એમ તો રવિવારે રજા જ હોય પરંતુ આજે કોઈ કારણસર બાબુલાલ ને ઑફિસે જવું પડે તેમ હતું. એટલે એ તો સવારે નાસ્તો કરીને નીકળી ગયા. હવે રમીલા એકલી જ ઘરે હતી એટલે ઘરના કામ કાજ પુરા કરી એ tv સામે ગોઠવાઈ ગઈ. બપોરનું જમવાનું તો બની જ ગયું હતું એટલે આરામ કરવા સિવાય કઈ કામ ન હતું. એટલે છેલ્લે અઠવાડિયા દરમ્યાન જોવાયેલ સિરિયલ નાં રિપીટ એપિસોડ જોવા લાગી.
પછી યાદ આવ્યું કે ફ્રિજમાં મુકાયેલ બધા શાકભાજી પુરા થવા આવ્યા છે એટલે આજે રવિવારે ફરીથી ફ્રિજ ભરાઈ જાય એટલી સબ્જી તો ખરીદવી છે. પણ આજ એનો શાક માર્કેટ જવાનો મૂડ ન થયો. એક તો ઘણા સમય પછી એને રવિવારે આવી શાંતિ મળી hati. દર રવિવારે તો બાબુલાલ ઘરે હોય તો કઈ સમજ જ ન પડે કે દિવસ કેમ પસાર થયો. રોજ રવિવાર જેવો જ દિવસ ભલે હોય પણ રવિવાર તો રવિવાર જ કહેવાય. એટલે બાબુલાલ ઘરે હોય તો સ્વાભાવીક રીતે જ રમીલા ની રવિવાર સારી ન જાય. બસ આજ કારણ હતો કે આજે રવિવારે એને શાક માર્કેટ જવાનું મૂડ ન થયો.
એટલે એને બાબુલાલ ને કોલ કર્યો, પણ બાબુલાલ તો બહુ હોશિયાર એટલે ફોન ન ઉપાડ્યું. કામમાં હશે એમ વિચારીને રમીલાએ ફોન સાઈડમાં રાખ્યો. અને પાછી tv સામે ગોઠવાઈ ગઈ. કલાક પછી ફરી રમીલા કોલ કરે છે પણ કઈ રિપ્લાય આવતું નથી, એટલે એક લાંબો લિસ્ટ બનાવી ને રમીલા whatsapp ઉપર સેન્ડ કરે છે. બાબુલાલ એ મૅસેંજ ની નોટિફિકેશન જુએ છે, એટલ સમજી જાય છે કે આ સાંજ માટે નું કામ છે એટલે એ whatsapp ચાલુ કર્યું જ નહિ નથી. હવે સાંજ નાં ત્રણ થવા લાગ્યા પરતું બાબુલાલ દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા રમીલાએ પાછો ફોન કર્યો. હવે કઈ છુટકો જ નથી એમ વિચારીને બાબુલાલે ફોન રીસીવ કર્યો. " હા બોલ" કંટાળી ને બાબુલાલે કહ્યું કઈ કામ છે ? અત્યારે હું ખુબ જ બીઝી છું જલ્દી બોલી દે. રમીલાએ માત્ર એજ કહ્યું કે મેસેજ કર્યો છે હવે જોઈ લેજો અને જે વસ્તુઓ લખી છે એ બધી જ લેતા આવજો. બાબુલાલ બોલવા જાય એ પહેલા ટો ફોન કટ થઇ ગયો.
સાજે પાંચ વાગે રમીલા પાછુ યાદ અપાવવા ફોન કરે છે. બાબુલાલ ખુબ જ ખુશ થઇને ફોન રીસીવ કરે છે અને કહે છે કે વાહ! રામલી તે મને સરસ કામ બતાવ્યું, હવે ઘરમાં શાક શબ્જી લાવવાનો કામ મને જ આપજે. તને ખબર છે હું અહિયાં માર્કેટમાં આવ્યો ત્યારે મીનાક્ષી પણ માર્કેટમાં હતી અમે બંને સાથે જ શોપિંગ કરીએ છીએ. અને હા હું એની સાથે પકોડા ખાઈ ને ઘરે આવીશ ટો મારા માટે જમવાનું ઓછું બનાવજે. ઓહ! આ શું થઇ ગયું? રમીલા નો મોબાઈલ એના હાથ માંથી નીચે પડી ગયો. દસ મિનીટ આજુબાજુ નો બધો અવાજ બંધ થઇ ગયો, રમીલા જાણે શૂન્યવકાસ માં આવી ગઈ હોય એવું લાગ્યું.
તરત જ તૈયાર થઇને એ માર્કેટ જવા નીકળી, માર્કેટ માં પહોંચીને એને ગુસ્સામાં ફોન લગાવ્યો. પહેલી રીંગ માં ફોન નો જવાબ ન આવતા રમીલાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. એને ફરી ફોન કર્યો એટલે બાબુલાલે પૂછ્યું તું ક્યા છે ? રમીલા એ કહ્યું એ બધું જવા ડૉ તમે ક્યા છો એ બતાઓ અને પેલી મીનાક્ષી ક્યા છે ? બાબુલાલે જોરથી હસવાનું ચાલુ કર્યો અને બરાબર હસી લીધા પછી તે બોલ્યો કે તું માર્કેટ માં આવી છે ને જે ખરીદવું હોય એ ખરીદી લે અને હવે મને ફોન કરવાનું બંધ કર મારે ઓફીસ માં કામ છે એટલે હું ઓફીસ માં જ છું. અને પેલી મીનાક્ષી ક્યા છે એ મને ખબર નથી.