પુણ્યફળ ભાગ 5 + 6 Mahesh Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુણ્યફળ ભાગ 5 + 6

ભાગ – ૦૫
પુણ્યફળ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાયનાં પઠનનું પુણ્યફળ

“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”

આપણે આગળના અધ્યાય ચોથામાં સમજ્યા કે વૃક્ષયોનિમાંથી આપણા સ્નેહી સંબંધીઓની મુક્તિ – ઉદ્ધાર કરવા માટે આપણે આ અધ્યાય ચોથા “કર્મ બ્રહ્માપર્ણ યોગ ” નું નિત્ય – નિયમિત પઠન – પાઠ કરવા જોઈએ આ પાઠ નાં પઠન દ્વારા આપણે આ જીવન નાં જીવન મરણ ફેરા માંથી મુક્તિ ને ઉદ્ધાર નો માર્ગ સરળ બને છે આમ નિયમિત ગીતાજી નાં પાઠ કરવાથી મનુષ્ય મન ને શાંતિ ની અનુભૂતિ થાય છે .

આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય પાંચમા
“ કર્મ સંન્યાસ યોગ ” નું મહત્વ ને પુણ્યફળ સમજીએ

“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો
{ “ કર્મ સંન્યાસ યોગ ” }

મૃદભરી નગરમાં મેધાવી નામનો એક બ્રાહ્મણ રહે છે . તે જાતિએ બ્રાહ્મણ હોવા છતાં ભોગ્વીલાસી – કૃવૃતી - દુરાચારી વૃતિ ધરાવતો હતો . તે કયારે પણ બ્રાહ્મણના કાર્યો , કર્મો , સ્નાન , અર્ચના , સંધ્યા , પૂજા કે વ્રત વગેરે કરતો ન હતો . તે ભવૈયાઓની મંડળી સાથે રહી વાજિંત્રો વગાડતો , ગીતો ગાતો અને નાચતો . તેની પત્નીનું નામ જાગૃતિ હતું . તે પણ વ્યભિચારિણી – કુબુદ્ધિ વાળી હતી .

તેની પત્ની જાગૃતિ એ પોતાના માર્ગમાં અવરોધ રૂપ લાગતા તેના પતિ મેધાવી ને મારી નાખ્યો . મેધાવી યમલોક માં પહોચયો , ત્યાં તે કેટલોક સમય નરકયાતના ભોગવ્યા બાદ ગીધ રૂપે તેનો પાછો જન્મ થયો . સમય જતા જાગૃતિને ક્ષય નો રોગ લાગુ પડ્યો અને તે અંતે મૃત્યુ પામી . તે પણ યમલોક માં ઘણો સમય નરકયાતના ભોગવી ઉંદર બનીને ફરી જન્મી .

એક દિવસ આ ઉંદર પર ગીધની નજર પડી . ગીધને તેનો પુન : જન્મનું સ્મરણ થતા તે ઉંદર ને મારવા તેની તરફ ઘસી પડ્યો . આ જોઈ ઉંદર ત્યાં થી ભાગ્યો . છેવટે ગીધે ઉંદરને મારી નાખ્યો . બીજી બાજુ ગીધને શિકારીએ જોયો એટલે તેણે બાણ વડે તેનો અંત લાવ્યો . નસીબજોગે આ બંનેના હાડકા / મૃત શરીર એક મનુષ્યના અસ્થીઓ ઉપર જઈને પડ્યા .

યમલોકના યમદુતો આ બંનેને યમરાજ પાસે લઇ ગયા . યમરાજે આ બન્ને ને કહ્યું , કે તમે બંને પાપી છો . પણ તમારા હાડકા / મૃત શરીર બ્રહ્મજ્ઞાની સંતના અસ્થીઓ ઉપર પડવાથી તમારા પાપનો નાશ થયો છો . આ બ્રહ્મજ્ઞાની સંત નિત્ય – નિયમિત ગીતાજી ના પાંચમા અધ્યાય નો પાઠ કરતાં હોવાથી તેના પુણ્ય બળે તમારી મુક્તિ ને ઉદ્ધાર થયો છે . ત્યારે બાદ આ બન્ને પાંચમાં અધ્યાયના પાઠના પુણ્ય બળે વૈકુંઠલોક ને પામ્યા .


“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”

“ રાધે રાધે ”

“ જય શ્રી કૃષ્ણ ”

( સારાંશ : )

( શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પાંચમા અધ્યાય “ કર્મ સંન્યાસ યોગ ”
નું નિયમિત પાઠ – પઠન કરવાથી બ્રહ્મજ્ઞાન ની પ્રાપ્તિ થાય છે .
ને કામ , ક્રોધ , મોહ જે ખરાબ કર્મના વિકારો માંથી મુક્તિ મળે છે . આ પાંચમા અધ્યાય નાં પાઠ થી બ્રહ્મ જ્ઞાન ની પ્રાપ્ત થાય છે જે માનવ કલ્યાણ ને સ્વ કલ્યાણ માટે ઉદ્ધાર રૂપ બને છે. )

{ બ્રહ્મજ્ઞાન ની પ્રાપ્તિ / કર્મબંધન માથી મુક્તિ }

બોલીએ શ્રી મુરલી મનોહર વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન કી જય

“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”

" જય શ્રી કૃષ્ણ "

===============================================================================================================



ભાગ – ૦૬
પુણ્યફળ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાયનાં પઠનનું પુણ્યફળ
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”

આપણે આગળના શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાય “ કર્મ સંન્યાસ યોગ ” માં જાણ્યું કે આ અધ્યાય નું નિયતિમ પાઠ પઠન કરવાથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ , તેમજ જન્મો – જન્મના કર્મબંધન માંથી માનવીની મુક્તિ ને ઉદ્ધાર થાય છે .

આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય છઠ્ઠો
“ આત્મસંયમ યોગ ” નું મહત્વ ને પુણ્યફળ સમજીએ


“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય છઠ્ઠો
{ “ આત્મસંયમ યોગ ” }

કૌશાલ નામનું અતિભવ્ય સુંદર નગર હતું . આ નગરમાં એક જ્ઞાની નગરશેઠ રહેતા હતા . તેનું નામ નારાયણદાસ હતું . આ નગરશેઠ જ્ઞાની , દાની , વ્રત , તપ , જપ તેમજ સાધુ સેવા , લોકસેવા તીર્થયાત્રા , બ્રહ્મભોજન જેવા પવિત્ર કર્મોમાં પોતાનો બધો સમય પસાર કરતા હતા . એક વાર જયારે નગરશેઠ પૂજા-અર્ચના કરતા હતા , ત્યારે આકાશમાં હંસોનું એક ટોળું ઊડી રહ્યું હતું , તેમાંના એક હંસે બીજા હંસને કહ્યું નીચે જે નગર દેખાય છે , તેનો નગરશેઠ ધર્મિષ્ઠ , કર્તવ્યનિષ્ઠ છે . તેના સારા કાર્યોની ને લીધે તે ઘણો લોકપ્રિય અને આદરપાત્ર બન્યો છે પુરા નગરમાં. બીજા હંસે કહ્યું આના કરતાં ધર્મને માનનાર ને આદરપાત્ર તો બ્રહ્મજ્ઞાની ગૌતમય નામના સંત છે.

નગરશેઠ નારાયણદાસ પશુ – પક્ષીઓની ભાષા સમજતા હતા . તેમણે હંસોની આ વાત સાંભળી ગૌતમય ને જોવાની તાલાવેલી જાગી . ગૌતમય ક્યાં રહે છે , તેની નગરશેઠ ને ખબર નહોતી . તેમણે એક ઉપાય અજમાવવાનું નક્કી કર્યું . તે પોતાનો વ્યાપાર – ધંધો છોડી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા . તે ફરતા – ફરતા કાશીના મદુરાયેશ્વર નામના દેવ સ્થાને આવી પહોચિયા . ત્યાં તેણે પૂછપરછ કરીને ગૌતમયના રહેઠાણે આવી પહોચ્યા . નારાયણદાસે ગૌતમયને દર્શન – પ્રણામ કરી પૂછ્યું “ આપ આ કક્ષાએ કેવી રીતે પહોંચી શક્યા ? આ બાબતમાં મને માર્ગદર્શન આપશો તો મારું જીવન સાર્થક થશે .

આ સાંભળી સંત ગૌતમય એ કહ્યું હે નગરશેઠ હું નિત્ય ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રતાપે હું આટલી સિદ્ધી ને પામ્યો છું . આ વાત સાંભળી નગરશેઠ નારાયણદાસ એ પણ ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરવાનું શરૂ કર્યું . અને તેના પુણ્ય બળે નગરશેઠ નારાયણદાસ બધા સુખ ભોગવી અંતે તે વૈકુંઠલોક ને પામ્યા .



“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”

“ રાધે રાધે ”

“ જય શ્રી કૃષ્ણ ”

( સારાંશ : )
( શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના છઠ્ઠો અધ્યાય “ આત્મસંયમ યોગ ”
નું નિયમિત પાઠ – પઠન કરવાથી જીવનમાં દરેક પ્રકારની સિદ્ધીઓ
પ્રાપ્ત થાય છે આ સિદ્ધિઓ દ્વારા લોકકલ્યાણના કાર્યો કરી શકીએ છીએ.)

બોલીએ શ્રી મુરલી મનોહર વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન કી જય
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”