ભાગ - 16
ડૉક્ટર સાહેબે, શ્યામને સલાહ આપી તે પ્રમાણે...
RS આવી જાય, પછી તમે રઘુને લઈને પોલીસ સ્ટેશન જાઓ, અને રઘુના મોઢેજ
ગઈકાલના બેંકવાળા બનાવની, જે સાચી હકીકત છે, તે પોલીસને જણાવો,
ડોક્ટર સાહેબે શ્યામને આપેલ સલાહ મુજબ
RS સર આવી ન જાય ત્યાં સુધી, શ્યામ
રઘુને લઈને વેદના રૂમમાં જાય છે, અને ડોક્ટર સાહેબ પોતાની ઓફિસમાં.
શ્યામ વેદના રૂમમાં જઈ, રઘુની પુરી વાત, અને
પોલીસ કેમ આવી હતી ? અને
તે આખા ઘટનાક્રમની હકીકત શું હતી ?
તે વેદને જણાવે છે.
સાથે-સાથે શ્યામને પણ જે શક હતો, તેનું પણ નિરાકરણ રઘૂની વાતથી મળી જાય છે.
અત્યાર સુધી શ્યામના મનમાં એવું હતું કે,
જે ત્રણ બદમાશોને શ્યામે હોટલમાં માર્યા હતા, એટલે તેનો બદલો લેવા માટે એ ત્રણે અમારા બાઈકને ટક્કર મારી.
એમાં મારો મિત્ર વેદ,
કે જેનો કોઇ વાંક નહોતો, છતા વેદને તેની કિંમત ચૂકવવી પડી.
પરંતુ, રઘુની વાતથી શ્યામ અને વેદને ખ્યાલ આવી જાય છે કે,
શ્યામે, જે ત્રણ બદમાશોને હોટલમાં માર્યા હતા,
કે પછી વેદે,
જે ત્રણ લોકોની કોલેજ પર ધોલાઈ કરી હતી, એ લોકો કોઈ અલગ-અલગ નહી, પરંતુ એક જ હતા.
એ ત્રણે બદમાશ લોકોનું તો પહેલેથીજ પ્લાનિંગ એવું હતું કે,
શ્યામ અને વેદને એકસાથે પાઠ ભણાવવો, અને એ દિવસે એ લોકોને મોકો મળી ગયો હતો.
માટે તેમણે વેદ અને શ્યામના બાઈકને ટક્કર મારી.
એમની તો પૂરી તૈયારી હતી કે,
શ્યામ અને વેદનો એજ દિવસે ખેલ ખતમ કરી નાખે,
પરંતુ,
ભગવાનની મહેરબાનીથી એ એક્ષિડન્ટમાં શ્યામને કંઈ ખાસ થયું ન હતું, અને વેદ પણ હવે ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યો હતો.
હવે RS આવી જતા,
શ્યામ અને વેદ, રઘુ વિશેની મોટી-મોટી જાણકારી RSને આપે છે, અને રઘુને લઈ, RS અને શ્યામ પોલીસ સ્ટેશન જવા નીકળવાનું વિચારે છે.
અત્યાર સુધી RSએ
શ્યામ અને વેદના, એક્ષિડન્ટ વાળી વાત રીયાને જણાવી ન હતી.
કેમકે,
રાત્રે જ્યારે શ્યામનો એક્ષિડન્ટ થયો છે, એવો ફોન આવ્યો હતો, ત્યારે રીયા સુઈ રહી હતી, અને શ્યામે પણ ગંભીર એક્ષિડન્ટ વાળી વાત RSથી છુપાવી હોવાથી,
RSને એમ કે, સવારે રીયાને લઈનેજ હોસ્પિટલ જઈશ.
પરંતુ
સવારે રીયા ઊઠે, એ પહેલાતો
બેંક પર બનેલ ઘટના વિશે, પોલીસ ઈન્સપેક્ટરનો ફોન આવી જતા,
RS નાહ્યા-ધોયા સીવાય ફટાફટ ઘરેથી નીકળી ગયા હતા.
એ પછી તો એક પછી એક એવા ઘટનાક્રમ બનતા ગયા કે,
RSને રીયાને ફોન કરવાનો મોકો કે ઈચ્છા થઈ નહોતી.
બાકી, હવે બધુજ બરાબર થઈ રહેલું જોતાં
RS રઘુ અને શ્યામને લઈને પોલીસ-સ્ટેશન જતા પહેલા રીયાને પુરી વાત જણાવી, રીયાને હોસ્પિટલ આવી વેદ પાસે રહેવા જણાવી...
શ્યામ, RS અને રઘુ ત્રણે પોલીસ સ્ટેશન પહોચે છે.
ખબરી રઘુના,
પોલીસને આપેલ બયાન પ્રમાણે,
ગઇકાલે રાત્રે બેંક પર થયેલ પુરી ઘટના, તેમજ ધીરજભાઈ અને પંકજભાઈના લાપતા થવાની આખી કહાની એમ હતી કે...
પેલા ત્રણ બદમાશો, જે શ્યામ અને વેદથી બદલો લેવા માંગતા હતા, અને એજ બદલાવના ભાગરૂપે,
એ લોકોએ કરેલ પ્રથમ હુમલો, એટલે કે શ્યામ અને વેદ જે બાઈક પર જઈ રહ્યાં હતાં, તે બાઈકને પોતાની ગાડી દ્રારા કરવામાં આવેલ એક્સિડન્ટ.
એ ત્રણ બદમાશોએ સૌથી પહેલા બાઈકને ટક્કર મારી હતી, અને ત્યારબાદ રઘુને,
એ લોકોનું એક્સિડન્ટ પછી શું થયું ?
તે જાણવા મોકલ્યો હતો.
એ દિવસે, એ લોકોને જાણવા મળે છે કે,
શ્યામને એક્ષિડન્ટમાં બહુ ઈજા થઈ નથી.
વધારામાં શ્યામ, એ ત્રણ બદમાશોને જોઈ પણ ગયો હતો. હા,
એ એક્ષિડન્ટમાં વેદ થોડો ગંભીર હતો, પરંતુ
ડૉક્ટર સાહેબના કહ્યા પ્રમાણે, અને શ્યામના પાંચ લાખ જમા કરાવવા પ્રમાણે
વેદ પણ હવે બચી જશે, એવું જાણતા, એ ત્રણ બદમાશોને પૂરેપૂરું ટેન્શન આવી જાય છે,
કે શ્યામ અને વેદ હવે આપણને નહીં છોડે.
એટલે, એ લોકોએ પોતાનું શેતાની દિમાગ વાપરી, આગળનો પ્લાન એ રીતનો બનાવ્યો કે,
શ્યામ અને વેદ, સાથે-સાથે તેમનો પૂરેપૂરો પરિવારો મુશ્કેલીમાં આવી જાય, અને એ જ પ્લાનિંગના ભાગ-રૂપે થોડુ-ઘણુ ખબરી રઘુ દ્વારા, અને બાકીની માહીતી તેઓ પોતે, શ્યામ અને વેદના પરિવાર વિશે માહિતી ભેગી કરે છે.
એ લોકોને ભેગી કરેલી, આ બધી માહીતી દ્રારા જાણવા મળે છે કે,
શ્યામના પપ્પા પંકજભાઈ, સ્કૂલ બસ ચલાવે છે, અને સાંજે મળતાં વધારાના સમયમાં, તેઓ ઓટો-રિક્ષા પણ ચલાવે છે.
જ્યારે વેદના પપ્પા ધીરજભાઈ, બેંકમાં સવારે સાત થી સાંજે સાત સિક્યુરિટીની જોબ કરે છે.
એ લોકો એવું પણ જાણી લાવે છે કે,
કોઈ-કોઈ વાર પંકજભાઈને સાંજના સમયે રિક્ષામાં કોઈ ફેરો, બેંકબાજુનો મળ્યો હોય,
તો તેઓ, રીટનમાં ધીરજભાઈને પોતાની રીક્ષામાં લિફ્ટ આપતા હોય છે.
એ વખતે ઘર સુધી બંને મિત્રો વાતો કરતા કરતા જતા હોય છે, અને આવું ઘણીવાર થતું હોય છે.
એ દિવસે પણ એવું જ કંઈક થાય છે.
શિયાળાનો સમય છે.
અંધારું થઈ ગયું છે.
ધીરજભાઈ પોતાની સિક્યુરિટી નોકરીનો સમય પૂરો થતા, ગરમ કપડાં અને ગરમ ટોપી પહેરી, રાત્રી વોચમેન આવે તેની રાહ જોઈને ઊભા છે, એટલામાં પંકજભાઈની રીક્ષા આવી જતા, સાથે-સાથે નાઈટ વોચમેન પણ આવી જતા, ધીરજભાઈ પંકજભાઈની રીક્ષામાં બેસીને ઘરે જવા નીકળે છે.
ધીરજભાઈ અને પંકજભાઈ બેંકથી થોડાકજ આગળ ગયા હશે, ત્યાંજ...
રસ્તામાં પેલા ત્રણ બદમાશ,
પંકજભાઈ અને ધીરજભાઈની રીક્ષા ઉભી રખાવે છે.
બંનેને નીચે ઉતારી, ગડદા-પાટુનો માર-મારી, તેમને બંદી બનાવે છે.
એ ત્રણ બદમાશો, કે જેમણે તેમનાં સ્વાર્થ માટે, બનાવેલ મિત્ર અજય
કે જે મોટી હોટેલના માલિકનો દિકરો છે.
આ ત્રણેય અજયને અવળા રવાડે ચડાવી, અજયની જાણ બહાર, અજયને અંધારામાં રાખી,
અજયની ગાડી, અજય નો પૈસો, અજયની હોટેલ તેમજ અજયના ફાર્મ હાઉસ પર જલસા કરતા હોય છે.
આજે પણ તેઓ ભલે અજય બીમાર હોવાથી હાજર નથી, પરંતુ
તેઓ ગાડી તો અજયનીજ લઈને આવ્યા હતા.
પંકજભાઈ અને ધીરજ ભાઈને બંદી બનાવી, ગાડીમાં બેસાડી બન્નેને અજયના ફાર્મ પર લઇ જાય...
એ પહેલા ત્રણમાંથી બે બદમાશ,
પંકજભાઈ અને ધીરજભાઈના કપડા અને ટોપી પોતે પહેરી લે છે, અને પછી પંકજભાઈનિજ રિક્ષા લઈને,
વોચમેને પોલીસને જણાવ્યું તે પ્રમાણે,
બેંકથી થોડે દુર આછા અજવાળામાં એ લોકો રીક્ષા લઈને ઉભા રહે છે.
બાકી બધો ઘટનાક્રમ, વોચમેને કહ્યો તેમ,
વોચમેનને માર મારવો, બેન્કની બહારના કેમેરા તોડી એટીએમમાં ચોરી કરવી, ધીરજભાઈ અને પંકજભાઈનું નામ આવે, એ પ્રમાણેના સબૂત છોડવા.
પોલીસ ઈન્સપેક્ટર,
રઘુના મોઢે બનાવની પૂરી હકીકત જાણતાજ
બેંક પર બનેલ સમગ્ર ઘટનાક્રમ સમજી જાય છે.
હવે પોલીસ ઈન્સપેક્ટર,
પોતેજ એક માસ્ટર પ્લાન બનાવે છે.
કે જે માસ્ટર પ્લાનથી, ધીરજભાઈ અને પંકજભાઈ ને, ફાર્મ પરથી હેમ-ખેમ છોડાવી પણ શકાય, અને પેલા ત્રણ બદમાશોને રંગેહાથ પકડી પણ શકાય.
વાચક મિત્રો મારી વાર્તા-વિષય કે મારુ લખાણ વાંચવું ગમ્યું કે નહીં તે, કમેન્ટ કરશો. ધન્યવાદ
બાકી ભાગ 17 માં