ધ કિલર ટાઇગર - 3 S Aghera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કિલર ટાઇગર - 3

ધ કિલર ટાઇગર ભાગ - 3
રાઇટર - S Aghera

આગળના ભાગમાં જોયું,

ઇન્સ્પેક્ટર પહાડસિંહ જે વ્યક્તિનું MD રોડ પર ખૂન થ્યું હતું તે વ્યક્તિ રોનકના ઘરે જાય છે. તે તેના ઘરે જઈને આશ્ચર્ય પામે છે. આ બાજુ ઇન્સ્પેક્ટર સોંનાલિકા મિતાલીની બાજુમાં બેસીને તેની પાસેથી પુછતાજ કરે છે. મિતાલી કંઈક કહે છે જે સાંભળીને ઇન્સ્પેક્ટર સોનાલિકા આશ્ચર્યચકિત થઇ જાય છે.

હવે આગળ....

ઇન્સ્પેક્ટર પહાડસિંહ રોનકના બંગલે પહોંચે છે ત્યાં જઈને તે રોનકનો વિશાળ બંગલો જોતા રહી જાય છે.તેની આસપાસ ગાર્ડન પણ હતું. જેવો ઇન્સ્પેક્ટર પહાડસિંહ દરવાજો ખોલે છે કે તરત એક લાશ જોવા મળે છે. જે જોઈને ઇન્સ્પેક્ટર ચોકી જાય છે. તે લાશ પર પણ એવા જ નિશાન હતા જેવા આની પેલાની લાશ પર જોવા મળ્યા હતા. એટલે એ જોઈને ઇન્સ્પેક્ટરને અંદાજ આવી ગયો કે આનું પણ ખૂન તે જ વ્યક્તિએ કર્યું હશે જેને પેલા બે વ્યક્તિનું ખૂન કર્યું હતું. પછી તે આજુબાજુ ના વ્યક્તિઓ ને બોલાવે છે. તેના પાડોશીમાંથી એક વ્યક્તિને ઇન્સ્પેક્ટર પૂછે છે " આ કોણ છે? "
ત્યાં એક વ્યક્તિ બોલે છે," આ તો કમલેશ છે, રોનકનો ભાઈબંધ. "
"તમે જણાવી શકો કે આ બંગલામાં કોણ કોણ રહે છે? "
" આ બંગલામાં બસ આ બે ભાઈબંધ જ એકલા રહે છે. " તેના પાડોસીએ કહ્યું.
" રહે છે નહિ રહેતા હતા. રોનકનું પણ કોઈએ ખૂન કરી નાખ્યું છે. એની તપાસ માટે અહીંયા આવ્યો તો અહીં પણ આ કમલેશ નું ખૂન કરી નાખ્યું હતું." એટલું બોલી ઇન્સ્પેક્ટરે લાશની તલાશી લીધી પણ મોબાઈલ, પાકીટ કે બીજું કઈ પણ મળ્યું નહિ.
પછી ઇન્સ્પેક્ટર પહાડસિંહ પાડોશીને પૂછે છે, " આ બંને શુ કામ કરતા હતા? "
" તેઓ એક કારના શો-રૂમ માં નોકરી કરતા હતા. " ઇન્સ્પેક્ટર આ સાંભળી વિચારવા લાગ્યા કે વિકાસ પણ કોઈ કારના શો- રૂમમાં નોકરી કરતો હતો.
"તેઓનો પરિવાર ક્યાં રહે છે? કે તમે કોઈને અહીં આવતા જતા જોયા છે? "ઇન્સ્પેક્ટરે પૂછ્યું.
"ના અમે કોઈને પણ અહીં આવતા જતા નથી જોયા. એ બંને સિવાય કોઈ અહીં તેના પરિવારનું નથી. પણ એક કામવાળો આવે છે જે ટિફિન આપી જાય છે અને ઘરમાં સાફ-સફાઈ કરે છે. બસ એ સિવાય કોઈ તેના ઘરે આવતું જતું નથી. એ પાડોશીઓ સાથે પણ વાત કરતા નહિ." પાડોશીએ કહ્યું.
"હમ્મ " એટલું બોલીને ઇન્સ્પેક્ટર પહાડસિંહે ઘરમાં તપાસ કરી પણ બધું તેવુંને તેવું જ હતું. પછી એ લાશને પણ ફોરેનસિક લેબમાં તપાસ માટે મોકલાવી દીધી. પછી ઇન્સ્પેક્ટર પહાડસિંહે જોયું તો તેના ઘરમાં CCTV કેમેરા લગાડ્યા હતા.પછી ઇન્સ્પેક્ટરે ચેક કર્યું તો તેમાં વાઘનો પહેરવેશ પહેરેલો વ્યક્તિ અચાનક આવ્યો દરવાજાની બેલ વગાડી અને દરવાજો ખોલ્યો ત્યાં એક જ સેકન્ડ માં આંખનો પલકારો ઝબકે તે પહેલા જ તેના મોઢા પર પંજો મારીને તેણે નાખ માં પહેરેલા વાઘનખ વડે મોઢા પર વાર કર્યો અને ગળુ દબાવીને મારી ખૂન કરી નાખ્યું. પણ તે ચીસ ના નાખી શકે એવી રીતે મોઢું પકડ્યું હતું. તેણે પગમાં અજીબ વાઘના પગના પંજા જેવું બનાવેલું પહેર્યું હતું.પણ જેવું તે ખૂન કર્યું અને થોડીવારમાં અચાનક ગાયબ થઇ ગયો.
ઇન્સ્પેક્ટર પહાડસિંહે ત્રણ - ચારવાર નિરીક્ષણ કર્યું. આ જોઈને ઇન્સ્પેક્ટર થોડીકવાર ગુંચવાઈ ગયા.

***

આ બાજુ મિતાલી ભાનમાં આવી ગઈ હતી. તેણે ઇન્સ્પેક્ટર સોનાલિકા સામે વાત કરવાનું ચાલુ કર્યું.
" વિકાસ ઇન્સ્પેક્ટર રાઠોડના જાસૂસ હતો. તે ખુફિયા પોલિસની જેમ હતા.તે બધી માહિતી ઇન્સ્પેક્ટર રાઠોડને આપતા. ઇન્સ્પેક્ટર રાઠોડ તેના ખુબ સારા મિત્ર પણ હતા. વિકાસે ઘણા કેસ સોલ્વ કરવામાં ઇન્સ્પેક્ટર રાઠોડને મદદ કરતા. ઇન્સ્પેક્ટર રાઠોડે વિકાસની મદદથી ઘણા ગુનેગારોને પકડ્યા છે. પણ કોઈ ગુનેગારને ખબર ના પડતી કે કઈ રીતે અને કોણે એનું નામ કીધું. વિકાસને આવી જાસૂસીમાં ખુબ રસ હતો અને આવા કામ જીવના જોખમે પણ કરવા તૈયાર થાતો. વિકાસને લીધે ઇન્સ્પેક્ટર રાઠોડને ઘણો ફાયદો પણ થતો.આથી વિકાસને પૈસા પણ આપતા.મારાં સિવાય અમારા પરિવારમાં પણ કોઈને પણ ખબર નથી કે વિકાસ પોલીસ માટે કામ કરે છે. " મિતાલી એટલું બોલી ત્યાં ઇન્સ્પેક્ટર પહાડસિંહ આવ્યા અને વાત સાંભળવા લાગ્યા.

"તમે કહી શકો કે તે રાતે શુ થયું હતું અને વિકાસની કઈ પણ વાત યાદ આવતી હોય તો જણાવો. " ઇન્સ્પેક્ટર સોનાલિકાએ કહ્યું.

"હા એ રાતે વિકાસ કહેતો હતો કે પોલીસ સ્ટેશને જવું છે રાત્રે જ પણ મેં એને બહુ ના પડી પણ તે કહેતો હતો કે જવું પડે તેમ છે. મેં એને સવારમાં જવાનુ કીધું પણ એ કહેતો હતો કે જવું જ પડશે. "

" તો તમે ના કેમ પાડતા હતા? " ઇન્સ્પેક્ટર સોનાલિકાએ પૂછ્યું.
" કારણકે કોઈ જાણી ગયું હતું કે વિકાસ પોલીસના જાસૂસ છે અને તે વિકાસની પાછળ પડી ગયું હતું. "
" એવુ શુ તાત્કાલિક કામ હતું કે વિકાસ ત્યારે ને ત્યારે પોલિસ સ્ટેશન જવાનો હતો. " ઇન્સ્પેક્ટર પહાડસિંહે પૂછ્યું.
"એ તો મને નથી ખબર. વિકાસ મને કોઈ પણ એવી વાત ના કરતા "
" ઓકે પણ હો અમારે જરૂર પડશે તો અમે તમારી પાસે આવીશું."

પછી ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકા બહાર જઈને કેસ સોલ્વ કરવા માટે વાત કરવા લાગ્યા. પછી તેણે બીજા પોલીસ દ્વારા જે જાણકારી મળી તે મુજબ ત્રણેય વ્યક્તિના ખૂન થયાં હતા તે એક જ કારના શો રૂમ માં નોકરી કરતા હતા.ઇન્સ્પેક્ટર પહાડસિંહે કમલેશનું ખૂન કઈ રીતે થયું હતું તેનું રેકોર્ડિંગ ઇન્સ્પેક્ટર સોનાલિકાને બતાવે છે.
ત્યાં એક પોલીસ પોસ્ટમોટમ રિપોર્ટ લઈને આવે છે.પણ તેમાં કઈ આવ્યું નહિ. એટલે ખૂની સુધી પહોંચવું થોડું મુશ્કેલ હતું. હવે ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકા થોડા ગુંચવાઈ ગયા. આ હવે કેસ વધુ ને વધુ અઘરો બનતો જતો હતો.

જે ત્રણેય વ્યક્તિના ખૂન થયાં હતા તે ત્રણેય એક જ કારના શો રૂમમાં નોકરી કરતા હતા આથી ઇન્સ્પેક્ટર સોનાલિકા અને ઇન્સ્પેક્ટર પહાડસિંહ ત્યાં તપાસ માટે જાય છે.
" હેલો ઇન્સ્પેક્ટર શુ થયું? હું આ શો રૂમનો મેનેજર કૃણાલ. "કારના શો રૂમ ના મેનેજર બોલ્યા.
"તમારા કારના શો રૂમમાં નોકરી કરતા ત્રણ- ત્રણ લોકોના ખૂન થઇ ગયા છે અને તમે પૂછો છો કે શુ થયું ! " ઇન્સ્પેક્ટર પહાડસિંહ બોલ્યા.
"શુ ત્રણ વ્યક્તિના ખૂન થઇ ગયા પણ કોનું ખૂન થયું છે? "
"રોનક, વિકાસ અને કમલેશ આ જ શો રૂમમાં નોકરી કરતા હતા ને? "
"હા આજ શો રૂમમાં નોકરી કરતા હતા પણ તમે એ લોકો વિશે શુ કામ પૂછો છો? "
" એ ત્રણ વ્યક્તિના ખૂન થયાં છે. " ઇન્સ્પેક્ટર સોનાલિકાએ કહ્યું.
" તમે તેના જણાવી શકો કે કાંઈ અજીબ વાત કે વ્યવહાર કરતા જોયા હોય.. "ઇન્સ્પેક્ટર પહાડસિંહેલો પૂછ્યું.

" હા તે ત્રણેય અહી કામ કરતા. એમાં રોનક અને કમલેશ બંને ભાઈબંધ હતા. તે તેનું કામ સારી રીતે કરતા હતા. એના કામથી આમારા બોસ પણ ખુશ હતા. તેણે પ્રમોશન પણ આપવાના હતા.તે બંનેને કોઈ સાથે દુશ્મની પણ નહોતી. પણ એના વખાણ સાંભળીને બીજા લોકોને ઈર્ષા થતી. "
" અને આ વિકાસ શુ કરતો? "
" એ............ " મેનેજરે કહ્યું.

શો રૂમના મેનેજર કૃણાલએ એવુ કંઈક કીધું જે જોઈને ઇન્સ્પેક્ટરને આશ્ચર્ય થયું.

(ક્રમશ:)

- S Aghera

( મેનેજરે એવુ તો કયું રાજ ખોલ્યું કે જેનાથી ઇન્સ્પેક્ટરને આશ્ચર્ય થયું? CCTV કેમેરામાંથી કઈ કડી મળશે ખૂની સુધી પહોંચવા માટે? આગળ કઈ રીતે ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકા કેસ સોલ્વ કરે છે તે જોવા વાંચતા રહો.)

-> જો તમને સ્ટોરી ગમે તો તમારું કિંમતી રીવ્યું અચૂક આપજો જેનાથી મને નવું લખવાની પ્રેરણા મળે. અને જો તમે આ સ્ટોરી આગળ કેમ વધારવી એના વિશે જાણવા માંગતા હોય તો મેસેજ કરીને જણાવી શકો છો.