વિવાહ એક અભિશાપ - ૨૪ - અંતિમ ભાગ jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિવાહ એક અભિશાપ - ૨૪ - અંતિમ ભાગ

આગળ ના પ્રકરણ માં જોયું કે વિક્રમ અને અમર ને પહેલી નો જવાબ જે નંદી હોય છે એ મળતા જ તપાસ કરે છે ખાસા પ્રયત્ન ના અંતે નંદી ની મુર્તિ ખસે છે જેની નીવચે એક લાકડા નું પાટિયું હોય છે જેને ખસેડતા એક ભોંયરુ મળે છે જેમાં નીચે ઉતરવા ના પગથીયા હોય છે.બંને એ ભોંયરા માં જાય છે જ્યાં સામે પાર એક પથ્થર પર ત્રિશુળ હોય છે .લોકેટ કે જે એક ચાવી હોય છે તેને દિવાર પર કોતરેલા નિશાન પર રાખતા ફીટ થઇ જાય છે અને ચાવી ની જેમ કરે છે .સામે પાર જવા માટે એક રસ્તો આવી જાય છે .સામે પાર ના પથ્થર ની આજુબાજુ ઘણા સાપ ત્રિશુળ ની રક્ષા કરતા હોય છે પણ લોકેટ હોવાથી બધા સરકી ને દર માં જતા રહે છે.અને પછી વિક્રમ અને અમર બંને ત્રિશુળ લઇ લે છે અને બહાર આવીને પોતા ના લક્ષ્ય તરફ આગળ વધે છે.
**********************************************
વિક્રમ અને અમર જ્યારે ચંદનગઢ પાછા આવે છે ત્યાં સુધી માં રાત ના સાડા નવ થઇ ગયા હોય છે .અદિતિ ની બલિ ચઢવા નો સમય નજીક માં જ છે ખબર નહિ અઘોરી અદિતિ ને ક્યાં લઇ ગયો હશે એને શોધવા નો સમય બિલકુલ નથી એમ વિચારો કરીને વ્યાકુળ થાય છે એ જોઇ ને અમરે કહ્યું ,"તું ચિંતા ના કર, આપણે ત્રિશુળ શોધી લીધું છે અદિતિ ને પણ શોધી લઇશું.
વિક્રમે એકદમ વિચાર કરી ને કહ્યું ,"હા ,કદાચ અઘોરી એ હવેલી માં હોઇ શકે છે.કેમ કે એ હવેલી ની આજુબાજુ પણ કોઇ ફરકતુ નથી ."
અમરે જીપ ને હવેલી તરફ વાળી .હવેલી માં જઇ ને વિક્રમે અદિતિ ને મોટા સાદે બોલાવવા નું શરુ કર્યું ,પણ કોઈ પ્રત્યુત્તર ના મળ્યો.
પણ હીર નો અવાજ આવ્યો ,"અદિતિ ને શોધવી છે તો મારી પાછળ આવો."
વિક્રમ અને અમરે બંને એ હીર ને જોઇ. રાજકુમારી ના શ્વેત વસ્ત્રો માં એક દિવ્ય પડછાયા ના જેવી હીર ને જોઈ ઇનસ્પેક્ટર અમર તો આભો જ બની ગયો.કેમ કે એ પહેલી જ વાર કોઈક આત્મા ને જોઇ રહ્યો હતો.વિક્રમ માટે તો બધું નોર્મલ હતુ.
બે ય જણા એ હીર નો પીછો કર્યો.હીર એમને દાદર પર થી ડાબી તરફ ના છેલ્લા ખંડમાં લઇ ગઇ.ત્યાં દિવાલ પર લાગેલી એક વિશાળ કદ ની તસવીર ને હટાવવા નું કહ્યું .જે હટાવતા જ સામે ની દિવાલ ખુલી ગઇ અને ત્યાં લાકડા નો દરવાજો દેખાયો .એ દરવાજો ખસેડતા ત્યાં થી આગળ જવાનો રસ્તો હતો.બે ય એ રસ્તા માં આગળ વધતા ગયા. છેવટે લાંબુ અંતર કાપ્યા પછી ધીમે ધીમે મંત્રોચ્ચાર સંભળાવા લાગ્યા.જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ એ અવાજ મોટો અને સ્પષ્ટ થવા લાગ્યો.
આખરે એ રસ્તો ગુફા માં ખુલતો હતો જ્યાં અઘોરી વિષાનંદ શરીર પર ભસ્મ ચોળી હવન કરી રહ્યો હતો .એક પથ્થર પર અઘોરી નો મ્રુતદેહ પડ્યો હતો. સામે એક ભયંકર લાગતી વિશાળ કદ ની મુર્તિ હતી જેના પર ખોપરીની માળા ચડાવેલી હતી લાલ કંકુ થી રંગેલી એ મુર્તિ એ વધારે ભયાનક લાગતી હતી .અદિતિ એક મોટા પથ્થર પર સુતેલી હતી એના હાથ સાંકળે થી બંધાયેલા હતા.
વિક્રમ અને અમર થોડા આગળ વધ્યા અને જ્યારે વિષાનંદ નો ચહેરો જોતાં જ ચમક્યા અને બે ય ના મોઢા માંથી એકસાથે નીકળી ગયુ ,"મિહિર ? "
એ સાંભળીને વિષાનંદે એમની ભયાનક દ્રષ્ટિ થી જોયુ ,અને આવેશ માં આવીને એમના શિષ્યો ને આંખો થી એ બંને ને રોકવા નો આદેશ આપ્યો.
છ થી સાત જણ અઘોરી જેવા લાગતા હટ્ટા કટ્ટા અને વિકરાળ બાવા ઓ એ આવીને વિક્રમ અને અમર બંને ને ઘેરી લીધા .
અને બંને પર પ્રહાર કરવા નું શરુ કરી દીધુ.વિક્રમ અને અમર બંન્ને એ શરુઆતમાં મુકાબલો કર્યો પણ પછીથી અમરે રિવોલ્વર કાઢીને ફાયર કર્યું પણ એકે ય કોઈ અસર ના થઇ એટલે વિક્રમે અમર ને કહ્યું , "આમના ઉપર ત્રિશુળ ની જ અસર થશે.તું એ લેતો આવ હું ત્યાં સુધી હું આમને વ્યસ્ત રાખું છુ. અમર એ બધા થી પોતા ની જાત ને બચાવતો પાછો સુરંગ માં જતો રહ્યો .ત્યાં સુધી વિક્રમ એમના ચેલાઓ દ્વારા કરવા માં આવતા પ્રહાર થી પોતાને ક્યારેક બચાવી લેતો તો ક્યારેક એમનો માર સહન કરી લેતો.
અમર જીપ માંથી ત્રિશુળ લઇ ને પાછો આવે છે પણ ત્યાં સુધી વિક્રમ એમનો સામનો કરી ને થાકી ગયો હોય છે અને ઘાયલ પણ થઇ ગયો હોય છે.અમરે આવીને વિક્રમ ના નામ ની બુમ પાડી ને ત્રિશુળ એની તરફ ફેંક્યુ .વિક્રમે એ ઉપાડી ને બધા જ ચેલાઓ ઉપર ત્રિશુળ નો વાર કર્યો કે બધા જ ગાયબ થઇ ગયા.
વિષાનંદે એ જોયુ કે તરત જ એણે એક મંત્ર બોલતા જ એક પિશાચ કે જે ચંદર હોય છે આવી જાય છે .એણે આવતા વેંત જ અમર નુ ગળુ પકડ્યુ ને એને ઉછાળીને દુર ફેંકી દીધો. જેના થી ઇનસ્પેક્ટર અમર ના માથા માં વાગ્યુ અને એ બેહોશ થઇ ગયો.અને પછી ઉભો જ ના થયો.
હવે પિશાચ જેવો વિક્રમ ની નજીક જાય છે વિક્રમ એ જેવો ત્રિશુળ નો વાર એના પર કર્યો કે એનું શરીર બળવા લાગ્યુ. અને એ બળી ને ભસ્મ થઇ ગયો .
એ જોતાજ વિષાનંદે ઉંચા અવાજે મંત્રોચ્ચાર કરી ને આહુતિ આપી .એ સાથે જ ગુફા માં ભુકંપ આવ્યો. ચારેબાજુ થી જમીન ધ્રુજવા લાગી દિવાલો કંપવા લાગી મોટા મોટા પથ્થરો પડવા લાગ્યા અને એ પહેલા કે વિક્રમ પોતાને બચાવે એક મોટો પથ્થર વિક્રમ પર પડ્યો અને વિક્રમ નો હાથ અને ત્રિશુળ બંને પથ્થર નીચે દબાઇ ગયા.
વિક્રમ દર્દ થી પીડાવા લાગ્યો એણે બહુ પ્રયત્ન કર્યો પણ અમર પણ બેહોશ થઇ ગયો હતો અને એ એકલો પથ્થર ખસેડી શકે એમ નહોતો.એણે બુમ પાડી ને કહ્યું ,"મિહિર ,તુ ગમે તે થાય તે કરી લે પણ હું તને અદિતિ ની બલિ તો નહિ જ ચડાવવા દઉં."
આ સાંભળીને વિષાનંદ વિધિ કરતા કરતા રોકાઇ જાય છે અને હસવાનું ચાલુ કરે છે જે ધીમેધીમે ભયંકર અટ્ટહાસ્ય બની જાય છે જે સાંભળીને ભલભલા ના કાળજા બેસી જાય.
પછી એ તિરસ્કાર પુર્વક બોલ્યો," મુર્ખ, તુ હજુ ય મને મિહિર જ સમજે છે .સત્ય તો એ છે કે મિહિર કોઇ છે જ નહિ. અને જે ત્રિશુળ લઇ ને તુ મારો અંત કરવા આવ્યો છે એ ત્રિશુળ નો રસ્તો બતાવનાર મારા શિષ્ય ભાઇ વશિષ્ઠાનંદે તને જે મારુ નામ કહ્યું વિષાનંદ હું એ પણ નથી .હું કોણ છું એ મારા સિવાય કોઇ જ નથી જાણતુ.
વિક્રમે દર્દ થી પીડાતા કણસતા પુછ્યુ ,"કોણ છે તુ?"
વિષાનંદે ફરીથી અટ્હાસ્ય કર્યુ અને પછી બોલ્યો ," સ્વયં કાળ પણ જેનુ નામ સાંભળીને કાંપે અને જેનું
કંઇ બગાડી ના શકે એ કાળ. પછી ઉંચા અવાજે કહ્યું ,"કાલ .......... કાલરુદ્ર છે મારુ નામ .કાલરુદ્ર છું હું ..........
એ નો અવાજ થી ગુફા આખી ગુંજી ઉઠી ."
"આમ તો તમે બધા જ હવેે મરવા ના છો પણ હું ઇચ્છુ છુ કે મરતા પહેલા તું જાણી લે કે હું કોણ છું અને કેટલો ભયંકર ,બુદ્ધિશાળી અને પ્રપંચી છું .
" કર્ણાટક ના યેલંદુર નામના નાના ગામડા માં જન્મ્યો હતો .જનમ્યો ત્યારે એના બીજા જ દિવસે મારા પિતા ગુજરી ગયા.હું નાનો હતો ત્યારે મુલન કહી ને બોલાવતા.મારા મોટા ભાઇ અને મારી મા બંને મને ઉછેરવા મહેનત કરતા .એ બંને મને ખુબ લાડ લડાવતા .બંને ખુબ મહેનત કરતા પણ હું જે માગુ એ મને અપાવતા .ધીમેધીમે હું સત્તર નો ગયો પણ વધારે પડતા લાડ અને પ્રેમ ને કારણે હું આળસુ થતો ગયો.મારો ભાઇ અને મારી મા બંને સખત મહેનત કરતા પણ હું મારો આખો દિવસ રખડવા માં ગુજારતો .
એક દિવસ મારી નજર સુંદર છોકરી પર પડી .ગુલાબી ગાલ, મોટી આંખો ,દાડમ ની કળી જેવા દાંત , બે ચોટલા વાળેલા હોય ,એ હસતી ત્યારે જાણે ફુલો વેરાય.હું એની પાછળ લટ્ટુ થઇ ગયો .તપાસ કરતા ખબર પડી કે ગામ ના જમીન દાર ની છોકરી હતી .મે એની સામે પ્રેમ નો પ્રસ્તાવ રાખ્યો તો મારી ગરીબી ની મજાક ઉડાવી મને અપમાનિત કર્યો .હું ક્રોધાગ્નિ માં બળવા લાગ્યો. મારે બદલો લેવો હતો .
એક દિવસ લાગ જોઇ મે એને દબોચી લીધી .અને મારા મિત્રો સાથે મળી ને એની ઇજ્જત લુટી લીધી .એ મરી ગઇ.જ્યારે હું એને ઉઠાવતો હતો એ સમયે કોઈ મને જોઈ ગયુ.ગામ માં એણે જમીનદાર ને કહી દીધુ .આખુ ગામ અમારી પાછળ પડી ગયુ .પેલા અમારા સાથી દારો ને ખુબ માર માર્યો .પછી મને મારવા આવ્યા.
મને બચાવતા બચાવતા મારી મા અનેે મોટો ભાઇ બે ય જમીનદાર ના માણસો ના હાથે મરી ગયા.પછી ગામ લોકોએ મને ખુબ જ ઢોર માર માર્યો .મને મારી મારી ને અધમુઓ કરી નાખ્યો .જ્યારે એમને લાગ્યુ કે હું મરી ગયો ત્યારે મને જંગલ માં ફેંકી દીધો.પણ હું મર્યો નહોતો.ત્યાં થી પસાર થતા અઘોરીટોળકી ની નજર મારી પર પડી .એમણે મારી સારવાર કરી .મને જીવતો રાખ્યો.ત્યાં હું પણ એમના જેવો કાલરુદ્ર નામ નો અઘોરી બની ગયો.ત્યાં એમની સાથે રહી મે અમુક વિદ્યા ઓ શીખી .
પણ ધીમેધીમે મને એ ખુબ જ ઓછું લાગ્યુ .મારે ટુંક સમય માં ઘણી બધી વિદ્યા ઓ શીખવી હતી .મારી લાલચ વધતી જ ગઇ .
એક દિવસ મને અમરત્વ સિદ્ધિ વિશે ખબર પડી જેમાં અમુક નક્ષત્ર માં અમુક જાત ની બલિ શેતાન ને ચડાવવામાં આવે તો શેતાન હંમેશા માટે બલિ ચડાવનાર ને અમર કરી દે .બસ મને ધુન લાગી ગઇ કે મારે અમર થવુ છે .પણ શેતાન ની પુજા કરવી અમારા માં પ્રતિબંધિત હતુ .એ અઘોરી ઓ પોતાની સિદ્ધિ ઓ નો ઉપયોગ લોકો ની મદદ કરવા કરતા .જે મારા સ્વભાવ માં નહોતુ..પણ ચોરી છુપે અમર ત્વ ની વિધી વિશે ની જાણકારી મેળવવા નું શરુ કરી દીધું.અને એકદિવસ એક અઘોરી મને શેતાન ની પુજા કરતા જોઇ ગયો .બીજા બધા ને ખબર પડતા એમણે મને બહિષ્કૃત કર્યો અને મને કાઢી મુક્યો.
ત્યાં થી નીકળી રખડતો ભટકતો ગિરનાર પહોંચી ગયો.અને ત્યા ના જંગલો માં ભ્રમણ કરવા લાગ્યો.પણ એકદિવસ ઉંચી પહાડી ઉતરતા મારો પગ લપસ્યો .અને હું ઘાયલ થઇ ને નીચે પડ્યો.

ગોરખનાથ ના શિષ્યો મને એમની પાસે લઇ ગયા.એમણે મારી સારવાર કરી .ત્યાં એક બે વર્ષ એમનો શિષ્ય બની ને પણ અમુક સિદ્ધિ ઓ પ્રાપ્‍ત કરી .ત્યાં પિશાચ દેવતા ની સાધના પણ છુપાઇ ને કરતો .એમની સાધના કરતા એમણે મને અમર થવા નો ઉપાય બતાવ્યો .એક બત્રીસ લક્ષણો વાળી કુંવારી યુવતી ની અમુક નક્ષત્ર ના યોગ માં બલિ ચડાવવા થી હું હમેંશા અમર થઇ જઇશ એવું વચન આપ્યુ..અને એ યુવતી ચંદનગઢ ની રાજકુમારી હીર છે એ પણ જણાવ્યું
આમ મને અમર થવાનો ઉપાય મળી ગયો .પણ એ દરમિયાન ગુરુ ગોરખનાથ નો એક શિષ્ય મને જોઇ ગયો અને એણે જઇ ને ગોરખનાથજી ને જણાવી દીધું.એટલે ગુરુ ગોરખનાથે મારો અંત કેવી રીતે કરવો એનો ઉપાય એમના એક વફાદાર શિષ્ય ને જણાવી એને દુર મોકલી દીધો .મે એમની સાથે લડાઇ કરી જેમાં મારી શક્તિ ઓ અને સિદ્ધિ ઓ વધારે હતી વળી મારી પાસે કાળી વિદ્યાની શક્તિ ઓ પણ હતી તેથી એ વધારે મારી સામે ટકી શક્યા નહિ અને એ મ્રૃત્યુ પામ્યા.અને હું જીતી ગયો.
એ પછી મારા શિષ્યો ને મારા અંત નું કારણ બની શકે એવા ત્રિશુળ ની શોધમાં એ મંદિર તરફ મોકલ્યા હતા પણ એ લોકો એ ત્રિશુળ ની ભાળ ના મેળવી શક્યા.
હું સુરજનસિંહ બનીને ચંદનગઢ ગયો .મારી શક્તિ ઓ ની મદદથી મને સમશેરસિંહ નો વિશ્વાસ જીતવા માં વધારે મુશ્કેલી ના પડી અને એ મારા પર આંધળો વિશ્વાસ કરવા લાગ્યા .અને હીર ને જોઇ ને જાણે મને પેલી માસુમ કળી યાદ આવ આવી જેને વર્ષો પહેલા મસળી હતી .તદ્દન કાચ ની પુતળી જોઇ લો.એક રીતે હું એના પર મોહી પડ્યો હતો.
જ્યારે મને જાણ થઇ કે હીર અને ચંદર બંને એકબીજાને પ્રેમ કરે છે ત્યારે ઇર્ષાની આગ માં સળગી ઉઠ્યો .એ બે ય ને અલગ કેમ કરવા નું એ વિચારી લીધું હતુ. . મે સમશેરસિંહ ને એ વાત ની કાનભંભેરણી કરી.અને એમણે એવું જ કર્યું જે હું ઇચ્છતો હતો .હીર ને એમણે કેદ કરી દીધી અને ચંદર ને મારી નાખવા નો આદેશ આપ્યો.મે એ વાત નો ફાયદો ઉઠાવ્યો .પહેલા તો હીર ને આઝાદ કરી એનો વિશ્વાસ જીત્યો અને એના લગ્ન ચંદર સાથે કરાવી આપવા ની લાલચ આપી એને ખંડહર માં બોલાવી પેલા તો એના પ્રેમી ને એની સામે જ મરાવી નાખ્યો .પછી એને બેહોશ કરીને ગુફામાં લઇ આવ્યો.
પણ એની બલિ ચડાવતા પહેલા એન એની માદક કાયા જોઈ અને વર્ષો નો ભુખ્યો હું મારી જાત ને ના રોકી શક્યો.અને મે એની સાથે પરાણે સંભોગ કર્યો અને પછી એની બલિ ચડાવી .
પરંતુ હીર ની કાયા અભડાવી મે એની બલિ ચડાવી જેથી પ્રેત દેવતા એ ક્રોધ માં આવી મારી શક્તિ ઓ છીનવી લીધી અને મને નિર્બળ અને કમજોર બનાવી દીધો.મે એમની પાસે ક્ષમા માગી એટલે એમણે મને બીજો ઉપાય જણાવ્યો જેમાં હીર ની ત્રીજી પીઢી માં એવા જ બત્રીસ લક્ષણો વાળી એક કન્યા જન્મ લેવાની હતી ત્યારે જ્યારે એ વીસ વર્ષ ની થાય ત્યારે એની બલિ ચડાવતા મને અમરત્વ મળી શકતુ હતુ.પણ શરત એ જ હતી કે કન્યા કુંવારી હોવી જોઈએ .અને જો એ કુંવારી કન્યા ની બલિ ચડે તો જ મને અમરત્વ મળી શકે એમ હતુ.પણ એના માટે મારે ઘણા વર્ષો ની પ્રતીક્ષા કરવા ની હતી.
પણ મારા નસીબ પ્રબળ હતા તેથી હીર અને ચંદર બંને ની આત્મા ઓ એ વેર લેવા માટે મારી હત્યા કરી દીધી અને હું નિર્બળ શરીર થી આઝાદ થઇ ગયો .અને પ્રેત બનીને મે મારી કાળી વિદ્યા થી ચંદર ને પિશાચ બનાવી દીધો .મારા શિષ્યો ને આદેશ આપ્યો કે હીર અને ચંદર ના શરીર ને ખંડહર માં મુકી આવે અને સાથે દિવાલ પર લોહી થી શ્રાપ લખી દે.
મારા શિષ્યોએ એ મુજબ કર્યું જેથી સમશેરસિંહ અને ભાનુપ્રતાપ બંને ના મનમાં શ્રાપ નો વહેમ ઘુસી ગયો.અને જેથી એ શ્રાપ ના ડરથી કોઇ પણ એ ખાનદાન માં જનમ લેતી કન્યા ના લગ્ન કરવાનું પણ ના વિચારે .અને જો લગ્ન કરશે તો બંને ય ને મોત મળશે ભયંકર મોત અને એ શ્રાપ ના શબ્દો ને સાર્થક કરાવવા અને હીર અને ચંદર પોતાનો બદલો લે છે એ બતાવવા માટે સમશેરસિંહ ની હત્યા કરાવવા ચંદર ને પિશાચ ના રુપ માં મોકલ્યો પણ ચંદર ને જોતા જ એમનુ તો હ્રદય બેસી ગયુ અને પોતે જ મ્રૃત્યુ પામ્યા.
ભાનુપ્રતાપ ના મનમાં શ્રાપ ની વાત બરાબર બેસી ગઇ હતી જેથી એમણે પોતાની પુત્રી યશોધરા ના વિવાહ ના કરવા નું વિચાર્યું હતું પણ એમનો મોટો પુત્ર સુર્યપ્રતાપસિંહ વિદેશમાંથી આવ્યો હતો એણે શ્રાપ ની વાત પર વિશ્વાસ ના કરી ને પોતાની બહેન ના લગ્ન કરાવ્યા.અને એકવાર ફરીથી એ શ્રાપ ને સાચો સાબિત કરવા મે ,પહેલા સુકેતુ અને પછી યશોધરા બંને ને ચંદર ની મદદથી ક્રુરતા પુર્વક મોત ને ઘાટ ઉતાર્યા .જેથી ગામલોકો ના મન માં પણ શ્રાપ ની વાત બરાબર બેસી ગઇ.સુર્યપ્રતાપસિંહ ને પણ એ બંને ની હત્ય‍ા નો આઘાત લાગ્યો .અને એ પણ વધુ જીવ્યો નહિ.પણ એણે મરતા પહેલા મારી અમાનત ,મને અમરત્વ ની ભેટ આપનારી પોતાની પુત્રી અદિતિ ને પોતાના મિત્ર ની સાથે અને ચંદનગઢ થી દુર મોકલી દીધી .એ પછી પણ ગામ માં ઘણી હત્યા ઓ કરાવી જેથી હીરે દીધેલા શ્રાપ ના એક એક શબ્દ પર લોકો નો ગળાડુબ વિશ્વાસ થઇ જાય
પણ સાથે સાથે મારે અદિતિ ને ત્યાં એના વીસ વર્ષ ના થવા સુધી એને કુંવારી રાખવાની હતી .ધનરાજ દિવાને પર પુરુષ નો એના પર પડછાયો પણ ના પડે એ માટે પુરતી તકેદારી રાખી હતી પણ મારે ય સાવધાન રહેવા નું હતુ અદિતિ પર નજર રાખવા ની હતી એથી મે ય અદિતિ નો પીછો ના છોડ્યો .અને એક દિવસ સાધુ વેશ ધરી એના ઘરે ગયો અને એમની બે ત્રણ ખાનગી વાતો જણાવી પહેલા તો એમનો વિશ્વાસ જીત્યો પછી અદિતિ ની સુરક્ષા માટે એની પીઠ પર એક નિશાન કોતરાવ્યુ .જેથી અદિતિ સિવાય કોઈ પુરુષ ના હાથ નો સ્પર્શ એ નિશાન ને થતા જ મને તુરંત જ જાણ થઇ જાય અને એમને રોકવા માટે ના પગલા લઇ શકાય.એ રીતે વીસ વર્ષ સુધી અદિતિ કોઈ ની સાથે સંબંધ બનાવવા થી દુર રહી અને મારો બલિ અખંડ રહ્યો .
જ્યારે તમે લોકો ચંદનગઢ આવ્યા મને એની જાણ થઇ ગઇ.ત્યારે મિહિર નો વેશ ધરી હું તમારી સાથે થઇ ગયો.અને તમારી દરેક ગતિવિધિ પર મારી નજર રહેતી .
મોન્ટી ને મારવા નો મારો ઇરાદો નહોતો પણ એણે અદિતિ પર દાનત બગાડી એને પોતા ના મ્રૃત્યુ ને આમંત્રણ આપી દીધું .અને મારે એને મારવો પડ્યો."
વિક્રમે કહ્યું ,"મોન્ટી ને માર્યો પણ પુજા એ તારુ શું બગાડ્યુ હતુ એને કેમ મારી નાખી .?
" એને જાણ થઇ ગઇ હતી કે હું મિહિર નહિ એક અઘોરી છું .એ રાત્રે હું અદિતિ ના ઘેર થી ગુફા તરફ આવતો હતો ત્યારે એ મારી પાછળ આવી અને મને અઘોરી રુપે જોઇ ગઇ સાથે એને એ પણ ખબર પડી ગઇ કે હું કોણ છું તો પછી મારે એને મારવી પડી.તું પેલા ટેકરી પર કોને મળવા ગયો હતો એ પણ મને ખબર છે એને જ આ ત્રિશુળ નો રસ્તો બતાવ્યો ને.પણ તમે બધાજ મારું કંઇ જ નહિ બગાડી શકે.કેમ કે હું અમર થવા જનમ્યો છું અને દુનિયા પર રાજ કરવા.પછી આ સ્રૃષ્ટિ પર રાજ કરવા જનમ્યો છું .હવે થોડો જ સમય છે હું આ કન્યા ની બલિ ચડાવી સદા ને માટે અમર અને શક્તિશાળી બની જઇશ.પછી આ દુનિયા પર રાજ હશે તો માત્ર મારા દેવતા અને મારુ.મારી ગુલામી કરનારા જ જીવતા રહેશે બીજુ કોઈ નહિ.
એમ કહી ને ભયંકર અટ્હાસ્ય કર્યું જેના ભણકારા થી ગુફા કાંપવા લાગી.
વિક્રમે ફરીથી પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો એ જોઇ ને અઘોરી પાછો હવન કુંડ તરફ ગયો અને જોર જોર થી મંત્રોચ્ચાર કરવા લાગ્યો .થોડી વાર પછી એક ઘુવડ ને પિંજરા માંથી બહાર કાઢ્યુ અને એની ગરદન પર છુરી ફેરવી એનું લોહી હવન કુંડ માં હોમ્યુ.આમ જાતજાત ના જાનવરો જેમ કે બિલાડી ,નોળિયા વગેરે ની બલિ ચડાવી મંત્રોચ્ચાર કરવા માં મગ્ન થઇ ગયો.
હવે અમર ને ભાન આવ્યુ.ધીમેધીમે એણે જોયુ કે શું થઇ રહ્યુ છે.વિક્રમ નો હાથ એક મોટા પથ્થર નીચે દબાઇ ગયો છે એ કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યો છે.પણ એ પ્રયત્ન અસફળ જાય છે.અમર ધીમે રહીને વિક્રમ ની નજીક આવ્યો.વિક્રમે મદદ કરવા કહ્યુ.એટલે એણે અઘોરી ને ભાસ ના થાય એ રીતે પથ્થર હટાવવા માં મદદ કવા લાગ્યો.
આ બાજુ અદિતિ ભાન માં આવી .એણે જોયુ કે પેલા બલિ ચડાવનાર અઘોરી ની આક્રૃતિ ઝાંખી થઇ ગઇ અને એ ગાયબ થઇ ગયો એને એમ લાગ્યુ કે એ ભ્રમ છે પણ થોડી વાર માં પથ્થર પર પડેલુ મડદામાં હલનચલન થઇ અને એ ઉભું થયુ .એ અઘોરી ના મડદા એ ઉભા થઇ એક મોટુ ખડગ ઉપાડ્યુ.એટલે અદિતિ ને પોતાનું સપનું યાદ આવ્યુ જે વર્ષો થી જોતી હતી .એને ખબર પડી ગઇ કે એ શું કરવા નો છે.પેલુ મડદુ ખડગ લઇ અદિતિ તરફ આગળ વધ્યુ એટલે છુટવા માટે પ્રયત્ન કર્યા પણ એના હાથ સાંકળ થી બંધાયેલા હતા .એણે બચાવો ,પ્લીઝ ..... કોઈ બચાવો ની ચીસો પાડી ને ગુફા ને ગજવી નાખી .પેલુ મડદુ અદિતિ ની પાસે આવ્યુ એના માંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી અને એણે પોતાનું ખડગ બંને હાથો થી ઉંચુ કર્યુ ,અદિતિ એ બીક ના માર્યા આંખો બંધ કરી દીધી અને ખચ્ચાક કરતો અવાજ આવ્યો.
અદિતિ એ આંખો ખોલી તો એ અઘોરી ના મડદા ના હ્રદય ની આરપાર એક ત્રિશુળ હતુ એ પીડા થી ચીસો પાડવા લાગ્યો એનું મડદુ બળવા માંડ્યુ અને ધીમેધીમે ધુમાડો બનીને હવા માં વિલિન થઇ ગયુ.એની પાછળ થાકેલો અને ઘાયલ વિક્રમ ઉભો હતો જેના હાથમાં ત્રિશુળ હતુ.એણે પુરી તાકત થી અઘોરી ના હ્રદય ની આરપાર ત્રિશુળ માર્યુ હતુ.અદિતિ ની આંખ માં આંસુ આવી ગયા .
વિક્રમે પેલા તો ત્રિશુળ લઇ ને પેલી પિશાચી મુર્તિ નું મસ્તક ઉડાવ્યુ પછી હાથમાં ખડગ લઇ અદિતિ ની સાંકળ કાપી .
અદિતિ ઉભી થઇ અને વિક્રમ ને ભેટીને રડવા લાગી વિક્રમે એને એમ કરવા દીધું .પછી વિક્રમ ના ઘાયલ હાથ જોઈ ને કહ્યું ,"શું હાલત કરી નાખી છે તારી"અને પાછી એને ભેટી ને રડવા લાગી.વિક્રમ નો હાથ લોહ લોહી લુહાણ થઇ ગયો હતો તો ય એને ઘણું સારુ લાગતુ હતુ.
ત્યાં જ વિક્રમ અને અદિતિ ની સામે બે આછી આભા વાળી આક્રૃતિ ઓ આવી.,"વિક્રમ , ખબર નહિ અમે બે તારો ધન્યવાદ જેટલાો પણ કરી એ એટલો ઓછો છે.કેટલા વર્ષો ગુજરી ગયા અમે બે ય એકબીજા ના વિરહ માં તડપતા રહ્યા ,ભટકતા રહ્યા .તે મને વર્ષો ની યાતના માંથી મુક્ત કરી અને ચંદર ને પણ પિશાચ રુપ માંથી મુક્તિ અપાવી.તારા માટે ગમે એટલુ કરશું તો ય ઓછું જ પડશે."
ચંદરે કહ્યું ,"પણ અમને દુખ રહેશે કે તારા માટે કંઇ જ ના કરી શક્યા.બની શકશે તો આવતા જન્મે તારુ ઋણ ચુકવશું કેમ કે અત્યારે તો અમારા મુક્ત થવા નો સમય આવ આવી ગયો છે .એટલે જઇ એ છીએ પણ તમે બંને સાથે રહો અને ખુશ રહો તેમજ તમારા બંને ના જીવન માં હવે કોઈ જ વિધ્ન ના આવે એવી પ્રાર્થના કરીશુ."એમ કહી ને બે ય આક્રૃતિ ઓ હવા માં ગાયબ થઇ ગઇ.વિક્રમ અને અદિતિ પાછા એકબીજાને ભેટી પડ્યા.અમર બાજુમાં આવીને બોલ્યો કે હવે અહિં થી બહાર નીકળી એ.કે પછી અહિં લગ્ન કરવા નો ઇરાદો છે જુઓ હવનકુંડ પણ છે અને મુર્તિ પણ ."
એમ કહ્યું એટલે ત્રણેય ય હસવા લાગ્યા.
********************************************
ઇન્સ્પેક્ટર અમરે પુજા અને મોન્ટીની હત્યા મિહિરે કરી અને એને ફરાર જાહેર કરી ફાઇલ બંધ કરી દીધી .
અદિતિ અને વિક્રમ લગ્ન કરી ને ગામ માં સ્થાઇ થઇ ગયા.અને ગામ ના વિકાસ માં લાગી ગયા.દુર્ગા દેવી અદિતિ ને વારસદાર બનાવી ને ગુજરી ગયા.અદિતિ અને વિક્રમે હવેલી ખોલી એન એની સાફ સફાઇ કરી ત્યાં જ રહેવાનું ચાલુ કર્યું કેમ કે ત્યાં હવે કોઈ ભટકતી આત્મા નથી .
જ્યારે બે વર્ષ પછી એમને ત્યાં દિકરી જન્મી તો એ બંને એ એને હીર નામ આપ્યુ .કેમ કે આ વખતે હીર ને એના સાચા પ્રેમ થી કોઈ અલગ નહિ કરે એવો એમનો નિશ્ચય હતો જે હવે પુરો થવા નો હતો.
***********************************************
"આભાર"


તમારા બધાજ વાચકો નો હ્રદય થી આભાર માનું છું અને સાથે હ્રદય થી ક્ષમા માગુ છુ કે તમને બધાને બહુ રાહ જોવડાવવા માટે .તો ય ઘણા ય વાચકો છે જમણે આ નોવેલ ના એપિસોડ ની રાહ જોઈ છે અને જેમને બહુ નિરાશા થતી હતી .એ નિરાશા બદલ ખુબ જ દિલગીર છુ અને ક્ષમા માગુ છુ .પણ કદાચ આ છેલ્લી નોવેલ છે મારી .કેમ કે ઘર અને નોકરી માં સમય ના અભાવે નિયમિત એપિસોડ મુકવા શક્ય નથી .અને વાચકો ને દુખ દેવુ ગમતુ નથી .હવે લખીશ તો કદાચ નાની વાર્તા ઓ કે એવું જે જલ્દી પુરી થઇ જાય અને તમને બધાને રાહ ના જોવી પડે.
ફરીથી એકવાર તમારા બધા નો આભાર કે જે રાહ જોઈને પણ છેક છેલ્લે સુધી આ સફર માં જોડાયેલ રહ્યા .