POEMS OF MEMORIES. books and stories free download online pdf in Gujarati

યાદોની કવિતાઓ

1 . શું કરું ?

યોજન ને યોજન ચાલુ, તોય રસ્તો ખૂટે નહિ તો શું કરું ?

તમારા આ પથ્થર દિલ માં પ્રેમ ની કુંપળોય ફૂટે નહિ તો શું કરું ?

હોઠો તો વર્ષો થી બંધ છે, કોઈ આંખો થી પણ પૂછે નહિ તો શું કરું ?,

કહે છે પ્રેમ કરવો નથી પડતો, પણ થાય નહિ તો શું કરું ?

સળગ તી આ મન ની આગ માં કોઈ પાણી રેડે નહિ તો શું કરું ?

તડપતા આ તનનો, કોઈ ઈલાજ મળે નહિ તો શું કરું ?,

માન્યું કે અમાંરા આ પથ્થર દિલ છે, પણ તેને કોઈ શિલ્પે નહિ તો શું કરું ?

શિલ્પી ને પણ મળ્યું નથી કશું, તો મૂર્તિ બનીને પણ શું કરું ?,

માત્ર સ્નેહની છે ઈચ્છા, પરંતુ વિલાપ ખસે નહિ તો શું કરું ?

હાસ્ય રૂપી આ ભીતર મન માં, રુદન ખસે નહિ તો શું કરું ?

સળગતી આ જીવનરૂપી ધારા માં, પ્રાણ તૂટે નહિ તો શું કરું ?

પ્રાણ તૂટ્યા પછી પણ, વધી આ રાખ યાદનું હું શું કરું ?.

2 . શું કરી શકું !

શબ્દો નથી મારી પાસે કે તને બોલાવી શકું,

કે વાતો નથી મારી પાસે, હું તને કરાવી શકું,

તું શ્વાસ નથી કે હું તને લઇ ના શકું,

તું વાચા નથી કે હું તને સાંભળી ના શકું,

નથી આંખો કે હું તને જોઈ શકું,

નથી અશ્રુ કે તને રડાવી શકું,

નથી સ્વપ્ન કે તને બતાવી શકું,

નથી સુવાસ કે તને મહેકાવી શકું,

નથી હયાત કે તને ગુમાવી શકું,

નથી મુલાકાત કે તને કરાવી શકું,

નથી મારુ અસ્તિત્વ કે તને મળી શકું,

બસ તારો શ્વાસ છું જે તને લેવડાવી શકું.

૩. નથી જાણતો.

નથી જાણતો કે કઈ મૂંઝવણ માં છું,

કે પછી તારી કઈ સમજણ માં છું,

મૂંઝવણના તારા કઈ સવાલો માં છું,

કે તારા ખોવાયેલા જવાબો માં છું,

ક્યાંક આસપાસ તારી હયાતીમાં છું,

કે પછી માત્ર હયાતી ના ખયાલોમાં છું,

મળતો નથી તને જવાબ કે , સવાલોમાં છું,

તું ઉત્તર તો આપ, કદાચ જવાબો માં છું,

વર્ષોથી ખોવાયેલી યાદોના યાદમાં છું,

કે વિસરાયેલા વિવાદમાં છું,

પળ પળ વહેતા સમયની ધારમાં ધારમાં ખોવાયેલ છું,

કે પછી મળતા સમય ના વહેણ માં છું,

તું મને ના શોધ હું ક્યાં ખોવાયેલ છું,

બસ તું શ્વાસતો લે હું તારા શ્વાસોમાં જ છું.

4.

યાદો ના શબ્દો

યાદોના શબ્દોમાં રોજ એક સાંજ પડે છે

ઢળતી સંધ્યામાં રોજ એક છબી મળે છે

છબીમાં વીતેલા પળોની મહેક મળે છે

ફરી વીતેલી યાદોની એક આસ મળે છે

છબીમાં મળવાના કે છૂટવાના ચિત્રો મળે છે

એ ચિત્રોમાં પણ જતી વેળા ના એંધાણ મળે છે

કદાચ આપણી પરસ્પર લાગણીઓ રોજ મળે છે

પરંતુ પરસ્પર મુલાકાતમાં પણ એ ક્યાં મળે છે

છીએ ઘણા બધા દૂર પણ યાદોમા નજીક મળે છે

આ યાદોના શબ્દોમાં ઢળતી સાંજ માં મને તારી હયાતી મળે છે ...

બીજા રસપ્રદ વિકલ્પો