*મુળીનો અતી પ્રાચીન ઇતિહાસ*
સૌરાષ્ટ્રને વીર પુરુષો અને સંતો મહંતોની ભુમી કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર ભુમીમાંં અનેેેક સંતો મહંતો થઈ ગયા..તેેેમાં પણ " સૌરાષ્ટ્ર ની પાંચાળ ભૂમિ તો દેવભૂમિ કહેવાય છે.."
પાંચાળ ભૂમિમાં " પાંડવો" આવ્યા હતા,અને ત્રીનેશ્વર ( તરનેશ્વર મહાદેવ) ના મંદિરે આવ્યા હતા..ત્યાં 'દ્રૌપદી નો સ્વયંવર" રચાયો હતો..તેવી એક લોક વાયકા છે.તેની શ્રધ્ધાથી આજ પર્યત ત્યાં લોક મેળો ભરાય છે..,અને ધાર્મિક વિધિ થી પુજા અર્ચના થાય છે.
હાલના દ્વારિકા નું "મુળ પ્રવેશ" દ્વાર 'મુળી'ગણાય છે.. ભારતના ભૂ ભાગોમાં પ્રાદુર્ભાવ (અભિવ્યક્તિ)પામેલા અનેક યુગો ના સંતો અને પુરુષો આ તીર્થ માં આવીને નિવાસ કરેલ છે..
ઘણાં પ્રાચીન સમયમાં ભગવાન " શ્રી દત્તાત્રેય'" નો આશ્રમ મુળીમાં હતો. તેઓ મુળી માં આવેલ આ આશ્રમમાં ઘણો લાંબો સમય રોકાણા હતા. ત્યારબાદ થોડા સમય પછી આ હાલની મુળી છે. તે વિસ્તારમાં 'અલર્ક' નામે મહા પ્રતાપી રાજા રાજ્ય કરતાં હતા.. તે ભગવાન દત્તાત્રેય નો પટ્ટ શિષ્ય હતો. તે મહાન બાહુ બળિયો હતો.. તેવોજ મહાન દાની હતો..એમ એ વખત માં કહેવતું હતું કે તેના રાજદરબારમાં કોઈ પણ વ્યક્તિ કે કવિ, કલાકાર, ગીતકાર કે સંગીતકાર હોય, ગઝલ શાયર હોય કે ભજનીક હોય તે કદી પણ ખાલી હાથે પાછો જતો નહિ..
એક સમયે અલર્કના દરબારમાં એક વૃધ્ધ બ્રાહ્નણ કાંઈક માંગવાની ઇચ્છાથી અલર્ક પાસે જાય છે. બ્રાહ્નણ કહે છે કે હું માંગવા આવ્યો છું, મેં બહુ આપના વખાણ સાંભળ્યા છે..અલર્ક રાજા એ કહ્યું કે આપ કહો છો તે વાત મહદઅંશે સાચી છે.મારા રાજમાં જે કોઈ વ્યકિત આવે તેમને હું નિરાશ કરતો નથી..આપ પણ માંગો હું આપની આશા પુરી કરીશ..
બ્રાહ્નણ ને વિશ્વાસ નથી બેસતો તેથી તે ફરી કહે છે કે મને આ વાત નો વિશ્વાસ નથી કે હું જે માંગીશ એ આપ આપશો. તેમ છતાં રાજવી કહે છે કે આપ કોઈપણ જાતની ચિંતા કર્યા વગર જે માંગશો એ હું આપીશ ખુશી ખુશી..બહુ આગ્રહ કરતા વૃધ્ધ અંધ બ્રાહ્નણે માંગણી કરી કે હું દિન છું, અને અંધ પણ છું.. એટલે મારે આપની આંખો જોઈએ છે.આ સાંભળી ને રાજદરબારમાં બેઠેલાં તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા કે બ્રાહ્નણ દેવતા આ આ શું માંગી લીધું...
રાજા અલર્ક એક પણ ક્ષણ નો વિલંબ કર્યાં વગર પોતાની આંખો કાઢીને બ્રાહ્નણ ના હાથ માં આપે છે અને બ્રાહ્નણ આંખ ની રોશની ગ્રહણ કરે છે..ત્યાં તો બ્રાહણ પોતાના મૂળ સ્વરૂપ મા આવ્યા જે હતા ભગવાન દત્તાત્રેય અને કહે છે કે હું તારી આસ્થા અને દાન થી પ્રસન્ન થયો છું અને રાજાને આંખો ની રોશની પાછી આપે દે છે... અને આશીર્વાદ આપી ને કહે છે કે આ જગ્યા ભવિષ્ય માં મોટું તીર્થ સ્થાન બનશે....અને કહે છે વાવ પણ બાંધવજે એનું નામ અલર્ક રાખવા માં આવ્યું ...એ વાવ મુળી માં છે કે અલર્ક વાવ તરીકે ઓળખાય છે...
આ આશ્રમની બાજુમાં ભોગવતી નદી વહે છે.આ નદીમાં નાહી ધોઈને કૃતવીર્ય રાજા પરાક્રમી પુત્ર "અર્જુન" તપ કરીને દત્તાત્રેય ભગવાનને પ્રસન્ન કર્યા હતા, અને વરદાન માંગતા ભગવાન દત્તાત્રેય તરફથી હજાર હાથ મેળવીને પોતે સહસ્ત્રાર્જુન બન્યો હતો..
આ દત્તાત્રેય આશ્રમમાં મથુરા છોડીને ચંદ્રવંશી ભગવાન "'કૃષ્ણ'" અહીં આવ્યા હતા.અહીં આ આશ્રમમાં આવીને છ માસ જેટલો સમય રોકાયા હતા.અહીં દ્વારિકાનું નિર્માણ કરાવ્યું હતું એ દ્વારિકાનો મૂળ દરવાજો એટલે ' મુળી નગરી' હતું..
દ્વારકા જો ન વશ્યું હોત તો કૃષ્ણ ભગવાન મુળીને વિકસાવ્યું હોત. અને મુળી દ્વારિકા બન્યું હોત.. આજ સ્થળે 'ભગવાન સ્વામિનારાયણે આ સ્થાનું મહત્વ સમજીને મુળીમાં વિશાળ મંદિરનું નિર્માણ કરવા સદગુરુ ' " બ્રહ્માનંદ સ્વામીને" આજ્ઞા આપી હતી...
આ રીતે જોઈએ તો આ એક પવિત્ર ભૂમિ છે...
બસ, છેલ્લે એ જ કહેવાનું કે બાળકો ને સંસ્કારો,શિક્ષા, સાથે થોડો આપણો પ્રાચીન વારસો અને પ્રાચીન વાતો તથા કથાથી રૂબરૂ કરાવવજો..થોડા ઇંગ્લિશ ના શબ્દો નહીં આવડે તો ચાલશે...
ભારત ની ભૂમિ ને એક કરવા માટે અહીંયા બહુ લોહી રેડાયું છે... અને સાથે બહુ પ્રાચીન સ્થળના પણ નિર્માણ કરવામાં આવ્યા હતા.. જો બનાવનારા આપણા હતા તો આપણે તો સાચવવાનું છે. જેથી આવનારી દર પેઢી આ અખંડ ભારત ને જોઈ શકે...
ભારતની તાકાત એની એકતા છે તો જાત પાત ના નામે કેમ વિરોધ કરીએ છીએ.. જે સરહદ પર છે ત્યાં પણ બધા દરેક જ્ઞાતિ ના છે છતાં એકજુટ થઈ ને તમામને સુરક્ષા આપે છે. તો આપણે દેશની અંદર રહી ને શું લેવા વિભાજન કરીએ છીએ...
પહેલા ના સમય માં યુદ્ધ દરમિયાન બધી જ જ્ઞાતિના લોકો એ બલિદાન આપ્યા છે... તો આપણે દરેક ને આદર આપવો જોઈએ અને ખોટા જાત અને ધર્મ ના નામે ભાગલા ના પાડવા જોઈએ...😊
** જય માતાજી**
*આભાર*