સંબંધ ને નામ આપવા કરતા
એને માન આપો......
સદી વો સુધી એ તમારા હ્રદય માં તમારા ગયા પછી
પન જીવતો રહેશે.
ખરે જ સંબંધો ની માયાજાળ માં
આજ ના યુગ માં લોકો એ વ્યાખ્યાઓ જ બદલી નાખી છે
જ્યાં સુધી જરૂરિયાત ત્યાં સુધી જ સંબધ નિરાળો!!
પણ આવી માનસિકતા વાળા લોકો ને સદાય દુઃખી જ રહે છે
સંબંધો ને જાળવવા માટે એને ખેતર ના પાક ની માફક એનો ઉછેર કરવો પડે
જેના માટે સંબધો માં હિસાબ નહિ પરન્તુ જતું કરવાની ભાવના જ જતન છે
સંબધો ને એક ગ્રામ જેટલો વાવી એનુ લાગણી ઓ વડે જતન કરવામાં આવે તો લાખ ગણું ઉત્પાદન મેળવી શકાય છે.
લોકો એને સાચવવા નું કહે છે પરંતુ સાચવી રાખવા કરતા એની વહેચણી કરવા માં આવે તો એ વધે છે
માટે એની સાચવવા નો એક માત્ર રસ્તો છે એની વહેંચણી.
વળી,
સંબધો ને પૈસા થી ખરીદી શકતા નથી
કે પછી જાળવી ને વેચી શકાતા નથી
આ એવી મૂડી છે કે જની અસર પેઢી ઓ સુધી અકબંધ પડી રહે છે અને એના ફળ પણ સમય ના ચક્ર પ્રમાણે મળ્યા જ રાખે છે.
જ્યારે પણ સંબધો માં મુશ્કેલી આવે ત્યારે સોય જેવા બનો
કાતર જેવા નહીં
સમબ્ધ રૂપી કાપડ માં જયારે પણ કાણું પડે ત્યારે કદાપિ પણ કાતર ના મુકતા
પરંતુ સોય જેવા બની , થોડી અપેક્ષા અને જતું કરી એને સાંધજો.
માણસ ગમે એટલે શણગાર થી કે ભૌતિક સુવિધા થી સજ્જ હોઈ
પરંતુ
જો એમની પાસે
સંભાળવા મિત્રો,
રહેવા ફેમિલી, અને
દુઃખ શેર કરવા માટે સારા મિત્રો
સુખ શેર કરવા માટે પરિવાર જનો નથી
તો એ જીવન લાખ નું હોવા છતાં રાખનું છે
વળી,
કહી નહીં હોવા છતાં
- મિત્રો નો પ્રેમ,
-અગણિત સંબન્ધ હોઈ તો પણ આપની કિંમત હીરા થી ઓછી નથી જ...
હવે વાત રહી સંબધો ની જાળવણી ની
એ માટે આપણે કહી બેન્ક માં જવા નું નથી પરન્તુ એનો હિસાબ સાચે જ બેન્ક જેવો છે
આપણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ સંબધો માં કરીશું
એટલું સમબ્ધ રૂપી બેલેન્સ વધશે,
આ બેલેન્સ વધુ હશે તો-
જાણે અજાણતા ઉપાડ થશે તો
પણ કોઈ વાંધો નહીં આવે
સંબધો માં ઈન્વેસ્ટમેન્ટ
એટલે
નિઃસ્વાર્થ પ્રેમ આપવો
કોઈપણ કામ માં જવાબદારી સ્વીકારવી,
પારિવારિક જાવબદારી
વ્યવહાર માં જતું કરવાની ભાવના,
સામે વાળા વ્યક્તિ પાસે અપેક્ષા વિહીન ભાવના,
પ્રકૃતિ ને સતત આપવા ની વૃત્તિ,
શુદ્ધ હૃદય ભાવ,
શુદ્ધ અને સાત્વિક સ્વભાવ
હેલપિંગ નેચર,
અને
સાત્વિક કાર્ય માં સતત પ્રોત્સાહન,
તેમજ
એક સારું વાંચન તમારા મગજ માં સારા વિચારો નું રોપણ કરશે,
સારા વિચારો સીધાંજ વ્યક્તિ ના વર્તન સ્વરૂપે પતિબિંબિત થશે.
અને તમારું વર્તન એજ તમારું વ્યક્તિવ અને સંબધો નો પાયો-
સારું વર્તન કરશો એટલે સમબ્ધ નું આરોપણ આપોઆપ થઈ જાય છે
ટૂંકમાં એક સારું વર્તન એક સારા સંબધ ની જનેતા છે
એક પ્રચલિત કહેવત છે કે
જેવા સાથે તેવા.
પરંતુ હું એની સાથે જરા પણ સંમત નથી
જેવા સાથે તેવા
રહેશો તો જ સમસ્યા દિવસે ને દિવસે વધુ ખરાબ થશે
અને જેવા સાથે તેવા ની ભાવના રાખશો તો એક વેર ભાવ મન માં આજીવન રહેશે.
જે તમે એ વ્યક્તિ ને જોઈશો કે તરત જ નફરત ની ભાવના, ગુસ્સા ની લાગણી જેવી
નેગેટીવ લાગણી ઓ નો જન્મ થશે.
આના થી તદ્દન વિરુદ્ધ અને હકારાત્મક
જો માફ કરવાની વૃત્તિ ,
કે જતું કરવાની ભાવના
થી એ વ્યક્તિ ને જોઈશો તો તમને માફ કર્યા નો આનંદ મળશે
અને તમારો સંબંધ પણ જળવાઈ રહેશે.
એટલે
સંબધ ને નામ
આપવા કરતા એને માન આપો..