Featured Books
શ્રેણી
શેયર કરો

મુળી નો પ્રાચીન ઇતિહાસ - 5

આગળ આપણે જોયું કે કવિરાજ જીવતા સાવજ દાન માં આપવાની વાત કરે છે....


શેસાજી કહે છે , કવિરાજ તમે મુંંજાવમાં આપણી સાથે આપણા માંડવરાયજી હોય તો ચિંતા કરવાની જરૂર નથી..આ વખતે તો મને નહિ પણ હળવદ ના કવિરાજને હાથો હાથ જીવતો સાવજ આપવાનો છે..એવું નાગદાનજી કહે છે..
શેસાજી કહે છે ભલે હળવદ ના રાજકવિ ને હાથો હાથ જીવતો સાવજ આપી દઇશું.. શેસાજી તો મંદિર માં બેસી જાય છે અને આખી રાત તપ કરે છે ત્યાંજ સવાર પડતા માંડવરાયજી દાદા પ્રસન્ન થાય છે, અને કહે છે કે આજે સાંજે હળવદ ના કવિરાજ ને બોલાવજો તેમને જીવતો સિંહ હાથો હાથ આપી દઇશું..
સાંજ પડીને મુળીથી "ઉત્તર દિશા એ વીંછીયા ના વેકળા" પાસે લઈ ગયા અને કહ્યું કે કવિરાજ આ લ્યો તમારો સાવજ આવ્યો.સિંહ તો સામે જ ઉભો હતો અને ગર્જના કરતો હતો..શેસાજી પરમારે તો જે હડી કાઢી અને સિંહ ની કેશવાળી પકડી લીધી..સિંહ તો ગાય જેવો ગરીબ અને ડાહ્યો થઈ ગયો..

સિંહ ની કેશવાળી પકડીને હળવદના ચારણ પાસે લઈ આવે છે..સિંહ તો ડણક કરે છે ત્યાં તો હળવદ ના કવિરાજ મુઠીયું વાળીને પલાયન થઈ ગયા.. ત્યાં તો માંડવરાયજી પોતાના સિંહ સ્વરૂપ માંથી મૂળ સ્વરૂપ માં આવી ને બધા ને દર્શન આપે છે...આ વાત બન્યા પછી માનસિંહજી અને તમામ લોકો ને ખાત્રી થઈ ગઈ કે શેસાજી ને દાદા પર અપાર શ્રદ્ધા છે.. એટલે મુળી પરમાર, લોકો,અને ચોવીસી ને અપાર આસ્થા વધી ગઈ..

"સંસો સિંહ સમરીયો,કેસર ઝાલીયો કાન,
પહોંચ્યો છે પરમાર ધણી, રમતો મેલે રાન"....


*જગદેવજી પરમાર:-
મુળી રાજ અને રાજવી પર કોણ જાણે કેમ પાડોશી એ અંગત રાજવીઓ છેલ્લા પાંચ સાત પેેઢી થી કસોટી કરી રહ્યા હતાં.. માંડવરાયજી ની અસીમ કૃપા બધી કસોટીમાં થી રાજવીઓ સફળતા પૂર્વક પસાર થઈ જતા હતા...તેના લીધે મુળીની આર્થિક પરિસ્થિત દિવસે નેે દિવસે ધસાઇ રહી હતી.. તેમ છતાં તેમણેે દાન અને વ્રત જે લીધેલું હતું એ ઈમાનદારી પાળતા હતા..
વારસા દર વારસે મુળી ની ગાદી પર રાજવીઓ બદલાતા રહ્યા.., પછી ગાદી પરમાર જગદેવજી ને સોંપવામાં આવી... ત્યારે પણ હળવદના કવિરાજ કોઈક ના ચડાવવા થી મુળી આવે છે અને કહે છે કે , હું મહેમાન થઈ આવ્યો છું અને થોડા દિવસો રોકાઇસ.. પરમાર જગદેવજી કહે છે કે તમને ગમે એટલું આપ રોકાઈ શકો છો. રોજ દરબાર ભરાય અને રોજ કવિરાજ કંઈક ને કંઈક વાતો,વાર્તા,દુહા,છંદ વગેરે સંભળાવી ને લોકો ને રોકી રાખે છે... આવી રીતે દોઢ માસ નીકળી જાય છે..
એક દિવસ ભરી સભા માં કવિરાજ કહે છે કે આજે છેલ્લો દિવસ છે કાલે સવારે હું જાવ છુ હળવદ પણ આ પહેલા હું જે માંગુ એ આપજો...ત્યાં જ મુળી ના રાજવી કહે છે કે માંગો કવિરાજ જે જોઈએ એ આપશુ તમને...શુ જોઈએ છે આપને???
ત્યાં તો હળવદ ના કવિરાજ કહે કે મને રાજા જગદેવજી પરમાર નું શીશ(માથું) જોઈએ છે...આવી માંગણી સાંભળીને પુરી સભા સ્તબ્ધ થઇ જાય છે.. રાજવી જગદેવજી કહે છે કે ચારણ માંગી માંગી ને તમે મારુ શીશ માંગ્યું?? કાલે સવારે તમને મળી જશે.. અને સભા બરખાસ્ત થાય છે...
મુળી ની ગલી ગલી બસ એ જ વાતો થાય છે કે ચારણ દેવતા એ જગદેવજી નું માથું માંગ્યું. વાત મુળી દરબાર ગઢ માં પહોંચે છે ત્યાં રો કકડ ચાલુ થઇ જાય છે પરંતુ રાજા જગદેવજી બધા ને સમજાવતા બધા સમજી જાય છે.. રાતે જમવાનું પતાવી રાજવી માંડવરાયજી ના મંદિરે જાય છે, પુરી રાત દાદાનું ધ્યાન ધરે છે...ત્યાં જ દાદા પ્રસન્ન થઈ ને એક તલવાર આપે છે..
સવાર પડતાં રાજા જગદેવજી દાદાના દર્શન કરી બધા ને મળી અને રાજ સભા માં પહોંચે છે..રાજદરબારમાં તો પગ મુકવા ની પણ જગ્યા નથી હોતી એટલો ગીચતા થી ભરેલો હોય છે..
રાજા જગદેવજી પરમાર રાજ સિંહાસન પર થી નીચે આવે છે અને એમના પુત્ર રામાજી પરમાર ને કહે છે કે ,માંડવરાયજી દાદા તરફ થી જે તલવાર મળી છે તે લાવો...તે તલવાર ગ્રહણ કરીને તાસક આગળ આવીને પોતાના હાથે જ દૈવી તલવારથી પોતાનું માથું ઉતારી દે છે,ત્યાં બાજુમાં જ ઉભેલા કુંવર રામાજી પરમારે પિતાના હાથમાંથી તલવાર લઈને પોતાને કમરે બાંધી અને માંડવરાયજીની જય બોલાવી ને જગદેવજી પરમારનું માથું જે તાસકમાં પડ્યું હતું તે તાસક લઈને કવિરાજ પાસે મક્કમ પગલે જઈને ભેટ ધરે છે,મક્કમતાથી બોલે છે.લ્યો કવિરાજ મુળી ઠાકોર જગદેવજી પરમારનું માથું સ્વીકાર કરો...

*શ્રીજી મહારાજ પર માંડવરાયજીદાદા પ્રસન્ન:-
શ્રીજી મહારાજ એક સમયે મુળી નગરીમાં આવ્યા હતા..તે વખતે પોતાની પધરામણીથી એક કુવો આપો આપ છલકાઈ ગયો હતો..આ વાત મુળી નગરીમાં ફેલાઈ જતા આખું ગામ તેમના દર્શન કરવા પધારતા હતા..આ વાતની જાણ દરબારગઢમાં થાય છે.." જામ બા" ને શ્રીજી મહારાજ ના દર્શન કરવાની ઈચ્છા થાય છે.

એક મૂળજી બ્રહ્નચારી ને બોલાવીને કહ્યું કે મારે અને દબારગઢ ની બાઈઓ ને શ્રીજી મહારાજ ના દર્શન કરવા છે અને કહે છે કે અમારી મજબુરી છે એટલે અમે બહાર ન આવી શકીયે તેથી સાંજે શ્રીજી મહારાજ ને કહેજો કે માંડવરાયજી મંદિરે આવે તેથી અમે એમના પડદા પાછળ રહી ને દર્શન કરી શકીએ.. જેથી અમારી મર્યાદા પણ જળવાઇ રહે અને દર્શન પણ થઈ જાય...

જામ બા એ કરેલી વાત શ્રીજી મહારાજ સમજે છે અને સાંજે માંડવરાયજી મંદિરે દર્શન કરવા જાય છે ત્યાં લોકો ની આસ્થા જોઈ ને અને જોમ બા ની આજીજી સાંભળી ને સ્વામી સહજાનંદ પ્રવચન પણ આપે છે ..બસ આ સમયે બધા સાંભળતા હતા ત્યાં જ માંડવરાયજી શ્રીજી નર દર્શન આપે છે...
મુળી માં અત્યારે પણ જુની હવેલી અને સ્વામિનારાયણ નું ભવ્ય મંદિર આવેલું છે...
( શ્રી કૃષ્ણ અને પાંડવો નો ઇતિહાસ જે મુળી ને લાગતો છે એ આવતા છેલ્લા પ્રકરણ માં)
** ક્રમશ..........