સંબંધ-તારો ને મારો - 3 komal rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

સંબંધ-તારો ને મારો - 3

(ગયા ભાગ માં આપે જોયું કે પેલી સફેદ ઓઢણીવાળી યુવતી ને જોવા તલપાપડ બનેલા સમીરને આખરે કોલેજ છૂટતી વખતે નજીકના બસ સ્ટોપ પર એના દર્શન થઈ જ ગયા. અત્યંત રૂપાળી એ યુવતીને જોઈને સમીર જાણે સુન્ન થઈ ગયો હતો. એમાં ને એમાં ક્યારે ઘરે આવી ગયો એનું ભાન પણ ન રહ્યું.. હવે જોઈશું આગળ)

મમ્મીએ દરવાજો ઉઘાડયો. સામે ગુમસુમ ઉભેલા સમીરને જોયો. હંમેશા હાસ્યની છોળો રેલતા પોતાના લાડકવાયાને આમ ચૂપચાપ જોઈ ગીતાબેનને આશ્ચર્ય થયું. એમને સમીરને ઘરમાં આવતાંવેંત કહ્યું

"આવો સાહેબ આવો. તમારી જ રાહ હતી. બોલો, મહાશય શુ લેશો આપ? કોફી કે પછી કોલ્ડ કોફી કે પછી ગ્રીન ટી બનાવી આપું?"

"ચા. ચા બનાવી આપ મમ્મા" સમીરે વળતો જવાબ આપ્યો. ચા શબ્દ સાંભળતા જ ગીતાબેન થોભી ગયા. સમીર આમ તો ચા નહોતો જ પીતો પણ ક્યારેક જો ઉદાસ કે થાકેલો હોય ત્યારે એ ચોક્કસ ચા ની માંગણી કરતો અને આ વાત ગીતાબેનથી જરાયે છુપી નહોતી એમને સમીરનો હાથ પોતાના હાથમાં લેતા પૂછ્યું

"બેટા, શુ થયું? કોઈ ઉપાધિ કરી છે કે પછી નવું બાઇક લેવાનો વિચાર ભમી રહ્યો છે?" સમીરના ચહેરાની તંગ રેખાઓને હળવી કરવા ગીતાબેને સમીરનો મનગમતો બાઇક નો ટોપિક કાઢ્યો.

ગીતાબેન સ્વભાવે ખૂબ જ રમુજી. સમીરના સ્વભાવમાં હળવાશનો ગુણ એને એની માતા પાસેથી જ મળેલો. ગીતાબેન સમીરની સાથે માતા કરતા મિત્ર તરીકે વધુ વર્તતા અને એટલે જ સમીર પોતાની દરેકે દરેક વાત માંડીને મમ્મીને કરતો. અત્યારે પણ ગીતાબેનની વાત સાંભળી એના ચહેરા પર હાસ્યની લહેરખી ફરી વળી.

હસતા સમીરને જોઈ ગીતાબેનના જીવમાં જીવ આવ્યો. ભલે એ પોતાના ચહેરા પર વર્તાવા નહોતા દેતા પણ દીકરાની ઉદાસી એમને મનોમન કોરી ખાતી. આખરે એક માતૃહ્ર્દય હતું એમનું. ચિંતા થાય એ તો વાજબી જ છે.

"બેસ બેટા, હું ફટાફટ મસ્ત આદુવાળી ચા બનાવી લાઉ પછી શાંતિથી વાત કરીએ"

થોડીવારમાં ચાનો કપ સમીરના હાથમાં આપતા ગીતાબેને કહ્યું

"ચાલ બોલ શુ વાત છે?"

"કઈ નહિ મમ્મા શુ વાત હોય? કઈ જ તો નથી" સમીરે ચા પીતા પીતા કહ્યું

"જૂઠું બોલી લીધું હોય તો હવે સાચા બાજુ વળીએ દીકરા?" પોતાની આગવી અદામાં ગીતાબેન બોલ્યા. સમીર સમજી ગયો હવે મમ્માથી કઈ છુપાવાય એમ નથી

"કેવો વીત્યો આજનો દિવસ" ગીતાબેને રોજની આદત મુજબ આજે પણ પૂછ્યું

"બસ મમ્મા આજનો દિવસ શોધખોલમાં જ વીતી ગયો"

"શોધખોળમાં?" આશ્ચર્યવશ થઈ ગીતાબેને પૂછ્યું

સમીરે પોતાની માતાને સવારથી લઈને અત્યારસુધીની પેલી સફેદ ઓઢણીવાળી યુવતીની શોધમાં પોતે કરેલી દોડાદોડ અક્ષરસહ સંભળાવી દીધી. ગીતાબેન થોડા વિચારોમાં ખોવાઈ ગયા. એમને આમ વિચારોમાં ડૂબેલા જોઇ સમીર બોલી ઉઠ્યો

"શુ થયું મમ્મા? ક્યાં ખોવાઈ ગઈ?"

"અરે કઈ નહિ બેટા. બસ વિચારું છું કે મારો આ અલ્લડ અને અલમસ્ત દીકરો એક યુવતીનો ચહેરો જોવા આટલો બેબાકળો કેવી રીતે થઈ શકે? જ્યાં સુધી મને યાએ છે તું તો આ પ્રેમ બેમમાં વિશ્વાસ નથી કરતોને?" ગીતાબેને માંડીને વાત કરી

"મમ્મા શુ તું પણ? મારે બસ એનો ચહેરો જોવો હતો એમ પ્રેમ ક્યાંથી વચ્ચમાં આવી ગયો?" સમીરને પ્રેમ શબ્દથી જ જાણે એલર્જી હતી એટલે પ્રેમનું નામ પડતા જ એ અકળાઈ ઉઠ્યો.

"પણ બેટા તે જે રીતે મને વાત કરી એ પરથી તો મને આ મામલો પ્રેમનો હોય એવું જ લાગે છે"

"પ્લીઝ મોમ, તું કઈ પણ ન બોલ. એવું કંઈ નથી. તને ખબર જ છે ને હું ગર્લફ્રેંડ બનાવું તો પણ પહેલા જ ચોખવટ કરી દઉં છું કે સાથે હરીફરી શકાશે પણ પ્રેમ અને લાગણીની વાતો મારી સામે નહિ કરવાની" ફરી એકવાર સમીર અકળાયો

"બેટા તો તને શું લાગે છે એ છોકરીઓ ખરેખર તારી સાથે હોય છે ખરી?" ગીતાબેને શાંતિથી કહ્યું

"મને ખબર જ છે મોમ એ લોકો મારી સાથે નહિ ફક્ત મારા પૈસા સાથે હોય છે. અને આજકાલનો આ જ ટ્રેન્ડ છે. ફક્ત હું એકલો જ નહીં મારી સાથે જોડાયેલી છોકરીઓ પણ પ્રેમ અને લાગણીની વાતો કરવા નથી જ માંગતી. છોડ તું એ બધી વાત" સમીરે શાંત પડતા કહ્યું

"બેટા, તારા ટ્રેન્ડના ચક્કરમાં ક્યારેય કોઈ ભોળી દીકરીનું દિલ ન દુભાવાઈ જાય એનું ધ્યાન રાખજે. હરવું ફરવું ત્યાં સુધી ઠીક છે પણ કોઈની સાથે છેતરપિંડી ન કરી બેસે એની ખાસ કાળજી રાખજે" ગીતાબેને સમીરના માથે હાથ ફેરવતા કહ્યું

"માઁ, તારા સંસ્કારો મારી રગેરગમાં દોડે છે. ચિંતા નહિ કરીશ. હંમેશા એવા જ પ્રયત્ન કરું છું કે મારા લીધે કોઈનું દિલ ન દુભાય" એટલું કહેતા સમીર એની મમ્મીને બાજી પડ્યો. માં- દીકરાને આમ એકબીજાના ગળે વળગેલા દરવાજા પર ઉભેલા કિરીટભાઈ જોઈ રહ્યા હતા અને બોલ્યા

"બધો પ્રેમનો વરસાદ અંદરોઅંદર જ વરસી ગયો કે મારા માટે કંઈક બચ્યું છે?"

"અરે ડેડી તમે આવી ગયા?" કહેતા સમીર એમને પણ વળગી પડ્યો

ગીતાબેન તરફ નટખટ નજરે જોતા કિરીટભાઈ બોલ્યા

"તારા તરફનો પ્રેમ તો બાકી રહ્યો"

"જાઓને શુ તમેય? આવળો મોટો છોકરો થયો તો ય બોલવામાં ભાન નથી રાખતા" ગીતાબેન બગડ્યા

"લે તું તો જો. મારી પત્ની છે તું તારી સાથે પ્રેમની વાત ન કરું તો બાજુવાળી સાથે વાતો કરવા જાઉં?" કિરીટભાઈ મજાકમાં બોલ્યા ને સૌ ખડખડાટ હસી પડ્યા. ગીતાબેન સાંજની રસોઈ માં લાગી ગયા. અને કિરીટભાઈ ફ્રેશ થવા ચાલ્યા ગયા. સમીર રોજની માફક ટીવીની સામે ગોઠવાઈ ગયો.

થોડીવાર માં જ રસોઈ તૈયાર થઈ ગઈ. ગીતાબેનની એક બુમે બંને બાપ દીકરો ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા.જમ્યા બાદ થોડીવાર બધા હોલમાં બેઠા ને પછી પોતપોતાની રૂમ તરફ વળ્યા. સમીર આજે ખબર નહિ કેમ પણ રોજ કરતા વધુ થાકેલો જણાતો હતો. એને એમ હતું કે આજે પડતાની વારમાં જ ઊંઘ આવી જશે પણ એવું બન્યું નહિ. એ આમથી તેમ પડખા ફેરવી રહ્યો. વિચારોના વમળોએ સમીરને ઘેરી લીધો. રહીરહીને પેલી યુવતીનો ચહેરો યાદ આવી રહ્યો હતો. એની યાદો એટલી અસહ્ય થઈ ગઈ કે હવે સમીર મમ્મીની વાતો પર વિચાર કરવા માટે મજબૂર થઈ ગયો. આ પહેલા કયારેય કોઈ યુવતીને જોઈને એને આવો અનુભવ નહોતો થયો એનો એને બરાબર ખ્યાલ હતો. કોઈ યુવતીના આટલા બધા વિચારો એને ક્યારેય નહોતા કર્યા. સમીર મનોમન વિચારવા લાગ્યો

"મમ્મીની વાત સાચી તો નહીં હોય ને? મને શું ખરેખર એ યુવતી સાથે પ્રેમ થઈ ગયો છે? શું એટલે જે એને મારા મન મગજ પર આટલી હદ સુધી કબજો કરી લીધો છે?. "

થોડીવાર પછી પોતાના જ વિચારોને ખંખેરતા ફરી એ મનોમન બબડયો

"શુ સમીર તું ક્યાં મમ્મીની વાતો માં આવી ગયો?. આ કઈ પ્રેમ બેમ નથી. તું તો એ યુવતીને ઓળખતો ય નથી પછી આ પ્રેમ થાય એ તો શક્ય જ કઈ રીતે બને. અને એમ પણ તું આ પ્રેમ નામના ખાડામાં ક્યારેય નથી જ પડવાનો. છોડ એ બધી વાત ને સુઈ જા શાંતિથી"

પોતાની જાત ને દિલાસો આપી સમીર સુવાની કોશિશ કરવા લાગ્યો. પણ એને નીંદર ન જ આવી જાણે આજે નીંદર પણ વેર વાળીને બેસી ગઈ હતી. સમીર આમથી તેમ પડખા ફેરવ્યા કરતો. અંતે કંટાળીને મોબાઈલ ગેમ રમવા લાગ્યો. ગેમ રમતા રમતા એ ક્યારે સુઈ ગયો એનું એને ભાન જ ન રહ્યું.

સવારે મમ્મીની ચાર બૂમ પછી સમીર ઉઠ્યો. નાહી ધોઈ ને તૈયાર થઈ ગયો હતો. પોતાના સુંવાળા વાળ માં હેર જેલ લગાવી એને રોજની જેમ આકર્ષક બનાવવા અરીસા સામે ઉભેલા સમીરને કોણ જાણે ક્યાંથી વિચાર આવી ગયો

"શુ આજે પણ એ સફેદ ઓઢણીવાળી યુવતી ને જોઈ શકીશ હું?"

પછી અચાનક જ હસવા લાગયો અને પોતાના જ માથા પર ટપલી મારી સીધો નીચે ઉતર્યો. રોજની જેમ આજે પણ નાસ્તો કર્યા વગર જ સીધી કોલેજ તરફ પોતાની બાઇક મારી મૂકી.

(શુ સમીરની આજે એ યુવતી સાથે મુલાકાત થશે? શુ સમીર ખરેખર એ યુવતીના પ્રેમ માં પડી ગયો હતો? જાણવા માટે વાંચતા રહો "સંબંધ- તારો ને મારો"