ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને વિશ્વની સૌથી લાંબી ચાલતી વ્યૂહાત્મક સમસ્યા કહેવામા આવે તો તેને આશ્ચર્યજનક ના કહી શકાય. આ સંઘર્ષનું પરિણામ એ છે કે બંને દેશોએ પરમાણુ શસ્ત્રો વિકસાવી. એટલે કે, આજની તારીખમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદને પ્રાદેશિક છે એમ કહીને અવગણી શકાય નહીં.
ગુલામીનો અંત ટ્રસ્ટ વિથ ડેસ્ટીની સાથે
ભારતના ગતિરોધને ઉકેલવા અમટે કેબિનેટ મિશન પણ ભારત આવ્યું હતું, પરંતુ તમામ પ્રયાસો છતાં પણ જ્યારે કોઇ વાત ન બની તો બ્રિટિશ સરકારે માઉન્ટબેટનને અંતિમ લોર્ડ વાઈસરાયના રૂપમાં ભારત મોકલ્યા. તેના પર જલદીથી જલદી નિર્ણય પર પહોંચવાનું દબાણ હતું. મુસ્લિમ લીગ અને કોંગ્રેસના નેતાઓ સાથે લાંબા ચર્ચા-વિચારણ બાદ માઉન્ટબેટનએ પોતાની 3 જૂનની યોજના રજૂ કરી. તેમાં ભારતના ભાગલા માટે ત્રણ મુખ્ય વાતો પર ધ્યાન આપ્યું. જોકે ભારતના સિદ્ધાતોને બ્રિટનની સંસદ દ્વારા સ્વિકાર કરવામાં આવશે. બનનાર સરકારને ડોમિનિયનનો દરજ્જો આપવામાં આવશે અને તેને બ્રિટિશ રાષ્ટ્રમંડળથી અલગ થવા અથવા તેમાં સામેલ રહેવાના નિર્ણયનો અધિકાર મળશે.
માઉન્ટબેટનની આ યોજના બાદ ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947ના રૂપમાં વિકસિત થઇ.
15 ઓગષ્ટ ની એ રાત કે જયારે વિશ્વ ના મોટા ભાગ ના લોકો કાચી ઊંઘ માં હતા ત્યારે ભારત ના ભાગ્યનો એક નવો અધ્યાય લખાઈ રહ્યો હતો આ દિવસો દરમિયાન સંસદ ભવન માં સંવિધાન સભાની બેઠક ચાલી રહી હતી અને આજ સંસદ ભવન ના સેન્ટ્રલ હોલ માં પંડિત જવાહર લાલ નહેરુએ “ટ્રસ્ટ વિથ ડેસ્ટીની” ના નામ થી મશહૂર આઝાદીના ઉદધોશ નું ભાષણ કર્યું.
આખરે સદીઓ થી ચાલી આવતી ગુલામી ની આ છેલ્લી અંધારી રાત હતી અને આઝાદી ના સુરજનું ભારતના આંગણે આગમન થયું
એક નવું રાષ્ટ્ર કે જે હજારો સંભાવનાઓ અને કરોડો ઉમીદો સાથે આઝાદી ની પેહલી અંગડાઇ લઇ રહ્યું હતું પણ આ ખુશી આનંદ-ઉલ્લાસ ની સાથે સાથે દર્દ અને ચીસકારીઓ સાથે લઇ ને આવી હતી.આ પાવન ધરા ની છાતી પર ક્યારેય ના ભુલાવવા વાળી રાજનીતિક રેખા ખેંચાઈ ગઈ આઝાદી એની સાથે સાથે ભાગલા ના ઊંડા ઘા પણ લઇ ને આવી હતી.
ભારત અને પાકિસ્તાન હવે બે અલગ અલગ દેશ હતા
અને એની કિંમત સરહદ ની બંને બાજુ રહેલા લોકો પોતાના પ્રાણ આપી ને ચુકવી રહ્યા હતા.
જયારે અંગ્રેજો સામે જે લડાઈ ની શરૂઆત થઇ હતી એ અખંડ ભારત માટે હતી ના કે વિભાજીત ભારત માટે પણ એવું કહેવાય છે કે લડતા લડતા જયારે આપડે કિનારે પહોંચ્યા ત્યારે એક એવી પરીસ્તિથી ઉદભવી કે અખંડ ભારત ને ખંડિત થવું પડ્યું
કેટલાક ઇતિહાસકારો નું માનવું છે કે ભારતના ભાગલા એક કટ્ટર રાજનીતિ નું પરિણામ છે
15 ઔગષ્ટ ના એક દિવસ પેહલાં એટલે કે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાન ભારત થી અલગ થઇ ને એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયું હતું. પણ આના કેટલાક મહિનાઓ પેહલાં થી પાકિસ્તાન તરફ થી કેટલાય શરણાર્થીઓ દ્વારા પંજાબ ના રસ્તે હિન્દુસ્તાન આવવાની શરૂઆત થઈ ગઈ હતી.
દુનિયાના નકશા પર પાકિસ્તાન નો ઉદય માનવીય ત્રાસદી નો એક બિહામણો અધ્યાય છે ઇતિહાસ ની આ કહાની આંસુ દર્દ અને રક્ત થી લખાઈ
ભાગલા સાથે સાથે વિસ્થાપન ના આ સમયમાં હજારો લોકો પોતાની આબરૂ ગુમાંવી,લાખો લોકો માર્યા ગયા અને કરોડો લોકોને પોતાની માતૃભૂમિ છોડવા મજબુર થવું પડ્યું.
આ સમય દરમિયાન સરહદો ને જોડવા વાળી રેલગાડીઓ પણ લાખો લોકો માટે જીવતું તાબૂત બની ગઈ. ભાગલા ની સાથે સાથે શરૂ થયેલ કોમીહુલ્લડો થી બંને રાષ્ટ્રો ની જમીન પોતાના જ રક્ત થી લાલ થઇ ગઈ.
ઇતિહાસ ના આ સૌથી દર્દનાક ભયાનક અને ક્રુર ઇતિહાસ ની જવાબદારી જે વ્યક્તિ પર હતી એનું નામ હતું મોહમ્મદ અલી જીણા.
ક્રમશ.....