20 તારીખે અમાસ ની રાત્રે હું, નરેન્દ્ર બાપુ અને રવિ અમે ત્રણે જણ સાડા 11 વાગ્યે ભસ્મીભૂત થયેલી રિફાઇનરી ની સામે તાકીને જોઈ રહ્યા હતા.
"રવિ, હવે તું પહેલા અંદર જા, હું અને વિજુ અહીં ગેટ પાસે ઉભા છીએ. તને ત્યાં કાંઈ પણ પેરાનોર્મલ એક્ટિવિટી થતી દેખાય એટલે હળવે પગલે અહીં આવી પછી અમને ઈશારો કરજે. અમે આવી જશું." બાપુ એ રવિ ની પીઠ દબાવીને કહ્યું.
રવિ થોડો ડર્યો, "બાપુ મને થોડો ડર લાગે છે. હું એકલો નહિ જઉં."
"રવિ, બાપુ જેમ કહે છે તેમ કર, અમે તારી સાથે જ છીએ દોસ્ત. અમે તારો વાળ પણ વાંકો નહિ થવા દઈએ." મેં થોડી હિમ્મત આપતા રવિ ને કહ્યું.
રવિના ગળે થુંક નહોતું ઉતરતું. થોડા ડર સાથે એ ધીમા ડગલે આગળ વધ્યો. અને અમે પાછળ પાછળ હવે થી ગેટ સુધી ગયા. બાપુ એની બધી તાંત્રિક સામગ્રીનો થેલો ખભા પર ઉંચકી ને આગળ વધ્યા.
રવિ જેવો પેલી ઓફિસ પાસે ગયો ત્યાં જ એક મોટું ઓઇલ નું ટીપણું જોર થી એના માથા પર પડ્યું. રવિ ને થોડું વાગ્યું અને તે ડરી ગયો. આ બધું અમને દૂર થી દેખાતું હતું. મારા થી રહેવાયું નહિ એટલે હું તેને બચાવવા દોડી જવાનો જ હતો ત્યાં બાપુ એ મારુ બાવડું ઝાલ્યું અને કહ્યું, " આ કઈ નથી વિજુ, ધીરજ રાખ. રવિ મારા દીકરા સમાન જ છે, હું એને કઈ નહિ થવા દઉં."
આ હરકત થી થોડો ગુસ્સો પણ આવ્યો, પણ મેં એક ઊંડો શ્વાસ લઇ ને ગુસ્સા ને કાબુ કર્યો. અમે ત્યાં જ જોતા હતા. એકદમ શાંતિ હતી. એકાએક ધડામ દઈ ને વિસ્ફોટ થયો હોય તેવો અવાજ સંભળાયો. હવે મારાથી રહેવાયું નહિ, બાપુ નો હાથ છોડી ને હું દોડી ગયો. રવિ પાસે પહોંચીને મેં એનું બાવડું પકડી ને જોર થી એને ખેંચ્યો. ત્યાં જઈને ધ્યાન પડ્યું કે સામે બોઇલર ફાટ્યું અને અમુક સળગતા માણસો પેલાની જેમ દોડીને અમારી બાજુ જીવ બચાવવા આવતા હતા.
બાપુ અંદર આવ્યા અને તેના થેલા માંથી બધો સમાન કાઢી ને એક તાંત્રિક યંત્ર બનાવ્યું, લીંબુ-મરચાં, અગરબત્તી, ધૂપ ને બધું થેલા માંથી કાઢી ને એકદમ ઉતાવળથી ગોઠવવા મંડ્યા. તૈયારી પુરી થતા તે જોર જોર થી મંત્ર બોલવા લાગ્યા.
"ऊँ ऐं हीं श्रीं हीं हूं हैं ऊँ नमो भगवते महाबल पराक्रमाय भूत-प्रेत पिशाच-शाकिनी-डाकिनी यक्षणी-पूतना-मारी-महामारी, यक्ष राक्षस भैरव बेताल ग्रह राक्षसादिकम क्षणेन हन हन भंजय भंजय मारय मारय शिक्षय शिक्ष्य महामारेश्रवर रूद्रावतार हुं फट स्वाहा।"

સતત આ મંત્રનું ઉચ્ચારણ કરી ને તેઓ ભયાનક મુદ્રાઓ કરવા લાગ્યા. બાપુ ની આખો એકદમ લાલ ઘુમ હતી.
બાપુએ ઇશારાથી મને અને રવિ ને નજીક બોલાવ્યા, મંત્રોચ્ચારણ ચાલુ જ હતું. એવામાં બાપુ એ જે હવન તૈયાર કર્યો હતો એમાં અચાનક જ જોર થી અગ્નિ આપો આપ શરુ થઇ ગઈ. બાપુએ ઇશારાથી અમને બંનેને તેની બાજુ માં પાથરેલી ચાદર પર બેસવા કહ્યું. અમે ચુપચાપ ત્યાં જઈને બેસી ગયા.
ત્યાં જ અચાનક સામેથી તે મજૂરો ફરી થી દોડીને આવતા દેખાયા અને આશ્ચર્ય તો ત્યારે થયું, જયારે એ બધા એકાએક ટપોટપ હવનકુંડમાં કૂદવા લાગ્યા અને એક પછી એક ગાયબ થવા લાગ્યા. હવનકુંડના અગ્નિની જ્વાળાઓ પહાડની જેમ ઉંચી ઉંચી થવા લાગી.
અમારા બંનેનો ડર વધવા લાગ્યો. બાપુના મંત્રો ચાલુ જ હતા. ત્યાં સામે આવેલી ઓફિસ માંથી એક વ્યક્તિ આવતો દેખાયો. એના હાથમાં રિવોલ્વર હતી અને બીજા હાથથી તે બીજા કોઈ વ્યક્તિનો કાંઠલો પકડીને જમીનપર ઢસડીને અમારી તરફ આવતો હતો.
આ જોઈ રવિ સફાળો જ ઉભો થઇ ગયો. એને જોઈ હું અને બાપુ પણ ચોંકી ગયા. હું ઉભો થયો અને રવિને પૂછ્યું, "શું થયું રવિ, કેમ આમ અચાનક ઉભો થયો, અને તને કેમ આટલો પરસેવો થાય છે."
રવિ ડરતા ડરતા બોલ્યો, "મેં તે દિવસે જે વ્યક્તિઓને ઓફિસમાં ઝગડતા જોયા હતા એ આ બંને ભાઈઓ જ છે."
હું આશ્ચર્યચકિત થયો. ત્યાં જ બાપુ બોલ્યા, "બંને બેસી જાઓ, મને બધી જ ખબર છે. એ લોકો ને અહીં આવવા દો."
બંને ભાઈઓ અમારી નજીક આવતા હતા. મોટો ભાઈ ખુબ જ ગુસ્સામાં હતો અને લોહીલુહાણ થયેલા નાનાભાઈને ઢસડીને લાવી રહ્યો હતો. બંને જણ હવનકુંડની નજીક આવ્યા.
"મને ખબર છે તારે શું જોઈએ છે, તારા નાનાભાઈ ને આ કુંડમાં મોક્ષ આપી દે, નહિ તો તારી ખેર નથી." બાપુ એકદમ ગુસ્સામાં બોલ્યા.
"નહિ, નહિ, આ ભૂલ હું ક્યારેય નહિ કરું. આ રિફાઇનરી મારી છે. જો અમે મોક્ષ લઇ લઈશું તો અમે ક્યારેય અહીં પાછા નહિ આવી શકીયે. હું ક્યાંય નહિ જાઉં." ઊંડા શ્વાસ લેતા લેતા મોટોભાઈ બોલ્યો.
"ભાઈ તું અહીં રહે, આ બધું તારું છે, આમ પણ આપણા બંને નું મૃત્યુ થયું છે, એટલે કાંઈજ સાથે લઈને જવાનું નથી, મને મોક્ષ આપ ભાઈ." નાનોભાઈ મોટાભાઈ પાસે હાથ જોડીને મોક્ષની ભીખ માંગતો હતો.
આ બધું જ અમારી નજરની સામે થઇ રહ્યું હતું. આવી પરિસ્થિતિનો સામનો અમારા બંને માંથી કોઈની જિંદગીમાં ક્યારેય નહતો થયો. આ બધું જોઈને અમારા આશ્ચર્યનો તો પાર ન હતો.
"સીધી રીતે તમે બંને આ કુંડમાં મોક્ષની પ્રાપ્તિ કરો, નહિ તો મારે આકરું પગલું ભરવું પડશે." બાપુ ગુસ્સામાં બોલ્યા.
આ સાંભળીને મોટા ભાઈ ને ખુબ ગુસ્સો આવ્યો. "તો શું કરી લેશો તમે લોકો ?" આટલું કહી એને ખાલી એક હાથ ફેરવ્યો ત્યાંજ અમે લોકો 25-30 ફૂટ દૂર સુધી ફંગોળાઈ ગયા.
"તમે લોકો અહીં દૂર ઉભા રહો, જ્યાં સુધી હું બોલાવું નહિ ત્યાં સુધી તમે લોકો ત્યાં આવતા નહિ." બાપુ હાથ ખંખેરીને ઉભા થયા અને બોલ્યા.
"પણ બાપુ તમે એકલા છો અને આમ એકલા મૂકીને અમે અહીં ચુપચાપ નહિ બેસી રહીયે." મેં કહ્યું.
"દીકરા મેં કીધું એટલું કરો, હું તમારો જીવ જોખમમાં નહિ મુકું, મહેરબાની કરો પ્લીઝ." બાપુ હાથ જોડીને બોલ્યા.
"વિજુ, બાપુ સાચું કહે છે. આપડે અહીં બરાબર છીએ." રવિ બોલ્યો.
બાપુ દોડીને ત્યાં ગયા. તે દરમિયાન મોટોભાઈ નાના ભાઈ ને લાફા પર લાફા ઝીંકી રહ્યો હતો. બાપુ એ મંત્રો ચાલુ કર્યા.
"ऊँ ऐं हीं श्रीं हीं हूं हैं ऊँ नमो भगवते महाबल पराक्रमाय भूत-प्रेत पिशाच-शाकिनी-डाकिनी यक्षणी-पूतना-मारी-महामारी, यक्ष राक्षस भैरव बेताल ग्रह राक्षसादिकम क्षणेन हन हन भंजय भंजय मारय मारय शिक्षय शिक्ष्य महामारेश्रवर रूद्रावतार हुं फट स्वाहा।"
"ऊँ ऐं हीं श्रीं हीं हूं हैं ऊँ नमो भगवते महाबल पराक्रमाय भूत-प्रेत पिशाच-शाकिनी-डाकिनी यक्षणी-पूतना-मारी-महामारी, यक्ष राक्षस भैरव बेताल ग्रह राक्षसादिकम क्षणेन हन हन भंजय भंजय मारय मारय शिक्षय शिक्ष्य महामारेश्रवर रूद्रावतार हुं फट स्वाहा।"
"ऊँ ऐं हीं श्रीं हीं हूं हैं ऊँ नमो भगवते महाबल पराक्रमाय भूत-प्रेत पिशाच-शाकिनी-डाकिनी यक्षणी-पूतना-मारी-महामारी, यक्ष राक्षस भैरव बेताल ग्रह राक्षसादिकम क्षणेन हन हन भंजय भंजय मारय मारय शिक्षय शिक्ष्य महामारेश्रवर रूद्रावतार हुं फट स्वाहा।"
એકાએક આકાશમાંથી મોટા વાવાઝોડા જેવું બવંડર ઉતાર્યું. અને હવનકુંડના મધ્યમાં આવીને ફરવા લાગ્યું. બંને ભાઈઓ જોર જોરથી ચીસો પાડવા લાગ્યા. અને આમથી આમ હવામાં ફંગોળાવા લાગ્યા. જોત જોતામાં બંને એક મોટા ધડાકા સાથે એ હવનકુંડમાં ફેંકાઈ ગયા.
આટલું થતા થોડીવારમાં એકદમ શાંતિ ફેલાઈ ગઈ. હું અને રવિ હાથ અને શરીર ખંખેરીને ઉભા થયા. બધું તહેસ-નહેસ થઈ ગયું હતું. હવન પણ એકદમ શાંત થઇ ગયો હતો. અમે ધીમેથી ઉભા થયા. ત્યાં બાપુ ઉપર નજર પડી. બાપુ જે અવસ્થામાં મંત્રોચ્ચાર કરતા હતા એ જ મુદ્રામાં બંને હાથ ગોઠણ પર રાખીને ધ્યાનમાં બેઠા હતા. મેં દૂરથી બૂમ પાડી, "બાપુ! શું થયું ?"
બાપુએ કોઈ જવાબ આપ્યો નહિ. હું ધીમેથી નજીક ગયો, રવિ મારી પાછળ પાછળ આવતો હતો. બાપુની નજીક પહોંચ્યા.
"બાપુ, સાંભળોછો કે નહિ?" રવિ એ પણ ધીમેથી બૂમ મારી.
"બાપુ જાગો હવે, બધું શાંત થઇ ગયું છે." મેં કહ્યું.
છતાં પણ બાપુ એ જવાબ ન આપ્યો. હું થોડી હિમ્મત કરી નજીક ગયો. બાપુની પીઠ પર હાથ થાબડ્યો. એકાએક જ બાપુ ઢળી પડ્યા. મેં તરત બાપુની નાડી તપાસી, અને નાક પાસે આંગળી રાખીને શ્વાસ તપસ્યા. બંને બંધ!!!!!!!!!!!!!!!!!!
બાપુએ પોતાનો જીવ ગુમાવી અને સેંક્ડો મજુરોની અને બંને ભાઈઓની અતૃપ્ત આત્માઓને મોક્ષ આપ્યો.
આ દુઃખદ ઘટના પછી એ રિફાઇનરીમાં ક્યારેય કોઈ અણબનાવ બન્યો નથી. એ જમીન પણ વેચાઈ ગઈ. પણ અમારા નીડર નરેન્દ્રબાપુની શહીદી અમે ક્યારેય ભૂલીશું નહિ.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
સમાપ્ત
આ એક કાલ્પનિક ઘટના છે, પરંતુ આવી અમુક ઘટનાઓ પણ બનેલી છે જેને આપણા માનસમાં ઉતારવી થોડી મુશ્કેલ છે. જો ભગવાનની આ બનાવેલી સૃષ્ટિમાં ભગવાન પોતે હાજર છે તો સારા અને ખરાબ બંને પ્રકારના પ્રેત પણ હાજર છે. બસ એની જરૂરિયાતો શું છે એ જાણવું હિતાવહ છે. ધન્યવાદ.