તે છોકરી ગેસ્ટ રૂમમાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રોયા જ કરતી હતી. તેનું રૂદન બંધ થવાનું નામ જ નહોતા લેતાં. રાધાબેને ને મોહને અથાગ પ્રયત્ન થી તે ચૂપ તો થઈ, પણ તેના હિબકા નો અવાજ હજી પણ આવતો હતો. મેજર નો અકળામણ કે ગુસ્સો શાંત થઈ ગયો હતો.
મોહન સ્ટડી રૂમમાં આવી ને મેજર ને કહેવા લાગ્યો કે સર, આ છોકરી કેટલી હઠીલી છે. કયાંક ખરેખર તો તે મૂક-બધિર નથીને?
મેજરે કહ્યું કે હમમ.
મોહને કહ્યું કે સર તમને રાત્રે આ છોકરી પાછળ ગુન્ડાઓ પડયાં છે. તે કેવી રીતે ખબર પડી ?
મેજરે કહ્યું કે મોહન સૌથી પહેલાં આ છોકરી નું કોઈ નામ આપ. જેથી તેના વિશે વાતચીત કરવી આસાની રહે.
મોહને કહ્યું કે હા સર.શું નામ આપીશું? ટીના કહી ને બોલાવીશુ.
મેજરે હા પાડી ને કહ્યું કે, મોહન આ છોકરી એટલે ટીના ના તો હઠીલી છે,ના તો મૂક-બધિર છે. રહી વાત મને ખબર પડવાની તો મને ઊંઘ નહોતી આવતી તો સ્ટડી રૂમમાં જતો હતો ત્યાં પગરવ ના અવાજ આવતાં જ લાઈટ કરી ને ટીના ને તેની પાછળ દસ-બાર લોકો દોડતાં જોયાં ને છોકરી છે એમ જાણી ને મદદ કરવા માટે ટીના ના અંદર ખેંચી લીધી.પછી ની તો તને ખબર જ છે. પણ તને શું લાગે છે?
મોહને કહ્યું કે તેમની વચ્ચે ની વાતચીત પરથી
કંઈ ખબર પડી કે તે લોકો આ છોકરી નો પીછો કેમ કરતાં હતાં? કયાંક તે લોકો નો ઈરાદો ખરાબ હોય એવું પણ બને ને ?
મેજરે કહ્યું કે તેની પાછળ પડેલા લોકો કોઈ બદઈરાદા થી નહીં પણ કોઇ તેના બોસ ના ઈન્સ્ટ્રકશન ફોલો કરતાં હતાં. એ સિવાય તો બીજું કંઈજ એ લોકો ની વાતચીત પરથી ખબર તો નથી પડી.
સર, આમ તો આ ટીના ની વય તો 17-18 વર્ષ ની જ લાગે છે. સર એ લોકો નો જો ઈરાદો ખરાબ ના હોય તો આજકાલ સ્ત્રી નું અપહરણ કરી ને બીજા દેશોમાં વેચવાનો ધંધો વિકસ્યો છે. તેના માટે પકડી હોય ને તે ભાગી નીકળી હોય એવું પણ બને, મોહન બોલ્યો.
મેજરે કહ્યું કે તારી વાત તો સાચી લાગે છે. એવું હોય તો તેના માતા-પિતા એ તેની ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશન માં લખાવી જ હશે. તું પોલીસ સ્ટેશન જઈને કોઈ એવી ફરિયાદ આવી છે કે નહીં તે ચેક કરી લે. અહીં ના લખાવી હોય ને બીજા પોલીસ સ્ટેશનમાં લખાવી હોય. તેની ઈન્ફ્રમેશન પણ ઈ.રાણા સર ને મેં કહ્યું છે એમ કહીશ તો તે લાવી આપશે.
ઓ.કે. કહીને મોહન પોલીસ સ્ટેશન જવા નીકળ્યો.
ઈ.રાણા ને મળીને ગઈકાલ ની બનેલી ઘટના જણાવી ને પૂછ્યું કે સર કોઈ ના ગુમ થવાની ફરિયાદ આવેલી છે.
ઈ.રાણા એ તેના દેખાવ વિશે પૂછ્યું. મોહને તેના દેખાવ વિશે જણાવતાં ઈ.રાણા એ છોકરી લગતી ફરિયાદ કોઈ જ આવી નથી. કંઈક ખબર પડશે તો તે ફોન કરશે.
મોહન એ ઘરે આવી ને મેજર ને સારી વાત કહી. મેજરે તેને બીજા કામે મોકલી દીધો.
અત્યાર સુધીમાં મેજર ના કહેવાથી રાધાબેને ટીના જોડે વાત કરવાનો ઘણાં પ્રયત્ન કર્યો, પણ તે જાણે કંઈજ સમજણ ના પડતી હોય તેમ તેમના સામે જોયાં જ કરતી હતી.
આમને આમ દિવસ પૂરો થયો. મેજર રાત નું ડીનર કરી પોતાની બેડરૂમમાં ગયા. ત્યાં જ તેમના મિત્ર ઈ.રાણા નો ફોન આવ્યો.
મેજર બોલ્યા કે બોલો, રાણા સર કેમ ફોન કર્યો? કંઈ કામ હતું?
ઈ.રાણા એ કહ્યું કે હા, મોહન જે છોકરી ની વાત કરતો હતો તે કંઈ બોલી કે કંઈ જાણવા મળ્યું.
મેજરે ના પાડી.
તમને આ ઈન્ફ્રમેશન કામ લાગે એવી છે કે તે ખબર નથી. પણ આજે થોડી વાર પહેલાં જ એક ટોમી નામનો ગુન્ડો પકડયો છે. એ છોકરી ની તસ્કરી કરે છે. ઈ.રાણા બોલ્યા.
મેજરે પૂછયું કે, કેવી રીતે પકડાયો? એ વાત ને આ ટીના વાળી ઘટના થી શું સંબંધ?
એકચ્યુઅલી મારા ખબરી એ આજે મને ટોમી કયા છે કહ્યું ને એણે ગઈકાલે તમારા એરિયા માં જોયો હતો. ઈ.રાણા બોલ્યા.
મેજર કહ્યું કે મારા એરિયામાં?
એની ગેન્ગમાં થી એક છોકરી ગઈકાલ રાત્રે ભાગી નીકળી હતી. એને શોધતો શોધતો તમારા એરિયામાં આવેલો.એટલે જ તમને ફોન કરી જણાવ્યું. ઈ.રાણા એ કહ્યું.
મેજર બોલ્યા કે તમે તેને આના રિલેટેડ પૂછતાછ કરો.કંઇ જાણવા મળે તો જણાવજો.
ઈ.રાણા ,ઓ.કે. કહીને ફોન મૂકયો.
સવાર ના ચા-નાસ્તો કરતાં જો કંઈક પૂછતાછ કરું તો કદાચ જવાબ આપે. એવું જ કરવું જોઇએ કારણ કે એ વખતે ઍટસ્મોફિયર ફેમિલિયર લાગે તો ...... એમ વિચાર કરતાં તે સૂઈ ગયા.
* * *
સવારે ઊઠીને બધાં ડાઈનીંગ ટેબલ પર ચા-નાસ્તો કરવા બેઠા.
મેજરે મનમાં વિચાર્યુ કે પહેલાં હળવી વાતો કરવાથી કદાચ જવાબ આપે. તેથી સૌ પ્રથમ તેને પૂછયું કે તારી તબિયત કેવી છે?
ટીના એ માથું હલાવી ને હા માં ઉત્તર આપ્યો.
તારું નામ શું છે? મેજર પૂછયું.
ટીના એ ફરીથી જવાબ ના આપ્યો. પહેલાં ની જેમ જ ચૂપચાપ દીવાલો ને જોયાં જ કર્યું.
મેજર અકળાઈ ઉઠ્યો, પણ મન ને શાંત રાખી ને ફરીથી પ્રશ્ન પૂછયો. જવાબ ના મળતાં બીજા આગળના દિવસ ના બધાં જ સવાલો રિપીટ કર્યા.
મેજરે મોહનને કહીને કાગળ આપી ને અંદર સવાલો ના જવાબ લખવાનું કહ્યું તો પણ તેણી કંઈ ના લખ્યું. આખરે જવાબ ના મળતાં મેજર થોડા ગુસ્સામાં જ બોલી ઉઠ્યા કે આ ટોમી કોણ છે? ને ટોમી સાથે તારે શું સંબંધ છે?
ટીના તો પણ જવાબ આપવા ની જગ્યાએ તે દીવાલ તરફ જ જોયાં જ કર્યું.
તને ખબર છે, ટોમી ને પોલીસે પકડી લીધો છે. તેની પાસે થી પોલીસ વાત તો ગમે તેમ કરીને કઢાવી જ લેશે. પછી તું શું કરીશ? માટે જ કહ્યું છું કે મને કહે કે તેણે કે કોઈ એ તારું અપહરણ કર્યું છે કે તને ભોળવી ને ઉપાડી લાવ્યો છે? જે હોય તે જણાવ. તો હું તારી મદદ કરી શકું.મેજરે કહ્યું.
ટીના આ સાંભળી ને ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી.
મેજરે આ જોઈને દયા આવતાં જ રાધાબેન ને કહ્યું કે રાધાબેન આનું ધ્યાન રાખજો. ખૂબ જ દુઃખી છે. એમ કહીને તે આર્મી કલબમાં જતાં રહ્યાં.
આ ટોમી કોણ છે?
તેની સાથે ટીના ને સંબંધ શું છે?
ટોમી એ તેનું અપહરણ કર્યું છે કે ભગાડી લાવ્યો છે?
પોલીસ ટોમી પાસેથી માહિતી કાઢી શકશે?
જાણવા માટે ફોલો કરો. કોમેન્ટ અવશ્ય કરજો.