સમાજ ના અદ્ભુત રિવાજો Mr.Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાજ ના અદ્ભુત રિવાજો

હું થોડા દિવસો અગાવ મારા એક સબંધી ને ત્યાં લગ્નપ્રસંગ માં ગયો હતો. તો ત્યાં વરરાજા ના મામા મામેરું લઈને આવ્યા હતા.. આ મામેરા ની વિધિ ચાલતી હતી ત્યાં હું બેઠોતો વીધી બધી સારી ચાલી રહી હતી પરંતુ ત્યાં મામેરૂ વધાવા આવેલા બેન ની આંખો મા મેં આંસુ જોયા એનું કારણ હતું એ કે બહેન ના ભાઈ મામેરા માં લાવ્યા હતા એના કરતા એના કુટુંબ ની બીજી વહુવારું ના ભઇઓ વધારે લાવ્યા હતા . તો મેં બહેન ને પૂછ્યું કે કેમ રડો છો ?

અને સાહેબ બહેને જે જવાબ આપ્યો ને એ એક વાર વિચાર કરવા યોગ્ય હાતો હો!


બહેને કીધું કે "મને રડવું એ વાત નું નથી આવતું કે મારો ભાઈ મામેરા માં ઓછું લાવ્યો છે પણ એ વાત નું રડવું આવે છે કે ત્યાં હાજર બેઠેલી બીજી બહેનો મારા આ ભાઈનું સામાન્ય મામેરું જોઈ ને એની મજાક ઉડાવતી હતી"... આટલું બોલતા તો બહેન ના આંખ માંથી આંશુ ની ધાર થવા લાગી હો.

સાહેબ, હું તો થોડીક વાર તો વિચાર માંજ પડી ગયો કે આ મામેરા ની વિધિ પિયરિયાં ની આર્થિક પરિસ્થિતિ નું પ્રદર્શન કરવા માટે જ છે ? શુુ એની મજાક કરવા જ છેેેે...?

જેને પોસાતું હોઈ એ આપે આપણને ક્યાં એની સામે કોઇ વાંધો છે જ પણ મારા વહાલા જે માણસ પોતાનું જીવન તનતોડ મહેનત કરી ને ચલાવતો હોઈ અને તો પણ યથા શક્તિ પોતાની બહેન માટે લાવતો હોઈ અને તોય જો આ સમાજ એનું અપમાન કરતો હોઈ તો એનું જાહેર માં અપમાન કરવા ની આ પરંપરા બંધ થવી જોઈએ એવું નથી લાગતું તમને?


અરે કોઈ એકજ ભાઈ ની ચાર- પાંચ બહેનો હોઈ તો એ બાપડો શુ કરે ?

એ એના ઘર નુ જ માંડ માંડ ચલાવતો હોઇ જિવન ગુજારવુ આઘરુ પડતુ હોઇ...અને આમા પણ સમાજ ના આવા અઘરા રિવજો.....માણસ કરે તો શુ કરે.....?

એના દિલ પર શુ વીતતી હશે ને એતો એજ જાણે સાહેબ ...

શુ સમાજ ના આવા નકામાં ખોખલા રિવાજો બંધ ન કરી શકીયે ? ચાલો માનીયે કે રિવાજો જરુરી છે. અને ગમે એવો ગરીબ માણસ હસે એ પોતની બહેન માટે તો કોઇ પણ ભોગે રીવાજો તો સાચવી જ લે છે...

પણ....સાહેબ શુ સમાજ ની કોઇ જિમ્મેદારી નથી બનતી....?

જો બહેનો ને કાઈપણ આપવું જ હોઈ તો છાની રીતે ના આપી શકાય ?


આમ જાહેર માં આવા રીતિ-રીવાજો નો દેખાડો કરીને કોઈ ગરીબ નું અપમાન કરવા ની ક્યાં જરૂર છે? એની પરીસ્થિતિ નેે જાહેર કરવા ની ક્યાંં જરુર છેેેે.....?

મારા વહાલા સમયે સમયે પરિવર્તન કરવું પડે અને આવા રિવાજો અને આવી પરંપરા ઓ બદલવી જ પડશે . આવા ગરીબ બાપ ની દીકરી ના આશીર્વાદ લેવા અને એમના ભાઈઓ નું જાહેર માં અપમાન બંધ કરવા જેવું છે .

આવા તો ઘણા બધા રિવાજો આપણા સમાજ મા જોવા મળે છે. અને સામાન્ય માણસ આ રીવાજો મા પિસાતો હોઇ છે.

સંસ્ક્રુતી સચવાવી જોઇયે એમા વાંધો નથી.. પણ સાથે સાથે માણસ નુ સ્વમાન પણ જળવાય તો વધારે સારુ.

સમાજે પોતાના આવા રિવાજો ત્યાંગવા ની જરુર છે એણે ધીરે-ધીરે બદલાવ લાવવોજ પડશે .............................પેલું કે છે ને " કે પરિવર્તન એજ સૃષ્ટિ નો નિયમ છે "

મને એવુ લાગે છે કે કદાચ મારો આ વિચાર કોઇકકોઇક ના મા પરિવર્તન લાવી શકે....

મિત્રો આ વિચાર પસંદ આવે તો જરૂર રિવ્યુ મોકલજો - "માહી"