" દેવપ્રિયા "
"દેવપ્રિયા" ( ભાગ-૧)
( આ વાર્તા એક કર્તવ્ય પરાયણ અને આજ્ઞાંકિત યુવાન ની છે.જે પોતાની " માં " ની વાત માનતો હોય છે.અને ભગવાન પર વિશ્વાસ રાખતો હોય છે.આ વાર્તા એક પ્રેમ કહાની,ફેન્ટસી ,ભગવત ભક્ત અને રહસ્ય રોમાંચ ની છે.જે આપને પસંદ પડશે.)
સવાર સવારમાં ભાર્ગવ નર્મદા નદીમાં સ્નાન કરી ને પોતાની સાયકલ પર ઘરે જતો હોય છે. મનમાં ઈશ્વર નું સ્મરણ કરતો હોય છે.
ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય..
એજ વખતે ભાર્ગવના મોબાઈલમાં રીંગ વાગી.. જોયું તો એની કોલેજની મિત્ર ઝંખના નો ફોન હતો..
ભાર્ગવ ઝંખના નો ફોન કટ કરે છે.અને પાછો શંકર ભગવાન નું સ્મરણ કરે છે.રોજની જેમ બાર જ્યોતિર્લિંગ નો શ્લોકો મનમાં બોલીને સાયકલ ચલાવે છે.
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १।।
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २।।
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४॥
આ નિત્ય નિયમ પ્રમાણે મંત્રો બોલી ને પોતાની સાયકલ ઉભી રાખે છે.પોતાની કોલેજની ફ્રેન્ડ ઝંખના ને ફોન કરે છે.
" હલ્લો, ઝંખના , હું ભાર્ગવ. અત્યારે સવાર ના કેમ ફોન કર્યો? કોઈ કામ છે?"ભાર્ગવ બોલ્યો.
"હેલ્લો,ભાર્ગવ અત્યારે તું શું કરે છે? "ઝંખના બોલી.
બોલ્યો," આ સવારે નર્મદા સ્નાન. બ્રાહ્મણ નો દિકરો છું . હવે ઘરે જઈ ને પુજા પાઠ કરીશ... રસ્તામાં મંત્રોચ્ચાર કરતો હતો.સાયકલ પર હતો.એટલે તારો ફોન કટ કર્યો હતો...બોલ કેમ યાદ કર્યો?"
" ભાર્ગવ આજે કોલેજ આવે તો તારી history ની નોટ લેતો આવજે.મારે થોડી નોટસ લખવાની બાકી છે.સારૂ ત્યારે આપણે કોલેજમાં મલીશુ."
ભાર્ગવ ભરૂચથી દસ કિલોમીટર દૂર નર્મદા કાંઠે આવેલા એક નાના ગામડામાં રહેતો હોય છે..
ભરૂચની આટ્સ કોલેજમાં કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોય છે.
ભાર્ગવના પિતાજી ગોરપદુ કરીને ગુજરાન ચલાવતા હોય છે.એટલે ભાર્ગવે આર્ટ્સ લીધું હતું..
પોતાના પિતા સાથે ગોરપદાના કામમાં મદદ પણ કરતો હોય છે.
ઝંખના જુના ભરૂચના મધ્યમાં રહેતી હોય છે.. ભાર્ગવ સાથે કોલેજમાં અભ્યાસ કરતી હોય છે.કોલેજના પ્રથમ વર્ષથી થયેલો પરિચય અંતે પ્રેમમાં પરિણમે છે.
નર્મદા સ્નાન કરીને ભાર્ગવ ઘરે આવી ને પુજા પાઠ કરે છે.એની મમ્મી ને કહે છે:-" મમ્મી, આજે કોલેજ થોડો વહેલો જવાનો છું.જલદી જમવાનું બનાવજે."
" હા,મારા દિકરા મારે તો જમવાનું નવ વાગ્યે તો બની જ જાય છે. તું તો અગિયારસની બસ માં જ જાય છે ને!"
હા, મમ્મી,કોલેજ બાર વાગ્યા ની છે.પણ આજે તો કોલેજ સાયકલ પર જવાનો છું."
" પણ બેટા, તું થાકી જ ઈશ.આ દસ કીલો મીટર છે."
ના,રે, મમ્મી.. ઘણીવાર હું સાયકલ ચલાવીને તો કોલેજ જાવ છું..એમ કંઈ થાકી જવાય. મમ્મી ,તમારે ભરૂચ થી કંઈ લાવવાનું હોય તો કહેજો."
" ના,બેટા, કંઈ લાવવાનું નથી.પણ તારું એક બીજું કામ છે."
"બોલ મમ્મી"
" જો બેટા આમ તો પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા તો હું જ જાવ છું..પણ કાલે હું જઈ શકું એમ નથી. મેં તારા માટે માનતા માની છે.એટલે તારે કાલે સવારે પાવાગઢ દર્શન કરવા જવાનું છે."
"સારૂં મમ્મી..કોલેજ થી વહેલો આવી જઈશ.ને રાત્રે તૈયારી કરીને વહેલી સવારે પાવાગઢ દર્શન કરવા જઈશ."
જમી ને ભાર્ગવ સાયકલ પર કોલેજ જાય છે.
કોલેજમાં બે પીરીયડ ભરીને ભાર્ગવ ક્લાસમાંથી નીકળી ને કોલેજની બહાર ઝંખના ની રાહ જુએ છે.
પાછળ પાછળ ઝંખના પણ ક્લાસમાંથી નીકળીને ભાર્ગવ ને મલે છે.. ભાર્ગવ એને history ની નોટ બુક આપે છે.
ઝંખના ભાર્ગવને કહે છે," ભાર્ગવ,કાલે હું કોલેજ આવી શકવાની નથી.".
"કેમ.કેમ?" .
"જો ભાર્ગવ.. આજે સાંજે મુંબઈથી મહેમાનો આવવાના છે.".
(ક્રમશઃ:- ભાગ-૨ માં ઝંખના ના ઘરે કયા મહેમાન આવવાના હોય છે? ઝંખના ને જોવા કોઈ મુરતિયો આવવાનો હોય છે?. ભાર્ગવ અને ઝંખના ની મિત્રતા રહેશે કે નહીં? આ વાર્તા' દેવપ્રિયા ' એ એક પેરેલલ વાર્તા જેવી છે.જે આ વાર્તા ના અંતે મારી અન્ય ધારાવાહિક વાર્તા "સૌંદર્યા-એક રહસ્ય" ના નાયક ' સૌરભ' સાથે ભાર્ગવ ની મુલાકાત થાય છે... ત્યારે...? જાણવા માટે વાંચો ધારાવાહિક વાર્તા " દેવપ્રિયા " )