પહેલું જવતર... Unknown... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલું જવતર...

પ્રસ્તાવના...
આમ તો આપણી સંસ્કૃતિ મા ઘણા બધા રિવાજો છે. માણસ જન્મે ત્યારથી લઈ મરણ સુધી તેની દરેક પર્વુત્તિ મા કોઇ ને કોઇ રિવાજો સંકળાયેલા હોય જ છે.
એવો જ એક રિવાજ છે, "જવતર હોમવું"....હિંદુ સંસ્કૃતિ મા આપડે ત્યાં લગ્ન ના સમયે જવતર હોમવું એક વીધી છે, જેમા ભાઈઓ પોતાની બહેન માટે જવતર હોમતા હોય છે.
અહીં હું મારી પહેલી રચના એક લધુનવલકથા સ્વરુપમાં રજુ કરી રહ્યો છુ. જે સત્ય ઘટના પર આધારિત છે, જેમા તમે ભાઈ બહેન ના પ્રેમ ના એક અતુટ સંબંધ અને કુદરત ના ભયાનક સવરુપ ને માણસો અને તેમા રહેલી ભાવના ઓ ને પોતાના ના અંદર પણ મહેસુસ કરશો.
આ લધુનવલકથા 3 ભાગો મા આવશે..1)શરણાઇ ના સુરે 2) અતીત ના સથવારે 3) કુદરત ની કરામત....અલગ અલગ ભાગ ને ચોક્કસ પરિસ્થિતિ પર બનાવેલા છે, તો તને મન ભરી તેને માણસો.


● પહેલું જવતર...શરણાઈ ના સુરે....

સોરઠ પ્રદેશ ની સોહામણી ધરા પર આજે એક ખાબોચિયા જેવા ગામ મા ઉત્સવ નો માહોલ સર્જાયો છે. ગામ ના નગર શેઠ ના ઘરે આજે દિકરી ના લગ્ન ની ઘડી આવી છે, આખુ ગામ હિલોળે ચડ્યુ છે. ગામ ના બધા જ લોકો ને આમંત્રણ આપવામા આવ્યું છે.
વાતાવરણ કંઈક અલગ જ માદકતા થી ભરાઇ ગયું છે. ઢોલી પોતાના ઢોલ ના સુર થી વાતાવરણ મા ગંભીરતા ભરી રહ્યો છે, તો શરણાઇ વાદક પોતાની શરણાઇ ના કરુણ સુર થી કંઇક અલગ જ બેચેની ભરી દિધી છે. દરેક પોતપોતાના ના મા જ વ્યસ્ત થયેલ છે. નાના નાના ભોલકા ઓ પોતાના નવા પહેરેલા કપડાંઓ એક બીજને બતાવી પોતાના વખાણ કરી રહ્યા છે,જાનૈયાઓ નાચવા માટે થનગની રહ્યા છે,કોઇ પોતાના ઘરે લક્ષ્મી, દિકરી, નવવધુ, પત્ની, ભાભી, કે પછી કોઇ અન્ય સ્વરુપે આવનારા નવા પાત્ર ને લઇ ને ખુશી ની ઉમંગ છવાયેલ છે. તો કંઈક પોતાના ઘરે થી લાખસોયુ પાત્ર ખોવાના
દુ:ખ મા છે.
જેના માટે બધી તૈયારીઓ થઈ રહી હતી તે આજે આ બધા ને નજરઅંદાજ કરી આજે પોતામા ખોવાયેલી છે. ઘરની અંદર એક ઓરડા મા એક નાદાન, અકડુ,અણસમજુ એવી છોકરી આજે એક અજાણ્યા આખા પરિવાર નુ ધ્યાન રાખી શકે એટલી સમજુ એક દિવસ મા બની જશે.
સહેલીઓ દ્વારા તૈયાર થઈ રહેલી દુલહન ના પગ મા ઝાંઝર ,હાથો મા સોનેરી બંગડી,ગળા મા કિંમતી આભુષણો ,આછી કરેલી લાલી, આંખોમા કાજલ,આખોમા વસી જાય એવુ આકર્ષક લગ્ન નો જોડો, માથે પાનેતર,હાથ-પગ મા સોળે કળાએ ખીલેલી મંહેંદી, અને આ બધા થી પણ કિંમતી એવા બે આભુષણો...તેમા ઉભરાયેલ માસુમ શરમાહટ અને તેમા રહેલ સુખ,દુખ,ઉત્સાહ, અને કંઈક કેટલાય તેમા રહેલ મિશ્રીત ભાવો ને લીધે આજે સ્વર્ગ લોક ની અપ્સરા, પરિલોક ની પરી, કે ચંદ્રમાની ચાંદની ને પણ શરમાવે તેવા રૂપ મા સજી છે.
આમ તો તેને ઘર છોડવા નું દુખ છે જ પણ કંઈક એવું અત્યારે તેની અંદર ચાલી રહ્યુ છે કે જેના લીધે તેની ઉદાસીનતા વધી રહી છે. મન મા ચાલી રહેલા મહાયુધ્ધ ને કોઇ ને ખબર ના પડે ઍટલે બધા સામે બને તેટલું હસવાનું નાટક કરે છે, પણ તે અસફળ રહે છે. આ બધા ની વચ્ચે તેને એક જુનુ તુટી ગયેલું બકલ લઈ પોતાના વળો મા લગાવ્યું. બધા માટે આ સમજ મા આવે તેમ ન હતુ પણ તેના માટે આ બેશકિંમતી આભુષણ હતુ.
ધીરે ધીરે સમય વિતવા લાગ્યો. જાન લગ્ન ના મંડપ સુધી આવી પહોચી છે. લગ્ન ની વીધી ચાલુ થાય છે. કન્યા પણ લગ્ન મંડપ મા આવી જાય છે અને લગ્ન ની વિધીઓ ધીરે ધીરે આગલ જઈ રહી છે. અને એવા માં જ ગોરબાપા બોલે છે "જવતર હોમવા કન્યા ના ભાઈ પધારો". ગોરબાપા ના આ શબ્દો બોલતા જ ક્યારના રોકેલા પોતાના આસું ના છુટકે પણ બહાર આવી ગયા અને ભરા લગ્ન ના મંડપ માં રડવા લાગી......


- હા કદાચ આ ભાગ આપણા વાર્તા ના મૂખ્ય વિષય થી થોડો અલગ પડી ગયો છે, પણ આ જરુરી હતો જે પછી સમજાશે..તો આગળ ના ભાગ માં મળિયે અતીતના સથવારે...