ભારત અને પાકિસ્તાન ના ભાગલા માં મુખ્ય ભૂમિકા ભજવનાર વ્યક્તિ હતા મોહહમદ અલી જિન્ના એવું કહેવાય છે કે જો જિન્ના વિદેશ થી પરત ફર્યા જ ના હોત તો પાકિસ્તાન ની નીવ જ ના મુકાઈ હોત.
૧૯૧૦-૧૯૨૩ જિન્ના નો ઉદય-:
મૂળ રૂપથી ગુજરાતી એવા જિન્ના નહેરુ,ગાંધી અને સરદાર પટેલ ની જેમ એક વકીલ જ હતા. ૧૮૫૮ દરમિયાન પોતાનો વ્યાપાર છોડીને કરાચી થી મુંબઈ આવી ગયેલ. વિદેશી રીતિ રિવાજ અને પશ્ચિમી સંકૃતિમાં જિન્નાની પરવરીશ થઈ હતી એ દિવસો માં જિન્ના ની ગણના કોંગ્રેસ ના એક કાબિલ અને ઉદારવાદી નેતા તરીકે થતી હતી. ૧૯૧૬ ના લખનૌ અધિવેશન માં તેઓના પ્રયત્નો થી જ કૉંગ્રેશ અને મુસ્લિમલીગએ એક બીજા વચ્ચેના મતભેદો ને ભુલાવીને આઝાદીની લડાઈમાં સાથે ચાલવાનું નક્કી કરેલ
પણ જેમ જેમ ગાંધીજીનું કદ વધવા લાગ્યું તેમ તેમ જિન્ના કોંગ્રેસથી દૂર થતા ગયા. ૧૯૨૩ માં જીન્નાએ કોંગ્રેસ છોડી ને મુસ્લિમલીગ માં જોડાઈ જવાનું નક્કી કર્યું આ એજ સમય હતો કે જયારે જિન્ના તેમની સિયાસી ઈચ્છાઓ ના કારણે એક ઉદારવાદી નેતા માંથી એક કટ્ટરપંથી લીડર માં બદલાવવા જય રહ્યા હતા
ભારત ના મુખ્યનેતા બનવાનું એમનું સ્વપ્ન હતું જીન્ન પોતાના થી મોટો નેતા કોઈને માનતા જ ન હતા.મહાત્મા ગાંધીને પણ તેઓ Mr ગાંધી કહી ને બોલાવતા હતા અને પંડિત નહેરુ ને એમના કરતા જુનિયર માનતા હતા.
૧૯૩૯-૧૯૩૪ જિન્નાની મહાત્વાકાંક્ષા-:
એવું કહેવાય છે કે શરૂઆત ના દિવસો માં જિન્ના પણ ભારત ના ભાગલા ના પક્ષ માં ના હતા. ૧૯૩૦ માં જયારે Oxford university ના એક વિદ્યાર્થીએ જયારે અલગ દેશ ની વાત કરી ત્યારે જિન્નાએ જ તેને ઠપકો આપ્યો હતો. 1930 માં જિન્ના વિદેશ જઈ રહ્યા ને ત્યાં પોતાનો ધંધો શરૂ કર્યો પરંતુ ૧૯૩૪ માં રિયાકત અલી ની ખાસ ભલામણ થી તેઓ પરત ફર્યા અને મુસ્લિમલીગ ના પુરી સહમતી થી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યાં સુધી જિન્નાના મન માં પોતાની સિયાસી મહત્વાકાંક્ષાઓ ને પુરી કરવા માટે દેશ ના ભાગલા કરવાના બીજ રોપાઈ ગયા હતા.
૧૯૩૯-૧૯૪૨ અલગ પાકિસ્તાન ની માંગ-:
1940ના મુસ્લિમલીગ ના લાહોર અધિવેશન દરમિયાન પ્રથમવાર અલગ દેશ નો પ્રસ્તાવ મુકવામાં આવ્યો અને આજ પ્રસ્તાવ સમય જતા ભારત ના ભાગલા અને પાકિસ્તાન ના ઉદયનું મૂળ કારણ બન્યો.1939 માં આખું વિશ્વ બીજા બિશ્વયુધ્ધમાં હણાઈ રહ્યું હતું ત્યારે બ્રિટિશ સત્તાના કારણે ભારત એ પણ આમ શામેલ થવું પડ્યું.
બ્રિટિશ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી ૭ પ્રાંતના કોંગ્રેસી મંત્રીમંડળ એ ૨૨ ડિસેબંર ૧૯૩૯ ના રોજ ત્યાગપત્ર આપ્યું. જિન્નાએ આ દિવસ ને મુક્તિદિવાસ તરીકે મનાવવાનું જાહેર કર્યું. પોતાના સિયાસી રોટલા શેકવા માટે જિન્નાએ ૧૯૪૨ ક્રિપ્સ પ્રસ્તાવ દરમિયાન આઝાદી પેહલા ભાગલા ની શરત મૂકી અને આ રીતે ધીરી ધીરે જિન્નાના સ્વપ્નું પાકિસ્તાન દુનિયાના નકશા પાર આકાર લઇ રહ્યું હતું.
૧૯૪૨-૧૯૪૩ હિન્દ છોડો આંદોલન
ક્રિપ્સ મિશન ની સફળતાએ કોંગ્રેસમાં નારાજગી પ્રસરાવી દીધી હતી ત્યારે મહાત્મા ગાંધી એ “કરો યા મરો” ના નારા સાથે આઝાદી આંદોલન ની નિર્ણાયક લડાઈ નો ઉદઘોષ કર્યો. આઝાદી ની આ લડાઈ માં ગાંધીજી એ જિન્નાને પણ સાથે આવવા માટે દરખાસ્ત કરી પણ જિન્નાએ ચોખ્ખી ના પડી દીધી. ૧૯૪૨નું હિન્દ છોડો આંદોલન થોડા સમય માં દેશવ્યાપી બની ગયું.બધા જ મોટા નેતાઓને પકડીને જેલ માં પૂરવામાં આવ્યા. આજ સમયે જિન્નાએ તક નો લાભ ઉઠાવી અલગ દેશ ની માંગ ને ગતિમય કરી અને હિંદછોડો આંદોલન ના વિરોધ માં ઉતાર્યા. જિન્નાએ ૨૩ માર્ચ ૧૯૪૩ ને પાકિસ્તાન દિવસ મનાવવાનું જાહેર કર્યું એમણે અંગ્રેજો ભારત છોડો ની જગ્યા એ “બાંટો ઓર ભાગો” નો નવો નારો આપ્યો.
1943-1944 જિન્ના ની જીદ્દ -:
ગાંધીજી ના ઘણું સમજાવવા છતાં જિન્ના હાર માનવ તૈયાર ના હતા અને ધીમે ધીમે ભારત ની છાતી પાર એક લકીર ખેંચવાના એંધાણ દેખાઈ રહ્યા હતા. ગાંધીજી એ જિન્ના સામે રાજગોપાલચારી ના એક ફોર્મ્યુલા પર વાતચીત શરુ કરી ૧૫ મુલાકાત છતાં જિન્ના એમના વિચાર પર અડગ હતા. ત્યારબાદ જીન્નાએ ૧૯૪૫ માં તેમની સામે રાખવામાં આવેલ બેવલ પ્રસ્તાવ તથા ઓગષ્ટ વાર્તા ને પણ નકારી દીધા.બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થતા થતા એ પણ નક્કી થઈ ગયેલું કે હવે ભારત માં થી બ્રિટિશ શાશન નો અંત પણ નજીક જ છે.
ક્રમશઃ