અવઢ ભાગ - 1 Jignesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવઢ ભાગ - 1

મેટ્રોમોની માં લગ્ન માટે નામ આપ્યા પછી રચના ઉદાસ હતી. તેને મન માતા પિતા ની સેવામાં જીવન વિતાવવા ની અદમ્ય ઈચ્છા હતી.
રચનાને થતું આ રિવાજો માં જીવન વિતાવવાનું હોય તો ભગવાને સ્ત્રી ને મન કેમ આપ્યું હશે? જયારે મનમાની કરવાની નાં હોય તો? તેનો ઘરનાં દરેક સભ્યને એકજ સવાલ, તમે તમારી મહેચ્છા ઓ પ્રમાણે ના જીવો તો તમારા અને ડોબા માં ફરક શું? ડોબું ખીલ્લે હોય અને સ્ત્રી ના દેખાય તેવા ખીલ્લા થી બંધાયેલી.
રચના ના મમ્મી હંમેશા કહેતા આ રિવાજ છે. અમેય અમારાં ઘર છોડી તારાં પપ્પા ને ત્યાં આવ્યાં, ત્યારે તું આવી અને હવે જીભાજોડી કરે છે.
રચના ને મુકત મને ફરવું હતું, માતા-પિતા ની સેવા માં જીવન વિતાવવું હતું. તેનાં અરમાન જે ઘર માં જન્મ થયો ત્યાંથી જ અર્થી કેમ છોકરી ની ના નીકળી શકે?
ચોવીસ વર્ષે જે પોતાનું ઘર માની રહ્યાં, જ્યાં મન ની બધી મુરાદો નો હલ હતો, બહેનપણી બોલાવતી, તુટી ગયું ફુટી ગયું. કોઈ ફિકર નહોતી. તે ઘર જે મારાં પાલક નું હોય ત્યાં કોઈ પણ આવી શકે ફરી શકે મારી મરજી નું ઘર છોડવા નું!! અને પારકા ના ઘરમાં માલિક ના થઈ શકીએ અને ધણી મારાં શરીર નો, મારાં અરમાન નો, અને મારાં સપના નો માલિક બને! તે કેમ નો ન્યાય? સ્ત્રી ને હડહડતો આ અન્યાય છે. તેના જીવન ,ને બલિદાન ત્યાગ નામના શબ્દોમાં વણી કાઢેલ જીવન ની જીવતી મૂરત એટલે સ્ત્રી!!
આજ ગ્લાનિ ઘણી હતી. છોકરો જોવા આવે તે હાં પાડે તો મન ના માનતું હોય તોય ઘરના સભ્યો ના આગ્રહ ને વશ થઈ સ્વીકારી લેવાનો. ગમતું ના ગમતું તે નક્કી કરે. વાહ રે ભગવાન તારાં ત્રાજવા ની દશા સારી નથી, ભરેલા કાટે તું અન્યાય કરે છે.
સ્ત્રી દૈવત્વ કહી સજાવી,આભૂષણ થી નવાજીને એક મશીન કરી દીધુ છે. બાળકો પેદા કરો પાલન કરો ઘર ની રખેવાળી કરો અને અંતે ગુસ્સો તેની પર ઉતારો, ગાંડી, ઘેલી, વેવલી, તને ખબર ના પડે, આવાં નામી ઉપનામ થી સજાવા માટે નું જીવતું જાગતું યંત્ર એટલે સ્ત્રી!!
રચના ની નોકરી સી એ ની ફર્મ માં હતી. મહા મહેનતે સી એ થઈ રાત દિવસ એક કરી કારકિર્દી બનાવી. પપ્પા ના પૈસા પાણી ની જેમ ટ્યૂશન ફી, કોલેજ ફી, પેટ્રોલ ને નાસ્તા કરવા માં ગયાં. અને જયારે કમાણી ચાલું થઈ ત્યારે પારકા ને પૈસા મળે તેવા ધાટ કર્યા!! વાહ રે કિસ્મત મારે મારાં માતા પિતા ની સેવા કરવા નો શું વિચાર ના કરી શકાય? આ વિચાર ભેદ જ બાળકી યુવતી અને સ્ત્રી ને કઠીન પરિસ્થિતિ માં મુકી દિધા છે.
રચના યૌવન ખીલેલા ગુલાબ ની કળી સમાન હતું. થોડી ઘૈવર્ણ કહેવાય, પણ નમણાસ કુદરત ની અનુપમ કળા ના રંગ પુરતાં. તેનાં મુખ ને ચરિતાર્થ કરૂ તો નૈનો ના પાપણે અંજાન સંગીત ની પગદંડી હતી. જેમ જેમ તે ફરકે મધુર સંગીત ની એક મિજબાની કરાવતી. તેનાં કાન ના છેદ માં મોટી કડી પહેરતી તે છેક તેના ખભા ને સ્પર્શ કરવાં આતુર રહેતી. હંમેશા લાલી ના રસ મા ટપકતા તેનાં ઓષ્ઠ સૌષ્ઠવ થી સજ્જ હતાં. તેના ગાલ માં એક નિખાર હતો, તે જોતા કોઈ નું પણ દિલ તેના માટે ધબકતું. તેનુ નાક પહાડો ની ચટ્ટાન ની જેમ અણીદાર હતું.
આવા યૌવને આજીવન લગ્ન નહી કરી એકની એક દિકરી હોવાને માતા પિતા ની સેવા માં જીવન વિતાવા ની મનસા રાખતી. તેના જીવન ને હજી માંડ 24 વર્ષ વિત્યા છે, હજી પુરો સંસાર બાકી છે. માતા પિતા ને મન મારો ધણી અર્થાત મારો માલિક મળી જાય એટલે ગંગા નાહ્યા!
રચના નો સ્વભાવ રચનાત્મક હતો. ઉત્સાહી અને દરેક ને મદદ રૂપ થવા નો રહેતો. આમેય જયા સ્ત્રી અને પુરુષ બંને સ્ટાફ હોય ત્યાં પુરૂષ ને વેઠ વધું લખેલી હોય છે. ડાટ પણ વધારે અને કામ ની ઉપેક્ષા નો ક્ષણિક અનુભવ થતો હોય છે. જયારે સ્ત્રી કર્મચારી ને લાભ રહે રહેમ નજર પણ રહે અને કયારેક કોઈ તેમના કામ કરી પણ આપે, એજ સત્ય છે. તેમ મનાય નહી. રચના હંમેશા કુંજ ને મદદ કરતી. બોસ ના વેધક શબ્દો થી કુંજ ને બચાવતી. કુંજ હંમેશા તકલીફ નો સહારો રચના હતી. એસ.વી રીંગ રોડ પર બારમાં માળે શાહ એન્ડ પટેલ કન્સલ્ટન્સી માં જોબ કરતાં.
રચના એક સહકર્મી હોવાને નાતે કુંજ જોડે વધારે, સાથે સ્ટાફ ના દરેક જોડે હસી મજાક પાર્ટી થતી. કુંજ ની સાથે લાગણી રચના ને કઈ નહોતી. કુંજ મનોમન રચના ના પ્રેમ માં પાગલ હતો. એવું નહોતું કે કુંજ ડફોળ હતો. તે રચના નું સાનિધ્ય માણવા મળે માટે નહીં આવડવા નો ડોળ કરતો રહેતો.
કુંજ ને મન ની મન માં રહી જતી રોજ વાત કરવા નો વિચાર આવે અને તે સ્ટાફ ના મેમ્બર ને ખબર પડે અને રચના ના પાડે તો? નોકરી તો કરવી મુશ્કેલ થઈ પડે. આ મંદી ના માહોલ માં તે પાલવે તેમ નહોતું. મન થી રચના ના પ્રેમ માં રંગાઇ ગયો હતો. કુંજ ના દેહ ના વખાણ સહુ કરતાં 5.9 ની હાઈટ હંમેશા ટાઈટ ફોર્મલ પહેરવેશ અને હમેશાં ફુલ બાય ના શર્ટ માં કોણી સુધી સજધજ ને વાળેલી બાય રહેતી. તેના વાન ના કલરે તો રચના થી ચઢી જાય. રચના કરતાં બધી રીતે ખૂબસૂરતી માં કુંજ ચઢીયાતો સાબીત થતો. રચના ને કઈ ગુમાવા જેવું નહોતું. હા કુંજ પટેલ હતો ને રચના વૈષ્ણવ વાણીયા હતી. તો શું થઈ ગયું?
કુંજે એક દિવસ બહાર સાથે લંચ સમયે જમવા ની રચના પાસે દરખાસ્ત મુકી. રચના એ સ્વીકારી. નજીક માં હાઈવે ની રેસ્ટોરન્ટમાં પહોંચ્યા.કુંજ તેની ગાડી લઈ ને આવ્યો હતો. પહોંચતાં રચના ને કુંજ એક નીરવ શાંત વાતાવરણમાં બેઠા. રચના ને મન કયાય જ્ઞાન સૂતક અણસાર નહોતો કે કુંજ કઈ નવી જ વાત લાવશે.
થોડીવાર બંને ઓફિસ ની વાત કરતાં રહ્યાં. પછી વાત નો દોર બદલાયો. ધીમે ધીમે ઘરે કોણ કેટલા સભ્યો છે, તેની વાત થઈ અરસ પરસ વાતો કરતાં રચના એ મન ની વાત રજૂ કરી.
હું આખી જીન્દગી મારાં માતા પિતા ની સેવા કરવા માગું છું. મારે આ મૅરેજ કરી કોઈ લફરા નથી કરવાં. હું અને મારાં મમ્મી અને પપ્પા મારૂ કુટુંબ!! બસ આખી જીન્દગી આમજ મારાં મન થી જીવવી છે.
તો શું તું મૅરેજ નહી કરે? કુંજે પહેલો જ પ્રશ્ન કર્યો?
ના મમ્મી ને મનાવી લવું પછી વાત પતી ગઈ. પપ્પા એ તો હું જેમ ચાહું તેમ કરવાની અનુમતિ આપી જ દીધી છે. પણ.. બાપરે મા ને સમજાવી ભારે છે.
તને નથી લાગતું કે આ સમાજ ની રીતભાત થી અલગ વિચારધારા ની વાત કરી રહી છું? કુંજ ફરી તેના શમણાંની પ્રેમિકા આવાં ખ્યાલ થી તૃપ્ત છે, તેનો તેને અંદાજ નહોતો.
કુંજ શું સ્ત્રી એ જ બલિદાન આપવાનું? તેને ફરી તેની રામ કહાની કુંજ ને સંભળાવી દીધી.
કુંજ ખામોશ થઈ ગયો. રચના ની વાત સાચ્ચી હતી. એક ની એક દિકરી સાસરે જતી રહે પછી મા બાપ નુ શું?
સારા લાલન પાલન માટે એક જ બાળક નો વિચાર કર્યો. અને દિકરી આવી તોય વંશજ નો વિચાર કર્યા વગર તેની પાછળ ઉછેર માં જે ખર્ચે કરવો પડ્યો તે કર્યો. પ્રેમ નું વિભાજન કરી શકતાં હતાં, પણ‌ મમ્મી એ ફરી ખોળો ના ભરી ફકત મારાં માટે રાખ્યો.
હવે તે જયારે કામ કરવા ને અશકત થાય ત્યારે તેની રખેવાળી કોણ કરશે? રચના ની વાત કુંજ સ્વીકારી શકયો.
રચના ની વાત નું સમર્થન કરતાં કુંજ ને માધુર્ય સ્માઈલ થી થેન્કયુ કહ્યું.
કુંજ ની મન ની મન માં રહી ગઈ. લંચ પતાવી ફરી ઓફિસ ભેગા થયા. કુંજ હજી રચના ની ટેબલ પર બેઠા ની વાતો ધ્યાન થી સાંભળતો હતો. તે હજી રેસ્ટોરન્ટ માં જ રહી ગયો હતો.
ક્રમશ…