દોસ્તો, અત્યારે કોરોના વાયરસ નો સંક્રમણ પુરા વિશ્વ માં હાહાકાર મચાવી રહ્યો છે એવા સમય માં આપણે ધૈર્ય થી કામ લેવું પડશે. આ સમય માં કોરોના વાયરસ ને કાબુ માં લેવા વિશ્વ ના ઘણા દેશો એ Social Distancing નો વિચાર અપનાવ્યો છે. ભારત દેશ માં પણ આ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. અત્યાર ના સમય માં આ વિચાર ખૂબ જ કારગર નીવડે એવી આશા છે.
Social Distancing એટલે એક બીજા થી દુરી બનાવી રાખવી, અત્યાર ના સમય મુજબ ઓછા માં ઓછી 1 મીટર જેટલી દુરી બનાવી રાખવી. કોરોના મહામારી તો થોડા મહિના પહેલા ચાલુ થઈ છે, પણ Social Distancing તો આપણે ઘણા સમય થી અમલ માં લઈને આવ્યા છીએ. એક જ ઘર માં રહેતા પરિવારજનો થી આપણે આ ડીજીટલ યુગ માં કેટલા દૂર થઈ ગયા છીએ? કામ માં વ્યસ્તતા, હરવા-ફરવાની મોજ, આ બધા પાછળ આપણે એકબીજા વચ્ચે 1 મિટર કરતા પણ વધુ અંતર કરી દીધું છે. વાત ફક્ત પરિવારજનો વચ્ચે ની નથી પણ બીજા સ્નેહીજનો, મિત્રો, વડીલો બધા ની છે. Social Media ના આવિષ્કાર પછી લોકો એકબીજાના સંપર્ક માં તો આવી ગયા પણ એ ફક્ત Social Media પૂરતું જ સીમિત થઈ રહ્યું છે. સાચી મિત્રતા, સાચો સ્નેહ, સાચી લાગણી હવે જવલ્લે જ ક્યાંક જોવા મળતી હશે. એવું નથી કે હવે ક્યાંય સાચી મિત્રતા અને પરિવારજનો માટે લાગણી નથી જોવા મળતી પણ કડવી હકીકત એ છે કે 100% માંથી ભાગ્યે જ 10% માં જ આ જોવા મળતું હશે. શાયદ 10% બોલવું ભી અતિશયોક્તિ થશે, આંકડા એનાથી પણ નીચે હોઈ શકે છે.
એક સાચી ઘટના પ્રમાણે, એક પરિવાર માં 6 સભ્યો હતા, માતા-પિતા, એમના 2 પુત્ર, 1 પુત્રી અને 1 પુત્રવધુ. મોટા પુત્ર ના લગ્ન ને એક વર્ષ નો સમયગાળો થયો હશે ત્યાં પુત્રવધુ રિસાઈને પિયરે ચાલી ગઈ અને થોડા સમય પછી તેણી એ છૂટાછેડા માટે ની અરજી દાખલ કરી દીધી. જેના કારણ માં જે હતું તે ચોંકાવનારું હતું, તેના પતિ ને Social Media માં ચેટિંગ કરવી, ગેમ રમવી અને મોબાઈલ ફોન માં બીજી ઘણી પ્રવૃત્તિઓ કરવાની ટેવ (કુટેવ) હતી. તમને થશે આ તો બધા કરતા હોય છે, પણ કોઈ પણ વસ્તુ મર્યાદા માં કરીએ તો કોઈને નુકશાન થતું નથી. તેનો પતિ રાત-રાત સુધી જાગીને ઓનલાઈન ગેમ રમતો. આ ટેવ ના લીધે તે બન્ને વચ્ચે ખૂબ રકઝક થતી, અને સમય જતાં આ વાત એ મોટું સ્વરૂપ લઈ લીધું. અધૂરા માં પૂરું તેની નણંદ ને પણ આવી જ ટેવ, આખો દિવસ મોબાઈલ માં જ હોઈ. પુત્રવધુ એકલી ઘરનું બધું કામ સંભાળી લેતી પણ ક્યારેક એ થાકેલી હોઈ તો પણ એની નણંદ એની મદદે ના આવતી. ઘણીવાર કહેવા છતાં પણ તે ના માનતી અને તે બન્ને વચ્ચે પણ માથાકૂટ થવા લાગી. પરિણામે પુત્રવધુ એ રોજ રોજ ના કંકાશ થી કંટાળીને છૂટાછેડા લઈ લીધા. વાત કડવી છે પણ હકીકત આ જ છે, આજના સમય માં લોકો પોતાનો વધારે માં વધારે સમય પોતાના મોબાઈલ માં જ વિતાવે છે. માનવજાતિ ની ઉત્તપ્તિ થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી જેટલા પણ સંસાધનો અને આવિષ્કારો થયેલા છે, તેનો ઉદ્દેશ્ય ગમે તે હોઈ પણ તેનો ઉપયોગ એવો નથી જ થયો. મોબાઈલ અને Social Media નો આવિષ્કાર પણ અદભુત છે. એક ક્રાંતિકારી શોધ છે આ, પણ તેના ઉપયોગ કરતાં દુરુપયોગ વધુ થાય છે. પરિવાર વચ્ચે તો આ દુરી લાવે જ છે પણ મિત્રો વચ્ચે પણ આ દુરી નું કારણ બની ગયું છે. કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે બધા ની એક મર્યાદા હોવી જોઈએ. આપણે Social Media નો ઉપયોગ કરીએ છીએ કે પછી મોબાઈલ નો ઉપયોગ કરીએ છીએ એમાં કશું જ ખોટું નથી, પણ એ જ્યારે પોતાના લોકો વચ્ચે 'ડિસ્ટન્સ' ઉભું કરે ત્યારે સાવધ થઈ જવું જોઈએ.
અત્યારે લોકડાઉન ની સ્થિતિ ઉભી થઇ છે, ઘણા લોકો આ સમય માં પણ મોબાઈલ અને Social Media માં પડ્યા રહે છે, અને પરિવાર ના લોકો સાથે એક સેલ્ફી લઈને તેને પોસ્ટ કરી દે છે. આ સમય માં પરિવાર ના લોકો સાથે સમય વિતાવો એવી ઘણી પોસ્ટ તમને પણ આવેલી જ હશે, આપણે એ પોસ્ટ ને લાઈક, કોમેન્ટ અને શેર કરીને આપણી ફરજ નિભાવી દઈએ છીએ. અરે, અમુક લોકો તો એવા ફસાયેલા છે કે એ લોકો આવા સમયમાં પોતાના પરિવાર ને મળવા માંગે છે પણ મળી નથી શકતા. તો જો તમે તમારા પરિવાર સાથે લોકડાઉન છો, તો આ સમય ને પૂરતો માણી લેજો.
દોસ્તો, Social Distancing તો કોરોના નો સંકટ છે ત્યાં સુધી રહેશે જ, પણ Social Media થી થતાં distancing એ ત્યારબાદ પણ રહેશે. ચાલો મિત્રો, આ ડિસ્ટન્સ ને દૂર કરવા સહિયારો પ્રયાસ કરીએ. આ સમય અને આવનારા સમય માં પરિવારજનો, સ્નેહીજનો, મિત્રો બધા ને પૂરતો સમય આપીએ. Social Media અને મોબાઈલ પણ વાપરીએ પણ એક મર્યાદિત સમય પૂરતું જ. બાકી Social Media થી Distance વધે એનાં કરતા સારું છે કે Social Media થી આપણે થોડુંક Distance જાળવી રાખીએ એમાંજ સૌની ભલાઈ છે.
✍️ Anil Patel (Bunny)