The story of revenge of the soul - 2 books and stories free download online pdf in Gujarati

આત્માના બદલાની કહાની - 2

તેનાં પિતાને આ વાતની ખબર પડે છે. તો તેં ખુબ દુઃખી થાય છે અને વિચારે છે કે હવે તેની દીકરીનું શુ થશે. આપણે આગળ જોયું તેમ જોસેફ નું મૌસમ સાથે પ્રેમ કરવો માત્ર ઢોંગ જ હતો તેનો ઉદેશ્ય તો મૌસમ સાથે લગ્ન કરી મૌસમને વેશ્યાનાં ખરાબ વ્યવસાયમાં મોકલી પૈસા કમાવાનો ઉદેશ્ય હતો. જેમ તેણે અગાઉ બીજી છોકરીઓ સાથે કરેલુંછે. લગ્ન નાં બીજા દિવસે મૌસમ પોતાનો દૈનિક કાળ મુજબ ઓફિસે જાવા નીકળે છે. તેં ઓફિસે જાતી હોઇ છે એવા સમયમાં તેણીની તબિયત ખૂબ જ બગડી જાય છે.તેથી તેં રસ્તામા થી પાછી વળે છે. અને ઘરે આવી ને જોવે છે તો તેનો પતી કોઈ બીજા વ્યક્તિ સાથે મૌસમ વિશે કઈ રહ્યો હતો કે મૌસમ ખૂબ જ સુંદર છે. તેથી તેનાં હુ ત્રણ લાખ તો લઈશ જ આ સાંભળતા તેં ઢળી પડે છે. જોસેફ તેને ઉઠાવીને બેડ પાર સુવડાવે છે અને હવે તેં એ વાતનું પણ ધ્યાન રાખે છે કે મૌસમ ને કદાચ બધી વાતની માહીતી મળી ગઇ હોવાથી તેં ઘરે થિ ભાગી જાય નહીં તેનુ પુરુ ધ્યાન રાખે છે.મૌસમ સાંજે ઘરેથી ભાગવા માટે પોતાની બધો સામાન બાંધે છે પણ ત્યાં તો જોસેફ જોઇ જાય છે અને તે મૌસમને ભાગતી અટકાવે છે. અને મૌસમ ને ઍક રૂમમાં પુરી દેઇ છે .બીજી બાજુ જોશેફ હવે આજે સાંજે જ મૌસમ ને વેંહેચી નાખવાનું વિચારે છે. આ માટે તેં વેશ્યા વ્યવસાયના કરનાર કોઈ વ્યક્તિ ને પણ બોલાવી લેઇ છે. હવે મૌસમ ને પોતાની ભૂલની સમજ પડે છે કે માતા-પીતા જ સાચા હતા. પરંતુ હવે મોડું થઈ ચૂક્યું છે. જોસેફ મૌસમ ને 500000 માં વહેંચી નાંખે છે. હવે મૌસમ ને પેલો સાથે લઈ જવા જોસેફ પૂછે છે તૌ જોસેફ કહે છે કે વાંધો નઈ હવે તૌ તેં તમારી તો છે . મૌસમને પેલો ખરીદનાર લાઇ જાઇ છે અને તેને વેશ્યાવ્યવસાયમા મુકી દેઇ અહી મૌસમ સાથે રોજ નવા નવા વ્યક્તિઓ રાતો કાઢવા જે મૌસમ ને હવે ખુબજ ખરાબ લાગી રહ્યુ હતુ.હવે તેં અહીંથી ભાગી શકે તેમ પણ ન હતી.આથી છેલ્લે તે આત્મહત્યા કરી લેઇ છે. આ વાત જોસેફને મળે છે તો તેં ખુશ થાઈ છે કે સારૂ કર્યું મે પહેલા જ મૌસમ ને વહેંચી દીધી હતી નહિતર તેં અહિ મરે ત તો મારે 50000નું નુકશાન થાત. હવે જોસેફ કોઈ બીજી છોકરીને પોતાની જાળમાં લાવવા પ્રયત્ન કરે છે અને તેં એક શિવાની નામની અમિર મા - બાપની છોકરીને પોતાની જાળમાં જક્ડે છે. જોસેફ એક રાતે સૂતો હોઇ છે ત્યારે તેને સપનામાં મૌસમ આવે છે ને કહે છે હવે હુ તને બીજી કોઈ છોકરીની જીંદગી સાથે રમવા નહીં દવ. તેં ઊંધ માંથી એકાએક જાગી જાય છે અને તેં આજુબાજુ જોવા લાગે છે.તેને એવું લાગે છેકે આ બધુ સપનું હતુ પણ તેં એ જાણતો ન હતો કે હવે તેની સાથે શુ બનવાનું છે. તેં હવે શિવાની ફસાવી ચુંક્યો હતો. અને તેને આજે કાલે સાંજે બજીપુરા હોટલ મા ચા સાથે પીવા માટે આમંત્રણ આપે છે. શિવાની આવવા તૈયાર થઈ જાઇ છે. પરંતું આગલી રાત્રે શિવાની નાં સપનામાં મૌસમ આવે છે અનેં તેણીની સાથે જે ઘટના બની તેં બધી જ કહે છે અને હવે તે પોતાનો બદલો પૂરો કરવા માટે મૌસમ સાથ આપવા વિનંતિ કરે છે. પરંતું શિવાની આ વાત સાચી માનતી નથી. તેથી મૌસમ પોતે જે જગ્યાએ મૃત્યુ પામી તે જગ્યાએ જવા શિવાની ને કહે છે. મૌસમ આ જગ્યાએ જાય છે ને જોવે છે તો સાચે જ તેનાં સપનામાં આવેલ છોકરીની લાશ ત્યા દફા નાવેંલ હતી.હવે શિવાની મૌસમની મદદ કરવા તૈયાર થઈ જાય છે. શિવાની મૌસમને મદદ કરવા માટે તૈયાર થાય છે. મૌસમ ત્યાં હાજર થાઈ છે અને તેં શિવાની સાથે મળી ને યોજના બનાવે છે કે કાલે શિવાની સાથે ચા પીવા માટે જોસેફ આવવાનો છે તો તેને એકલામાં વાત કરવાનાં બહાને જંગલમાં સુમસામ જગ્યાએ લઇ આવે જેથી તે પોતાનો બદલો લાઇ શકે. બીજે દિવસે સાંજે જોસેફ શિવાનીને કોલ કરે છે. યોજના પ્રમાણે શિવાની જોસેફ ને મળે છે અને તે જોસેફને એકલા વાત કરવા માટે આગળ જંગલ મા લઇ જાય છે.ત્યાં સાંજ પડી ગઇ હોઇ છે તેથી જંગલ મા કોઈ નથી, હવે મૌસમને પોતાનો બદલો લેવાનો મોકો મળી ગયો હતો.મૌસમની આત્મા એકાએક જે ઝડપની ગાડી સામેથી પસાર થાય છે તે જોઇ જોસેફ ડરી જય છે.શિવાની જોસેફ ને કહે છે કે શુ થયુ કેમ ઍક દમ ડરી ગયા તો જોસેફ કહે છે કે કાઈ નઈ,પરંતું શિવાનીને તો બધી ખબર જ હોઇ છે એકાએક ગાડી રોડ પરથી ઉતરી વૃક્ષ સાથે ટકરાઈ જાય છે અને કાર સળગી ઊઠે છે. હવે આ જંગલની બહાર નીકળવું કેમ તેં વિચારમાં ને વીચારમા તે ચાલતો જઇ રહ્યો હતો એવામાં તેને દૂરથી મૌસમને આવતી જોવે છે. હવે તેં એક્દમ ડરી જાય છે અને વિચારે છે કે મે તો તેને મરતા જોઈ હતી તો પછી આ કૌન છે. મૌસમ તેની પાસે આવીને જોર જોરથી હસીને બોલવા લગે છે. હુ તારો કાળ છું તને હવે જીવતો નહીં છોડું .જોસેફને બધી ખબર પડી જાય છે કે આ મૌસમ ની આત્મા છે. હવે જોસેફ પોતાનો જીવ બચાવવા માટે શિવાની ને કહે છે.ત્યારે શિવાની કહે છે મને તારી બધી ખબર પડી ગઇ છે .આજે તને કોઈ નહીં બચાવી શકે.કેમકે તેં ઘણી છોકરીઓ ને શમશાને પહોંચાડી છે. આજે તેમાંથી એક છોકરી એટલે મૌસમ ની આત્મા તને નહીં ચોડે તેં આજે તારો જીવે જ લે શે.
હવે જોસેફ ને વિચાર આવ્યો કે હવે તેને જો પોતાનું જીવન બચાવવું હશે તો કોઈ મંદીર મ આશરો લેવો પડશે. આથી તેં મંદિર તરફ દોડે છે. બીજી બાજુ તેનિ પાછળ મૌસમ ની આત્મા હોઇ છે. આ આત્મા તેને મારવા તત્પર હોઇ છે . હવે જોસેફ મંદીર મા સંતાઈ જાય છે તેની પાછળ મૌસમ ની આત્મા પણ આવે છે પણ તેં અંદર આવી શક્તિ નથી.તેને ભગવાન ની તાકાત રોકી રાખે છે. મૌસમ ની આત્મા ભગવાન ને વિનંતિ કરે છે કે તમે મને અંદર આવવા દયો નહિતર આ જોસેફ બીજી કેટલિય છોકરીઓ ની જીંદગી ને ઉજાડશે.ભગવાન તેણે અંદર આવવાની મુક્તિ આપે છે તેં અંદર આવીને જોશેફ ને માટી નાંખે છે. આમ જોસેફ નો અંત થાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો