The Game of 13 - Chapter 2 books and stories free download online pdf in Gujarati

The Game of 13 - Chapter: 2

" THE GAME OF 13 "

અંક-2

ઇન્સ્પેક્ટર રૂટ ને ફોન આવ્યો તેને થોડી ક્ષણો જ વીતી હતી કે ત્યાંતો ફરી ટેલિફોન ની રીંગે ઇન્સ્પેક્ટર રુટ ને બોલાવ્યા. રૂટે ફોન ઉપાડ્યો તો સામે થી એક સજ્જને જણાવ્યું કે સિટી ગાર્ડન પાસે, બંગલૉ નં.6 માં એક વ્યક્તિ ની હત્યા થઇ છે.ઇન્સ્પેક્ટર રૂટે તે વ્યક્તિ નો આભાર માની ને ફોન મુકયો અને આદત મુજબ તેની મોંઘી ઘડીયાળમાં સમય જોયો, સમય સાંજ ના 7:02 નો થયો હતો.આ ઘટના ની શરૂઆત સાથે જ પીસલેન્ડ ની શાંતિને જાણે કોઈક ની નજર લાગી હતી.ઇન્સ્પેક્ટર રૂટ ત્રણ કોન્સ્ટેબલ અને એક સબ-ઇન્સ્પેક્ટર સાથે ક્રાઇમ પોઈન્ટ જવા રવાના થયો. લગભગ 7:21 વાગ્યે તેઓ ત્યાં પહોંચ્યા. ઇન્સ્પેક્ટર રૂટ તથા તેમના સહયોગીઓએ તેમના જરુરી સાધન લઇ તથા ગ્લોઝ વગેરે પહેરીને બંગલૉ નં.6માં પ્રવેશ કર્યો. ઘરની અંદર તેઓએ જોયું કે બધો સમાન વેર-વિખેર પડ્યો હતો.જગ્યા-જગ્યા પર લોહીના ધાબા હતા,દ્રશ્ય એટલું બિહામણું હતું કે સામાન્ય માણસ માટે આ જોવુ લગભગ અશક્ય હતું. ઘર ની ઝીણવટ થી તપાસ કરતા બાથરૂમમાં તેમને એક મૃતદેહ મળ્યો. મૃતદેહ મળતા એક કોન્સ્ટેબલ તેના અવલોકન માટે આગળ ગયો. પરંતુ અચાનક તે સંતુલન ગુમાવી ને જમીન પર પડી ગયો. બધાએ તેનો ઉભો કર્યો અને તેને ઠીક છે કે નહિ તે પૂછ્યું.ધ્યાન થી જોતા ખબર પડી કે તેનો પગ નાની રબ્બર ની એક દડી પર પડ્યો હતો જેથી તે સંતુલન ગુમાવી બેઠો હતો.રૂટ ના અવલોકન પરથી તેમને ત્યાં બાથરૂમમાં આવી પાંચ-છ દડી મળી અને દરેક દડી પર લખેલું હતું એક નામ "DR.DECK "."DR.DECK ?","કોણ છે DR.DECK ?" ખબર નહીં !. આમ વિચારતા વિચારતા જ ઇન્સ્પેક્ટર રૂટે જોયું કે મૃતદેહ નું ગળુ નિર્દયતા થી કપાયુ હતું અને મોઢું પાણી માં ડુબાડેલુ હતું. હત્યા એટલી ખરાબ રીતે કરાઈ હતી કે આવી મોત તો કોઈ દુશ્મન ને પણ ના આપે. વધુ ધ્યાનથી જોતા રૂટ ને મૃતદેહના કોટ પરથી એક સ્ટીકી નોટ મળી. રૂટે તે સ્ટીકી નોટ ઉખેળી ને વાંચી. જેમાં લખ્યું હતું ," I AM BACK ." આ બધું જોઈને પોલીસની હાલત એવી થઇ જાણે કોઈ હોડી વમળ માં ફસાય જાય. ઇન્સ્પેક્ટર રૂટે મૃતદેહ ના ગજવા ફંફોસ્યા તો તેમાંથી એક I.D પ્રૂફ મળ્યું. જે જોતાવેંત ઇન્સ્પેક્ટર રૂટ ની આંખો વિસ્મિત થઇ ગઈ. કારણકે તેમાં મૃતકનુ નામ હતું "જોન બેસ". ઇન્સ્પેક્ટર રૂટ ને હજુ સુધી એમ જ હતું કે થોડીવાર પહેલા જે jack નામના વ્યક્તિ નો ફોન આવ્યો’તો આ તેની જ લાશ છે પરંતુ આ તો કોઈ બીજુ જ હતું. હવે પ્રશ્ન એ હતો કે Mr.jack નું શું થયું? પણ કહેવાય છે કે મુશ્કેલી આવે ત્યારે એક સાથે જ આવે છે.ખબર લઈને એક કોન્સ્ટેબલ દોડતો-દોડતો આવ્યો અને રૂટ ને મોકાણના સમાચાર આપ્યા કે હોલી ટાવર પાસે વધુ એક માણસ ની હત્યા થઇ છે. વધુ તાપસ માટે બે કોન્સ્ટેબલને ત્યાં મૂકી, તુરંત ઇન્સ્પેક્ટર રૂટ સબ-ઇન્સ્પેક્ટર રોય સાથે બંગલૉ નં.6 માંથી બહાર આવી ભીના રસ્તા પર છબ-છબ દોડતો દોડતો કાર માં બેસીને હોલી ટાવર જવા રવાના થયો. 8:21 વાગ્યે તેઓ ત્યાં પહોંચ્યા જ્યાં તેમને જાણ થઇ કે બંગલૉ નં.2 માં હત્યા થઇ છે. ઇન્સ્પેક્ટર રૂટે તથા સબ-ઇન્સ્પેક્ટર રોયે બંગલામાં પ્રવેશ કર્યો. આ ઘર ની હાલત બિલકુલ Mr.bess ના ઘર ની હાલત જેવી જ હતી.આગળ નું ચીતાર રૂટને આવી ગયો હતો અને તે સાચો પણ પડયો.મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો જેનું ગળુ કપાયું હતું , મોં પાણી માં હતું અને મળી પાંચ-છ નાની દડી જેના પર લખ્યું હતું તે જ કાળીયાળ નામ " DR .DECK " ઉપરાંત હતી એક સ્ટીકી નોટ જેના પર લખ્યું હતું ," I AM BACK "

ઘર ની વધુ તપાસ થી જાણવા મળ્યું કે આજ વ્યક્તિ MR.JACK છે. જેણે સૌપ્રથમ ફોન કર્યો હતો,આને કહેવાય ભાગ્ય!!! એક શહેર કે જ્યાં ગુનાખોરી નામે ન હતી ત્યાં ગણતરીની કલાકો માં થઇ બે-બે હત્યા અને એ પણ આવી નિર્દયતાથી! પોલીસે હવે આ કેસ ને એક સીરીઅલ કિલિંગના દ્રષ્ટિકોણથી જોઈ રહી હતી. રૂટ પણ આ વાતે કઈંક-કઈંક સંમંત હતો. હવે પ્રશ્નો એ હતા કે

"કોણ છે DR.DECK ?"

"શું છે તેનો હેતુ?

"કોણ છે જે પીસલેન્ડ ની શાંતિ હણી લેવા માંગે છે?"

વધુ જાણવા માટે વાંચો " THE GAME OF 13 " નો અંક-3

બીજા રસપ્રદ વિકલ્પો