લાઈફ પાર્ટનર - 23 - છેલ્લો ભાગ Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઈફ પાર્ટનર - 23 - છેલ્લો ભાગ

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 23

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

પહેલો ઠગ હવે પ્રિયાને ચાકુ મારવાની તૈયારીમાં જ હતો અને તેની સાથે પેલો થડ પાછળ સંતાયેલા વ્યક્તિએ તેની ગનમાંથી એક ગોળી પેલા વ્યક્તિના હાથમાં મારી એટલે ચાકુ નીચે પડી ગયું.પ્રિયા પણ ગોળી ચાલવાનો અવાજ સાંભળીને થોડી ગભરાઈ જાય છે પણ તે જુવે છે તો તે ગોળી પેલા વૃદ્ધ વ્યકતીના હાથમાં વાગી હોય છે.અને એક ચાકુ બાજુમાં સહેજ દૂર પડી ગયું છે.આથી પ્રિયા આજુ બાજુ એ જોવા નજર કરે છે કે એ ગોળી કોને ચલાવી તો તેની નજર પેલા ઝાડ પાસે જાય છે તો તેના મોં પર ખુશીના વાદળાં છવાઈ જાય છે.તે બીજું કોઈ નહીં પણ ઈશ્વરભાઈ જ હોય છે.આથી પ્રિયા તેમની પાસે જઈને તેમને ભેટી પડે છે અને કહે છે "પપ્પા આજે મેં ફરી મેં એજ ભૂલ કરી"

"ના,બેટા આને તો માનવતા કહેવાય" ઈશ્વરભાઈએ પ્રિયાના માથા પર હાથ ફેરવતા કહ્યું

"પપ્પા તમે સાચા સમયે આવી ગયા.પહેલા માનવએ મને બચાવી અને હવે તમે.." પ્રિયાએ ભાવવિભોર સ્વરે કહ્યું

"ના બેટા આ વખતે પણ તને તો માનવે જ બચાવી છે,તું ઘરે થી નીકળી ત્યારે એનો મને ફોન આવ્યો કે એને કાંઈક જરૂરી કામ હોવાથી તમે આજે પ્રિયાનું ધ્યાન રાખો અને એને વિશ્વાસ હતો કે આજે આ આવશે જ અને આ આવ્યો પણ" ઈશ્વરભાઈએ ઠગ તરફ આંગળી કરતા કહ્યું

"ઑય..કોણ છે તું..?" પ્રિયાએ પૂછ્યું

"પ્રિયા,તું એને ઓળખશ જ" ઈશ્વરભાઈએ કહ્યું

"ના પપ્પા હું આને નથી ઓળખાતી"પ્રિયાએ કહ્યું

એક મિનિટ એટલુ કહી તે પહેલાં ઠગ પાસે ગયા અને તેની નકલી મૂછ તથા દાઢી કાઢી નાખી.એટલે એને જોઈને પ્રિયાના મુખમાંથી ઉંહકરો નીકળી ગયો અને બોલી ઉઠી "જીજુ તમે..."

"હા આ એજ હરામી છે જેને મારી દીકરીને મારાથી છીનવી લીધી પણ આને એવું કેમ કર્યું એ તો હવે આજ કહેશે" ઈશ્વરભાઈ એ તેને કોલરથી પકડીને પૂછ્યું

પેલા ઠગે કહ્યું "મારુ સાચું નામ તો રોકી છે.અને સાથે પોતે કઈ રીતે બધાને ઠગે છે એ પણ જણાવ્યું.પછી તેને રાજલની વાત કરતા કહ્યું અમારી અંડરવર્લ્ડની દુનિયામાં પણ બધાની એક ઈજ્જત હોય છે એમાં મારુ નામ ઊંચું કરવા મેં તમારી દીકરીને જ આગલો શિકાર બનાવવાનો નીર્ધાર કર્યો મારા તેની સાથે લગ્ન તો થયા પણ હવે મારા બીજા પાસા મુજબ મારે તેનો તમારા બધા સાથે ઝઘડો થાય એ અનિવાર્ય હતું પણ રાજલ કોઈ દિવસ ઝગડો કરતી નહીં પછી મેં એને ટોર્ચર કરવાનું શરુ કર્યું કેમ કે એ મારી સાથે હતી ત્યાં સુધી હું મારો ધંધો કરી શકું એમ નહોતો.હું ટોર્ચર કરવાની ચરમસીમા સુધી ગયો પણ મેં ધાર્યું હતું કે તે કંટાળીને તમારી પાસે આવી જશે પણ તેને તો આત્મહત્યા કરી લીધી.અને તમારી આ બીજી દીકરીની ગવાહી થી મને ત્રણ વર્ષની જેલ પણ થઇ બસ ત્યારથી જ મેં તેને મારો બદલો લેવા મારી નાખવાનો નીર્ધાર કર્યો પણ પેલા માનવના લીધે તે શક્ય ન બન્યુ" રોકી એ ગુસ્સામાં કહ્યું

"હા અને હવે બનશે પણ નહી કેમ કે ફાંસીનો ફંદો હવે દૂર નથી" આટલું બોલી ઈશ્વરભાઈએ તેને જીપમાં નાખ્યો અને પછી પ્રિયાને સંભાળીને ઘરે જવા કહ્યું સાથે જ તે સાંજે આવશે એમ કહ્યું દીધું

****************

હવે આ હાતશાને પણ એકાદ મહિનાનો સમય વીતી ગયો અને પ્રિયા અને માનવના મનમાંથી તો બધો ભય નીકળી ગયો પણ હજી રાજ વિશે તેને ખબર ન હતી તે પણ હવે ટુક સમયમાં પ્રિયા સાથે બદલો લેવા ઉતાવળો હોય છે.

રાજ પ્રિયાની ક્લિનિકથી થોડે દુર છુપાઈને બેઠો બેઠો દિવ્યાના ફોટા જોઈ રહ્યો હોય છે અને સાથે જ તે પ્રિયાની બહાર આવવાની રાહ જોઈ રહ્યો હોય છે.પણ હજી એમાં એકાદ કલાક જેટલો સમય હતો પણ રાજ પ્રિયા નીકળી જાય એવું રિસ્ક નહોતો લેવા માંગતો આથી તે એક કલાક જલ્દી જ આવી ગયો.

તે ત્યાં નજર રાખી જ રહ્યો હોય છે ત્યાં તેની નજર એક સ્ત્રી પર જાય છે જે પોતાના મુખ પર કપડું બાંધી રહી હોય છે અને એક ચાકુ તેના કમરમાં સંતાડી રહી હોય છે.હજી તેને કપડું આખું બાંધ્યું નથી હોતું એટલે સહદેવ તેને ઓળખી જાય છે અને તેના મુખમાંથી આહ નો ઉદગાર નીકળી જાય છે સાથે જ તે સ્ત્રી પ્રિયાના ક્લિનિકમાં જાય છે.અને રાજને આખી ઘટના સમજાય જાય છે સાથે જ તે હવે પોતાનો નિર્ણય બદલે છે અને માનવને કંઈક મેસેજ કરે છે અને બધી વિગત તેમાં લખે છે.પછી રાજ તે સ્ત્રી પાછળ પાછળ ક્લિનિકમાં પ્રવેશે છે અને તે જુવે છે કે પેલી સ્ત્રી પ્રિયા સાથે કઈક વાત કરી રહી હોય છે અને ધીરેથી પોતાનું ચાકુ હાથમાં લઈ રહી હોય છે

પછી રાજ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર તેને પાછળથી પકડે છે.અને તેને જમીન પર પાડી દે છે અને તેના હાથમાં રહેલું ચાકુ લઈ લે છે.એટલે પ્રિયા સમજી જાય છે કે આ પણ એની જ કોઈ દુશમન છે એટલી વારમાં માનવ પણ ત્યાં પહોંચે છે એટલે રાજ તેના મુખ પરથી કપડું હટાવે છે તો તે બીજું કોઈ નહીં પણ દિવ્યા હતી!!

હવે રાજ ને તેના પર જેટલો પ્રેમ હતો એટલો જ ગુસ્સો આવી રહ્યો હતો એટલે માનવે તેને પૂછ્યું "બોલ તારી સાચી ઓળખ"

એટલે દિવ્યાએ કહ્યું "માનવ મારી સાચી ઓળખ તો દિવ્યા જ છે હું રોકીની સગી બહેન છું.અમારે આ પ્રિયા સાથે બદલો લેવો હતો અને એ માટે મારે તને રસ્તામાંથી દૂર કરવો જરૂરી હતો એટલે મને થયું હું તારી સાથે પ્રેમનું નાટક કરું તો તું કદાચ પ્રિયાથી દુર થઇ જાય પણ એવું ન થયું એટલે હું પાછી જતી રહેવાની હતી ત્યાં આ રાજે મને પ્રપોઝ કરી પણ તેને પણ સમજાવી હું દૂર જતી રહી પણ પછી મને જાણવા મળ્યું કે તમારા લીધે મારા ભાઈ ને ફાંસીની સજા થઈ રહી છે તો હું બદલો લેવા પાછી આવી પણ અફસોસ કે અમારી આખી ટિમ પકડાઈ ગઇ"

પછી થોડીવાર માં પોલીસ આવે છે અને દિવ્યાને પકડીને જતી રહે છે અને સાથે જ માનવ રાજ નો આભાર માને છે.પણ રાજ સાચું કહી દે છે પોતે ત્યાં કેમ આવ્યો હતો એટલે માનવ કહે છે "દોસ્ત આ તો નિયતિ નો ખેલ છે કદાચ તું એ માટે ન આવ્યો હોત તો મારી પ્રિયાને કોઈ બચાવી શક્યું ન હોત!!"

***********

કહ્યું છે ને દોસ્તી કોઇ દિવસ પુરી નથી થતી હા ક્યારેક કોઈ રીલેશન તેના પર હાવી જરૂર થાય છે પણ તે અસ્થાયી હોય છે આજે રાજ અને માનવ ફરી દોસ્ત બની ગયા અને સાથે જ ઝીલ અને અનિલ પણ તે લોકો આજે ફરીને ગાંઠિયા ખાવા ભેગા થયા અને આજે અગિયાર નહીં પણ રાત્રીના એક વાગી ગયા.

પછી માનવ અને પ્રિયાના ફરીને ધૂમધામથી લગ્ન કરવા માં આવ્યા અને પેરિસ પણ ફરી આવ્યા.પણ તેમને આજે પણ સિટી ગાર્ડનમાં બેસીને જે સુખ મળે છે તે કદાચ પેરિસ માં પણ નહીં મળ્યું હોય!!!

***************

સમાપ્ત

તો વાચક મિત્રો આ નવલકથા અહીં જ પુરી થાય છે.તો તમને આ કેવી લાગી એ મને મારા whatsapp અથવા કોલ 7434039539 પર જણાવો

જલ્દી જ એક બીજી પણ નવલ લઈને હજાર થઈશ ત્યાં સુધી જય શ્રીકૃષ્ણ