Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 14

આગળના ભાગમાં આપણે જોયું કે
ઈન્સ્પેક્ટર સાહેબે,
બે કોન્સ્ટેબલને, શ્યામને લઈને બહાર આવવા જણાવ્યું છે. કોન્સ્ટેબલ શ્યામને લઈને બહાર નીકળી જતા, વેદ પોતાના પલંગ પરથી ઉભો થઈ જાય છે.
જેને RS સર, રોકી તુ આરામ કર, હું હમણાં આવીને બધી વાત જણાવું છું.
આટલુ કહી RS રૂમની બહાર નીકળે છે.
શ્યામને લઈને કોન્સ્ટેબલ, હોસ્પિટલની બહાર પાર્ક કરેલ પોલીસની ગાડી સુધી પહોંચતા પહેલા તો,
RS દોડીને તેમની પાસે પહોંચી જાય છે.
અહિયાં શ્યામ પોલીસને કહી રહ્યો છે કે,
સાહેબ, પહેલા મારી એક વાત સાંભળો, હું તમને કંઈ કહેવા માગું છું.
પરંતુ
હમણાં વેદની પાસે જ્યારે શ્યામ બોલતાં-બોલતાં શાંત થઈ બેસી ગયો હતો, ત્યારે તે કંઈ બોલ્યો ન હતો.
તેથી પોલીસ કહે છે કે
હવે તારે જે કહેવું હોય તે પોલીસ-સ્ટેશન જઈને કહેજે. પરંતુ શ્યામ, પોલીસની ગાડીમાં બેસી નથી રહ્યો, અને એક જ વાત કહે છે કે
સાહેબ તમે મને પહેલાં સાંભળો.
ત્યાં જ RS આવી જતા,
તે પણ પોલીસને રિક્વેસ્ટ કરે છે કે
સાહેબ, મારી તમને એક વિનંતી છે કે,
જો શ્યામ કંઈ કહેવા માંગતા હોય તો
આપણે પાંચ મિનિટ એને સાંભળી લઈએ, પછી ભલે તમને જે ઠીક લાગે તેમ કરશો.
પોલીસ ઈન્સ્પેક્ટર શ્યામને પોતાની વાત કહેવા કહે છે.
શ્યામ : સાહેબ મેં તમને કહ્યું તે પ્રમાણે, બે દિવસથી હું હોસ્પિટલમાં હોવાથી મારા કે વેદના પપ્પા ક્યાં છે ?
એ મને ખબર નથી.
બાકી તમે જણાવ્યું તેમ, બેંક પર શું થયું ? કોણે કર્યું ?
એ પણ હું નથી જાણતો.
પરંતુ
પાંચ લાખ રૂપિયાની જે વાત છે
તે હું ક્યાંથી લાવ્યો ? તે તમને જણાવી શકું છું.
આટલુ બોલી શ્યામ,
પોતાની સફાઇમાં ઈસ્પેક્ટરને કહે છે કે,
સાહેબ પાંચ લાખ રૂપિયા મને કોણે આપ્યા ?
એ તો અત્યારે હું તમને નહિ જણાવી શકુ,
પરંતુ
એ રૂપિયા મારી પાસે કેવી રીતે આવ્યા, એ તમને પ્રૂફ સાથે હું જણાવવા માગું છું.
આટલુ બોલી શ્યામ
હોસ્પિટલના જ એક બીજા ડોક્ટરને મળવા માટે, ઈન્સપેક્ટરને રીક્વેસ્ટ કરે છે.
ઈન્સપેક્ટર શ્યામની આ વાત સાંભળી,
શ્યામને લઈને ફરી હોસ્પિટલમાં જાય છે.
શ્યામે જે ડોક્ટરને મળવાની વાત કરી, તે ડોક્ટરની ઓફીસ સુધી બધા પહોંચતાજ
શ્યામ RS સરને બે હાથ જોડી વિનંતી કરે છે કે,
સર, પ્લીઝ તમે અંદર નહિ આવો.
શ્યામની વાત સાંભળી,
RS સરને, થોડું અજુગતું તો લાગે છે, પરંતુ અત્યારે RS માટે શ્યામ બેગુના પુરવાર થાય,
એ વાતનું મહત્ત્વ વધારે હોવાથી RS સર બહાર ઉભા રહે છે. પોલીસ અને શ્યામ અંદર જાય છે.
ત્યારે અંદર બેઠેલ હોસ્પિટલના ડોક્ટર,
શ્યામના મોઢે આખો બનાવ સાંભળી, પોલીસ ઈન્સ્પેક્ટરને જણાવે છે કે
સાહેબ, આ છોકરો જે પાંચ લાખ ની વાત કરે છે, એ પાંચ લાખ રૂપિયા મે મારા હાથે તેને આપ્યા છે, અને તમે જે વાત કહી તે પ્રમાણે
હું એક ડોક્ટર હોવાના નાતે, એટલું ચોક્કસથી કહીશ કે,
આ પૈસા ચોરી, લૂંટ કે હરામના નથી.
આ પાંચ લાખનો એક-એક રૂપિયો ઈમાનદારીથી ભરેલો, સેવાભાવી વિચારથી આવેલો અને માનવતાની પવિત્ર મહેકથી ભરેલો છે.
અત્યારે હાલ પુરતુ,
આનાથી વિશેષ હું તમને નહીં જણાવી શકુ.
ડોક્ટર સાહેબની વાતથી, ઈન્સપેક્ટરને ને પૂરો વિશ્વાસ આવી જતા,
તે શ્યામને છોડી દે છે, અને હોસ્પિટલથી બેન્કના એટીએમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા, તેમજ શ્યામ અને વેદના પપ્પાની આગળની તપાસ માટે નીકળી રહ્યા છે.
તેમની પાછળ RS, જે બહાર ઉભા હતા,
તે, અંદર શું વાત થઈ ?
તે જાણવા પોલીસની પાછળ જઈ રહ્યા છે.
શ્યામ, ડોક્ટર પાસેથી ઉભો થઈને બહાર નીકળતા, ડોક્ટર પણ છેક દરવાજા સુધી આવીને શ્યામને ઉભો રાખે છે, અને કહે છે
શ્યામ તે તારા મિત્ર માટે જરૂરી પૈસાની વ્યવસ્થા તો પૂરેપૂરી માનવતા ભર્યા કાર્યથી કરી છે.
પરંતુ
તે સાચી હકીકત, કમસેકમ જો પોલીસને જણાવી દીધી હોત તો, હું માનું છું ત્યાં સુધી બહુ વાંધો ન આવત.
શ્યામ ડૉક્ટર સાહેબને કહે છે કે
તમે જેમ કહ્યું તેમ,
અત્યારે મને માણસાઈ અને સંબંધોએ બાંધી રાખ્યો છે સાહેબ,
જ્યાં સુધી હું મારી કિડની એ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી ન દઉં,
ત્યાં સુધી મારી કિડની માટે મને પાંચ લાખ રૂપિયા કોણે આપ્યા છે ?
કે પછી મારા મીત્રની સારવાર માટે પાંચ લાખ રૂપિયાની જરૂર ઉભી થતા,
મેં મારી એક કિડનીનું દાન કરવાનું જે નક્કી કર્યું છે,
એ વાત હું તમારી અને મારી વચ્ચે જ રહે એવું ઇચ્છુ છું.
હવે શ્યામ અને ડોક્ટર, જે દરવાજામાં ઉભા રહીને આ વાત કરી રહ્યા હતા,
શ્યામને તો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો, એને તો એમ કે પોલીસ નીકળી ગઈ છે, અને RS સર પણ તેમની પાછળ ગયા છે.
તો અમારા બંનેની દરવાજામાં ઉભા રહીને કરેલી વાત કોણ સાંભળવાનું છે ?
પરંતુ
દરવાજાની બાજુમાં જ વેદ
આ બધી વાત સાંભળી જાય છે.
અચાનક
શ્યામની અને વેદની નજર મળતા જ
વેદની આંખોમાં આંસુ આવી જાય છે, અને તે પોતાના મિત્ર શ્યામ ને ભેટી પડે છે.
શ્યામ જે વાત છુપાવવા માંગતો હતો, તે વાત વેદ જાણી ગયો હતો.
ડોક્ટરની આ ઓફિસ હોસ્પિટલની બિલકુલ પાછળની સાઈડ છે, અને અત્યારે ત્યાં શ્યામ અને વેદ એકબીજાને ભેટીને ઉભા છે.
તેમની બાજુમાં, ડોક્ટર પણ મિત્રતાનુ આ કરુણ અને લાગણીભર્યું દ્રશ્ય જોઈ રહ્યા છે.
અચાનક
શ્યામની નજર હોસ્પિટલની પાછળ જ આવેલા, એક જર્જરિત હોસ્પિટલનાજ જૂના બિલ્ડિંગ પર જાય છે.
તે બિલ્ડીંગ વર્ષો જૂનું, અને ખખડધજ છે.
એ બિલ્ડિંગ પર રામ જાણે ક્યાંથી, અત્યારે વાંદરાનું એક ટોળું આવ્યું છે, અને એ વાંદરાનું ટોળું,
એ બિલ્ડિંગના ધાબા પરથી કૂદકા મારીને, બાજુના ઝાડ ઉપર એક પછી એક વાંદરા કૂદકા મારીને જઈ રહ્યા છે.
શ્યામે જોયું કે,
બિલ્ડિંગની પેરાફીટનો ખાસ્સો એવો મોટો ભાગ વધારે કમજોર હોવાથી, અને વાંદરાઓના કુદકાથી તુટી પડવાની અણી પર છે.
શ્યામે જોયું કે,
હવે એક વાંદરો પણ છલાંગ મારશે, તો પેરાફીટનો એટલો ભાગ તુટીને નીચે આવશે.
અને થાય છે પણ એવુંજ.
એક આંચકો આવતાં પેરાફીટ તુટીને નીચે પડે છે.
તે બિલ્ડીંગની તુટી રહેલ પેરાફીટની બિલકુલ નીચે, શ્યામ કોઈ એક વ્યક્તિને ઊભેલો જુએ છે.
પેરાફીટ પડતાં જ શ્યામ વીજળીવેગે દોડીને, તે વ્યક્તિને ધક્કો મારીને ત્યાંથી હટાવી, બચાવી લે છે.
શ્યામના ખભે થોડી ઈજા પણ થાય છે.
શ્યામ માટે આ ક્ષણ, ભગવાના આશિર્વાદ સમાન સાબીત થાય છે.
કેમકે... શ્યામે જે વ્યક્તિને બચાવ્યો,
તે બીજુ કોઈ નહીં, ખબરી રઘુ હોય છે.
વધુ ભાગ 15 મા