીવા જતો જ હતો ત્યાં જ ફોનની Display પર નોટીફિકેશન Blink થઈ એ Massage માં લખ્યું હતું #મસ્ત માધવ ને સાથે સપ્તરંગી મેઘધનુષ્યનું Emoji..!!!

મારા ચેહરા પર સ્મિત અને એક અલગજ રોનક હતી કદાચ તું સામે હોત તો ચોંકી જ જાત કે એટલો ખુશ હું..!!!
પણ તું જાણે જ છે કે How bad I’m at Expressing my feelings તો તારી સાથે ચેટમાં વાત કરતા કરતા એ Express ના કરી શક્યો..,

પણ એ વાત વાળતા ને ખુશી અનુભવતા તે મને કહ્યું કે ઓય આ સવાર જોને કેટલી સાદગી ભરી છે નઈ..!!!
પંખીઓનો કલરવ ને તારો આ શાંત સ્મિત કરતો દરિયો સાથે મારી કુદરતના સાન્નિધ્યમાં તારી પ્રિય #ચા ને મારી વ્હાલી #કોફીને મનગમતી આપણી વાતો..।

હું આ વિચારો માં જ ખોવાયેલી હતી ત્યાજ અચાનક ધબડાંગઢીંગ થઈ કકડાટભૂસ કરતો દિલ માથી અવાજ આવ્યો..,
ને મેં હ્રદયખોલી મેં જોયું તો તારી યાદોની વિજળી ત્રાટકેલી ને વખત જોઈ કોણજાણે આ મારા હાળા બેય હાથ આડા કાને જઇ વાત કરી હશે તી’ આંખો ને ખબર પડી ગઇ ને બેઉં પાંપણો પછી ધોધમાર વરસી પડી અનરાધાર મેઘની જેમ એટલામાં ઓછું હતું તો પછી ડુમા ને ડુસ્કાનું પુરેંય આવ્યું ને બધું વહીને મન ના દરિયામાં જઇ સમાણું..।

સવારે ઊઠી તો ઓશિકુંય ભીંજાય ગયેલું જોયું તો પછી મને યાદ આવ્યું આ તો તારી યાદો નું આંખે ચોમાસું બેસી ગયું છે..।

મૌન ખોલતા મેં કહ્યું..,
પણ એય વ્હાલી એક વાત કઉં..?
આજે ના એક incident થયો હું બેઠો હતો એજ આપણી જગ્યા એ ત્યાં દરિયાના મોજા આવ્યા’તા પવન સાથે મારી પાસે બેસવા આ જોઇને ઘુઘવતો કિનારો આવીને મને કે..,
આ મોજા ની ફીણ અમાનત મારી છે કેમની સાચવશો તમે ઓ “માધવ” Miss ચશમીસ ના સ્મિત..?

જવાબ હું તો ના આપી શક્યો I Hope k Digital પત્ર પર તું આ પ્રશ્ન નો જવાબ મને Whatsapp માં લખીશ..!!!

તારા જવાબ ની રાહ જોતો એજ તારો કાફિર દોસ્ત #કાફિયા

@TheUntoldકાફિયા

Part:- 7

#ફૂલ ગુલાબનું

ઉઘાળી આંખને પાંપણ ખોલી તો સ્વપ્ન છાનું મળ્યું આજ અવકાશે અવતરેલો એ તારો ને મારો #ચાંદ સાથે સાવ અદ્દલ એવી તું ને તારા વિચારોમાં ખોવાયેલો કંઈક પાગલ જેવો એ #તારો હું..।

આપણા conversations માં હંમેશા તું મને કેહ્તી હોઈ કે આજ તો ચાંદ મને મળવા આવ્યો ને આ વાત સાંભળી તારો થઈ જતો #હું આંછાં અજવાળે મેં ભાળેલું તારું સ્મિત ને કુદરત પ્રત્યેનું નાજુક નમણું તારું વ્હાલ વગર મૌસમે પણ હરકોઈને ભીંજવી જાઈ એવો આ આપણો #તારી પ્રિય ચા ને #મારા વ્હાલા કાફિયા નો નાતો..,

કંઈક કિસ્સાઓ ને આપણે તારા ને મારા ખિસ્સામાં સંઘરી રાખેલા you remembered?
તું રાતે અગાશીએ જઇને મને કેહ્તી કે આ તારા હિસ્સામાં તે કોઈ ખરતો #તારો જોઇને માંગેલી Wish ને પછી હળવેકથી તે આપેલું વ્હાલ ભર્યું તારા હોઠે ચા ને મને તારી ચાહનું તસમસતું ચુંબન..!!!

એ તારી હેઠી હથેળીયે થઈ હોઠ પર આવી ઊગેલું કાલાઘેલું શરમાયેલું સ્મિત આજે પણ અકબંધ છે આપણી વચ્ચે..,

હા..,
સ્હેજ તૂટેલું આપણું ખિસ્સુંને એમાથી સરી ગયેલા સંભારણા ને સંબંધો તને યાદ છે..!!!
આ ચા અને કાફિયા ના લગ્ન વખતે આપણા સગાવ્હાલામાં રીસાયેલું અંધારું આપણે બઊં મનામણા કર્યા ઝાકળ ના વ્હાલ થી ને પછી કરમાયગયેલા છોડમાંથી બેઠું થયેલું એ ફૂલ ગુલાબનું..!!!
#you remembered?

#TheUntoldકાફિયા

to be contine...comming soon