અવઢ ભાગ - 4 Jignesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવઢ ભાગ - 4

રચના અસમંજસ માં મૂકાતી જતી હતી. માતા પિતા કે પછી મન નો માણીગર. તેને સમાજનાં રીતભાત ખુચતા હવે ભાગ - 4 માં આગળ વાર્તા નો રૂખ જોઈએ..


રચના ની ઘરમાં વાતો ઓછી થઈ ગઈ હતી. ઓફિસથી આવ્યા બાદ પણ કુંજ સાથે ચેટ થી વાત ચાલું રહેતી. ઓફિસમાં ત્રણ સહકર્મી ને કોરોના આવતાં ફરી ઓફિસ બંધ થઈ ગઈ.
વર્ક ફોર હોમ થતાં રચના ને કુંજ ની મુલાકાત બંધ થઈ હતી. ચેટ પરની વાતો વધતી જતી હતી. લાગતું કે રચના હવે કુંજ વિના નહી રહીં શકે.
વિશાખાબેન પુછાતાં કે કોની જોડે વાતો કરે છે? આટલી બધી. રચના મજાક માં કહેતી તારા જમાઈ જોડે વાતો કરૂ છું. પછી પાછું આછું હસી મમ્મી ને આલિંગન કરતા તે કહેતી તને ખબર છે ને મારાં વિચારો?
કુંજે રચનાને ઘરમાં બોર થઈ જતાં. ચલને આટો મારવા જઈએ કુંજે રચના ને ઓફર કરી.
રચના એ વાત સ્વીકારી.
બંને હાઈવે પર ભેગાં થયાં અલક મલક ની વાતો થતી. રચના ખુલ્લાં મનથી કુંજ જોડે વાતે વળગી. કુંજ ખુશ હતો, તેને તેના પ્રેમ નો વિજય થશે તેવી ખાત્રી હતી.
રચના અને કુંજે જ્યાં સુધી ઓફિસ ચાલું ના થાય ત્યાં સુધી બહાર મળવાં ના કોલ દીધાં. અહીં નિર્દોષ તા હતી, કુંજ મન તેને રચનામાં રસ હતો, તેને જીવન સંગિની માં રસ હતો. આમજ ચાલતું રહ્યું કયારેક કુંજ ની જોડે મજાક કરતા રચના તેને ઠોસા મારતી, ટપલી મારતી, તો કયારેક હાથ પકડી લેતી. કુંજ રચના ના સહવાસ ને માણ્યાં કરતો. તેને હજી વરસાદ વખતે સ્પર્શ કર્યો તે કર્યો પછી કયારેય સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો.
આજ કુંજ થોડો રોમેન્ટીક મુડ માં હતો. આજ પહેલી વાળ કુજે મજાક માં રચના નો હાથ પકડી મરડિયો. રચના હસતી રહી, તેને મન આ ગમ્યું. સહવાસ વધતો જતો હતો. રચના કુંજ ને અડીને બેસતી,
એક સમય એવો આવ્યો કુંજે તેને ચુંબન ની ઓફર કરી. જો તને વાંધો ના હોય તો? તને વધારે પડતું જણાય તો સોરી. હું તને હર્ટ નથી કરવા માગતો. કે ના તારી પર હક્ક. તું તારી મરજી થી હાં પાડે તો. કુંજ ની રજૂઆત રચના ને સફાળી જાગૃત કરી ગઈ.
તેને સહજતા થી કુંજ ને ના પાડી. કુંજ કઈ ના બોલ્યો. તેને સોરી પહેલાં કહ્યું હતું. રચના ને તે દિવસે ઘરે આવતાં થયું કે હું તો ઘર થી દુર થતી જાવું છું, અને સાચેજ તેને કુંજ સાથે મળવાં નું કેન્સલ રાખ્યું.
મન અંદરથી કુંજ જોડે વાત કરવા ની ચાહત રાખતું, જુના મિલન અને ચેટ બધું ભૂલવું શકય નહોતું. ખબર ના પડી કે દિલમાં તો કુંજ સવાર થઈ બેસી ગયો છે. રચના અસમંજસ માં એકલી બેઠી હતી. પપ્પા ઓસરી મા છાપું વાંચતા હતાં. વિશાલભઈ બેંક માં હતાં. નોકરી ને ત્રણ વર્ષ બાકી હતા. પણ આ કોરોના માં એમને VRS લેવાનું નકકી કરી લીધું. હવે તેમને ચિંતા નહોતી. VRS માં આવેલ રકમ તેમનાં પાછલા જીવન ને અને દિકરી ના લગ્ન માટે ઈનફ હતાં.
રચનાએ ઘણાં સમય થી પપ્પા જોડે શાન્તિ થી વાત નહોતી કરી. તેને મન માં ખુચતુ કે હું મારાં માં ખોવાઈ ગઈ છું.
બહાર ઓસરીમાં પપ્પા જોડે વાતે વળગી
તમે વી આર એસ હાલ લેવાની જરૂર હતી? પછી તમે શું કરશો? ઘરે તો કંટાળી જશો.
તારી વાત સાચી છે બેટા પણ હવે આ કોરોના ના સમય માં મને એમ થાય છે કે ઘરે સારૂં રહેશે. અને પછી મારી ગણતરી સેવામાં જોડાવાની છે. હું મારાં શરીર નો ઉપયોગ લોકો ને કામ લાગું અને દરેક ની જરૂરિયાત ને પુરી કરવા માગું છું. હું તને લોકડાઉન માં કહેતો નહોતો કે આ કોરોના, આ મહામારી, આ લોકડાઉને હવે જીવન ની અભિલાષા કમ અને કઈ જીવનમાં કરવા ની મહેચ્છા વધારી છે. તો બેટા હાલ શરીર ચાલે છે. ત્યારે હવે કમાવા કરતાં લોકસેવા ની ગણતરી હતી. સમજ કે આ પહેલું પગલું ભર્યું છે. રચના શાંતિ થી સાંભળતી હતી. પણ પપ્પા હજી આપણે ઘણા કામ બાકી છે?. આ ફલેટ બદલવો છે. મમ્મી માટે હિરાનો સેટ લેવાનો છે. તમારી ગાડી નવી લેવાની છે. રચના ને વચ્ચે કાપતા અને તારાં મેરેજ ભુલી ગઈ.
રચના અચકાઈ જે પહેલા બિન્દાસ લગ્ન ની ના પાડતી હતી. આજ તે ના કહેવામાં સંકોચ થયો.
એ પછી ની વાત છે, પપ્પા પહેલાં તમારાં સપનાં પુરાં કરવાનાં છે. વિશાલભઈ એ પોતાની ઈચ્છા જણાવી. દરેક પિતા તેની દિકરી નું ઘર વસી જાય તેને ત્યાં સાસરે ખુશ જોવાની દરેક પિતા ની ઈચ્છા હોય છે.
રચના ચર્ચામાં ઉતરી ગઈ. પપ્પા તમે મને એક વાત સમજાવો કે શું દરેક દિકરી એ લગ્ન કરવા જરૂરી છે? માતા પિતા તરફ દિકરી ની કઈ ફરજ નથી? રચનાએ વિશાલભઈ ને સવાલ કર્યા.
રચના ધર્મ કહે છે મા બાપે દિકરી નું દાન કરે તો સ્વર્ગ માં જગ્યા મળે છે.
રચના એ તરત વાત પકડી તો મતલબ દિકરી ધન દોલત ની જેમ દાન ની વસ્તુ છે? આ વાત વ્યાજબી છે?
ના રચના દાન નો મતલબ કન્યાદાન છે. હું માંરી સમજ પ્રમાણે સમજાવું તો સમાજ જેમ જેમ સમૃદ્ધ થતો ગયો તેમ પુરૂષ ની તાકાત વધતી ગઈ. સ્ત્રી ની શક્તિ પુરુષ ના પ્રમાણમાં ઓછી હતી. માટે પુરૂષ મુખી બની ગયો, અને તેને ફાવે તેવા અનુકુળ કાયદા બનાવ્યાં. પહેલા ની વાર્તા મા તે વાંચ્યું હશે કે ૫૦ રાણી હતી, ૧૦૦ રાણી હતી, તે શું બતાવે છે કે પુરૂષે તેની તાકાત પુરા સમાજ ઉપર સાબીત કરી અને સ્ત્રી એ તે સ્વીકારી ત્યારથી આ પ્રથા પડી હશે. વિશાલભઈ ની વાત સાંભળી તેને દુઃખ થયું. તો પપ્પા જે ચાલતું આવ્યું તે ચલાવું જરૂરી છે?

ક્રમશ