કશ્મકશ - ભાગ 3 આર્ષ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કશ્મકશ - ભાગ 3

પાછળના ભાગમાં........

અસી : hey... you chokolaty boy... dont be shy... " તેને પ્રેમથી કહ્યું...

અવી : અરે ગુસ્સામાં કહ્યું... શરમ તો મને મારા બાપથી પણ નથી આવતી.. " તે તરત ઉભો થઇ ગયો.

અસી : come on... મને ખબર પડે છે ગુસ્સો અને શરમ કોને કહેવાય..

અવી : સારું કહેવાય લે...

અસી : ચાલ ક્યાંક જઈએ... i swear... હમણાં હુ ક્યાંય ફરવા જ નથી ગઈ..

અવી : આમ જો... ખરેખર કહું છું... મને આદત નથી... હુ એકલુ ફરવાનું વધુ પસંદ કરુ છું... " તે વિનંતી કરતા બોલ્યો... એટલે અસીએ બાગાસુ ખાઈને હાથના ઈશારે અવીને જવા ઈશારો કર્યો... અવી થોડીવાર તેની સામે જોઈ રહ્યો.. પણ અસીએ તેના તરફ નજર સુદ્ધા ન કરી. આખરે તે પોતાના મુડ વિશે વિચારીને ચાલ્યો ગયો...

હવે આગળ........

અવી કોલેજ બહાર આવ્યો... તેને હવે લેક્ચર ભરવનું મન ન હતું થતું. તેથી તે ગાડી લઈને દીવ તરફ ચાલ્યો ગયો. આમ તો આવી રીતે ફરવા જવું તેના માટે સામાન્ય બાબત હતી. તે હમેશા જ્યારે ખુશી અનુભવતો ત્યારે આવી રીતે લોંગ ડ્રાઈવ પર નીકળી જતો. પણ આજે તે સહેજ ઉચાટમાં હતો, તેને અફસોસ થઇ રહ્યો હતો કે તેને અસીને ના કેમ પાડી દીધી... મનના વિચારોમાં ડૂબકી મારતો અવી દીવ પહોંચ્યો.


અવીને આજ સુધી ક્યારેય દારૂ કે બીજા આવા કોઈ જાતના વ્યસન ન હતા. તેના માટે શરીર મહત્વનું હતું. તે અહીં દરિયો જોતો.. ઇચ્છા થાય તો તેમાં ડૂબકી લગાવતો અને ફરી ઘરે આવી જતો. દરિયા પ્રેમી અવીને દરિયામાં ખુબ દૂર સુધી જતા પણ ચેન ન પડ્યું. તેને અસીનો સ્પર્શ વારે વારે યાદ આવતો હતો.


આ હજુ આકર્ષણ માત્ર હતું.. તે અવી સારી રીતે જાણતો હતો. અને આકર્ષણમાં માણસ ક્યારેક ભૂલ કરી બેસે... તેથી અવી પોતાને સમજાવી રહ્યો હતો.. આખરે તેના વજન ધરાવતા વિચારોની જીત થઇ અને તેને ઠંડક વળી ગઈ... કોઈ સાથ આપે ન આપે પણ દરિયો તેનો સાથ ક્યારેય ન છોડતો. એવું અવી મનમાં વિચારતો, પાણી હમેશા તે જ લોકોને પોતાનામાં ખેંચે જે હમેશા છૂટવા મથતા હોય. તરવાની પણ આ એક કળા છે. જ્યારે તમે શરીરને છૂટું મૂકીને દરિયાના પાણીમાં વહાવો ત્યારે દરિયો પણ તમને બહાર જ ધકેલે છે.

પરિસ્થિતિ પણ એક દરિયા જેવી જ હોય છે. તમે જેટલું દૂર ભાગવાની કોશિશ કરો છો ત્યારે પરિસ્થિતિ તમને એટલે જ ઊંડે સુધી ખેંચી જાય. માણસ જ્યારે મત્રા પોતાનાં જીવની કિંમત કરીને આગળ ચાલે ત્યારે જ તે ધાર્યું મેળવી શકે છે.


અવી... તદન એક્લવાયો હતો... પરિસ્થિતિએ તેને ખુબ કઠણ રીતે ઘડ્યો હતો. વળી પોતાની મુશ્કેલી જ એટલી હતી કે તેને ક્યારેય છોકરી બાબતે વિચાર્યું ન હતું... તે જયારે પણ છોકરી વિશે વિચારતો ત્યારે તેને પોતાના માં બાપની ઝગડાળુ જિંદગી યાદ આવી જતી. તેના મત અનુસાર સ્ત્રી પુરુષ પ્રથમ મિત્ર બનવા જોઈએ અને પછી જ જીવનસાથી... કેમકે મિત્રતા નિભાવતી વખતે બન્ને એકબીજામાં નજર કરે ત્યારે જ એકબીજાને સમજી શકે... અને ત્યારે જ ખબર પડી જાય કે બન્ને એકબીજા લાયક છે કે નહિ... આ બધી મીઠી અનુભૂતિ વચે એક પીડા પણ એટલી જ પ્રસારી રહી હતી. પોતે ઘણાં ખરાબ કામ કરેલા હતા તેથી દુશ્મનોની સંખ્યા ઓછી ન હતી,


અવી મનમાં ઉઠેલા વિચારોના વાવાજોડા સાથે ઘરમાં પ્રવેશ્યો... મમ્મી પપ્પાની તું તું મેં મેં ચાલતી જ હતી. એઠા વાસણ ઘસાયા વગર જ બહાર ફળીયા પડ્યા મતલબ બન્ને લોકો જમીને જ ઝગડી રહ્યા છે તેથી પેટમાં ગયેલું આરામથી પચી જાય... પણ આવા વાતાવરણમાં અવી જમવા ન બેસીને પોતાના રૂમમાં ભરાયો...


અસી, પોતાના માં બાપનુ એકનું એક સંતાન. બન્ને દંપતી વ્યવસાયે ડોક્ટર... પણ જ્યારથી અસી સમજણી થઇ છે ત્યારથી હેમલતાએ પોતાનો વ્યવસાય છોડી દીધો હતો. રાકેશ અસીના પપ્પા. સ્ત્રી સન્માન તેની નજરમાં સાફ ઝળકતું. લક્ષ્મીનો પૂજારી, મનથી પ્રેમાળ અને સ્વભાવે અતિ દયાળુ અને લાગણીશીલ.. અસીને કોઈ દિવસ તે એહ્સાસ નહતો થવા દીધો કે તે એક સ્ત્રી તરીકે જન્મી છે. પણ હા એક જાતિ ભેદ ઓળખાવ્યો હતો... કે માણસ કઈ રીતે અલગ પડે છે. અને બન્નેના સ્થાન શુ છે. અને દુનિયામાં તેમના અસ્તિત્વ ક્યા પ્રકારે મહત્વના છે.

હેમલતાનુ વ્યક્તિત્વ આમ સરળ પણ ચપળ ખરી. લોકોને જોઈને સમજી શકતી કે સામેનો માણસ કેવો અને કેટલાને લાયક છે. અસીને તે ગુણ કહો કે લાક્ષણિકતા તેની માં તફથી વારસામાં મળેલી... અસીને ક્યારેય લાગણીની ઉણપ નહતી થઇ. માં બાપ તરફથી અપાર સ્નેહ, પ્રેમ, લાગણી અને હૂંફ બધું જ વણમાંગ્યું મળતું.


તેથી તે પોતાના મમ્મી પપ્પા સાથે વધુ ગાઢ રીતે જોડાયેલી હતી. આમ બહારના સગાવહાલા અને મિત્ર વર્તુળમાં ભળી જતી પણ તેનુ અનુકલન ક્યારેય ન કરતી. તેના માટે બસ તેના મમ્મી પપ્પા જ સૌથી ઉપર હતા. ભગવાનમાં માનતી ખરી પણ એવું જતાવું ન ગમતું. વળી હેમલતાની નજર પોતાની દીકરી ઉપર સતત રહેતી. આમ કોઈ રોકટોક નહિ પણ અસીમા ક્યારેક આવતા બદલાવને તે તરત મૂળથી પકડી લેતી. અને યોગ્ય શબ્દો અને વાક્યો વડે અસીને સમજાવી દેતી. એટલે અસી ઘણા ખુલા વિચારો ધરાવતી છોકરી હતી.


સમયે પોતાની ગતિ જાળવી રાખી... અવીનું આકર્ષણ હવે પાકીને પ્રેમમાં પરિમણયું હતું. તેના હૃદયમાં અસી વસી ચુકી હતી. નીલા અવીના વર્તનમાં આવેલા બદલાવને સમજવા મથતી હતી. પણ તેનો એકલવાયો સ્વભાવ અને ઓછા બોલી પ્રકૃતિથી તે કઈ ધારી ન હતી શકતી. અવીનું અસીના ઘરે જવું વધવા લાગ્યું હતું... તેડવા મુકવાથી લઈને અસી માટે સામાન વસ્તુ વગેરે ખરીદીમાં પણ હવે અવી સાથે રહેતો... હેમલતાએ અવીના વર્તનની જીણવટથી ચકાસી જોયું...

તે અવીને અસી તરફ વધુ ઢળેલો જોતી. વળી તેના હાવભાવ અને વર્તન અસીના મુડ પ્રમાણે હંમેશા બદલતા રહેતા... આસીના ચેહરા પર હાસ્ય લાવવા અવી મજાક મસ્તી કરી લે પણ તે માત્ર દેખાવ જ હતો. પણ તેનો પ્રેમ અને લગાવ અસી માટે તદન સાચા જ હતા. રાકેશ પણ અવીને મળી ચુક્યો હતો... તેને પણ અવીથી કઈ વાંધો ન હતો. દેખીતી રીતે અવી ઉંમરમાં અસી કરતા 4 વર્ષ મોટો.. પણ અવીનું અસી પ્રત્યેનું વલણ જ અનોખું હતું. દુનિયામાં રહેતો અવી અને અસી બન્ને રીતસર નમક અને ખાંડની જેમ અલગ પડતા.


અવી પુરુષ હતો, વળી જવાબદારી નિભાવીને પરિપક્વ બન્યો હતો. તેથી વ્યવહારિક રીતે પુરુષ એટલો તો અભિમાની હોવાનો જ. આ એક જ એવો વિચાર હતો જેથી હેમલતા અસી પ્રત્યે ચિંતા ધરાવતી. પણ પ્રેમ હોય ત્યાં અભિમાન જાજુ ટકતું નથી. એવું રાકેશ વિચારતો અને હેમલતાને સમજાવતો.

અસી અવી તરફ ઢળેલી તો હતી. પણ તેને એ બતાવું ન ગમતું. અવી બીજાથી અલગ લાગતો એટલે અસીને તેની સાથે વધુ ભળતું. અવીને અસીનો આટલો ઓપન માઈન્ડ સ્વભાવ ક્યારેય પસંદ ન હતો. પણ તે ક્યારેય અસીને આ બાબતની જાણ સુદ્ધા નથી થવા દીધી. હવે પરીક્ષાઓ પુરી થઇ અને વેકેશનના દિવસો આવ્યા.

જાતે નિર્ણય લેવાના, રખડવાનું, મોજ-મસ્તી બધું જ કે જે એક 18-22 વર્ષના સમયમાં માણસને પ્રથમવાર મળે... લોકો કોલેજને સુવર્ણકાળ ગણે છે... પણ ક્યારે ઊંડાણથી વિચારો ત્યારે તમે સમજશો કે જે કોલેજ નથી કરતા તે પણ આ ઉંમરે પોતાના સુવર્ણકાળમાંથી પસાર થતા હોય. વેકેશનના સમયમાં રાકેશના જન્મ દિવસે તેના સગાવહાલા અને મિત્ર વર્તુળે ખુબ મજા કરી. આખરે ગણ્યા લોકો રહ્યા પછી અવી અને અસી ઉપરની અગાસી પર પોતાનામાં જ મગ્ન હતા.


અસી : વેકેશનમાં તારે ક્યાંય જવું નથી ?? મતલબ ફરવા જઈશ કે નહિ ?? " અગાસીમાં રાખેલા જુલા પર આડા પડતા અસીએ પૂછ્યું.

અવી : ના રે... કઈ જરૂર નથી... મારે ઘરે કામ ચાલતું હોય.. ત્યાં ધ્યાન દેવું પડે.. " તે અસીના પગ પાસે બેસી ગયો.

અસી : તું તો સાવ બોરિંગ છે... " તેને અવીના ખભે પગ માર્યો અને હસવા લાગી.

અવી : અરે... હાથચાલાકી ન કરીશ... વાગી જશે... " તને અસીના બન્ને પગ પકડીને પોતાના ખોળામાં દાબી દીધા...

અસી : કઈ ન થાય... મનના વહેમ હોય... બાકી સામેવાળું માણસ તો સમજી વિચારીને જ મસ્તી કરે... " એ હાથ નીચે અડકાવીને જુલાને જુલાવા લાગી.

અવી : હમ્મ... "અવી તેના પગની આંગળીઓને નિહાળતો હતો.

અસી : ચાલને મારી સાથે કયાંક ફરવા જાય... હમણાં હુ મમ્મી પપ્પા સાથે આબુ ગઈ હતી.. પણ ખાસ મજા ન આવી.. " તેને મોં બગાડતા કહ્યું.

અવી : પણ ત્યાર તો તને ફીવર હતોને... તબિયત સારી હોય તો જ તું મનથી નવું વાતાવરણ અનુભવી અને માણી શકે... બની શકે કદાચ એટલા માટે તને મજા ન આવી હોય... " તેને અસીના પગના જાંજર રણકાવતા કહ્યું... " કેટલો મસ્ત અવાજ આવે નઈ... " તેને વધુમાં ઉમેર્યું..

અસી : અરે હા.. તને મારા જાંજરના અવાજથી જ મારી હાજરીની ખબર પડી જાય એમને... મનુ એક દિવસ મને કહેતો હતો..

અવી : તેનો જવાબ તો કઈ છે નથી મારી પાસે... પણ હા.. મનુએ કહ્યું તો સાચું... તારા જાંજરના અવાજથી મને ખબર પડી જાય કે તું નજીક છો.. " તેને ફરી જાંજર રણકાવ્યા અને સાંભળવા લાગ્યો.. તેના ચહેરા પર અનેરી શાંતી છવાય ગઈ. અસી તેને નિહાળતી હતી.

અસી : કાઢીને આપી દવ... ઘરે જઈને સાંભળ્યા રાખજે.. " અસી ખળખળાટ હસતા બોલી.

અવી : તારા વગર આ જાંજરની અને તેમાંથી થતા અવાજની કઈ જ કિંમત નથી... " અવી એ અસીની પાની પર કિસ કરતા કહ્યું.

અસી : અવી... તું મને પ્રેમ કરે છે ને ?? !! " અવીના આવા વર્તનથી અસી કંઈક અલગ જ અનુભવીને આંખ બંધ કરતા બોલી.

અવી : અમુક વાત કે લાગણી ક્યારેય શબ્દોથી તોલી ન શકાય... તેનો અનુભવ થઇ જ જાય... પણ મેં ક્યારેય તારા તરફથી એવું અનુભવ્યું નથી... એટલે તારે આ પ્રશ્ન મને પૂછવા કરતા પોતાની જાતને કરવો જોઈએ.. " અવી સ્મિત રેલાવતા બોલ્યો. ફરી એક વાર તેની પાનીમાં કિસ કરી.

ખરું છે ને !! જો આપણે કોઈને પૂછવું પડે કે તું મને પ્રેમ કરે છે ?? તો પ્રેમ કેવો ?? તે પહેલા જ આપણે પોતાની જાતને તે પ્રશ્ન કરવો જોઈએ... જો આપણે સામેવાળાની લાગણી સમજી શકતા હોય તો આપણી અંદર એક અનુભૂતિ થઇ જ આવે. ખરેખર આ પ્રશ્ન જયારે મનમાં ઉઠે તે ખરેખર... સાબિતી જ છે કે આપણે સામાવાળાની લાગણી અનુભવીએ છીએ...

આપણે માંને ક્યારે પૂછી નથી શકતા કે "મમ્મી, તું મને કેટલો પ્રેમ કરે છે ?? " તેનુ કારણ એ જ છે કે આપણે સતત તેના સ્નેહને અને પ્રેમને અનુભવીએ છીએ... પણ તે માં છે.. એટલે લાગણીનો અવિરત પ્રવાહ... ગમે તેટલું મોટું પૂર તેની લાગણીમાં આવે છતાં સંતાન તેમાં ટકી જાય છે... અને એવું પણ બંને કે ક્યારેક કંટાળી જવાય...


સમજણો વ્યક્તિ જયારે પોતાની વિચારશક્તિ પ્રમાણે પગલાં માંડવાનું શરૂ કરે ત્યારે તે પ્રથમ સ્વતંત્ર થાય છે. પછી કઠણ અને પછી પગભર... અને જીવે ત્યાં સુધી તે પોતાની વિચારશક્તિ અને વ્યક્તિત્વ પ્રમાણે જીવે છે. પરિસ્થિતિ અને સમય માણસના વ્યક્તિત્વ અને સ્વભાવને બદલી શકે... પણ જો માણસ પોતાની વિચારશક્તિ જ બદલી નાખે તો સમજવું કે તેને જે અનુભવ્યું તેને સમજવામાં ક્યાંકને ક્યાંક ઉણપ રહી ગઈ.

અહીં ઘણા એવા લોકો હશે જે અવીની વાતથી સહમત નહિ હોય.. પણ જયારે મારી નજરે અવી એક એવો કિરદાર છે... જેને એક પણ ઉકારા વગર ઘણું બધું દબાવી રાખ્યું. સામાન્ય વ્યક્તિ પરિસ્થિતિના ડામથી ઉહ્કારી ઉઠે જયારે અવીએ તે ડામને સમજવાની કોશિશ કરી છે તેને પંપાળવાની નહિ... લાગેલા પર ફૂંક મારવાથી તમે માત્ર અને માત્ર દુખાવાને અનુભવો છો અને નીકળતા લોહીને રોકી શકો છો. ખરેખર તો લાગ્યું સુકામે ??, અને આગળ જતા ફરી આવું લાગે નહિ તે વિચારવાનું હોય છે...

" ત્યાં શું છે... see Here is treasure.. " અસી ઉભી થઇને અવીના ખોળાના બેસી ગઈ... અને તેના ગળામાં હાથ પોરાવ્યા. અને પોતાનાં હોઠ બતાવવા લાગી...

અવી : તું કઇ જમે છે કે નહિ.. કેટલી હળવી છો.... અને તું કેટલી નાની છો મારાથી?" તેને પોતાના હાથ વડે અસીને કમરેથી વધુ નજીક ખેંચીને હોઠ જોવા લાગ્યો...

અસી : 3 વર્ષ.. 7 મહિના... અને 27 દિવસ.. હમ્મ અલમોસ્ટ 4 વર્ષ ગણી લેને.. " તેને અવીની હરકતનો વિરોધ ન કરીને જાતે જ વધુ નજીક જઈને બોલી... અને પોતાના હોઠ અવીના હોઠ પર ચાંપી દીધા... " એ... એ.. પાગલ તારો બાપ.. જોઈ જશે... " અવી તેને પરાણે દૂર કરીને હસતા બોલ્યો...

અસી : અરે.. ટેરેસનો દરવાજો લોક છે... તું કેમ ટેન્સન લે છે... " અસી ફરી કિસ કરવા ગઈ.. પણ અવી તેને પોતાની કમરે જ કસીને પકડીને ઉભો થતા બોલ્યો... " તું માર ખવડાવીશ... "

અસી : યાર... તું મને પરેશાન કરી રહ્યો છે... આટલું શું ડરવાનું... " અવી દરવાજા પાસે અસીને ઉતારી એટલે તે છંછેડાઈને તેને ધક્કો મારતા બોલી..

અવીએ.. ઝડપથી દરવાજો ખોલ્યો.. તો સામેના ખૂણે.. રાકેશ અને હેમલતા પર હૂબહૂ તે જ પોઝિસનમાં એક બીજાને ચીપકીને ઉભા હતા.. તે જોઈને અવીએ તરત દરવાજોને ધીમેથી ધક્કો માર્યો અને અસીના હોઠ પર હાથ દબાવીને દૂર લઈ ગયો.. "અરે... ચૂપ કર.. ત્યાં તારા મમ્મી પપ્પા હતા... "

અસી તરત ઢીલી પડી ગઈ એટલે અવીને પોતાનો હાથ દૂર કર્યો.. " તે આપણી વાતો સાંભળતા હતા ?? " અસી ગભરાઈ ને પૂછવા લાગી...

અવી : અરે ના... પણ તે લોકો તો...." અવીએ વાક્ય અધૂરું છોડીને હસવા લાગ્યો... અસી મોઢા પર હાથ રાખીને બીજી તરફ ફરી ગઈ..

અવી : હશે હવે છોડ... એમની પણ લાઈફ છે ને... lets them enjoy.. " તેને અસીને પોતાની તરફ ફેરવીને બન્ને હાથમાં પોતાનો હાથ લેતા કહ્યું.. અને કપલ ડાન્સ કરવા લાગ્યો.. " યાર... તું આટલો નોર્મલ કેમ રહી શકે... " અસી અવીની નજીક જતા બોલી... "some situations makes us stable." તેને અસીના કપાળ પર કિસ કરી. તેથી અસીએ તેની છાતીમાં પોતાનો ચહેરો સંતાડી દીધો...

પરિસ્થિતિ દરેક માણસને ક્યારેક ને ક્યારેક અસ્થિર કરે છે, પણ સાથે ચાલતો સમય માણસને સ્થિર રહેતા શીખવે છે... અવી આંખ બંધ કરીને અસીને વળગીને સમયનો આનંદ માણવા લાગ્યો... ખાસ્સો સમય ટેરેસ પર વિતાવ્યા પછી બન્ને નીચે આવ્યા... અવી રાકેશ સામે જોઈને હાસ્તો ચાલ્યો ગયો. અને અસી પોતાના રૂમમાં ભરાઈ ગઈ. તેને હજુ પણ પોતાના શરીર પર અવીનાં હાથ મહેસૂસ થઈ રહ્યા હતા. અવીની વાત કરવામાં પણ તેનો પ્રેમ કેટલો ઝલક્તો હતો. ધીમે ધીમે અસી બ્લેંકેટમાં જ પોતાની જાતને સંકોચીને ગઢ નિંદ્રામાં સરી પડી. બીજી બાજુ અવી પણ અસિના વિચારો લઇને ઘર તરફ ગાડીને પૂરપાટ વેગે દોડાવી રહ્યો હતો.