મન નું ચિંતન - 11 Pandya Ravi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન નું ચિંતન - 11

પ્રકરણ 11 : કઠોર

રવિ પંડયા

મિત્રો , મનનું ચિંતન પ્રકરણ 11 લઇ ને આવી રહયો છું,વાંચીને અભિપ્રાય ચોકકસ થી આપજો.જો ના ગમે તે સજેશન આપજો.


આજ નો શબ્દ : કઠોર

****************

મિત્રો , આજે થોડી કઠોર શબ્દ વિશે વાત કરવી છે.આ શબ્દ સાવ સરળ છે.બધા ના જીવનમાં લાગુ પણ ના પડી શકાય.બધા જ કઠોર હોતા નથી.કયારેક અમુક પરિસ્થિતિઓ કઠોર બનાવી દે છે.

કઠોર મનનું વ્યકિત બનવું એ બધા માટે સરળ નથી.આપણા જીવનમાં અવાર- નવાર અમુક પરિસ્થિતિઓનું સર્જન થતું હોય છે.એ પરિસ્થિતી ધણી વાર આપણે ને સાવ સામાન્ય જ દેખાતી હોય છે.સામાન્ય દેખાતી પરિસ્થિતિમાં પણ કઠોર બનવું પડે છે.

આપણે ધણી વાર કહેતા હોઇએ છીએ કે આ વ્યકિત તો બહુ કઠોર છે , કોઇનું કાંઇ રાખતો જ નથી.પરંતુ આપણે એ નથી જોતા કે તે વ્યકિત કઠોર છે તો કાંઇક તો કારણ હશે.કઠોર વ્યકિત પણ આખરે તો એક માણસ છે.

કઠોર બનવું સહેલું નથી , જે લોકો પોતાના જીવન માં કોઇ બાંધ - છોડ ના કરી શકતો હોય તે જ વ્યકિત કઠોર બની શકે.કોઈ ખોટા કામ માં કોઇના દબાણ કે વશ થયા વગર યોગ્ય નિર્ણય લઇ શકતો હોય તે જ વ્યકિત ખરા અર્થમાં કઠોર કહેવાય.

આપણા દેશમાં ધણા સમય સુધી અંગ્રેજો રાજ કર્યુ, ત્યાર પછી ભારત અને પાકિસ્તાન ના ટુકડાઓ થયા.ત્યારે જે પરિસ્થિતિ હતી તેવા સમયે જો યોગ્ય નિર્ણય લેવામાં ના આવ્યો હોત તો પરિસ્થિતિ વણસી શકત.પરંતુ કઠોર હ્રદયના બની ત્યારના સતાધીશો યોગ્ય નિર્ણર લીધો તેના લીધે જ પરિસ્થિતિને કાબુમાં રાખી શકયા.

મારે પણ મારા જીવનમાં કોઇ એવી પરિસ્થિતી આવે તો કયારેક કઠોર બનવું પડે.ના બનવું હોય છતાં પણ બનવું પડે ? આવા અમુક કારણો હોય અથવા તો અમુક સમસ્યાઓ હોય.

જો પત્ની નસીબદાર હોય તો પતિનું જીવન આસાનીથી સરળ અને સુખી બને છે. પરંતુ જો ઘરની લક્ષ્મી પત્ની કઠોર હોય તો તે પતિની ખુશહાલ જિંદગીને પણ નરક બનાવી દે છે.

એક ટુંકી એવી વાર્તા કહીશ


એક સંખલપુર નામનું ગામ હતું , તે ગામમાં લગભગ 10000 હજારની વસ્તી ધરાવતી હતી.તે ગામમાં ભિન્ન ભિન્ન જ્ઞાતિના લોકો રહેતા હતા.તે વસ્તીમાં ધણી વાર અનેક જ્ઞાતિ વચ્ચે લડાઇ થતી હતી.

એક દિવસ ગામમાં એક ઘેર લગ્ર પ્રસંગ હતો , લગ્ર હોવાથી ખુશીનો માહોલ હતો.છોકરાનો વરધોડો કાઢવામાં આવ્યા.વરધોડા કાઢયો તેમાં ધણા બધા લોકો નાચ ગાન સાથે આગળ વધી રહયા હતા.પરંતુ કોઇ વિચારીયું પણ ના હોય તેવું બનવા જઇ રહયું હતું.

બીજી જ્ઞાતિના વાસમાં વરધોડો પહોંચ્યો , તો ત્યાં લોકો મનાઇ કરી અહીથી પસાર નહી થવા દેવાય.આ વાત મંજુર ના હતી.તેમાંથી મામલો બિચકાયો.પથ્થરમારો શરુ થયો ગયો.થોડા સમયમાં કોઈએ પોલીસને જાણ કરી.

પોલીસ આવ્યા.આખા મામલાની તપાસ કરી.અને કાયદેસરની કાર્યવાહીની તૈયારી દર્શાવી.તો સામા પક્ષે પોલિટિકલ પાવર થી અધિકારી પણ દબાણ કરવામાં આવ્યું.પણ અધિકારી 'કઠોર ' હતા.દબાણમાં આવ્યા વગર જે કાયદેસર કાર્યવાહી કરી.જે સજા થતી હતી તે સજા આપી.પોલિટીકલ પાવર વાળાઓને પણ સખ્ત શબ્દોમાં સંભાળાવી દીધું.કઠોર માનવી જ આવા કઠોર નિર્ણય લઇ શકે.

જો આ મામલામાં અધિકારી કઠોર ના હોત તો કાયદેસરની કાર્યવાહી ના થાત.દોષિતોઓ નિર્દોષ પર હાવી થઇ જાત.પોલિટીકલ પાવર વાત ઉપર રહત.આવા તો ધણા લોકો હશે જે કઠોર નિર્ણય લેવા માંગતા હશે તો પણ નહી લઇ શકયા હોય.કોઇના કોઇ દબાણને વશ થવું પડયું હશે.


મિત્રો , આ ભાગ કેવો લાગ્યો તે ચોકકસ કહેજો અભિપ્રાય આપજો.આભાર
*****************
અસ્તુ
ભારત માતા કી જય

જય હિન્દ