ફૂટપાથ - 6 Alpa Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફૂટપાથ - 6

આગળ ની વાર્તા :
સંદીપ અને પૂર્વી એક સુુુુખી યુગલ છે, એક દિવસ ફૂટપાથ ઉપર ગરીબોને મદદ કરતી વખતે અચાનક પૂર્વી સામે સંદિપ ની વરવી વાસ્તવિકતા આવે છે અને પૂર્વી સંદિપ ને મક્કમ શબ્દો મા બેડરુમ છોડી ગેસ્ટ રૂમમાં મોકલી દે છે
બીજા દિવસથી પૂર્વી સંદિપ સાથે વાતચીત બંંધ કરી દે છે, સંદિપ ફરી એકવાર રાત્રે બહાર જાય છે અને પૂર્વી ઘર બંધ કરી તેની મિત્ર ના ઘરે જતી રહે છે, સંંદિપ રાતે પાછો ફરી ઘરેે લોક જોઇ ફ્લેટ ની લોબીમાં રાખેલા બાંકડા પર સુુુુતા સુતા ભૂતકાળમાં ખોવાઈ જાય છે

હવે આગળ

----------------------------
સંદીપ
એક નાનકડા ગામ ના સાધારણ કુટુંબનો ભણવામાં હોશિયાર દિકરો, તેને સરકારી શિક્ષક નુ માર્ગદર્શન મલ્યુ અને તેમની તથા તેમના જેવા બીજા સદ્ગગૃહસ્તો ની સલાહ અને આર્થિક સહાય ના પરિણામે એક ગરીબ વિદ્યાર્થી કોમ્પ્યુટર એન્જિનિયર બની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીએ લાગી ગયો એ પણ માસિક 50000 ના પગાર થી આ પણ એક સપનાથી ઓછુ ક્યાં હતુ?
પોતે તો શું પણ બીજા કોઈ પણ એક મહિના માં આટલુ કમાઇ શકે એવી કલ્પના પણ કરી ન હોવાથી શરૂઆતમાં પૈસા પાણીની જેમ વાપરીને જાણે બાળપણના બધા અભાવ એકસાથે જીવી રહ્યો હતો. પણ ધીમે ધીમે શહેરના ખર્ચા અને લાઇફસ્ટાઇલ જોતા પૈસા સાચવવની સમજ આપોઆપ આવી ગઈ અને તેજ સમય દરમિયાન ગામડે રહેતાં માબાપુએ પણ હવે પગાર સારો છે તો ધીમે ધીમે દેવુ ઓછુ કરતા જઇ ગીરવે રાખેલ ખેતર છોડાવવા માટે મદદ કરવા જણાવ્યું તો ફરીથી જાણે પૈસાની અછત ઉભી થઇ ગઇ. રજાઓ દરમિયાન ગામડે પહોંચી જમીનદાર ને મલ્યો તો જાણવા મળ્યું કે નાના મોટા પ્રસંગે લીધેલ રકમ વ્યાજ સાથે 17 લાખે પંહોચી હતી,મહીને 25000 જમા કરાવે તો પણ 17લાખ પૂરા થતાં 6 વરસ લાગે અને એ સમય દરમિયાન નુ વ્યાજ અલગ. આખરે ગામના સરપંચ અને બે ત્રણ આગેવાનો ને વચ્ચે રાખી 25000 દર મહિને સાડા છ વરસ સુધી આપવાનુ ઠરાવી ખેતર ખેડવા પાછા લીધા, પરંતુ દસ્તાવેજ કરવામાં ના આવ્યા અને સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યુ.
પહેલા ગામડામાં રહેતાં ત્યારે 5000 મોટી રકમ લાગતી હતી, હવે50000 પણ ઓછા લાગવા માંડ્યા.
આજ સમય દરમિયાન કંપનીના H. R વિભાગ મા કામ કરતાં પૂર્વી મેડમ નુ નામ સાંભળવા મળ્યું, મેડમ મોટા ઘરની દિકરી છે અને નોકરી તો શોખથી કરે છે, બાકી મોટાભાગનો પગાર તો અનાથ આશ્રમ અને ફૂટપાથ પર રહેતા ગરીબો પાછળ જ ખર્ચ કરે છે એવું સાંભળતા દિલમાં એક ઇર્ષા ની આગ લાગી જાણે, પોતાની આખી જીંદગી કદાચ પૈસા પાછળ દોડવામાં જશે, જ્યારે તે પૈસા ફૂટપાથ પર વંહેચી દે છે તે જાણી પોતાના નસીબ પર અફસોસ પણ થયો. બસ આમજ છ મહિના નીકળી ગયા. એક દિવસ અચાનક ઓફિસના ઉપરી અધિકારીએ તેના ટેબલ પાસે આવી કહ્યુ ,"સંદિપ એક કામ તારી જવાબદારી બહાર નુ છે પરંતુ તારે કરવુ પડશે ,આપણી આેફિસના HR ડીપાર્ટમેન્ટ ના પૂર્વી મેડમ ના ઘરે અમુક પેપર માં સહી કરાવવા જવાનુ છે"પૂવી ને રુબરુ મળવાની લાલસાએ ત્યારે તો વિચાર કર્યા વિના જ હા પાડી દીધી પરંતુ તેમના ગયા બાદ યાદ આવ્યું કે ના તો એ પૂર્વીને ઓળખે છે અને ના તો તેની પાસે પૂર્વીનુ સરનામું છે. તેણે સહકર્મચારી સ્ત્રી મિત્રને સાથે આવવા વિનંતી કરી, અને તે આવવા તૈયાર પણ થઈ ગઈ. રસ્તા માં તેની પાસે થી જાણવા મળ્યું કે એકજ મહિનાની અંદર જ પૂર્વીમેડમના માતાપિતા બંનેના મૃત્યુ થયા અને મેડમ ખુબ અપસેટ રહે છે એટલે ઓફિસમાંથી તેમને સામેથી રજા આપવામાં આવી છે અને જરુરી હોય ત્યારે આ રીતે કોઈ તેમના ઘરે જઈને સહી કરાવી આવે છે. સાંભળીને જ નવાઇ લાગી કે અત્યાર ના જમાનામાં બે રજા વધારે પાડે તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે પૂર્વી ને સામે ચાલીને આટલી બધી રજા! એવું તો શું કામ કરી નાખે છે પૂર્વી! અને પૂર્વી ને મળવાની તાલાવેલી વધી ગઈ.
પૂર્વીના ફ્લેટ ને બહાર થી જોઇનેજ અંજાઇ ગયો, જયાં બહાર પાર્કિંગ વ્યવસ્થા માટે જ બે ચોકીદાર અને અંદર દાખલ થવા થયેલ પૂછતાછ અને વિગતો ભરતાજ એક નાનપ નો ભાવ આવી ગયો, ઓછામાં ઓછો 3થી4કરોડ ના ફ્લેટ હશે વિચારતા વિચારતા લિફ્ટ માં દાખલ થયો અને વિચારો ની ગતિ જાણે અટકી ગઈ.
સહકર્મચારી એ ક્યારે ડોરબેલ વગાડી અને ક્યારે દરવાજો ખૂલ્યો ખબરજ ના પડી જાણે, અંદર દાખલ થતાં જ સૌમ્ય રંગોથી શોભતી દિવાલો અને ફર્નિચર મકાનમાલિક ની સાદગીની સાથે સાથે જ ગર્ભશ્રીમંત હોવાની ચાડી ખાય રહ્યા હતા. નોકરાણી બેસવાનું કહી અંદર પૂર્વીને બોલાવવા ગઈ અને સંદિપ મનોમન પોતાની આર્થિક સ્થિતિ સાથે સરખામણી કરી રહ્યો, ના ઇચ્છવા છતા દિલના કોઇ છાના ખૂણે ઇર્ષા સળગી ઊઠી.
અને ત્યાજ પૂર્વી આવી.....

કેવી રહેશે સંદિપ અને પૂર્વી ની પહેલી મુલાકાત, કઇ રીતે સંદિપ ની ઇર્ષા પહેલાં મૈત્રી અને પછી પ્રેમ માં પરિણમી ,,,જાણીશુ આવતાં પ્રકરણમાં 🙏