Incomplete road .... books and stories free download online pdf in Gujarati

અધુરો રસ્તો....

નમસ્કાર મિત્રો ! હું વિશેષ તમારી સમક્ષ મારી પહેલી વાર્તા 'અધુરો રસ્તો' રજુ કરવા જઇ રહ્યો છું , આશા રાખું છું કે આપના આશીર્વાદ, સૂચનો અને ટિકાઓ મને મળશે.

તમે મને તમારા સૂચનો તથા પ્રતિભાવો નીચે ના નંબર પર whatsapp કરી શકો છો.

9737755558.
🙏🙏🙏


અધુરો રસ્તો....

મારુ નામ નીરજ, હું વ્યવસાયે એક insurance firm માં investigator officer છું.

આમ તો હજુ corona pandemic ને લીધે import export બંધ હતું પણ મારી company ના એક client ના container ના કામે હું મુન્દ્રા આવ્યો હતો .

બધું કામ આટોપતા રાત્રી ના 10 વાગી ગયા અને મને તેનું ભાન પણ ના રહ્યું, મારે હજુ લાંબી મજલ કાપવા ની હતી , મારે છેક મહેસાણા પહોંચવાનું હતું .

હજી મેં મારી ગાડી નો self માર્યો ત્યાં મને ખ્યાલ આવ્યો કે મારી ડાબી બાજુ ની head light બિલકુલ deem થઈ ગઈ છે , હવે આગળ જાવા માં મારી હીમમ્મત થોડી ઓછી થઈ કારણ કે, આજે અમાસ ની રાત હતી અને પાછું વરસાદી વાતાવરણ હોવા ના કારણે light વગર ચાલવું સલાહ ભર્યું નતું , છતાં પણ મેં થોડીક હિમ્મત કરી ને ગાડી ને મારી મૂકી .
મુન્દ્રા થી હું Non stop ભચાઉ પહોંચ્યો જ્યાં મેં થોડોક નાસ્તો કર્યો અને Fresh થયો , fresh થાવુ જરૂરી હતું કારણકે આગળ નો રસ્તો હવે સુમસામ હતો.

ઉપરા ઉપર 2 ચા ના કપ ખાલી કરી મેં પાછી ગાડી ચલાવા નું ચાલુ કર્યું, હવે હું રાધાનપુર વાળા રસ્તે આગળ વધતો હતો.

હજુ તો 30 KM જેટલું અંતર કાપ્યું ત્યાં મારો mobile ફોન રણક્યો, હું Phone હાથ મા લેવા માટે નીચે નમ્યો ત્યાં મારી ગાડી ની આગળ કાંઈક અવાજ દઈ ને ભટકાણું , મેં સીધી જ break મારી ને ગાડી ને side માં ઉભી રાખી , ગાડી માંથી ઉતરી ને જોયું તો ગાડી ની જમણી બાજુ ની head light માં એક ઘુવળ ભટકાયેલુ હતું ને head light તોડી અંદર ઘુસી ગયો છે , મેં જેમ તેમ કરી તે મૃત ઘુવડ ને બહાર કાઢી આજુ બાજુ નજર કરી પણ અજુ બાજુ દૂર દૂર સુધી મીઠા ના અગર સિવાય કંઈ પણ નતું ! હવે મારી હિમ્મત પણ જવાબ આપી રહી હતી કરણ કે, ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો મેં મારી કિસ્મત ને ગાળો દેતા દેતા મારી ગાડી ચાલુ કરી.

મને ગાડી ચલાવતા 15 minute થઈ હશે ત્યાં રસ્તા ના કિનારા ઉપર મને એક ગાડી જોવા મળી ગાડી ની બાજુ માં જ એક couple lift માટે મને ઈશારા કરી રહ્યું હતું , પહેલા તો મને lift આપવા ની ઈચ્છા ના થઇ પણ તે સ્ત્રીએ એક બાળક ને તેડેલું જોઈ મને દયા આવી ગઈ ને મેં ગાડી side માં ઉભી રાખી અને તે couple ને ગાડી માં બેસાડી દીધા .

ગાડી માં બેસતા જ કપલે મારો આભાર માન્યો, અને તેના નામ કહ્યા , તે માણસે તેનૂ નામ નિલેશ જણાવ્યું અને તે સ્ત્રી તરફ આંગળી કરતાં કીધું , આ મારી wife છે તેનું નામ માનસી છે , મેં તેની તરફ મોઢું મલકાવતા માથું નમાવ્યું તેને પણ સામું અભિવાદન આપ્યું .

હવે મને નિલેશ ની સાથે વાતો કરતાં મજા આવી રહી હતી , કારણ કે મારો અને નિલેશ નો શોખ નો વિષય એક જ હતો .

અમે બંને સિંધુ ખીણ ની વાતો કરી રહ્યા હતા, એક સમય માં જેનો કચ્છ પણ એક ભાગ હતો .

નિલેશે વાત વાત માં જ મને અચાનક હચમચવતો પ્રશ્ન પૂછ્યો .
નિલેશ- નીરજ તમે ભૂત અને આત્મા માં વિશ્વાસ રાખો છો ખરા ?

મને નિલેશ નો સવાલ થોડોક વિચિત્ર લાગ્યો, મેં સીધું જ માથું ધુણાવતા તેની વાત નકારી ,

હું બોલ્યો , નિલેશ મને માત્ર વર્તમાન માં એટલે કે આ એક જ જન્મ માં વિશ્વાસ છે , મારા મત પ્રમાણે મૃત્યુ એટલે full stop પછી કાઈ છે જ નઈ,

મારી વાત નકારતા નિલેશ બોલ્યો 'નીરજ હજી તમે ભ્રમ માં જીવું રહ્યા લાગો છો".

મેં મારો પક્ષ ઉપર કરવા માટે કીધુ કે મારો એક જ ધર્મ છે અને એ છે 'Science' અને વીજ્ઞાન સાબિતી વગર કાઈ પણ માનતું નથી .

મારી વાત સાંભળતા જ નિલેશ કોઈક વીચાર માં પડી ગયો , થોડી વાર પછી નિલેશ બોલ્યો , ' નીરજ હું તમને સાબિત કરી આપું કે ભૂત અને આત્મા જેવી વસ્તુ પણ આ ધરતી ઉપર હોઈ છે તો ?

મેં નિલેશ સામું જોતા કહ્યું , "નિલેશ અપડે ખોટી વાતો કરી અપડો સમય બગાડી છી .

પણ નિલેશ હજી કંઈક વિચાર માં હતો .

વિચાર માં થી બહાર આવતા નિલેશ બોલ્યો , 'તો નીરજ તમે હવે તમારા વિચાર બદલાવ મજબુર થઈ જશો .એમ બોલતા જ નિલેશ નું આખું Family આંખ ના પાલકરામ માં જ ગાડી માંથી ગાયબ થઈ ગયું .

એ જોઈ ને નિરજે સીધી break મારી દીધી, અને ગાડી માં થી ઉતરી ને માથું પકડી બેસી ગયો , હવે નીરજ ને આંખ માં અંધારા આવા મંડ્યા ને બધું જ ગોળ ગોળ ઘુમવા માંડ્યું ને નીરજ બેહોશ થઈ ગયો .

1 કલાક પછી નિરજ જ્યારે ભાન માં આવ્યો ત્યારે નિલેશે કિધેલું એમ એની વિચારસરણી ખરેખર બદલાય ગયે હતી .

પણ નીરજ ને હવે ભય નતો , તેને નિલેશ ટુક સમય માટે નો મિત્ર જ લાગતો હતો .

હજી પણ નીરજ ઘણી વાર મોડી રાત્રે કચ્છ થી રાધાનપુર ના સફરે નીકળે છે કે , કદાચ કોઈક અંધારી રાત્રે તને તેના મિત્ર નિલેશ નો ભેટો થઈ જાય......












બીજા રસપ્રદ વિકલ્પો