જન્નતની હૂર Ankit Sadariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જન્નતની હૂર

Ankit sadariya


31/07/2016


© Ankit Sadariya, E-Publisher pratilipi.com



કાશ્મીરની ઘાટીનો મૂડ આજ કૈક અલગ જ હતો, હજુ તો સવારના 11 વાગ્યા હતા. સવારની ગાઢ ધુમ્મસ પછી આજ ઘણા દિવસ પછી સૂર્ય દેવતાના દર્શન થયા હતા. ધીમી ધીમી ઠંડી હવા ચાલી રહી હતી. દૂર ખીણોમા મેઘધનુષ્યો રચાતા હતા. લોકો રોજબરોજના કામો પતાવવા બહાર નીકળ્યા હતા. દૂરથી કાશ્મીરને જીવવા અને એ સ્વર્ગની હવા ને ફેફસામાં ભરવા માટે આવેલ સહેલાણીઓ ટાઉનથી થોડે દૂર આવેલ તળાવમા પરંપરાગત શિકારાની સહેલગા કરી રહ્યા હતા. એક સુંદર શાંત વાતાવરણની વચ્ચે સુંદર પરંપરાગત નગર શ્વાસ લઈ રહ્યું હતું.

પોતાના શિકારાને તળાવની કાંઠે લંગારીને ઝારા કોઈની રાહ જોઈ રહી હતી. ઝારા, હજુ એની ઉંમર 16 વર્ષની હશે. જાણે ભગવાને કાશ્મીરનું બધું જ સૌંદર્ય એને જ આપી દીધેલું. કાશ્મીરની છોકરીઓ આમ પણ બહુ જ સુંદર હોઈ પણ ઝારાની વાત કૈક અલગ હતી. ખુદાએ બધી જ આવડત જાણે એનામાં જ ખર્ચી નાખી. કાશ્મીરી સફરજન જેવા લીસા લાલાશ પડતા એના ગાલ , ઘાટીઓના સફેદ બરફ જેવું સફેદ અને મુલાયમ એનું શરીર!. જો કે હજુ એને એની સુંદરતા વિશે બોવ કાંઈ ખબરના હતી. એ હજુ એની તારું અવસ્થામા જ જીવતી હતી , ઉછળતી, કૂદતી, પર્વતની ટોચ પર જઈ બૂમો પાડતી અને એના પડઘા સાંભળતી. ક્યારેક બકરીઓને લઈ ને ઘાટીઓમાં ચરાવવા નીકળી પડતી તો ક્યારેક સહેલીઓ સાથે સફરઝન ના બાગ મા જઈને લાલ ચટાક સફરજનો ચોરી આવતી.

ઝારાનું એક રોજ નું કામ હતું, એમના ફૂલોના બગીચાઓમાંથી વહેલી સવારે એકઠા થયેલા ફૂલોને શિકારામા લાદીને શહેર ની માર્કેટ સુધી પહોંચાડવા. રોજ ઝારા સાથે એમનો ભાઈ અહમદ કે ઇમરાન ચાચા હોઈ પણ આજે ઝારા એકલી હતી. આમ તો રોજ એક્ઝેટ સવારે 11 વાગે રહેમાન ચાચા આવી જ જાય પણ આજ 11.30 થઈ ગયા હતા પણ કોઈ હજુ સુધી શિકારામાંથી ફૂલો લેવા આવ્યું ના હતું. ત્યાં જ કોઈ યુવાન દેખાયો, આજુબાજુના શિકારાઓના માલિક ને પૂછતો પૂછતો ઝારા સુધી પહોંચ્યો.

યુવાને આવતા જ ઝારાને પોતાનું નામ આફતાબ બતાવ્યું અને કહ્યું " સલામ માલેકુમ.. હું રહેમાનચાચા નો પૌત્ર છું આજ એમની તબિયત ખરાબ હોઈ હું તમારા ફૂલો લેવા આવ્યો છું". આફતાબ દેખાવમા 20 વર્ષ નો લાગતો હતો, થોડો ક્યૂટ પણ એને પહેરેલી કાશ્મીરી પાઘડી એને વધારે હેન્ડસમ બનાવતી હતી. આફતાબ સાથે આવેલ માણસો શિકારામાંથી કાળજીપૂર્વક ફૂલો ઉતારવા લાગ્યા. ત્યાં સુધીમા ઝારાએ રહેમાનચાચા અને એમની તબિયત વિશે પૂછપરછ કરી. અને એ આફતાબ સાથે જ રહેમાન ચાચાની ખબર કાઢવા પહોંચી ગઈ.

રહેમાન ચાચા ની તબિયત વધારે ખરાબ લાગતી હતી. ઝારા આખો દિવસ ત્યાંજ રોકાઈ ગઈ. આફતાબ પણ ત્યાં જ હતો. બંને એ આખો દિવસ વાતો કરી. ઝારા આખો દિવસ બોલ બોલ કરતી રહી અને આફતાબ તો જાણે ઝારા ની સુંદરતામાં જ ખોવાય ગયો. મનોમન જ નક્કી કરી લીધું કે આ ક્યાંક જન્નત માંથી ઉતરી આવેલી હુર જ છે. જોઈએ તો આ જ જોઈએ, બીજી કોઈ જ નહીં.

હવે રોજ ફૂલ લેવા રહેમાનચાચાને બદલે આફતાબ આવવા લાગ્યો. રોજ સવારે એ ઝારા ની રાહ જોતો તળાવ ની પાળીએ બેઠો હોઈ. કોઈ દિવસ ઝારાને આવતા થોડું પણ મોડું થઈ જાય તો બેબાકળો બની જાય. જેવી ઝારા આવે કે તરત જ તેની સાથે આવેલા માણસ ને શિકારામાંથી ફૂલ ઉતારવાનું કામ સોંપીને એ ઝારા સાથે વાતો કરવા માંડે. ઘણી વખત બેય માર્કેટથી થોડા દૂર જઈને તળાવ ની પાળે એકલા બેસે. ક્યારેક મજાક મસ્તી , ક્યારેક કાશ્મીરના ધુમ્મસવાળા વાતાવરણ માં તળાવની આજુબાજુ થોડું વોક.

આજ ઝારા એ અલગ જ ડ્રેસ પહેર્યો હતો. એકદમ અનારકલી ગ્રીન, કમર પર બેલ્ટ અને ઉપર વાળ અને અડધો ચહેરો ઢંકાય એવું બ્લેક કાપડ બાંધ્યું હતું. આજે જેવી ઝારા આવી કે તરત જ ઝારાની શિકારામાંથી જ એક ફૂલ લઇ આફતાબએ ઝારા ને આપ્યું. "એ ફૂલ એક ફૂલ સી સુંદર હુર કે લિએ". ઝારા- "ઔર એ ફૂલ કે પહેલે 2 રૂપે નિકાલો" અને બંને હસી પડ્યા.આજે આફતાબએ ઝારાને કહ્યું ચાલ ને ક્યાંક દૂર ટેકરીએ જઈ ને બેસીએ, મજા આવશે.પણ એમ એક વખતમાં જ હા પાડી દે તો સુંદર છોકરી શાની ! ઝારાએ કહ્યું કે આજ મારે ઘરે કામ છે પછી ક્યારેક...


હવે ઝારા ને પણ આફતાબ ગમવા માંડ્યો હતો. એની સહેલીઓને પણ આફતાબની જ વાતો કર્યા કરતી.પણ આફતાબને હજુ પણ એ વાતની ખબર પાડવા દીધી ના હતી. આફતાબ બેબાકળો બની રહ્યો હતો. આ છોકરીને કેવી રીતે પટાવું ? આટલી સુંદર છોકરી મને હા પાડશે ? એને પ્રેમ એટલે શું એ ખબર તો પડે છે ને ? કે હજુ નાની બચ્ચી જ છે ? કેવી હસી હસી ને વાતો કરે છે , કલાકો સુધી મારી સાથે બેસે છે તો હું પ્રેમનો ઈઝહાર કરવાનો પ્રયત્ન કરું ત્યારે હસી કેમ કાઢે છે ?


આફતાબ અને ઝારાને મળ્યાના 6 મહિના થઈ ગયા હતા. આજે આફતાબ ઝારાના ફૂલોના બગીચા જોવા રહેમાન ચાચા સાથે તળાવને પેલે પાર ઝારાના ગામ ગયો હતો. ઝારા આફતાબને ને એના ફેવરિટ પ્લેસીસ દેખાડવા લઇ ગઈ. આ સફરજનના બગીચાઓ છે. જો આ પર્વત પર અમે બકરીઓ ચરાવવા આવીએ, આ ઘાટીના પથ્થર પર તું ઉભો રહી ને બૂમો પાડે તો તને પડઘો સંભળાશે. આફતાબ પથ્થર પર ચડ્યો અને જોરથી ચિલ્લાયો "ઝારા આઈ લવ યુ ". સામે થી એ જ પડઘો પડ્યો.


આફતાબ - "સાંભળ્યું? "


ઝારા (મજાક માં ) - " કુછ સુનાય નહિ દિયા, જોર જોર સે હવા ચાલ રહી હૈ "


આફતાબને થોડો ગુસ્સો આવ્યો. એ હજુ થોડો વધુ ઉપર ચડ્યો. એકદમ હીરો ની જેમ બે હાથ પહોળા કરી જોર થી બોલ્યો "ઝારા , આઈ લવ યુ..... આઈ લવ યુ .....આઈ લવ યુ.. મેં તુમસે મહોબ્બત કરતા હું ઝારા... " અને અચાનક જ લપસ્યો સીધો, સીધો જ ખીણમાં ગયો. ઝારા એકદમ ગભરાય ગઈ, નીચે જોયું તો કાંઈ દેખાતું ના હતું. કાશ મેં પહેલા જ "આઈ લવ યુ ટુ" હોત... ત્યાં બેઠા બેઠા જ ઝારા રડવા માંડી, જોર જોર થી ચિલ્લાવા માંડી "આફતાબ ... ક્યાં છે તું આફતાબ પ્લીઝ .."


રહેમાનચાચા અને ઝારાના પાપા અનવર , આફતાબ ને લઈને આવતા હતા. ઝારા ઘરે બેઠા બેઠા રડતી હતી. આફતાબ ને જોતા જ એ દોડતી દોડતી એના સુધી પહોંચી ગઈ. શું થઈ ગયું મારા આફતાબને. આફતાબ હજુ બેહોશ હતો. જલ્દી થી ગાડી બોલાવી ને એમને દવાખાને પહોંચાડ્યો. ઝારા પણ સાથે જ દવાખાને પહોંચી ગઈ. વારે વારે ઝારા રસ્તામાં એક જ વાત બોલતી હતી " મારો આફતાબ બચી જશે ને ? શું થયું છે એને ? એ ક્યાં મળ્યો તમને ?". રહેમાનચાચા અને અનવર બંને મૌન હતા.


હોસ્પિટલે પહોંચી આફતાબ ને એડમિટ કર્યા પછી રહેમાનચાચા એ બધી વાત કરી કે " ઘાટી ના પાછળ ના ફૂલોના બગીચાઓ એ જોઈ રહ્યા હતા ત્યારે એને ઝારા ની અને આફતાબ ની ચીસ સંભળાણી અને એ ઉપર બાજુ દૌડી આવ્યા. આફતાબ ઝાડના થડના ટેકે પડ્યો હતો. એ બેહોશ થઈ ગયો હતો અને એક હાથ પણ ભાંગી ગયો હતો. ઝારા એ પૂછ્યું "આફતાબ સારો તો થઈ જશે ને ? " ત્યાં જ ડોક્ટરે આવી ને કહ્યું "એક અઠવાડિયા માં જ રજા મળી જશે. કઈ સિરિયસ નથી."


છેલ્લા એક અઠવાડિયાની દિનચર્યા મુજબ ઝરા ફૂલો ને માર્કેટ સુધી પહોંચાડી, ફાળો અને થોડો નાસ્તો લઈ ને સીધી દવાખાને પહોંચી ગઈ. આજે હોસ્પિટલ પર આફતાબ નો નાનો ભાઈ અને એમના પાપા હતા. ઝારા ના આવતા જ બંને નીકળી ગયા અને કહ્યું "હમણાં રહેમાનચાચા આવતા જ હશે. ત્યાં સુધી તું અહીં બેસ". એ દિવસ ની ઘટના પછી ઝારા અને આફતાબ પહેલીવાર એકલા મળ્યા હતા.


ઝારા- " આફતાબ, હું ખૂબ જ દિલગીર છું, રિયલી સોરી. હું જ પાગલ છું આઈ લવ યુ આફતાબ ..."


આફતાબ -" ના હવે , હું પાગલ ત્યાં ચડ્યો , ત્યાં ચડ્યો નો હોત તો હજુ તું માની ના હોત .. "


ઝારા - " હું તો થોડો ભાવ ખાતી હતી .."


આફતાબ - " બસ આમ જ ભાવ ખાતી રહેજે , હું તને લવ કરતો રહીશ"


ઝારા - " હુહ... ! તું જલ્દી સાજો કેમ નથી થતો ? આપણે ઘાટીઓ માં જવું છે , ગુલાબના બગીચાઓ ,માં સાંજ સવાર ફરવું છે. જલ્દી સાજો થઈ જાય ને.."


આફતાબ - "તું દવા જ નહિ આપતી તો કેમ સાજો થાવ ?. "


ઝારા - " કેવી દવા? ડોક્ટર એ આપેલ દવા નથી લેતો ?"


આફતાબ - " તારી દવા ... તારા હોઠો ની કિસ "


ઝારા એ સીધો જ આફતાબ ને પોતાના ખોળામાં લઈ ને તળબળતી હોઠ પર કિસ આપી દીધી. "ચાલ હવે જલ્દી સાજો થઈ જા, દવા મળી ગઈ છે "


આફતાબ- " રોજ ડોઝ આપવો પડશે "


ત્યાં જ રહેમાનચાચા આવી ગયા. ઝારા ચાચાને ખુદા હાફીઝ કહીને શરમાયને નીકળી ગઈ.


હવે આફતાબની તબયત સરખી થઇ ગઈ હતી. ઘરે એક મહિનો આરામ કર્યા બાદ એ ફરીથી હાલતો ચાલતો થઇ ગયો હતો. આ એક મહિનામા ઝારા ઘરે આવતી રહેતી. હવે ઝારા અને આફતાબ બંનેના નિકાહની વાતો પણ ચાલુ થઇ ગઈ હતી. પણ ઝારાના અબ્બુ અનવર આધુનિક વિચારો વાળા હતા એને રહેમાન ચાચાને સમજાવ્યું હતું કે ઝારા 20 વર્ષની થાય પછી જ નિકાહ કરશે.


આજે ઝારા અને આફતાબ પહેલી વાર બહાર મળ્યા હતા. ઝારાએ પિન્ક હાથે સોનેરી ડિઝાઇન કરેલ ડ્રેસ પહેર્યો હતો અને હંમેશાની જેમ કાન અને માથું ઢંકાય એમ કાળું કપડું બાંધ્યું હતું. આફતાબ એના સફેદ પઠાણી સૂટ માં હેન્ડસમ લાગતો હતો. બંને હાથમાં હાથ નાખી ને દૂર એક ડુંગર ના પથ્થર પર બેઠા હતા. આગળ ખાય હતી. દૂર દૂર તળાવ દેખાતું હતું. થોડી ગ્રીન અને થોડું બર્ફીલી જમીન વચ્ચે અડધું થીજેલું તળાવ અને એમાં માર્ગ કાઢતા શિકારા મસ્ત લગતા હતા. ખુબ જ ઠંડો પવન વાય રહ્યો હતો. બંને એકબીજા ની ગરમી મહેસુસ થાય એટલા નજીક બેઠા હતા.


ઝારા - આફતાબ હું હવે તારા વગર નથી રહી શકતી , ચાલને નિકાહ કરી લઈએ


આફતાબ - હું તારો જ તો છું ઝારા , તું 21 વર્ષની થા તે જ દિવસે મારે તો નિકાહ કરી લેવા છે.


ઝારા- બસ હવે 1 વર્ષ !


આફતાબ - નહિ 1 વર્ષને 3 મહિના અને 15 દિવસ।


ઝારા- ઓહો , તું તો દિવસો પણ ગણવા માંડ્યો !!


બંને ના હોંઠ એકબીજાની પાસે આવી ગયા. ઠંડી ઠંડી હવામાં એક ગરમ ગરમ ચુંબન થઇ ગયું. બંનેના ચહેરા પર એકસાઈટમેન્ટ જોઈ શકાતું હતું. થોડા સમય સુધી બંને કાંઈ ના બોલ્યા.


આફતાબ - આટલી જ ગરમી મળશે ? વધુ જોઈતી હોઈ તો ..


ઝારા - ઇંતઝાર કરો હમારે મૂડ કા ...


આફતાબ - કબ આયેગા ઐસા મૂડ ?


ઝારા - દશ મિનિટ પહેલે થા , અબ જબ આયે ગાવાના મત ..


આફતાબ પાસે કાંઈ શબ્દો ના હતા.


ઘરે જતા જ ખબર પડી કે ઝારાને એની બહેનના ઘરે થોડા દિવસ રોકાવા જવાનું હતું. કાલે બપોરે જ નીકળી જવાનું હતું. વહેલી સવારે જ ઝારા આફતાબને મળવા તળાવને કિનારે પહોંચી ગઈ. આફતાબ આવતા જ એને ટાઈટ હગ કરી અને ગાલ પાર પપ્પી કરી ધીમે થી કહ્યું " અબ ખ્યાલ રાખનાં પગલે, 15 દિન મેં લૌટ આઉંગી. દીદી કે ઘર સે કોલ કરુંગી ". બંને થોડીવાર સુધી એકબીજાના હાથમાં હાથ નાખીને કાંઈ જ બોલ્યા વગર બેસી રહ્યા. ઝારા નીકળી ગઈ..


શરૂઆતમાં તો આફતાબને ઝારા વગર નો એક એક દિવસ એક એક વર્ષ જેવો લાગતો હતો. બે દિવસ પછી એને ફૂલો લેવા જવાનું પણ બંધ કરી દીધું. કાંઈ કામ કરતો નહોતો , ઘરમાં એમનેમ પડ્યો રહેતો. આખરે કંટાળીને રહેમાનચાચાએ એમના એક નવા બનેલા મિત્રની સલાહમાનીને આફતાબ ને ઇસ્લામિક શિક્ષણના નામે ચાલતી કોઈ સંસ્થાના કોઈ કોર્ષ નાતે પાકિસ્તાન બોર્ડર પર આવેલા કોઈ એક ગામ મોકલી દીધો. બંને વચ્ચે હવે ક્યારેક જ વાત થઇ શકતી।


આજે ઝારા આવી ગઈ હતી. આફતાબ કાલે આવવાનો હતો. ઝારા આખા ટાઉન માં રખડીને આફતાબને ગમતી ગિફ્ટ્સ ખરીદતી હતી. "કાલે મારો આફતાબ આવી જાશે અને પછી અમે પાછા એક થઇ જાશું" એની ખુશીમાં અડધી પાગલ થઇ ગઈ હતી. કાલે આફતાબને મળે ત્યારે કયો ડ્રેસ પહેરવોએ નક્કી કરવામાં લગભગ બધા ડ્રેસ પહેરીને જોય લીધા હતા. આફતાબને ગમતી બધી તૈયારી કરી લીધી હતી. આખી રાત આફતાબને યાદ કરવામાં અને મળીને શું શું કરીશું એના ખ્વાબમાં આખી રાત સુઈ ના શકી.


આજ ઘણા દિવસ પછીની મુલાકાત હતી. ઝારા એના ફેવરીટ ડાર્ક ગ્રીન ડ્રેસમાં પ્રિન્સેસ લાગતી હતી. હંમેશાની જેમ કાન અને ગાલ ઢંકાય એમ માથા પાર કાળું કપડું બાંધ્યું હતું. આજ સવારમાં જ ફૂલો પહોંચાડીને ઝારાના ફૂલોના બગીચામાં જ મળવાનો પ્લાન હતો. ઝારા અડધો કલાકથી વેઇટ કરતી હતી. રહેમાનચાચા એમના માણસો સાથે આવીને ફૂલો લઇ ગયા હતા.તળાવની પાળે બેસીબેસીને કંટાળી ગઈ ત્યાં જ એને આફતાબને દૂર થી આવતો જોયો. એમની ચાલ અને પહેરવેશ બદલાય ગયો હતો. આખો કાળો પઠાણી કુર્તો અને કાળું પેન્ટ પહર્યું હતું ઉપર હંમશા વાળી કાશ્મીરી પાઘડી ના હતી.દાઢી પણ વધારી હતી. ચાલ પરથી બાળક મટી ને એક મર્દ લાગતો હતો.


આવતા જ ઝારા આફતાબ ને ભેટી પડી. આફતાબ થોડો મૌન હતો. ઝારા - " જલ્દી ચાલ , ફૂલો કી બાગીયા તેરા ઇંતઝાર કર રહી હૈ ". આફતાબ ફિક્કું હસ્યો. બંને તળાવમાં શિકારા પાર બેસી ને ફૂલોના બગીચા તરફ જય રહ્યાં હતા. આજ બગીચામાં બંને એકલા હતા.


ઝારા - "કહા ગયે થે તુમ ? મેરે પઠાણ સાબ !"


આફતાબ - "કાશ્મીર ને પેલે પાર , પાકિસ્તાની ઘાટીઓ માં.."


ઝારા (મજાક માં)- " કેમ ખામોશ છે?..મારા થી કોઈ સારી મળી તો નથી ગઈને પઠાણ સાબ ! "


આફતાબ (ધીમે થી ) - " મળીને ..કદાચ મળશે ."


ઝારા ( થોડી શંકાથી ) - "ઓહો , કોણ છે એ નશીબ વળી..."


આફતાબ(હસી ને ) - " જન્નતની 72 હૂર.. "


ઝારા ( હસી ને ) - "અરે પાગલ એ તો તું મને જ કહે છે... હા હા હા "


એમ કહીને ઝારા અલમોસ્ટ આફતાબના ખોળામાં આવી ગઈ. "આજ હમારા વો વાલા મૂડ હૈ, ફિર સે દેર મત કર દેના" કહીને આફતાબના હોંઠ પોતાના હોંઠમાં લેવા માંગતી હતી ત્યાં જ આફતાબ ઝારાને દૂર હડસેલી ભાગ્યો. ઝારા (ચિલ્લાઈ ને ) " એ પાગલ... રુક જા ... રેપ નહિ કર દૂંગી તેરા.. અબે દો મિનિટ રુક તો સહી .."


અને આફતાબ જતો રહ્યો. ઝારા જોતી રહી કે અચાનક આને શું થઇ ગયું.


***


છેલ્લા એક મહિનામાં બંને લગભગ 4-5 વખત જ મળ્યા હતા. આફતાબ એના કામ માં બોવ જ બીઝી રહેતો. ઝારા કામ વિષે પૂછે તો કાંઈ બતાવતો નહિ. ઝારાએ રહેમાન ચાચાને પણ પૂછી જોયું એમને પણ કાંઈ ખબર ના પડી.


આજે આખા ટાઉનનો માહોલ અલગ હતો. ભારતીયસેના બધા શિકારાઓની તલાશી લઇ રહી હતી. ટાઉનમાં હ્યુમન બોમ્બસ ઘુસ્યા હોવાની અફવા હતી. ઝારા બધું ઇગ્નોર કરીને આફતાબની રાહ જોતી હતી. ઘણો સમય થઇ ગયો પણ એ હજુ દેખાણો નહિ. ઝારા એ આફતાબના ઘરે જવાનું જ નક્કી કર્યું. રસ્તા માં આફતાબ નો મિત્ર ફેઝલ મળ્યો જે ઝારા પર વર્ષોથી લાઈનો મારતો. ઝારાં એ ફેઝલ ઈંગનોર કરી સીધી આફતાબ ના ઘરે પહોંચી ગઈ. ત્યાં રહેમાન ચાચા એકલા હતા. ઝારા એ આફતાબ વિષે પૂછ્યું તો એનો કોઈ પતો ના હતો. એ પાછી ફરી.


ત્યાં જ રસ્તામાં પાછો ફેઝલ દેખાયો. ઝારા એ ફેઝલ ને સીધું જ જઈ ને ફેઝલ ને પૂછ્યું કે "આફતાબ ક્યાં છે ? કાંઈ ખબર છે ? "


ફેઝલ - "કેમ શું થયું ?"


ઝારા - " આજ સવાર નો એને શોધું છું , ક્યાંય એની ખબર નથી"


ફેઝલ - " આટલી સુંદર જન્નત ની હૂર જેને શોધતી હોઈ અને માણસ એને મળવા ના આવે તો એ ડોબો જ કહેવાય "


ઝારા -" તું મોઢું સાંભળી ને વાત કર ... "


ત્યાં જ ફેઝલનો એક મિત્ર આવી ચડ્યો, ફેઝલે એને આફતાબ વિષે પૂછ્યું તો એ હસવા મંડ્યો. ઝારા રડવા જેવી થઇ ગઈ અને ફેઝલને નાના બાળક ની જેમ કહેવા માંડી " પ્લીઝ એ ક્યાં છે શોધી લાવ ને, જ્યારે થી તે કેમ્પમાંથી પાછો ફર્યો છે એની વર્તણુક અલગ જ થઇ ગઈ છે એવું લાગે છે કે એને મારા માં કોઈ રસ નથી પહેલા ક્યારેય આવુંના કરતો ..."


ત્યાં જ ફેઝલના મિત્રએ પૂછ્યું - " કયો કેમ્પ , પાકિસ્તાન બોર્ડર વાળો તો નહિ? જ્યાં આંતકી બનવાની ટ્રેનિંગ અપાય છે? "


ઝારા - " ના હવે, એ ઇસ્લામ ધર્મ માટે કૈક ગયો હતો "


ફેઝલ નો મિત્ર - " ત્યાં ઇસ્લામના નામે માસુમ યુવાનોને બોલાવવા માં આવે છે અને પછી એમનું બ્રેઇનવોશ કરવામાં આવે છે. આખી દુનિયા ઝાલિમ છે, બધા ઇસ્લામ ને ખતમ કરી નાખશે એવું કહીને ડરાવવામાં આવે છે. 20-22 વર્ષ ના લવર મુછિયા યુવાનો ને 72 જન્નતની હૂર ના ખ્વાબ બતાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે અહીંની છોકરીઓ કઈ જ નથી પાક કામ કરીને જન્નતમાં જશો ત્યારે 72 વર્જિન મળશે. આવું બધું કહી ને લિટરલી બ્રેઇનવોશ થાય છે અને એને સુસાઇટ બોમ્બર બનાવી દેવામાં આવે છે "


ફેઝલ અને ઝારા સીધા તળાવ બાજુ દોડવા માંડ્યા. "આપણે ગમે એમ કરી ને બચાવવો જ પડશે". ત્યાં જ તળાવની સામે આર્મીના કેમ્પ પાસે બંને પહોંચ્યા. સામેનું દ્રશ્ય જોઈને ઝારા લગભગ બેહોશ થઇ ગઈ.


સામે આર્મીવાળા ગન પોઇન્ટ કરીને રાઉન્ડ માં ઉભા હતા. વચ્ચે આફતાબ અને બીજા 2 યુવકો ઉભા હતા. ત્રણેયના હાથ ઉપર હતા. પણ મોઢા પર સ્માઈલ હતું.


ઝારા જોર થી ચિલ્લાઈ - "આફતાબ....."


બધાનું ધ્યાન એ તરફ ગયું. એટલીવારમાં ફેઝલએ આર્મી ઓફિસરને જણાવી દીધું કે આ સુસાઇટર બોમ્બર હોઈ શકે પણ મારો મિત્ર છે એને મારતા નહિ. પ્લીઝ ગમે તેમ કરીને બચાવી લો. આર્મી ઓફિસરે બધા સૈનિકોને થોડી દૂર હટી જવા ની સૂચના આપી.


ઝારા - "આફતાબ... મારી પાસે આવી જા ...ઓફિસર એને કાંઈ ના કરતા એ મારો આફતાબ છે મારો..."


આફતાબ - "ઝારા, મારે જન્નતમાં જવું છે, મારે 72 વર્ઝીન હૂર પામવી છે ... "


ફૈઝલ ચિલ્લાયો - "આફતાબ , તારું જન્નત કાશ્મીર જ છે અને તારા જન્નત ની હૂર ઝારા છે "


પણ એનો અવાજ પહોંચે એ પહેલા જ અને એક જોરદાર બ્લાસ્ટ થયો. ત્રણેય યુવાનો અને પાંચ સૈનિકો ઘટના સ્થળ પર જ મરી ગયા. ઝારા બેહોશ થઇને પડી ગઈ. ફેઝલ આગ તરફ દોડ્યો કે કદાચ આફતાબ બચી ગયો હોઈ.


"ઈમેજનરી 72 વર્જિન હૂરના ચક્કરમાં એક સાચી હૂર ને એ ખોઈ બેઠો".


થોડીવારમાં કડક કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો. સ્વર્ગ સમા કાશ્મીર માં નર્ક જેવી શાંતિ અને ભય પ્રસરી ગયો.


-----------------


તમને આ સ્ટોરી ગમી હોઈ તો રીવ્યુ આપો. શેર કરો.