ધ કિલર ટાઇગર - ભાગ -1 S Aghera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ધ કિલર ટાઇગર - ભાગ -1

ધ કિલર ટાઇગર ભાગ -1
લેખક - S Aghera


( આ સ્ટોરીનો હેતુ ફક્ત મનોરંજન માટે છે. આ સ્ટોરીમાં ઉલ્લેખ થયેલ પાત્રો કાલ્પનિક છે. આ સ્ટોરીને કોઈ પણ સત્ય ઘટના સાથે સંબંધ નથી. )


" નહિ વિકાસ અત્યારે હું તને ત્યાં નહિ જ જવા દઉં " મિતાલી વિકાસનો હાથ પકડીને રોકી રહી હતી.
" તું સમજવાની કોશિશ કર. " વિકાસે પોતાનો હાથ છોડતા કહ્યું.
" નહિ વિકાસ હું નહિ જ જવા દઉં આટલી મોડી રાત્રે " મિતાલી ફરીથી વિકાસને રોકતા બોલી રહી હતી.
" મારે અત્યારે જ પોલીસ સ્ટેશન જવું પડશે નહિ તો એ લોકો ત્યાંથી છટકી જશે. " વિકાસ ખુમારીભર્યા અવાજે બોલ્યો.
" ના વિકાસ એ લોકો તને જોઈ જશે તો ન બનવાનું બની જશે એના કરતા કાલે સવારે જ જજે. " મિતાલીએ સમજાવતા કહ્યું.
" તું કેમ નથી સમજતી કે ત્યાં જવું ખુબ જરૂરી છે. " વિકાસ ફરીથી મિતાલીને સમજાવતા બોલ્યો.
" ના વિકાસ નહિ જ જવા દઉં તને મારા સમ... "મિતાલી આગળ બોલે તે પહેલા ડોર બેલ વાગે છે.
" અત્યારે રાતે કોણ આવ્યું હશે? " વિકાસ મિતાલી તરફ જોતા બોલે છે.
ટ્રીન ટ્રીન... ત્યાં પાછી ડોર બેલ વાગે છે.
" હા આવ્યો" એમ કહેતા વિકાસ દરવાજો ખોલવા જાય છે. વિકાસ જેવો દરવાજો ખોલે છે તરત જ એક વાઘનું માસ્ક પહેરેલો તેમજ વાઘના શરીર પર હોય તેવા જ ચટ્ટા પટ્ટા વાળા કપડાં પહેરેલો, તેમજ હાથમા અસલી વાઘ નખ પહેરેલો વ્યક્તિ સંપૂર્ણ રીતે વાઘના કપડાં વડે ઢંકાયેલો જોવા મળે છે. વિકાસ હજુ કંઈક વિચારે તે પહેલા પવનની જેમ તીવ્ર વેગે અચાનક તે વાઘનો પહેરવેશ ધારણ કરેલા વ્યક્તિએ પોતાના હાથમાં પહેરેલા વાઘનખ વડે વિકાસનું ગળુ જોરથી દબાવીને રિખોડીયા ભરીને ચીરી નાખે છે. વિકાસ ચીખ નાખે છે અને ત્યાં જ મૃત્યુ પામે છે. વિકાસની ચીંખ સાંભળીને મિતાલી ત્યાં જાય છે ત્યાં તેને વાઘનું રૂપ ધારણ કરેલો પેલો ભયાનક વ્યક્તિ દેખાણો અને મિતાલી હજી કંઈક વિચારે ત્યાં તે અદ્રશ્ય થઇ જાય છે. મિતાલી વિકાસ નું આ રીતે ખૂન થતું જોઈને તે ત્યાં જ બેભાન થઇ જાય છે.
વિકાસની ચીંખ સાંભળીને આજુબાજુવાળા ત્યાં આવે છે.
ત્યાંનું દ્રશ્ય જોઈને બધા ચોંકી જાય છે અને હેબતાઈ જાય છે. ત્યાં આઠ - દસ લોકો ભેગા થઇ જાય છે. ત્યાં ભેગા થયેલા લોકોમાંથી કોઈ એક પોલીસને ફોને કરે છે " હેલો ઇન્સ્પેક્ટર, MD રોડ પર બંગલો નંબર 210 પર જલ્દી આવો. અહીં એક ખૂન થ્યું છે. "
" હા તમે લોકો લાશને એમ જ રહેવા દેજો અમે ફટાફટ પહોંચીએ જ છીએ. "
ત્રણ પોલીસ પોલીસની ગાડી લઈને ત્યાં પહોંચે છે. તેમાંથી એક પોલિસ ઇન્સ્પેક્ટર પહાડસિંહને ફોન લગાવે છે અને તેને પણ તે જગ્યાએ પહોંચવાનું જણાવે છે. આ ઇન્સ્પેક્ટર પહાડસિંહે આવા ખૂનના ઘણા કેસ સોલ્વ કરેલા હતા.
ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને પોલીસ ત્યાં પહોંચે છે.
ઇન્સ્પેક્ટર પહાડસિંહ લાશની આજુ બાજુ નિરીક્ષણ કરે છે. લાશના ગાલા પર વાઘનખના નિશાન હતા. આ ઉપરાંત તેના ખિસ્સું પણ ચેક કરે છે પરંતુ તેમાં ખાલી પાકીટ અને આધારકાર્ડ તેમજ ATM કાર્ડ મળે છે. મિતાલી ખુબ જ ડરી ગયી હોવાથી હજુ સુધી ભાનમાં આવી નહોતી. આથી એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ પહોંચાડે છે. ઇન્સ્પેક્ટર પહાડસિંહે એ ત્યાં ઉભા વ્યક્તિઓમાં પૂછ્યું, " સૌથી પહેલા કોણે આ જોયું? "
"મેં ઇન્સ્પેક્ટર, હું ઘરમાં સૂતો હતો અચાનક જોરથી ભયાનક ચીંખ સાંભળી એટલે અહીં દોડીને આવ્યો અને જોયું તો અહીં લાશ પાડી હતી અને મિતાલી બેભાન થયેલી હતી પછી તરત જ તમને ફોન લગાવ્યો. " તેમાંથી એક વ્યક્તિ બોલ્યો.
" તમે કોણ? " પહાડસિંહે પૂછ્યું.
" હું સમીર આ વિકાસ નો પાડોશી છું, અહીં બાજુમાં જ રહુ છું."
" તો તમને ખબર જ હશે વિકાસ ધંધો કે નોકરી શુ કામ કરતો? "
" સર તે એક કારના શો રૂમનો મેનેજર હતો. "
" વિકાસના ઘરમાં કેટલા માણસો રહેતા? "
" સર વિકાસ અને તેની પત્ની મિતાલી બે જ રહેતા અને એક નોકર કામ કરવા આવતો પણ સાંજે પોતાના ઘરે ચાલ્યો જતો.

બીજા દિવસે સવારે ઇન્સ્પેક્ટર પહાડસિંહ ઇન્સ્પેક્ટર સોનાલિકાને કોલ કરે છે. ઇન્સ્પેક્ટર સોનાલિકા આવા ખાસ કેસ સોલ્વ કરવામાં એક્સપર્ટ છે. આથી આ કેસ ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને ઇન્સ્પેક્ટર સોનાલિકાને સોંપવામાં આવે છે.

***
સવારે 8:30 વાગ્યે,

"હેલો ઇન્સ્પેક્ટર અહીં MD રોડથી આગળ શહેરની બહાર તરફ જતા રસ્તામાં એક લાશ પડી છે. " કોઈ વ્યક્તિ ફોનમાં બોલે છે.
" શું? લાશ પડી છે? હા અમે હમણાં જ ત્યાં પહોંચીએ છીએ. " ઇન્સ્પેક્ટર પહાડસિંહે ફોન માં કહ્યું.
ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકા ત્યાં પહોંચે છે.
" ઓહ, આના ચહેરા પર પણ તેવા જ નિશાન છે જેવા પેલા કેસમાં હતા. " ઇન્સ્પેક્ટર પહાડસિંહ લાશ જોઈને બોલે છે.
ઇન્સ્પેક્ટર સોનાલિકા આસપાસ ઉભેલા લોકોમાં પૂછે છે, " કોણે સૌથી પેલા લાશને જોઈ? "
" ઇન્સ્પેક્ટર મેં સૌથી પેલા આ લાશને જોઈ. હું સવારે અહીંથી નીકળ્યો ત્યારે રસ્તામાં પડેલી જોઈ એટલે તરત જ તમને ફોન કર્યો. "
ઇન્સ્પેક્ટર પહાડસિંહ લાશના ખિસ્સા તપાસે છે, તેને મોબાઈલ મોબાઈલ કે પાકીટ કે કઈ વસ્તુ મળતી નથી. ફક્ત કાંડામાં બાંધેલી ઘડિયાળ મળે છે.
" સર આ માણસ તેના કપડાં, શૂઝ અને ઘડિયાળ પરથી પૈસાદાર લાગે છે. " ઇન્સ્પેક્ટર સોનાલિકા પહાડસિંહ તરફ જોતા બોલે છે.
" ખૂની પાકીટ, મોબાઇલ વગરે લઇ ગયો લાગે છે. "
" હા સર, હવે પેલા તો આ માણસ કોણ છે એ જાણવું પડશે, પછી આગળ પગલાં ભરી શકીએ "
" આ એક પછી એક ખૂન કરી રહ્યો છે તે ખૂનીને જેમ બને તેમ ઝડપથી પકડવો પડશે નહિ તો તે ઘણા લોકોના ખૂન કરી નાખશે. " ઇન્સ્પેક્ટર સોનાલિકા પહાડસિંહને કહે છે.
" આ કેસ વધારે આંટી ઘૂંટી વાળો બને તે પહેલા સોલ્વ કરવો પડશે " પહાડસિંહ બોલે છે.

( ક્રમશ: )

( કોણ હશે આ માણસ? મિતાલી ભાનમાં આવશે પછી આ કેસમાં કોઈ ફેર પડશે અને વિકાસ શા માટે પોલીસ સ્ટેશન જવાનુ કહેતો હતો? આ વાઘના પહેરવેશ ધારણ કરેલો વ્યક્તિ કોણ છે અને શા માટે તે એક પછી એક ખૂન કરી રહ્યો છે? ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકા ખૂનીને પકડવામાં કામયાબ થશે? જો થશે તો કઈ રીતે? )

લેખક - S Aghera

( કેવી લાગી આ સ્ટોરી એ કોમેન્ટ કરીને જણાવી શકો છો. તમારા અમૂલ્ય પ્રતિભાવ આપજો. )