કશ્મકશ આર્ષ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કશ્મકશ

ઓય... આમ જો.. " મનુએ ચાની ચુસ્કી લેતા અવીનું ધ્યાન કોલેજના ગેટમાં પ્રવેશતી એક સુદર પરી જેવી લાગતી છોકરી તરફ દોર્યું... મનુ એટલે પ્યોર ભરવાડ... બાપાને 5 - 5 ચાની હોટલ... ગામડે 40 ગાય અને 10 12 એકર જેટલી જમીન... વળી મનુ અહીં પોતે વ્યાજે પૈસા ફેરવીને કમાણી કરે... દેખાવે 5 ફૂટ્યો.. પણ જમીનમાં 10 ફૂટ ઉતરેલો.. રૂમ રાખીને રાજકોટમાં રહે... આમ તો તેનુ ગામડું પ્રોપર રાજકોટથી દૂર નથી.. માત્ર 60 કિમીના અંતરે જ છે... પણ ભાઈને મોજશોખ કરવા હતા એટલે અહીં એકલો રહે...

"તને છોકરીઓ સિવાય બીજુ કઇ દેખાય છે?? " અવીએ હોઠ ફફડાવતા જ તે દિશામાં નજર કરી. એક દમ ગોરો વાન... જાણે પોન્ડ્સના પાવડરમાં ડૂબકી મારીને જ આવી હોય... તેનુ આખું શરીર સૂર્ય પ્રકાશમાં કંઈક અલગ જ નિખરી રહ્યું હતું. વાળી તદ્દન કાળો પ્લેન પંજાબી ડ્રેસ... બરગંડી કલરના વાળ અને કંઈક અલગ જ લહેકામાં ઉડી રહ્યા હતા. જાણે તાલીમ આપેલી હોય. અવીને પહેલી નજરમાં જ તે સહેજ એવી ગમી ગઈ હતી. પણ આ તેનો સ્વભાવ ન હતો. એટલે મનુ સામે જોઈને હસીને. " જ્યાં ત્યાં મોઢા ન મરાય ભાઈ... HIV થઇ જશે તો હેરાન થઇ જઈશ... "

"જા ને... તું... હું સાવ એવો નથી.. " મનુ સામે ખીજાય ગયો... તેનો સ્વભાવ આવો જ ગરમ ગરમ... કોઈ જરા પણ સામું બોલે એટલે તરત ઉકળી જાય.

"એમ... " અવીએ અધૂરી ચાનો કપ કચરાપેટીમાં નાખીને તેની સામે નજર કરતા કહ્યું એટલે મનુ બે પગલાં પાછળ ખસી ગયો.. " અરે ભૂરા હુ તો મસ્તી કરતો હતો યાર... તે તો મગજમાં લઈ લીધું... "

"બોલવામાં ધ્યાન રાખતો જા... હું ધમારતી વખતે સામે કોણ છે તે નથી જોતો" અવી માર્બલના પથ્થર ઉપરથી પોતાનું બેગ ખભે મારીને ચાલતી પકડી એટલે મનુ પણ પાછળ દોરવાયો...

યાર આ.. રાજ અને હિતાને શુ થયું ?? તે લોકો અહીં જ છે કે ઘરે ગયા ?? " અવી મનુના ખભે હાથ મુકતા બોલ્યો.
"હા એ લંઘા સુતા હશે અતયારે... હોસ્ટેલમાં જ છે.. " મનુ ફોનમાં લોક ખોલીને રાજને ફોન કરવા લાગ્યો.
"રહેવા દે.. ફોન ન કર.. ચાલ આજે બન્નેને ધમારી નાખું... " અવીએ મનુના હાથમાંથી ફોન ખેંચીને કોલર વડે પાછળ ખેંચ્યો.. એટલે મનુ ઝટકા સાથે ફરી ગયો.

"યાર... શુ ખોટે ખોટું મારતો હોઈશ ?? એક તો બેય સિંગલ બોડી.. તારો હાથ સહન કરવો મારા જેવાનું જ કામ ભાઈ... એના તો ક્યારેક હાડકા તૂટી જશે... " મનુ તેને પોતાની પહોળી છાતી બતાવતા બોલ્યો... અવીએ કઈ જવાબ ન આપ્યો બન્ને સીધા જ હોસ્ટેલમાં જઈને ઉભા રહ્યા..

અવી ઉંમરે રાજ અને હિતા(હિતેશ) કરતા 7-8 વર્ષ મોટો.. માર ખાવાથી અને કસરતના લીધે અવી જમ જેવો લાગતો.. મનુ પણ નાનું બચ્ચું લાગે.. તો આ 17 18 વર્ષના બાળકો તો અવી પાસે નાના ગલૂડિયાં જ દેખાય.. મનુ અવી કરતા 5 વર્ષ નાનો પણ ભરવાડ એટલે શરીર તો હોવાનું જ.

"ઉઠ... " અવીએ ગાદલામાં સુતેલા રાજના વાળ ખેંચીને ઉભો કર્યો... તે હેબતાઈ ગયો.... " 20 મિનિટ છે... ચાલ.. " અવીએ રાજને બાથરૂમ તરફ ફેંક્યો અને હિતાનો ટાંટિયો પકડીને લોબીમાં ખેંચી ગયો... "ચાલ ચાલ... તારા બાપની જાન જોડાવાની છે તૈયાર થા ફટાફટ... " હિતાને બાજુના રૂમમાં ફેંકીને ફરી પહેલા રૂમમાં આવ્યો.. મનુ ઉભા ઉભા બધું જોતો હતો.

"બકા... જો લોહી નીકળ્યું.. " રાજ પોતાનું માથું બતાવા લાગ્યો.. " નીકળ બાકી ભેજુ પણ નીકળી જશે... " હોસ્ટેલનો સંચાલક હરેશ ગાળાગાળી સાંભળીને દોડીને રૂમમાં આવીને અવીને સમજાવા લાગ્યો...

જો ભાઈ... " હજુ હરેશ પોતાની વાત પુરી કરે એ પહેલા જ અવીની એક ઝાપટથી તેનુ માથું સીધું દીવાલ સાથે અથડાયું.. " મને નહિ... આ છોકરાવને સમજાવ.. લગભગ આખી હોસ્ટેલ અહીં જ આળોટે છે... ઘેલસફા તારી જવાબદારી બંને કે નહિ આ છોકરાવને કોલેજે મોકલવાની??? " હરેશ માથું પકડીને નીચે બેસી હતો... છતા અવી જોરથી બરાડા પડતો હતો.

મનુ તેને શાંત કરતા બોલ્યો.. " બસ ભાઈ... ગયા બેય.. હમણાં આવી જશે... શાંતી રાખ.. તું બેસ.. " હરેશ હજુ પણ માથું પકડીને જ બેઠો હતો.. અવી ગુસ્સામાં તેની સામે જોતો હતો.

"તંબુરો બેસું... આમ જો જરા.. બહાર જઈને... ટોટલ 44 છોકરાવમાંથી એક પણ કોલેજ નથી ગયો... " અવી ચીસ પડીને બોલ્યો..

"બકા.. કાલે રખડવા ગયા હતા એટલે બધા સુતા છે... " રાજ બાથરૂમમાંથી બોલ્યો.. " ચૂપ કર.. બાકી નાગે નાગો જ કોલેજે લઈ જઈશ... " અવી બાથરૂમના દરવાજા પાસે જઈને તેના પર લાત મારતા બોલ્યો... રાજ મૂંગો થઇ ગયો..

થોડીવારમાં બધા કોલેજે પહોંચ્યા.. લેક્ચર ચાલુ થઇ ગયો હતો.. "મેય આઈ કામ ઈન મેમ !!!" અવી સૌથી પહેલા ક્લાસરૂમના ડોર પર જઈને ઉભો રહ્યો.

મિસ આહુજા... આખી કોલેજમાં સૌથી નાની... ડિગ્રી કરીને પ્રથમ તકમાં જ પરીક્ષા પાસ કરીને કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયેલી "બહુ વહેલા પધાર્યા... " બુકને ડેસ્ક પર મૂકીને ઘડિયાળ બતાવતા બોલી.

"કઈ નહિ.. આ બે પંખીડાને પકડવા ગયો હતો.. એટલે મોડુ થઇ ગયું... " અવીએ રાજ અને હિતાને ખેંચીને ક્લાસમાં ધક્કો માર્યો... રાજ તો ટકી ગયો.. પણ હિતો ગોથું મારી ગયો... "આ નકટા બેય... હોસ્ટેલમાં ગાદલા ખોદતાં હતા... " હિતાને ઉભો કરીને પોતે છેલ્લી બેન્ચમાં જઈને બેઠો.

"તું તારુ કરને... બીજાની શુ ચિંતા કરે.. ભણવું હોય તો ભણશે... બાકી બન્નેના બાપા પાસે લાખોની જમીન છે... વેચી વેચીને ખાધા રાખશે... " આહુજાએ બુક હાથમાં લીધી અને લેક્ચર ફરી ચાલુ કર્યો... અવી છેલ્લી બેન્ચે બેઠા બેઠા ફોનમાં વાર્તા વાંચતો હતો... એમાં જ આખો લેક્ચર પતાવ્યો. મિસ આહુજાએ પોતાનું કામ કરીને ચાલતી પકડી...

મિસ આહુજા દેખાવે સોનાક્ષી સિન્હા જેવી લાગતી. ભરેલું શરીર અને હાઈટમાં અવીની એક દમ બરાબર. તેને ખબર હતી અવી તેના કરતા એક દોઢ વર્ષ જ નાનો હતો. પણ દેખાવે તેના જેટલો જ લાગતો. તેને અવીનું વર્તન અને મિત્રો પ્રત્યેની ચિંતા કરવું ગમતું. અવી તેને દયાળુ અને કેરિંગ લાગતો. એટલે શરૂઆતમાં તેની સાથે રિલેશન માટે પૂછેલું. પણ અવીને વધુ રસ ન હતો. તે પ્રેમ અને લાગણી બાંધતા ડરતો. વળી આહુજા તેના ઓળખીતાની દીકરી હતી. એટલે તેને આહુજાને કઇ ખાસ જવાબ ન હતો આપ્યો.

હિતો : મને ભણવાનુ કહે અને પોતે ફોનમાં વાર્તા વાંચે છે... " બગાસું ખાઈને હિતો બોલ્યો... એટલે અવીએ માથામાં તરત ટાપલી મારીને કહ્યું... "મારે તો સર્ટિફિકેટ જોય છે... તારે પણ એ જ જોય છે ?? "

મનુ : મારે તો સર્ટિફિકેટ અને આહુજા બેય જોય છે... કરને કંઈક.. " મનુ દાંત બતાવતા બોલ્યો.... " હા તો લઈ જા... કોઈ આડો પડે તો હુ બેઠો... " અવીએ તેની વાત ઉડાવી દીધી...

રાજ : શુ ફિગર છે યાર... " તેને મનુની વાતમાં સુર પરાવતા કહ્યું. "આ અવી પાસે આહુજાનો નંબર છે.... વાત કરાય.. ખોટું શુ... " હિતાએ પણ ટાપસી પુરી... "બે ઘેલસફા... તારુ બોડી જોયું છે ?? તું તો આહુજાની અંદર જ ખોવાઈ જઈશ.. " અવી ગુસ્સામાં બોલ્યો. "કઇ નહિ.. આપણે બત્તી લઈને શોધવા નીકળીશુ.. " મનુ હસીને લોટપોથ થઇ ગયો. આખો ક્લાસ આ ચંડાળ ચોકડી સામે ધારી ધારીને જોવા લાગ્યા. બપોરે અઢી વાગ્યે બધા લેક્ચર પતાવીને કેન્ટીંગમાં બેઠા...

"એલા... તને છોકરીઓને જોઈને કઈ ફીલિંગ નહિ આવતી ?? " સમોસા લઈને આવેલો મનુ અવીની બાજુમાં બેસીને બોલ્યો.

"સેની ફીલિંગ ?? " અવી આંખ જીણી કરીને મનુ સામે જોવા લાગ્યો.. "બકા.. ક્યારેક મને વિચાર આવે... કે તું છોકરો ખોટો જનમ્યો... છોકરી બનીને જન્મી હોત તો કમસે કમ અમારે લાઈન મારવા તો કામ આવત.. " રાજ હસીને બોલ્યો.

અવી : હમ્મ... એવી ઇચ્છા તો મારી પણ હતી.. આ સાલું છોકરો બનીને ઘરની કેટલી બધી જવાબદારી નિભાવી પડે... છોકરીઓને કેટલો આરામ યાર.. " તેને ચાની ચુસ્કી લીધી...

હિતો : પણ તું છોકરી હોત તો તને આરામ ન લેવા દેત... " મનુ અને હિતો એક સાથે હસી પડ્યા.... અવીએ રાજ સામે જોઈને પૂછ્યું... "તને ખબર ન પડી કઈ ?? "

રાજ : છોકરીઓને પણ ઘણા કામ હોય જ છે ને.. કેટલા ઘરકામ કરવાના હોય... " તેની વાત સાંભળીને અવી પણ હસવા લાગ્યો... મનુ અને હિતો તો બેવડા વળી ગયા.

અવી, કમાવાની ઉંમરે ફરી ભણવા બેસેલો... આમ 12 સાઇન્સ નાપાસ.. પણ આ તો શુ છે કે.. માં બાપને એન્જીનીયર જોતો હતો.. કમાણી તો કરતો જ હતો.. પણ હવે માણસો રાખેલા.. પોતે કોલેજ આવતો અને ઘરે ધંધો ચાલતો.. કમાણીની કમાણી અને ભણવાનું પણ થઇ રહે...

અવી ઘરે આવીને વાર્તા લખવા લાગ્યો... આ તેનુ રોજનું કામ.. ખાવાનું, સુવાનું કોલેજ અને ધંધાના વ્યવહાર... બસ.. શાંતિથી જીવન જીવતો અવી બસ વાર્તા, નવલકથા લખતો અને વાંચતો... જાણે એક દમ શાંત દરિયો...

એલા ઉઠ કોલેજ નથી જવું ?? " નીલા... અવીના મમ્મી શ્રી.. (જોકે તેનુ નામ હિરલ છે પણ મને નીલ લખવું સહેલું લાગે છે એટલે નીલા જ ચલાવીસું) તેને અવીના પગનો અંગુઠો ખેંચતા ઉઠાડ્યો..

"હજુ 7 વાગ્યા છે... કોલેજનો ટાઈમ 10. 30 નો છે... સુવા દે થોડીવાર.. " અવી ઊંઘમાં બોલ્યો અને ફરી ઢીમ થઇ ગયો...

"હાલ હાલ.. ઉભો થા.. ચા ઠંડી થઇ જશે... પછી ફરી ગરમ કરવા બેસીસ.. " નીલા વધુ કઈ બોલી નહિ.. પોતાના કામમાં પોરવાઈ ગઈ... અવી નિરાંતે થોડીવાર પછી ઉભો થઈને રસોડામાં ઘુસ્યો.. ધીમા તાપે ચા ગરમ કરવા મૂકીને તે બાથરૂમમાં ઘુસ્યો... સીધો ન્હાઈને જ બહાર નીકળ્યો...

અવીની ઝડપ જ એટલી હતી.. 15 મિનિટમાં તૈયાર થઈને ફરી રસોડામાં ઘુસ્યો.. જોયું તો ચા બળી ગઈ હતી... ફરી ચા બનાવી અને કપ લઈને પ્લેટફોર્મ ઉપર બેઠો...

હોલમાં જાડું લગાવતી નીલાએ ત્રાડ પાડી " નવરીના નીચે ઉતર.. ખબરદાર જો ત્યાં બેસ્યો છો તો... " અવી તરત નીચે ઊતરીને ઉભા ઉભા જ ચા પીને કોલેજ જવા નીકળ્યો...

મીડ પત્યા પછી અવીનું નામ ફિઝિક્સ અને મેથમેટિક્સમાં સારું એવું બની ગયું હતું... વળી તે વિષય લેવા વાળી આહુજા પોતે... એટલે તેનો ચહીતો.. કોલેજમાં પહોંચીને ગાડી પાર્ક કરી અને કેન્ટીંગમાં ગયો... ચાનો ઓર્ડર આપીને ભાઈ ટેબલ ઉપર ગોઠવાયા.

"સહેજ ખસોને તો અમે અહીં બેસી જઈએ.. " કોયલ કેવો મધુર અવાજ સંભળાતા અવીના ચહેરા પર હાસ્ય તો છવાયું પણ તેને પોતાના ફોનમાં જ નજર રાખીને કાઉન્ટર પાસેના સ્ટુલ પર બેસ્યો... બન્ને છોકરીઓ હસવા લાગી... ત્યારે અવીએ તે બન્ને ફૂલ પર નજર કરી....

તેમાં એક જાણીતો ચહેરો દેખાયો... "આ તો મનુ વાળી છોકરી.. " અવીએ તેના ઉપર નજર ફેરવીને મનમાં બબડવા લાગ્યો... પેલી છોકરી પણ અવી સામે જોતી હતી. અનાયાસે અવીના ચહેરા પર સ્મિત રેલાય ગયું... સામે છોકરીએ પણ પ્રત્યુત્તર આપ્યો... પણ નજર વધુ સમય બંધાય ન શકી... મનુ બન્નેની વચ્ચે આવીને બેસી ગયો.

"તને... આ જ સમય મળ્યો.. " અવીના મોં માંથી શબ્દો સરી પડ્યા... પેલી છોકરીએ સાંભળી લીધું... તેથી તેને સહેજ ત્રાંસુ થઈને અવી સામે મસમોટી મુસ્કાન પાથરી... અવીના દિલના એક એક તાર ઝણઝણી ઉઠ્યા... તેને નજર ફરી પણ મન ન ફરી શક્યું.

આમ તો અવીના ઘણી છોકરીઓ સાથે મિત્ર તરીકે સંબંધ રહી ચુક્યા હતા પણ ક્યારેય આવું અલગ અનુભવ્યું ન હતું... પણ તે છોકરી તરફ અવી કંઈક અલગ લાગણીથી ખેંચાય રહ્યો હતો.

કદાચ જ આ તે ક્ષણ છે જેને ક્યારેય શબ્દોમાં તોલી ન શકાય... આ બસ જે વ્યક્તિને થાય તે જ સમજે... અવી માટે આ લાગણી કંઈક નવી હતી. અનુભૂતિ તો આકર્ષણની જ... પણ કદાચ કંઈક નવું હતું. જે અવી અનુભવી રહ્યો હતો...

આજે જે અનુભૂતિ અવીએ અનુભવી હતી તે કદાચ ક્યારેય અનુભવી ન હતી. તેને બસ કંઈક અલગ જ એહ્સાસ સતત થતો હતો... તે છોકરીનો ચહેરો અને તેની અદાહ... તેની મોટી કળી કાજલ લગાવેલી આંખો... બધી યાદો અવીને ઢંઢોળી રહી હતી. સતત બાર દિવસ સુધી અવીએ તે છોકરીના ડેટા કાઢવામાં વિતાવ્યા... તેના વિશે ઘણું જાણ્યું અને સમજ્યું... સ્વભાવે ઓપન માઇન્ડેડ હતી. ગમે તેની સાથે ભળી જતી. માં બાપ ડોક્ટર હતા. તે પણ અહીં ફાર્મસીનું જ ભણવા આવતી.