Ravivar ni raja books and stories free download online pdf in Gujarati

રવિવાર ની રજા

સામાન્ય રીતે સવારે જાગીએ ત્યારે જે વિચાર પ્રથમ આવે અથવા જે સાંભળ્યું હોય એજ આખા દિવસ દિમાગ માં ફર્યા કરે. કોઈ સારો વિચાર આવ્યો હોય તો આખો દિવસ ખુશ રહેવાય તેવી જ રીતે કોઈ સોંગ્સ સાંભળ્યો હોય તો એ જ આખા દિવસ ગવાય છે, એટલે આપણા બાબુલાલે વિચાર્યું કે કાલે તો રવિવાર છે એટલે કોઈ સારો વિચાર કરી ને જ ઉઠું જેથી દિવસ સારો રહે. અને કોઈપણ વિચાર કરું એ પહેલા રમીલાનો અવાજ કાને ન અથડાય એ માટે કંઈક પ્લાનિંગ કરું. જો એક વાર રમીલા નો અવાજ સાંભળીશ તો પછી આખો દિવસ મને કોઈ બચાવી નહિ શકે. સડન્લી બાબુલાલ ને યાદ આવ્યું કે બે દિવસ પહેલા થયેલા ઝગડા વખતે એને પિયર જવાની ઘમકી આપી હતી. જો એ કાલે એના પિયર જતી રહે તો આખા દિવસ ની શાંતિ થઇ જાય અને સાથે જ કંઈક સારું ખાવાનું મોકો મળી જાય રોજ રોજ એના હાથ નું ખાઈ ને કંટાળો આવી ગયો છે, એક વાર એને ભૂલ માં કહી શું દીધું કે કરેલા સારા બન્યા છે હવે એ બીજી બધી રસોઈ કરવાનું ભૂલી ગયી છે. અઠવાડિયા માં ત્રણ દિવસ કરેલા બનાવી જ નાખે એ પણ સંભળાવી ને કે તમારૂ ભાવતું
ભોજન છે. જો રમીલા ઘરે ન હોય તો રવિવારે મજ્જા આવી જાય અને રવિવાર સુખમય થઇ જાય. સાથોસાથ
જો મોકો મળે તો સામને રહેતી મીનાક્ષી ની સાથે વાતચીત કરવાનો મોકો મળી જાય. આ રમલીએ તો આખા ઘર માં પરદા ઢાકી દીઘા છે અને પાછી મને ઉલ્લુ બનાવે છે કે બધા લોકો એને જોયા કરે છે, જાણે અમને તો કઈ ખબર જ નથી પડતી. હજુ દસ દિવસ પહેલા ની જ વાત છે, વાત તો કઈ ન હતી મારું બાલ્કની માં જવું અને એ જ સમયે મીનાક્ષી નું આવવું હજુ તો અમારી વચ્ચે હાય હેલો થાય એ પહેલા તો મારા ચશ્માં ઉપર જોર થી કંઈક આવી પડ્યું અને મારા ચશ્માં નીચે પડી ગયા, પાછળ થી ખબર પડી કે આ રમલી એ વેલણ નો થ્રો કર્યો હતો. અને પાછી માંગ્યા વગરની સફાઈ આપે કે ગરોળી ને કાઢવા વેલણ ફેંક્યું મને ક્યાં ખબર હતી કે તમે ગેલેરી માં છો. જો આ રમીલા સાથે ઝગડો થાય તો એ એના પિયર જતી રહે આવતી રવિવારે હું તેડી લાવીશ. લ્યો એક દિવસ ની જગ્યા એ આખો વીક આરામ થી જાય. પોતાના આફલાતુન વિચાર ઉપર ખુશ થઈ ને બાબુલાલ હરખાવવા લાગ્યો. હવે તો કઈ પણ થાય કાલ નો રવિવાર તો બસ એન્જોય જ કરવો છે. બસ બાબુલાલે વિચારી લીધું અને બાબુલાલ તો હેપી સન્ડે ના સપના જોવા લાગ્યો. અને અચાનક જ એના સપના ની સ્પીડ માં સ્પીડ બ્રૅકર બની ને રમીલા આવી ગયી. સપના માં ખોવાયેલ બાબુલાલ એ પ્રથમ તો કઈ ધ્યાન ન આપ્યું પરંતુ જ્યાં રમીલા એ જોરથી બોલવાનું શરુ કર્યું કે ના છૂટકે બાબુલાલે કહ્યું શું છે. રમીલા એ જવાબ આપ્યો કે કાલે તમારે રજા છે તો મારુ વિચાર છે કે ઘર ની સાફ સફાઈ કરી નાખીયે. બે મહિના થયા, ઘર પણ સફાઈ માંગે ને ? કાલે વહેલા ઉઠી ને આપણે બંને ઘર ની સફાઈ કરી લઈએ. બાબુલાલ તો ફાટી આંખે જોઈ રહ્યા રમીલા ને. પોતાના સુંદર રવિવાર ના સપના કાચ ની જેમ ફર્સ ઉપર પડેલા દેખાયા. તો પણ જેમ એક યોદ્ધા હાર ન માને એમ બાબુલાલ પણ હાર માને એમ ન હતો. ખુદ ના વિચારો ઉપર બ્રેક મારી એને રમીલા ને કહ્યું બરાબર છે કાલે રજા છે, હું ઘરે છું તો ઘર સાફ થઈ જાય, સોમવાર થી તો તું બીઝી થઇ જશે ને..તારી સાસ વહુ ની સિરિયલ માં. બાબુલાલ કયા અંદાજમાં વાત કરે છે એ ન સમજે એટલી ભોળી તો રમીલા ન હતી પરંતુ અત્યારે જવાબ આપીને આવતી કાલ નો નુકશાન સહન કરવું એ એને મંજુર ન હતું એટલે એ ચૂપ રહી.
રમીલા જરાય ગુસ્સે ન થઇ એ જોઈ ને બાબુલાલ ની મુંજવણ થોડીક વધી, રમીલા સાથે ઝગડવાની એક તક હાથ માંથી નીકળી ગયી પરંતુ હજુ સવાર થવામાં બાર કલાક હતા એટલે બાબુલાલે હિમ્મત ન હારી. અને હવે કયા કારણ થી લડાઈ કરવી એ વિચારવા લાગ્યો. એને વિચાર્યું કે મીનાક્ષી ની વાત કરું અને મિશન 2 નો આરંભ કર્યું, ભોળા ભાવે પૂછ્યું કે પેલા મીનાક્ષી બેન કેમ દેખાતા નથી. અત્યારેજ વીજળી કડકશે એમ માનીને એને રમીલા સામે જોયું. પણ રમીલાએ કઈ ઉત્તર ન આપ્યો એટલે બાબુલાલે વિચાર્યું કે હવે તીર નિશાન ઉપર છે, આજ દિશા માં આગળ વધીએ. એને ફરી પૂછ્યું કે હેં ! આ મીનાક્ષી કેમ દેખાતી નથી, બેન ના સ્થાને માત્ર નામ નો ઉલ્લેખ થતા થોડાક અણગમા સાથે રમીલા એ કહ્યું કે એ બીમાર છે. હેં બીમાર ! એટલું બોલી બાબુલાલે વિચાર્યું કે એને જોવા જવાનું કહું જેથી જેમ બને તેમ ઝગડો જલ્દી શરુ થઇ જાય. તો તું એમને જોવા જઈ આવી ? હા હું અને બાજુવાળા કાકી જઈ આવ્યા. આજે શું ખબર કેમ પણ વાતે વાતે લડાઈ કરતી રમીલા શાંત હતી. પછી કંઈક વિચાર કરી રમીલા એ કહ્યું આવતા જતા સમય હોય તો તમે પણ જતા આવજો. આ તો સુગર ની પ્રોબ્લેમ વાળા સાકર ખાય એવી વાત કરી. કંઈક તો ગરબડ જેવું લાગ્યું બાબુલાલને, પણ એમ કઈ હથિયાર હેઠા ન મુકાય એવું વિચારીને ઝગડા માટે નું નવું કારણ શોધવા લાગ્યો. પણ કઈ સમજમાં ન આવતા હવે સીધે સીધે વાત કરી લેવી એવું લાગ્યું, બાબુલાલે કહ્યું કે આવતી કાલે ઘર સાફ નથી કરવું પણ તું તારા પિયર જા અને તારી ભાભી પાસે શીખ કે પતિ સાથે કેવી રીતે રહેવાય. જવાબમાં રમીલાએ કહ્યું કે ઘર તો કાલે જ સાફ કરવું પડશે, બે દિવસ પહેલા તમે જે તમાશો( ?
કર્યો એની વાત મારા ઘર સુધી પહોંચી ગઈ (કેવી રિતે પહોંચી એ સમજી જવું ) એટલે મારી મમ્મી અને બેન અહીંયા મહિનો રહેવા આવે છે મને એ શીખવાડવા કે પતિ સાથે કેવી રીતે રહેવાય. બાબુલાલ વગર કઈ કહી ઉંધી ગયો એમ વિચારીને કે હવે મહિના સુધી રવિવારે ઓફિસ ચાલુ રહે એવું થાય તો મજા આવી જાય.

બીજા રસપ્રદ વિકલ્પો