રુદ્ર નંદિની - 15 BHAVNA MAHETA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

રુદ્ર નંદિની - 15


પ્રકરણ 15

ધનંજય બોલ્યા.." રુદ્રાક્ષ અને નંદિનીને મળવા તો દે પછીની વાત પછી..." એમ કહીને ધનંજયે વાતનેે ટાળી દીધી.

રુદ્રાક્ષ અને વિરેન રાત્રે તેમની રોજની મળવા ની જગ્યા ભિખલા ની કીટલી ઉપર ભેગા થયા .રુદ્ર એ ચાનો ઓર્ડર આપ્યો. ચાની ચુસ્કી લેતા લેતા બંને વાતોએ વળગ્યા. બંને કરતા તો હતા આડીઅવળી વાતો પણ બંને ને ખબર હતી કે તેઓ ને નંદિની વિશે વાત કરવી છે છેવટે વિરેન બોલ્યો.

" રુદ્ર તને શું લાગે છે...?"

" કઈ બાબતમાં..?"

" નંદિની ની બાબતમાં.....?

" સાચું કહું ને વિરેન ....પહેલા તો તેણે પોતાનું નામ ' નંદિની ' કહ્યું ,ત્યારે મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું હતું .એક ક્ષણ માટે મને એવું લાગ્યું કે શું આજ મારી નંદિની..... ? પણ પછી જ્યારે ઈશિતા એ તેને તેનું પુરુ નામ પૂછ્યું અને જ્યારે એણે પોતાનું પૂરું નામ અને તેના પપ્પા વિશે જણાવ્યું... ત્યારે મારી બધી જ આશા ઉપર પાણી ફરી વળ્યું .આમ જોતાં તો સારું જ થયું કે ઈશિતાને એનું પુરુ નામ પૂછવાનું સૂઝ્યું હું વધારે સમય ખોટી આશામાં ના રહ્યો..."

" રુદ્ર એક વાત કહું...?"

" હા બોલ ...શું વાત છે...?"

" ઈશિતા તારી અને નંદિની વિશે જાણી ગઈ છે....?"

" What....? કેવી રીતે....? તે કહ્યું...?"

" તને લાગે છે રુદ્ર ...કે હું આમ તારી આટલી પર્સનલ વાત બધાને કહેતો ફરું....?!!"

" Of course not વિરેન.... પણ પછી ઈશિતાને કેવી રીતેેે ખબર પડી...? મને લાગ્યું કે કદાચ તમારા બંનેના એકબીજા પ્રત્યેની સોફ્ટ ફિલિંગ્સ ના કારણે તે વાત કરી હશે....!!!"

" ના રુદ્ર હજુ સુધી અમારા સંબંધ એટલા બધા પણ નાજુક નથી બન્યા કે હું ઈશિતાને આમ સાવ પર્સનલ વાત કરું."

" તો પછી તે એને પૂછ્યું કે એને કેવી રીતે ખબર પડી મારી અને નંદિની ની બાબતમાં....?"

" તને ખબર છે આજે સવારે અમારે બંને ને કોલેજમાં આવતાં થોડું મોડું થયું હતું..."

" હા યાર.. પણ પેલા તેજસ ની મસ્તીમાં એ વાત પૂછવાની તો રહી જ ગઈ.. ક્યાંં ગયા હતા તમે લોકો....?"

" હું જ્યારે ઈશિતાને પીક અપ કરવા એના ઘરે ગયો તો એ મારી રાહ જોઈને જ ઉભી હતી. મને જોઈને" Hi.... " કહીને મારા ખભા ઉપર હાથ મૂકીને... પાછળ મારી પીઠને એકદમ સ્પર્શીને બેસી ગઈ ...હંમેશા મારી બાઈક પાછળ અંતર રાખીને બેસવા વાળી ઈશિતા નું આમ સાવ નજીક બેસવું..... ખભા ઉપર હાથ મૂકવો.... આ બધું મને ચોંકાવનારુ લાગ્યું .આમ પણ કાલથી એક પછી એક ઝટકા આપતી ઈશિતા નો આ સૌથી મોટો ઝટકો હતો મારા માટે ...અને મેં એની સાથે વાત કરવાનું નક્કી કર્યું. હું તેને તેના ઘરની પાસે જે ગાર્ડન છે ત્યાં લઈ ગયો ,અને વાત કરવાની કોશિશ કરવા લાગ્યો.

" પછી શું કહ્યું ઈશિતાએ...?"

" રુદ્ર ...હું ઈશિતાને કેવી રીતે પૂછવું ....!? એ જ વિચારતો રહ્યો ,ત્યાંં તેણે જ મારી મૂંઝવણ પારખી લીધી ને વાતની શરૂઆત કરી .તેણે જ્યારે એમ કહ્યું કે એને તારા અને નંદિનીના લવ વિશે ખબર પડી ગઈ છે ....ત્યારે તો મેં 440 વોલ્ટનો ઝટકો અનુભવ્યો..."

" તારા ઝટકા બંધ કરીને એ કહે ને કે એને ખબર કેવી રીતે પડી ...?"રુદ્ર હવે જાણવાની ઉતાવળમાં હતો..

" આપણે જ્યારે રિવરફ્રન્ટ પર ગયા હતા ને વાતો કરવા માટે, ત્યારે એ પણ એના ફેમિલી સાથે આવી હતી. આપણને બંનેને જોઈ ને થોડીવાર પછી એ મળવા આવી... ત્યારે તેણે આપણા બંનેની વાતો સાંભળી લીધી . એણે કહ્યું કે....." sorry મારે તમારી આમ સાવ પર્સનલ વાતો છુપાઈનેે સાંભળવી ના જોઈએ ,પણ રુદ્ર્ર ના દિલમાં શું છે એ જાણવું મારા માટે ખૂબ જ મહત્વનું હતું તેથી મેં સાંભળ્યું..."

" ઓહ... વીર.. એક રીતે તો સારું જ થયું કે ઈશિતા ને ખબર પડી ગઈ .નહીંતર આપણે એને કેવી રીતે સમજાવી શક્યા હોત...?"

" હા રુદ્ર ...પછી તને ખબર છે...? એને ફક્ત આટલી જ નહીં પણ મારા દિલમાં એના પ્રત્યે જેે ફીલિંગ્સ વાળી વાત કરી હતી... એ બધું જ સાંભળી લીધું...

" What...? અચ્છા...!! તો એટલેે એ તારા પ્રત્યે થોડી થોડી ઢળતી જાય છે..."

" રુદ્ર ...એણે શું કહ્યું ખબર છે ....?એણે કહ્યું...' વિરેન તું મને કદાચ કેરેક્ટર લેસ છોકરી સમજતો હોઇશ ને...? કેે રુદ્રના દિલમાં મારા પ્રત્યે કોઈ ફિલીંગ નથી એટલે હું તારા તરફ ઢળવા લાગી .પણ વિરેન મને રુદ્ર ની વાત સમજાઈ ગઈ છે ,રુદ્ર પ્રત્યે મને ફક્ત એક આકર્ષણ હતું ,પ્રેમ નહીં... રુદ્ર જેટલો પ્રેમ નંદિની ને કરે છે , એનો તો અંશ માત્ર પ્રેમ મારા દિલમાં રુદ્ર પ્રત્યે નથી...' એમ કહેતા એની આંખોમાં આંસુ આવી ગયા હતા.

" તો વિરેન... તારે એને પ્રેમથી સમજાવવું જોઈતું હતું કે તું એના પ્રત્યે એવું કાંઈ જ નથી વિચારતો...!"

"તને શું લાગે છે...? હું એટલો બધો ડોબો છું....!? મેંં એને પ્રેમથી સમજાવી રુદ્ર... અને એ સમજી પણ ગઈ ...પણ હવેે પાછી એ મારાથી થોડી દૂર થઈ ગઈ હોય એવું લાગ્યું..."

" કાંઈ નહિ એ દૂરી પણ દૂર થઈ જશે... don't worry....."

રુદ્ર ની વાત સાંભળીને વિરેન હસવા લાગ્યો..." રુદ્ર તું હજુ પણ મારાથી કંઈ છુપાવે છે ,કંઇક તો છે કે જે તું મહેસૂસ કરી રહ્યો છે...."

" હા વિરેન... હું તને એ જ વાત કરવાનો હતો .પણ આ તારું ' ઈશિતા પ્રકરણ ' ખુલ્યું એટલે મારું' નંદિની પ્રકરણ ' બંધ થઈ ગયું..."

" સારું ..સારું... ચાલ હવે નૌટંંકી કર્યા વગરનો બોલનેે છાનો માનો.....!!"

રુદ્ર થોડો સિરિયસ થઈ ગયો..." વિરેન ભલે નંદિની મારાથી દુર હોય પણ અમારા બંનેની વચ્ચે કાંઈક તો એવું છે, જે અમને બંનેને એક સાથે બાંધે છે .આ છોકરી નંદિની... પોલીસ ઓફિસર ની દીકરી.... ખબર નહીં મારી નંદિની ન હોવા છતાં મનેેે એના તરફ અદમ્ય ખેંચાણ થાય છે વિરેન ...ક્યારેય કોઈને સામેથી ડ્રોપ કે પીક અપ કરવાનું ન કહેવા વાળો આ રુદ્ર ખબર નહીં આજે કેમ નંદિનીને ડ્રોપ કરવાનું કહેવા લાગ્યો ....!! વિરેન મને મારું દિલ કહી રહ્યું છે કે આની સાથે મારે કંઇક તો કનેક્શન છે જ... પણ શું...? એ જ સમજમાંં નથી આવતું વિરેન....મને ખબર છે કે આ મારી નંદિની નથી... એના પપ્પા નું નામ જુદું છે ...એ પોલીસ ઓફિસર ની દીકરી છે ...જ્યારેે મારી નંદિની તો સીધાસાદા મહાદેવના ખુબજ આસ્થાવાન મહંત ની દીકરી ....આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. જરા જેટલું પણ સામ્ય નથી. છતાં જ્યારે એના ચહેરા સામે જોઉં છું ને વિરેન...! તો મને એમાં મારી નંદિની નો સાત-આઠ વર્ષનો ચહેરો દેખાય છે ....આ બધી શી ગૂંચવણ છે...? એ જ ખબર નથી પડતી... અત્યારે પણ મારું મન એના જ વિચારોમાં ખોવાયેલું છે... એના ચહેરા સાથે હુંં મારી નંદિની નો ચહેરો લાવીને કંઈક શોધવાનો પ્રયત્ન કરું છું ...આવું કેમ...?"

"રુદ્ર ...મારી વાત સાંભળ.... તુંં અને નંદિની બંને ભલે દૂર રહ્યા, પણ બંને એવા નાજુક સંબંધના તાંતણે બંધાયેલા છો કે મને લાાગે છે તારા મનની આ ગડમથલ પણ થોડાક દિવસોમાં જ દૂર થઈ જશે...."

" એ કેવી રીતે વિરેન....?"

" આપણે એક કામ કરીએ... હવે નંદિની તો આપણા ગ્રુપની મેમ્બર બની જ ગઈ છે .તો એની સાથે વધારે ને વધારે સમય વાતો કરીને એના વિશે થોડુંં વધારે જાણવાનો પ્રયત્ન કરીએ તો....?"

" પણ આમ કોઈને પર્સનલ વાત....!!"

" આપણે ક્યાં જબરજસ્તીથી એની પર્સનલ વાતો પૂછવી છે ...?પણ નંદિનીને જોતા તે ખૂબ જ લાગણીશીલ છોકરી લાગે છે .એ એની વાતો જાતે જ આપણી સાથે શેર કરશે. જ્યારે તે તારી સાથે થોડી ઇમોશનલી ટચ થતી જશે ત્યારે.‌‌"

" પણ ત્યાં સુધી ધીરજ રાખીને રાહ જોવામાં જ મજા છે.. નહીંતર ઉતાવળ કરવાથી આપણને કશું જ હાથ નહીં લાગે રુદ્ર..."

" હા વિરેન... તું સાચું જ કહે છે .મારું દિલ કહે છે કે આપણે આ નંદિની વિશે થોડી વધારે માહિતી મેળવવી જોઈએ ...અને એવી રીતે કે જેથી નંદિનીના દિલને હર્ટ પણ ના થાય.... ok....?"

" Ok ...ચાલ હવે ઘરે જઈએ ...બહુ મોડું થઈ ગયું છે."

" Ok bye... કાલે મળીએ કોલેજમાં...."

*. *. *.


થોડા દિવસોમાં તો નંદિની પણ રુદ્ર અને વિરેન ના ગ્રુપમાં હળી મળી ગઈ હતી. ધનંજયે તેને એકટીવા પણ લાવી આપીને તેની સરપ્રાઇઝ આપી હતી. ધનંજય નું માનવું હતું કે પોતાના સંતાનો મોટા થાય એટલે માતા-પિતાએ સંતાનોનેે પોતાના સપનાના આકાશનેે મેળવવા માટે ઉડાન ભરવા પાંખો આપવી જોઈએ .ધનંજય પાંખો કાપવા માં નહીં પણ પાંખો આપવામાંં વિશ્વાસ ધરાવતા હતા.' તમે તમારા સંતાનો ઉપર વિશ્વાસ મૂકશો તો તમારા સંતાનો તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડે '...એવું માનવાવાળા ધનંજય હવે નંદિનીને પોતાના સપનાનુંં આકાશ આપવા માંગતા હતા .તેથી દરરોજ ડ્રાઇવર સાથે અત્યાર સુધી સ્કૂલમાં જવા વાળી નંદિની એકટીવા જોઈને ખુશી થી ઉછળી પડી હતી. અને હવે તે એકટીવા લઈને એકલી જ કોલેજ જતી આવતી થઈ હતી .બીજી બધી ગર્લ્સ ની જેમ તે પણ કોલેજ લાઈફ ને મુક્તપણે પરંતુ મર્યાદાની સીમામાં રહીને માણવા માંગતી હતી.

નંદિની ઘરે આવીને હંમેેશા રુદ્રના ચહેરામાં પોતાના રુદ્રાક્ષનો ચહેરો શોધવાનો પ્રયત્ન કરતી રહેતી. અને રુદ્રાક્ષ પોતાની નંદિની નો....! પરંતુ રુદ્રમાં હવે યુવાની ના લક્ષણો સ્વરૂપે દાઢી મુછ ના વાળ.... ચહેરાનો બદલાવ ..હાઈટ બોડી માં વધારો... મસલ્સ..... આ બધો બદલાવ આવી ગયો હોવાથી... નંદિની તો શું કોઈ પણ આ યુવાન રુદ્રાક્ષને ઓળખી ન શકે એવો બદલાઈ ગયો હતો. એવું જ નંદિનીનું પણ હતું . નાની પારેવા જેવી નંદિની હવે પૂર્ણપણે વિકસિત થઇ ગઇ હતી ...યુવાનીના ઉંબરા માં પગ મૂક્યા પછી તેની કાયા એ યુવાનીના શણગાર સજવા ના શરૂ કરી દીધા હતાં ..પૂનમના ચંદ્રની જેમ નંદિની પણ પુર બહારમાં સોળે કળાએ ખીલી હતી. પુરી કોલેજમાં એના જેવી બ્યુટીફુલ અને ગોર્જિયસ છોકરી એક પણ નહોતી. જાણે કે સૌંદર્ય ની મૂર્તિ સમી પ્રતીત થતી હતી તો બિચારા રુદ્રનું શું ગજુ કે આ સૌંદર્ય ની પરાકાષ્ઠા સમી નંદિની મા એ પોતાની નિર્દોષ અનેેે માસૂમ નંદિની ઓળખી શકે...? આમને આમ કોલેજમાં ભણતા ભણતા અને મજાક મસ્તી કરતા કરતા દસ-બાર દિવસો પુરા થવા આવ્યા....

આજે કોલેજમાં બધા કેન્ટીનમાં હતા .અત્યારે હજુ લેક્ચર શરૂ થવાને ઘણીવાર હતી તેથી બધા કેન્ટીનમાં ગપ્પા લગાવતા બેઠા હતા. કારણ કે આજે એડમિશન પ્રક્રિયા નો બીજો રાઉન્ડ બહાર પડ્યો હોવાથી જે સ્ટુડન્ટને આ કોલેજમાં એડમિશન મળ્યું હતું, તેઓ પણ કોલેજ માં આવતા હતા .....અને પાછા સિનિયર્સ નવા આવનારા ફ્રેશર્સ ની ફીરકી લેવા માં મસ્ત હતા..

આમ લગભગ આજનો આખો દિવસ આમ જ પસાર થવાની ગણતરી હોવાથી... રુદ્ર અને તેનું આખું ગ્રુપ કેન્ટીનમાં આવીને બેસી ગયું... નંદિની પણ તેમની પાસે આવીને ગપ્પા મારવા લાગી. તે આજે થોડી અપસેટ લાાગી રુદ્ર એ તરત જ પૂછ્યું...

" એની પ્રોબ્લેમ....? નંદિની...."

" નો ...કંઈ જ નહીં..."

" તો પછી તું આજે મૂડ ઓફ કેમ લાગે છે....?

" હા રુદ્ર... સુરતના મારા બધા ફ્રેન્ડ્સ રોજ મારી સાથે કલાકો વાતો કરતા.. પણ હમણાં ત્રણ-ચાર દિવસથી એક પણ ફ્રેન્ડ મારો ફોન રિસીવ નથી કરતો... શું થયું હશે ....?"

" સુરતના ફ્રેન્ડ....?" રુદ્ર અને વિરેન બંનેેે સાથે બોલી ઊઠ્યા... ઈશિતા એ પણ ચોકીને નંદિની સામે જોયું...

" હા સુરતના... અરે મેંં તમને કહ્યું નથી નહીં....? sorry guys ...હુંં કોલેજમા આવી ત્યારે જ અમે અમદાવાદ શિફ્ટ થયા... પહેલા અમે સુરત રહેતા હતા... પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી તો હું સુરતમાં જ ભણી .આ તો પપ્પા નું પ્રમોશન અને ટ્રાન્સફર થઇ હોવાના કારણે હમણાં જ અમદાવાદ શિફ્ટ થવું પડ્યું.

રુદ્ર આગળ પૂછવા જતો હતો પણ વિરેને રુદ્ર નો હાથ દબાવીને તેને એમ કરતાં રોક્યો. રુદ્ર સમજી ગયો અને આગળ કાંઈ ના પૂછ્યું. એને પણ થયું કે નંદિનીને અત્યારેજ બધું પૂછવું યોગ્ય નથી .જેમ આ વાત એણે પોતાની જાતેેેે જ કહી છેેેે એમ એ એની જાતે જ બીજુંં બધું જણાવશે....

" હશે કોઈ કામ... તું ચિંતા કેમ કરે છે ....?don't worry ...."ઈશિતા બોલી...

" પણ ઈશિતા.... બધાને એક સાથે જ કામ આવે.....? કોઈક તો મારો ફોન ઉઠાવેને ....?મારુ મન આજે ખૂબ જ બેચેન બન્યું છે ...!" એમ કહીને નંદિની પાછી ઉદાસ થઈ ગઈ અને એની આંખોના ખૂણા ભીના થઇ ગયા.

રુદ્ર આ ભાવુક અને લાગણીશીલ નંદિનીને જોઈ જ રહ્યો. એ વિચારવા લાગ્યો કેે મારી નંદિની પણ આવી જ રીતે વાતવાતમાં ખૂબ જ લાગણીશીલ બની જતી.... એનું મન પાછું એની નાનકડી નંદિની પાસે પહોંચી ગયું .રુદ્ર ને વિચારોમાં ખોવાઈ ગયેલો જોઈને નંદિનીએ રુદ્રના ફેસ સામે ચપટી વગાડી અને બોલી...

" Oh hello ..રુદ્ર ...?મારા ફ્રેન્ડસ ની જેમ તું પણ ક્યાંં ગાયબ થઈ ગયો...?

રુદ્ર વર્તમાનમાં પાછો આવ્યો એ નંદિનીને જોઈ જ રહ્યો.... પછી તેને પોતાની સ્થિતિનું ભાન થતાં આડુંઅવળું જોવા લાગ્યો... આમતેમ આડુંઅવળું જોવામાં તેણે જોયું કે એક હાથમાં બેગ અનેે બીજા હાથમાં મોબાઈલ પકડીને બે girls આ બાજુ ધીમે ધીમે આવી રહી છે. તે બંને ખૂબ જ બ્યુટીફૂલ અને સારા ઘરની છોકરીઓ લાગે છે .પણ તેઓ એમના ગ્રુપ બાજુ દબાતા પગલે કેમ આવી રહી છે...? તેની કાંઈ સમજ ના પડી ...બંને ગર્લ્સનું ધ્યાન રુદ્ર ની તરફ ગયું.. એમને ખબર પડી કે તેમને એ છોકરો જોઈ રહ્યો છે... બંનેએ નાક ઉપર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઈશારો કર્યો.....

હવે રુદ્ર એ પણ જે થાય એ જોવાનો ઈરાદો બનાવી લીધો હતો .તેને થયું કે ..."હશે કોઈ ઈશિતા કે સ્વાતિ કે બીજી કોઈ એમના ગ્રુપની ઓળખીતી....!!!"

હવે તે બંને ખૂબ જ નજીક આવી ગઈ હતી લગભગ ઈશિતા અને નંદિની એકદમ પાછળ ...એમાંથી એક છોકરી એ પોતાની બેગ ધીરે રહીને નીચે મૂકી.... અને સેલ ફોન બીજી છોકરીના હાથમાં પકડાવી દીધો ...અને અચાનક નંદિની ની બંને આંખો બંધ કરી દીધી...

આમ અચાનક પોતાની બન્ને આંખો બંધ થવાના કારણે નંદિની ખૂબ જ નવાઈ પામી. એને થયું કે અહીંયા તો એ આ ગ્રુપ સિવાય બીજા કોઈ ને પણ ઓળખતી નથી તો કોણ હશે કે જેને મને સરપ્રાઈઝ આપવા આમ આંખો બંધ કરી છે .‌....? તેણે પોતાના હાથ પોતાની આંખો ઉપર ના હાથ ઉપર મૂક્યા...

નંદિની સાથે રુદ્ર અને બીજા બધા ફ્રેન્ડસ પણ એ જોઈ રહ્યા કે આ કોણ છે ..જેણે આમ નંદિની ની આંખો બંધ કરી છે... પણ જેવો નંદિની એ પોતાનો હાથ એની આંખો બંધ કરનાર ના હાથ ઉપર મૂક્યો કે એના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ...

બધા ખુબજ ડરી ગયા.. પણ પછી નંદિની નો અવાજ સંભળાયો.... " Oh my God.... જીયા તુ ....? અહીં....?" હવે પેલી છોકરીએ પોતાના હાથ ખોલી નાખ્યા.... નંદિની ઊઠીને પાછળ ફરી અને જીયાને વળગી પડી...

" જીયા ...તું અહીં કેવી રીતે... I am surprised yaar ....!!! તને ખબર છે મને તમારા લોકોની કેટલી બધી યાદ આવતી હતી....? કેટલા દિવસથી તમારામાંથી કોઈ મારો ફોન પણ નહોતા ઉઠાવતા કેમ.....? " કહીને પછી નંદિની જીયા ને વળગી પડી....

" નંદિની ....એને બોલવાનો ચાન્સ તો આપ...!!! બિચારી ક્યારની તને કશુંક કહેવાનો પ્રયત્ન કરે છે અને તું છે કે બોલે જ જાય છે...." રુદ્ર બોલ્યો...

" Hi .....I am Rudra...."

" Hi ....I am jiya...."

" I know .... નંદિની એ અત્યાર સુધીમાં લગભગ ઘણીવાર તારું નામ લીધું ....પણ એક મિનિટ તમે તો બે હતા ને ....? એક ગર્લ ક્યાં ગઈ....?"

" બે .....? બીજું કોણ જીયા....!?"

" જીયા રુદ્ર ને આંગળી મૂકી ઈશારો કરવા જતી હતી પણ ત્યાં સુધીમાં તો રુદ્ર એ બોલી નાખ્યું હતું... તેથી બીજી છોકરી કે જે હજી સુધી નંદિની ની સામે નહોતી આવી તે બહાર નીકળી....

પાછી નંદિની સ્ટેચ્યુ બનીને ઊભી જ રહી... લીના કે જે અત્યાર સુધી જીયાની પાછળ છુપાયેલી હતી ...તે હવે નંદિની ની એકદમ પાસે આવી બોલી... "Oh hello medam ....ફક્ત જીયા જ નહીં અમે પણ છીએ .... અમારી ઉપર પણ એક નજર નાખો..."

નંદિની હવે લીના ને ગળે બાઝી પડી ...નંદિની લીના અને જીયા ત્રણેય એક બીજા ને વળગી પડ્યા... તેમનું આવું પ્રેમ સભર દ્રશ્ય જોઈને રુદ્ર અને તેમનું આખું ગ્રુપ ઈમોશનલ થઈ ગયું..

" Not fair Nandini ...અમે પણ છીએ થોડું એટેન્શન અમને પણ મળવું જોઈએ ને ...?Whats up guys..….?"

નંદિનીએ બંનેથી છૂટા પડીને જોયું તો લગભગ ચક્કર ખાઈ જાય એવી સરપ્રાઈઝ હતી તેને માટે .પ્રતીક અને અવિનાશ બંને જણાં હસતા હસતા તેની સામે ઉભા હતા.

એ બંનેને જોઈ ને રુદ્ર અને તેના આખા ગ્રુપને લાગ્યું કે..... આ બંને અચાનક ત્યાંથી પ્રકટ થયા....? અને આ બધું શું છે...?

નંદિનીને પણ આજે આટલા બધા સરપ્રાઈઝ મળતા હતા તે જોઈને ચક્કર આવવા લાગ્યા .અવિનાશ અને પ્રતીક બંને તેની પાસે આવ્યા. નંદિની તો તેમને જોઇ જ રહી હતી .તેની આંખોમાંથી આંસુ આવી ને ગાલ સુધી પહોંચી ગયા હતા.

નંદિની જેટલા પ્રેમથી લીના અને જીયાને વળગી પડી હતી... એટલા જ પ્રેમથી અવિનાશ અને પ્રતીક બંને ને વળગી પડી .અવિનાશ અને પ્રતીક બંને નંદિનીને બાઝી પડ્યા...." કેમ છે નંદિની .....!!? કહેતા ....કહેતા તો અવિનાશ પણ સાવ ઈમોશનલ થઈ ગયો હતો...

" મજામાં..."

" કેટલા દિવસે આવી રીતે મળ્યા નહીં ...? "પ્રતીક બોલ્યો... અને પાછો નંદિનીને ભેટી પડ્યો... તેમનું આમ પ્રેમથી એકબીજાને hug કરવું અને મળવું જોઈને રુદ્ર અને વિરેન બંનેને તેમની ફિલિંગસ અને ગ્રુપની મજબૂતી નો ખ્યાલ આવી ગયો... તેમના ગ્રુપના લોકોને એ સમજતા વાર ના લાગી કે આ લોકો નંદિનીના સુરત વાળા ગ્રુપ મેમ્બર છે....


તમને શું લાગે છે વાચકમિત્રો ....રુદ્ર અને વિરેન નંદિની વિશે પૂરી તપાસ કરશે ....? શું એમને નંદિની ની સાચી ઓળખાણ એમના ગ્રુપ વાળા પાસેથી મળશે...? એમના ગ્રૂપના લોકો એમને મળવા આવ્યા તો આદિ કેમ નહીં આવ્યો હોય ....? જાણવા માટે વાંચો " રુદ્ર નંદિની " નો આગળ નો ભાગ.... તમને મારી નવલકથાનું આ પ્રકરણ પસંદ આવ્યું હોય તો વધારે રેટિંગ આપી મારા ઉત્સાહમાં વધારો કરશો.....


ક્રમશઃ........