રુદ્ર નંદિની - 16 BHAVNA MAHETA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર નંદિની - 16



પ્રકરણ 16

રુદ્ર અને વિરેન બંનેને તેમના ફીલિંગ્સ અને ગ્રુપની મજબૂતી નો ખ્યાલ આવી ગયો . આ લોકોને એ સમજતા વાર ના લાગી કે આ બધા નંદિનીના સુરત વાળા ગ્રુપ મેમ્બર છે.

" નંદિની એક વાત કહું...?" અવિનાશ બોલ્યો.

" તારી વાત પછી... પહેલા મારે તમને લોકોને ઘણું બધું પૂછવું છે .તમે લોકો આમ અહિયાં ક્યાંથી .....? અને એ પણ આ બેગ લઈને ....?આ બધું શું છે ....?"

નંદિની આદિ વિશે પૂછવા જતી હતી ત્યાં જ પ્રતીક બોલ્યો....

" નંદિની .... તારી બમ્પર સરપ્રાઈઝ તો હજુ બાકી જ છે...."

" બમ્પર સરપ્રાઈઝ....!!?"

" હા નંદિની...."

રુદ્ર અને વિરેનને લાગ્યું કે... હવે આનાથી વધારે સરપ્રાઈઝ નંદિની માટે શું હોઈ શકે....? એ લોકો પણ જાણવા માટે ખુબ જ અધીરા બન્યા...

" નંદિની સામે જો તો ...." જીયા બોલી.

નંદિનીએ સામે જોયું ....એ લગભગ ખુરશીમાં ચક્કર ખાઈને ફસડાઈ જ ગઈ હોત જો રુદ્ર એ તેને પકડી ના લીધી હોત...! નંદિની સાથે સાથે બધા જ ગ્રુપ મેમ્બર જોવા લાગ્યા કે એવું તે શું છે જેને જોઈને નંદિની આમ ચક્કર ખાઈને ફસડાઈ જ પડી....!!!?

એક ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ બોય સામે થી આવી રહ્યો હતો.... જેની આંખો એકદમ મોટી .....બદામી....અને .... ગહેરી હતી... સાગર ની ગહેરાઈ ધરાવતી એ આંખો માં એક વખત તો ડૂબી મરવાની ઇચ્છા દરેક યુવતીને થાય એવું ગજબનું આકર્ષણ હતું એની આંખોમાં ... ગોરો ગોરો રંગ... લાંબા અને હવામાં ઉડતા સિલ્કી વાળ.... રતુંબડા હોઠ...અને ટ્રીમ કરાવેલી દાઢી અને મૂછો .... કસાયેલી અને મજબૂત બોડી ધરાવતો મજબૂત જુવાન લાગતો હતો એ હેન્ડસમ બોય...‌‌જેણે બ્લુ જીન્સ , બ્લેક ટીશર્ટ અને બ્રાન્ડેડ શુઝ પહેર્યા હતા... એનો દેખાવ જ રુદ્ર અને વિરેન ની જેમ અમીરજાદો હોવાની ચાડી ખાતો હતો.

એ હસતો હસતો લગભગ નંદિની ની નજીક આવ્યો ....નંદિની ની અત્યાર સુધી હસતી આંખો માં એને જોઈને આંસુ ઉભરાઈ આવ્યા અને ગાલ ઉપર થી વહીને ગળા સુધી આવી ગયા....

" નંદિની ...!!! "

એનાથી પણ ફક્ત એટલું જ બોલાયું...

અને નંદિની કે જે કે ચેર પર ફસડાઇ પડી હતી તે ઉભી થઇ અને પેલા યુવાનને....

" આદિ ....!!!" એમ બોલતી ગળે બાઝી પડી.

રુદ્રની સાથે સાથે આખા ગ્રુપ ની અને લગભગ બધી જ ગર્લ્સ ની આંખો આટલા બધા હેન્ડસમ અને હીરો જેવા છોકરાને જોઈને પહોળી જ થઈ ગઈ હતી..

નંદિની અને આદિ બંને એકબીજાને ગળે મળીને જાણે કે વર્ષો થી જુદા પડ્યા પછી આજે મળતા હોય ! એવો આનંદ અનુભવી રહ્યા હતા . વિરને જોયું કે નંદિની બીજા બધાને મળી એના કરતા પણ વધારે દિલની ગહેરાઈ થી આ છોકરાને ગળે મળી ... એની આંખો પાછી ઝીણી થઈને વિચારવા લાગી.. રુદ્રને પણ નંદિની અને આ હેન્ડસમ છોકરા નું આવી રીતે મળવું થોડુંક ખટક્યું ..ખબર નહીં કેમ...!?

થોડી વાર એમ જ બધા એકબીજાને મળ્યા... પછી અંતરનો ઉભરો સમી જતા નંદિની બોલી...

" hey guys . તમે અહીંયા એક સાથે કેવી રીતે...?

"નંદિની આ બધી વાતો આપણે બેઠા-બેઠા કરીએ ઓકે...? આ લોકો પહેલી વાર અહીંયા આવ્યા છે તો એમને પહેલા કંઈક નાસ્તો કરાવીએ.… પછી પૂછજે તારે જે પૂછવું હોય તે...." ઈશિતા બોલી.

આજુબાજુ પડેલી ખાલી ચેર પર બધાને બેસાડ્યા .
" ફ્રેન્ડસ આ મારુ સુરત નું ગ્રુપ છે ..જ્યાં અમે લગભગ હમણાં સુધી સાથે જ હતા..." એમ કહીને નંદિનીએ આદિ ,અવિનાશ, પ્રતીક, લીના અને જીયાનો ઇન્ટ્રો બધાને કરાવ્યો...

રુદ્ર એ પણ પોતાના ગ્રુપનો ઇન્ટ્રો એ બધાને કરાવ્યો ..બધા એકબીજાને મળીને ખૂબ જ ખુશ થયા.. રુદ્ર એ બધા માટે પીત્ઝા અને કોલ્ડ્રિંક્સ નો ઓર્ડર આપ્યો..... પછી બોલ્યો..." હવે પૂછ નંદિની તારે જે પૂછવું હોય તે શાંતિથી પૂછ..."

આદિ બોલ્યો..…" નંદિની ..મને ખબર છે કે તું શું પુછવા માગે છે ...?એ જ ને કે અમે બધા અહીંયા એક સાથે તને મળવા કોલેજમાં કેવી રીતે આવ્યા...?"

" હા આદિ...!!!"

" બુધ્ધુ ...અમે બેગ લઈને કોલેજ આવ્યા છીએ તો તને મળવા માટે નહીં ભણવા માટે..." એમ કહીને અવિનાશ નંદિનીને ચિડાવતો બોલ્યો...

" નંદિની અમને બધાને બીજા રાઉન્ડમાં અહીંયા અમદાવાદમાં જ એડમિશન મળી ગયું છે ..અને હવે આપણે બધા જેમ સુરતમાં સાથે હતા એમ અહીંયા પણ સાથે જ હોઈશું...."

" શું ....? આદિ ...આ લીના સાચું કહે છે....!!!?"

" હા નંદિની ...! તને સરપ્રાઈઝ આપવા માટે જ અમે બધા તારો ફોન ત્રણ-ચાર દિવસથી રિસીવ ન હોતા કરતા..."

" આદિ ...I don't believe this....!!!"

" મને હજુ સુધી વિશ્વાસ નથી આવતો કે તમે લોકો મારી સાથે અહીં મારી કોલેજમાં છો...!!!"

" હા યાર ...અમને પણ વિશ્વાસ નથી આવતો... we miss you Nandini..." લીના બોલી.

" ફક્ત તમે જ નહીં નંદિની પણ તમને બધાને ખૂબ જ મિસ કરતી હતી...." રુદ્ર બોલ્યો....

" હા રુદ્ર ..પણ તે અને તમારા ગ્રુપે કેવી રીતે નંદિનીને તમારા ગ્રુપમાં સ્થાન આપ્યું અને તેને કેવી રીતે તમારી સાથે ઇન્વોલ્વ કરી દીધી તે બધું જ મને નંદિની એ જણાવ્યું .થેન્ક્સ રુદ્ર..."

" થેન્ક્સ ...કેમ...?"

" કારણ કે... અમે અમારી નંદિનીને એમ જ એકલી જ અમદાવાદની કોલેજમાં મૂકી દીધી હતી ...ત્યાં તો તેને અમારા સુરત ના જેવું જ ગ્રુપ અહીંયા પણ મળી ગયું ..! પછી બીજું શું જોઈએ....!!?"

" હા આદિ ...હવે તમે લોકો આવી ગયા છો તો નંદિનીને કદાચ અમારા ગ્રુપની.....

" એ શું બોલ્યો રુદ્ર ....?"

નંદિની અધવચ્ચે જ રુદ્રની વાતને કાપતી બોલી...

" જ્યારે આદિ કે આ બધા નહોતા ત્યારે તમે લોકો એ જ મને સાથ આપ્યો , અને હવે મને મારા જૂના ફ્રેન્ડસ મળી જવાથી હું તમારી ફ્રેન્ડશીપ છોડી દઈશ એવી દગાખોર તમે લોકોએ મને સમજી લીધી ....!?"

" ના નંદિની મારો કહેવાનો મતલબ એવો નહોતો ......!! આઈ એમ સોરી જો તને એવું લાગ્યું હોય તો...!"

" હા રુદ્ર.. નંદિની ની વાત સાચી છે .જ્યારે અમે અહીંયા નહોતા ત્યારે તમે લોકો એ જ નંદિનીને પોતાના ગ્રુપમાં સ્થાન આપ્યું .આ તો અમને અહીંયા એડમિશન મળ્યું, પણ કદાચ ન મળ્યું હોત તો અમને લોકોને યાદ પણ ના કરે એવો સપોર્ટ તમે લોકોએ આપ્યો છે નંદિનીને...!! ઇન ફૅક્ટ હું તો એમ કહેવા માગું છું, કે જો તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો નંદિની ની જેમ અમે પણ તમારા ગ્રુપમાં જોઈન થવા ઈચ્છીએ છીએ...." આદિ બોલ્યો....

" અરે ...અમને પણ ખૂબ જ આનંદ થશે જો તમે લોકો પણ અમારા ગ્રુપમાં જોડાશો તો....!!" ઈશિતા બોલી...

હવે વિરેન બોલ્યો...." guys મને પણ ખૂબ જ આનંદ થયો એ જાણીને કે આપણે હવે એક જ ગ્રુપમાં છીએ, પણ હું કંઈ કહેવા માંગું છું ...પ્લીઝ ખોટું ના લગાડતો આદિ... અમારા ગ્રુપમાં પણ અમે લોકો તમારા ગ્રુપ ની જેમ ઇમોશન્સ થી એકબીજાની સાથે ખૂબ જ નાજુક તાંતણે બંધાયેલા છીએ નંદિની તું જેમ આ લોકો ના આવ્યા પહેલાં આ ગ્રુપમાં હળી મળી ગઈ હતી તેમ હું ઇચ્છું છું કે આ લોકો પણ એમ જ હળી મળી જાય ...! બધાની લાગણીઓ એકબીજા સાથે હવે આપણે એક જ ગ્રુપના મેમ્બર હોઈએ તેવી જ હોવી જોઈએ.. અહીંયા થી ક્યારેય ગ્રુપમાં બે ભાગ ન પડવા જોઈએ કે બે ફાંટા ન પડવા જોઈએ.... હું માનું છું આદિ કે ગ્રુપમાં મતભેદ હોઈ શકે ...પણ મનભેદ તો ક્યારેય ન થવા જોઈએ... જો તમારા ગ્રુપ મેમ્બર્સ ને અને આપણા ગ્રુપ મેમ્બર્સને પણ આવી જ રીતે પ્રેમથી.... દોસ્તીથી.... લાગણીથી અને એકતાથી જોડાવાની ઇચ્છા હોય તો જ બે ગ્રુપમાંથી એક ગ્રુપ બનાવીએ , અને હંમેશા બધાના ફીલિંગ્સ ની કદર કરીને પ્રેમથી રહીએ... જ્યાં...' મારુ ગ્રુપ... કે તારુ ગ્રુપ....' જેવા શબ્દો ભવિષ્યમાં ક્યારેય ન વપરાય... હંમેશા ...'આપણું ગ્રુપ ...' આ જ શબ્દ બોલાય.. બોલો છે મંજુર....!?"

નંદિની ની જેમ આદિ અને તેમના બધા મેમ્બર્સ પણ વિરેન ની આવી ગ્રુપ પ્રત્યેની વિચારસરણી ને જોઈને ખૂબ જ ખુશ થયા.

આદિ બોલ્યો ...." વિરેન મને ખુબજ આનંદ થયો કે અમને લોકોને આવા સરસ ગ્રુપ મેમ્બર મળ્યા..કે જેમની વિચારધારા આટલી બધી પવિત્ર અને એકબીજા સાથે પ્રેમના અતૂટ બંધન થી જોડાયેલી છે.. કેમ સાચી વાતને guys...?"

" હા યાર... અમને લોકોને ખૂબ જ આનંદ થયો તમારી સાથે ફ્રેન્ડશિપ કરીને..." અવિનાશ બોલ્યો.

પછી બંને ગ્રૂપના મેમ્બર્સ એકબીજાને ગળી મળીને એક જ ગ્રુપના મેમ્બર્સ બની ગયા .

નંદિની આજે ખૂબ જ ખુશ હતી તેને પોતાનું જૂનું ગ્રુપ તો મળ્યું જ હતું ,પરંતુ સાથે સાથે પોતાના નવા ગ્રૂપના મેમ્બર્સ અને જૂના ગ્રુપના મેમ્બર મળીને એનું એક મોટુ ગ્રુપ બની ગયું હતું .

આ લોકોની જેમ આજે નવા નવા ફ્રેશર્શ આવતા હોવાથી લગભગ કોઈ જ લેક્ચર એટેન્ડ કરતું નહોતું એટલે રુદ્ર અને તેમના ફ્રેન્ડસ પણ ગપ્પા મારતા બેઠા હતા ,અને એકબીજાને ફોન નંબરની આપ-લે કરતા હતા .આજના નવા મેમ્બર્સ અને જૂના ગ્રુપ મેમ્બર્સ બધાએ બધાનો મોબાઇલ નંબર સેવ કરી લીધો અને એક મોટું ગ્રુપ પણ બનાવી દીધું.

" આદિ ....તમે લોકોએ મને અડધી જ વાત કેમ કરી...?"

" કેવી અડધી વાત નંદિની...?"

" અરે તમે લોકોએ અહીંયા એડમિશન તો લઈ લીધું.... પરંતુ સુરતથી અહીંયા આવ્યા તો રહો છો ક્યાં ...? હોસ્ટેલમાં...? તો કહી દઉં છું કે તમારે કોઈએ હોસ્ટેલ કે પીજીમાં રહેવાનું નથી... મમ્મી પપ્પા ને ખબર પડશે તો મારું તો આવી જ બન્યું સમજો ....! તમારે લોકોએ બધાને મારે ઘેર જ રહેવાનું છે...."


" એક મિનિટ નંદિની ...શ્વાસ તો લે...! આ લોકો ક્યારનાય તને કંઈ કહેવાની કોશિશ કરી રહ્યા છે ..પહેલા એમની વાત તો સાંભળ ...મંડી પડી છે ક્યારનીય એક શ્વાસે બોલવા....!!!"

" Sorry guys... હા તો બોલો..."

નંદિની હવે તેના અસલી સુરતી સ્વભાવમાં આવી ગઈ હતી . અહીંયા બધાએ નંદિની નો આવો સ્વભાવ આજે પહેલી વાર જોયો, અને આશ્ચર્યથી તેને જોઈ રહ્યા ....ખાસ તો રુદ્ર ....તેને અત્યાર ની નંદિની મા પોતાની પ્રતાપ ગઢ વાળી નાનકડી ચુલબુલી નંદિની નો આભાસ વારંવાર થતો હતો...

" નંદિની મારી વાત સાંભળ.... લીના અને મારા બન્નેના અંકલ અહિયાં અમદાવાદમાં જ રહે છે એ તો તું જાણે છે ને .....?" જીયા એ કહ્યું.

" હા તો....."

" તો અમે અમારા અંકલ ના ઘરે જ રહેવાના છીએ .ઈનફેક્ટ અમે તો બે દિવસ અગાઉ જ અહીંયા આવી ગયા હતા .અંકલ આંટી અમને હોસ્ટેલમાં કે પીજીમાં રહેવા દેવા જ તૈયાર નહોતા એથી એમના આગ્રહને વશ થઈને ....અને ખરેખર તો એમના પ્રેમને વશ થઈને અમે તો હવેથી અમારા અંકલ ના ઘરે જ રહેવાના છીએ...."

" Ok fine ...અને તમે લોકો..."

નંદિની એ આદિ ,અવિનાશ અને પ્રતીક સામે જોઇને પૂછ્યું...

અવિનાશ બોલ્યો...." નંદિની તને હજુ એક સરપ્રાઈઝ આપી એ ....બોલ છે તૈયારી બીજીવાર ચક્કર ખાઈને પડવાની ...અને આ વખતે તો તુ બેભાન જ થઈ જાય એવા ન્યૂઝ આપવાના છે....!!"

" What ....? હજુ એક સરપ્રાઈઝ...! guys ....આ શુ માંડ્યુ છે તમે લોકોએ .....? નંદિની તો ઠીક પણ હવે તો અમે લોકો પણ ચક્કર ખાઈને પડી જઈશું ...." કાવ્ય બોલ્યો....

" અવિનાશ ...શું સરપ્રાઈઝ આપવાના છે તમારા લોકોને ...હવે તો હું ખૂબ જ એક્સાઈટેડ થઈ ગઈ છું જાણવા માટે ...please tell me..."

" Guys.... તમને લોકોને જણાવી દઉં કે ફક્ત હું અને નંદિની જ નહિ , પરંતુ મારા પપ્પા એડવોકેટ રવિ રાજ મહેતા અને ધનંજય અંકલ પણ ખુબજ ગાઢ મિત્રો છે."

" Wow ...that's great adi....!"

" હા તો નંદિની... તમારા લોકોના અહીંયા અમદાવાદ આવ્યા પછી મારા પપ્પાને પણ અહીંના ક્લાઈન્ટ ના કેસ માટે હાઇકોર્ટમાં વધારે કામ રહેતું હતું ... ઈનફેક્ટ પપ્પાને સુરત ની ઓફિસે ઓછા પણ એમની અમદાવાદ ની ઓફિસ અને હાઇકોર્ટમાં વધારે ધક્કા રહેતાં, અને આમ પણ પપ્પાને જાણે કે ધનરાજ અંકલ વગર ગમતું જ નહોતું ,તેથી મમ્મી પપ્પાએ પણ અમદાવાદ રહેવા આવી જવાનો નિર્ણય કરી લીધો ...અને અમે પણ તમારી જેમ જ હવે અમદાવાદમાં જ છીએ...."

" એટલે તમે લોકો અમદાવાદ આવી ગયા અને મને જણાવ્યું પણ નહીં આદિ....!!?"

" અરે પપ્પા એ તો ધનંજય અંકલ ને કોલ કરીને બધી જ વાત કરી છે .પછી અમે લોકોએ અને ધનંજય અંકલે પણ એવું નક્કી કર્યું કે તને અને સુભદ્રા આંટી ને સરપ્રાઈઝ આપવા માટે આ વાત કરવી નહીં..."

" ઓહ... એટલે પપ્પા પણ તમારી સાથે સામેલ છે.... આજે વાત છે એમની...."

" અવિનાશ ,પ્રતીક ...તમે બંને...."

" અમને બંનેને તો આ આદિ એ અત્યારે એના ઘરેથી ક્યાંય જવા જ નથી દીધા ...નહિંતર અમે લોકોએ તો પીજી માં ફીસ પણ ભરી દીધી હતી...."

" નંદિની તું જ કહે મારુ ઘર હોવા છતાં આ લોકોને હું પીજીમાં રહેવા દઉં ખરો...!!!"

" આદિ... તારી વાત સાચી છે ...અવિનાશ પ્રતીક તમારે બંને ને પીજી માં રહેવાની કોઈ જ જરૂર નથી... અહીંયા અમારા બંનેના ઘર તો છે ,અને તમને રવિરાજ અંકલ અને પૂર્વા આંટી પણ ક્યાંય નથી જવા દેવાના..."

" હા યાર ...એ જ તો વાત છે અંકલ આંટી એ ચોખ્ખી વોર્નિંગ આપી દીધી છે કે ખબરદાર જો ક્યાંય બીજે રહેવાનો પણ વિચાર કર્યો છે તો ....!બોલ હવે શું કરવું...?"

પ્રતિક એવી રીતના ઠાવકુ મોઢું રાખીને બોલ્યો કે બધા હસી પડ્યા.

ઈશિતા ,રુદ્ર અને વિરેન તો આ બધા લોકોનો વચ્ચે નો પ્રેમ અને તેમના મમ્મી પપ્પા સુધી ની લાગણી જોઈને દંગ જ રહી ગયા...!"

" Guys ..તમારા ગ્રુપ ને જોઈને અમને અમારા ગ્રુપ ઉપર જે અભિમાન હતું તે ઉતરી ગયું .અમને તો અત્યાર સુધી એમ જ હતું કે અમારા ગ્રુપ જેવી એકબીજા પ્રત્યે ની લાગણી અને એકબીજાને સમજવાની શક્તિ કોઈ ગ્રુપમાં નથી .પણ તમારા લોકોનો એકબીજા પ્રત્યે નો પ્રેમ જોઈ ને આંખો ભરાઈ આવી ..." ઈશિતા બોલી...

" આપણા ગ્રુપનો... ઈશિતા ..."આદિ બોલ્યો..

" સોરી આપણા ગ્રુપ નો પ્રેમ જોઈને આંખો ભરાઈ આવી...."

નંદિની અચાનક બોલી...." hey guys... આજે સાંજનો તમારા લોકોનો કાંઈ ખાસ પ્રોગ્રામ...?"

નંદિની બધાને પૂછવા લાગી...

" ના ખાસ કોઈ પ્રોગ્રામ નથી નંદિની... પણ કોઈ પ્રોગ્રામ બનાવવો છે કે શું....?"

" હા રુદ્ર ...આજે તમારે બધાએ સાંજે મારા ઘેર આવવાનું છે... આપણે બધા સાથે બેસીને ખૂબ જ ગપ્પા મારીશું અને સાથે જ જમીશું..."

"અરે નંદિની.. ના યાર ...આવી બધી તકલીફ ની કોઈ જરૂર નથી...!"

" કેમ જરૂર નથી..."

" એક કામ કર નંદિની... તમે લોકો બધા પ્રોગ્રામ કરો, અમે બધા ફરી ક્યારેક આવીશું ..."વિરેન બોલ્યો.

" વિરેન ...હમણાં તો મોટુ ભાષણ આપતો હતો કે આપણું એક ગ્રુપ... મારું કે તમારું એવો કોઈ જ શબ્દ પ્રયોગ નહીં ...વગેરે ..વગેરે.... અને હવે તું જ આમ બોલવા લાગ્યો...?"

" હા વિરેન ... પ્રોગ્રામ થશે તો આખા ગ્રુપ નો થશે... ફક્ત આ પ્રોગ્રામ જ નહીં... બધા જ પ્રોગ્રામ. જો કોઈને આવી શકાય એવું ના હોય તો ફરી ક્યારેક કરીશું ...પણ જઈશું તો બધા સાથે જ નહિતર કોઈ નહીં જાય...." આદિ એ કહ્યું.

વિરેન ની પરીક્ષામાંથી નંદિની અને આદિ બંને ખરા ઉતર્યા હતા. તે તેમના મનને માપવા માટે જ આમ બોલ્યો હતો. હવે વિરેનને પૂરેપૂરો સંતોષ થયો કે આદિ અને તેમનું ગ્રુપ પણ અમારી સાથે એટલું જ મેચ થઈ જશે જેટલું તેઓ અત્યારે નંદિની અને એકબીજા સાથે છે....

" Ok sorry guys... મારો કહેવાનો મતલબ તો ફક્ત...

" ઓકે ...તો બધા પોતાના ઘરે મેસેજ કરી દો કે સાંજે બધા મારા ઘરે જમીને મોડા પહોંચશો...

નંદિનીએ પણ સુભદ્રાને ફોન કર્યો

" હેલો મમ્મી શું કરે છે...?"

" હા બોલ ...કાંઈ નહીં પણ તે કેમ કોલેજમાંથી અચાનક ફોન કર્યો... એની પ્રોબ્લેમ...?"

" ના મમ્મી કંઈ પ્રોબ્લેમ નથી .સાંજે છે ને મારા બધા જ ફ્રેંડ્સ ને આપણા ઘેર ઇન્વાઇટ કર્યા છે .તો અમે બધા કોલેજ થી છુટી સીધા ઘરે જ આવીશું અને તું છે ને...."

"બસ બસ નંદિની... હું સમજી ગઈ .સરસ મજાનું જમવાનું તૈયાર રાખીશ બરાબર...?"

" Oh my sweet sweet mom... મારા કહ્યા વગર જ મારા દિલની વાત સમજી ગઈ...! I love you mummy...!"

સાંજે બધા નંદિનીને ઘેર ગયા. રુદ્ર અને વિરેન બંનેએ એકબીજાને સાથે વાત કરી લીધી હતી કે નંદિનીના ઘેર જઈને જોઈએ તો ખરા કદાચ એના વિશે વધારે જાણવા મળે ... રુદ્ર હવે નંદિની વિશે જાણવા વધારે ઉતાવળો બન્યો હતો....

નંદિનીએ આવીને ડોરબેલ વગાડી અને સુભદ્રા એ દરવાજો ખોલતા જ સામે આદિ ,અવિનાશ પ્રતીક ,લીના અને જીયા ને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ... એના ચહેરા ઉપરથી એની ખુશી નો અંદાજ આવતો હતો...

" અરે તમે લોકો અહીંયા કેવી રીતે...? ક્યારે આવ્યા...? આવો આવો અંદર આવો બેટા... નંદિની હમણાં જ કોલેજ થી આવતી જ હશે..."

ત્યાં એ બધાની પાછળ થી નીકળી ને નંદિની સામે આવીને ઊભી રહી.

" એટલે તને આ લોકો રસ્તામાં જ મળી ગયા એમને....?"

ત્યાં તો નંદિનીના અમદાવાદ વાળા ફ્રેન્ડ્સ પણ બધા આવ્યા કે જેઓ પાછળ ઊભા હતા.

"અરે આવો આવો બધા અંદર આવો પછી નિરાંતે વાતો કરીએ...!"

સુભદ્રા એ બધાને અંદર બોલાવ્યા.. કરસનકાકા બધા માટે પાણી લઈને આવ્યા..

"નંદિની .. તમે બધા કોલેજથી થાકીને આવ્યા હશો તમારા બધા માટે સરસ આદુ વાળી ચા બનાવીને લાવું છું .તમે લોકો ત્યાં સુધી વાતો કરો..."

નંદિની બધા સાથે વાતોએ વળગી ત્યાં સુધીમાં સુભદ્રા સરસ મજાની ચા બનાવીને લાવી.

" આદિ ..સારું કર્યું તમે લોકો નંદિનીને મળવા માટે આવી ગયા નંદિની તમને બધાને ખૂબ જ યાદ કરતી હતી. હવે થોડા દિવસ બધા શાંતિથી સાથે જ રહો..."

સુભદ્રા ની વાત સાંભળીને બધા હસવા લાગ્યા સુભદ્રાને કાંઈ જ સમજ ના પડી.

" મમ્મી તારા માટે બીજી પણ સરપ્રાઈઝ છે .અને નંદિની એ પણ આજે એને કેવી રીતે એક પછી એક સરપ્રાઈઝ મળતી ગઈ એની વાત કરી .સુભદ્રા ખરેખર ખુબ જ ખુશ થઇ , ધનંજય પણ આ લોકોના પ્લાનમાં સામેલ હતા તે સાંભળીને સુભદ્રાએ પણ ખોટો ખોટો ગુસ્સો વ્યક્ત કર્યો.

નંદિની બોલી..." મમ્મી તમે મારા આ જૂના ફ્રેન્ડ્સને તો વર્ષોથી ઓળખો છો હવે હું તમને જેની વાત કરતી હતી તે મારા નવા ફ્રેન્ડસની ઓળખાણ કરાવું.

"એક મિનિટ બેટા... પપ્પા પણ આવી જ ગયા છે તો બંનેને સાથે જ ઓળખાણ કરાવી દે... "ધનંજય એકદમ આવીને બોલ્યા.

" અરે પપ્પા તમે આજે ઓફિસે થી વહેલા આવી ગયા.."

" હા બેટા મને સુભદ્રાએ ફોન પર જણાવ્યું કે તમારું ગ્રુપ આવવાનું છે તો તેમને મળવા અને તમારા બધાની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવા મળે એટલે ઓફિસેથી વહેલો આવી ગયો."

" હા પપ્પા પણ તમને તો આ બધી સરપ્રાઈઝની ખબર જ હતી તો મને કેમ કહ્યું નહીં...?" એમ બોલીને નંદિની ધનંજય ને વળગી પડી.

રુદ્ર અને તેમનું ગ્રુપ નંદિની, સુભદ્રા અને ધનંજય વચ્ચેના પ્રેમને અને તેમના સંબંધો વચ્ચે ની મીઠાશને માણી રહ્યું હતું. તેઓ તો જોઈ જ રહ્યા કે નંદિની તેના મમ્મી-પપ્પા સાથે કેટલી બધી ક્લોઝ છે ...! બિલકુલ એક બેસ્ટ ફ્રેન્ડ ની જેમ જ તેના મમ્મી-પપ્પા પણ તેની સાથે બીહેવ કરે છે. તેઓ નંદિનીને ખૂબ જ લક્કી માનવા લાગ્યા .રુદ્ર અને વિરેન નંદિની ના ઘરે આવ્યા ત્યારથી સુભદ્રા અને હવે ધનંજયને પણ નોટિસ કરતા હતા, પણ તેમને કંઈ જ ખબર પડતી નહોતી...

" Guys ..આ છે મારા મમ્મી અને મારા પપ્પા...

અને મમ્મી પપ્પા આ રુદ્ર ,વિરેન ,શાંતનુ ,અભિષેક ,કાવ્ય ,ઈશિતા ,સ્વાતિ ,વિશ્વા અને પ્રિયા..."

" નમસ્તે અંકલ... નમસ્તે આંટી ..."બધાએ તેમની નમસ્તે કર્યું

ધનંજય ની દ્રષ્ટિ હવે રુદ્ર પર કેન્દ્રીત થઈ...

આદિ ના આવવાથી હવે શું થશે મિત્રો...? શું નંદિની અને આદિ નજીક આવશે કે પછી રૂદ્રાક્ષની હકીકત નંદિનીને ખબર પડશે....? શું ધનંજય ની દ્રષ્ટિ રુદ્રાક્ષ ની અંદર કંઈક શોધી શકશે ખરી....? કે પછી નંદિની અને રુદ્રાક્ષ ની મુલાકાત હજુ પણ નહીં થાય .. .? જાણવા માટે વાંચો " રુદ્ર નંદિની "નો આગળનો ભાગ...


ક્રમશઃ........***