કાવ્ય સંગ્રહ - 1 રોનક જોષી. રાહગીર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કાવ્ય સંગ્રહ - 1


1.ક્યાંથી લાવશો?

પૈસા અને પોસ્ટ વાળા માણસો તો મળી રહશે,
પરંતુ પ્રેમ અને હૂંફ આપનાર માણસ ક્યાંથી લાવશો?

ગાડી અને બંગલાવાળા માણસો તો મળી રહશે,
પરંતુ તમારી સાથે બેસી મનની વાત સમજનાર માણસ ક્યાંથી લાવશો?

હોટેલ માં જમવા અને સારી જગ્યાએ ફરવા લઈ જનાર માણસો તો મળી રહશે,
પરંતુ તમારી સાથે તમારા રહી આનંદ આપનાર માણસ ક્યાંથી લાવશો?

રોજ ફોન પર વાત કરનાર માણસો તો મળી રહશે,
પરંતુ તમારા મૌન ની ભાષા સમજનાર માણસ ક્યાંથી લાવશો?

હું છુ ને જરૂર પડે યાદ કરજે કહેનાર માણસો મળી રહશે,
પરંતુ જરૂર પડે તમારી આગળ ઉભા રહે એવા માણસ ક્યાંથી લાવશો?

તમારી માટે બધું કરી ચુકવા તૈયાર હોય એવા માણસ તો મળી રહશે,
પરંતુ તમારા હિત ખાતર તમારા થી પણ અલગ થનાર માણસ ક્યાંથી લાવશો?

-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.

2. "લક્ષથી મતલબ છે".

હાર કે જીત થી નથી મતલબ મારે,
મારે તો મારા લક્ષ્ય થી મતલબ છે.

કોણે હરીફાઈ લગાવી છે મારી સાથે ખબર નથી,
પરંતુ જ્યારે જ્યારે દોડુ છુ આગળ પાછળ લોકો આવીજ જાય છે રેસ લગાવવા.

મારી રેસ તો છે ફક્ત મારા જોડે જ,
જ્યાં જીત પણ મારી છે અને હાર પણ.

છે જિંદગી મારી તો શુ કામ હું કોઈની સાથે ભાગું,
હું "હું" છુ તે "તે" છે આટલું સમજી ને શુ કામ આગળ ના ચાલુ.

હશે મારા સપના અલગ ને હશે તારા સપના પણ અલગ,
તો તું તારી રેસ લગાવ હું મારી રેસ લગાવું.

ખોટી ખેચંતાણમાં શુ કામ મારા સપના બાળુ,
જિંદગી માણવા માટે મળી છે તો શુ કામ ખોટે રસ્તે વાળુ.

વાંચ્યો છે મેં પણ થોડોક ઇતિહાસ કે સિકંદર દુનિયા જીતી ને પણ રડ્યો છે,
ને ભગતસિંહ હસતા હસતા દેશ માટે ફાંસી એ ચઢ્યો છે.

એકે દુનિયા જીતી તો પણ રડ્યો ને બીજો ફાંસીએ ચઢ્યો તો પણ હસ્યો,
એક દિમાગમાં જઈ ઉતર્યો તો બીજો દિલમાં જઈ ઉતર્યો.

હાર કે જીત થી નથી મતલબ મારે,
મારે તો મારા લક્ષ્ય થી મતલબ છે.


-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.

3. "આવ થોડા ભીંજાઈએ ".

વરસાદ ની આ મૌસમ માં આવ થોડા ભીંજાઈએ,

મનની વાતોને હોઠે તો લઈ આવીએ,

માટીની સુગંધ માં આપણી યાદો ની સુગંધ ને પ્રસરાવીએ,

લઈ હાથોમાં હાથની પહેલી યાદ ને તાજી કરાવીએ,

થોડીક તે કરેલી કેર ને થોડીક મેં કરેલી કેર ને ફરી વાગોળીએ,

વરસાદ ની આ મૌસમ માં આવ થોડા ભીંજાઈએ,


-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.

4."થયો છુ હું થોડોક ખામોશ ".

થયો છુ હું થોડોક ખામોશ એ જિંદગી,

એમાં તો તે તારા તેવર બતાવી બે-બે હાથ કરી લીધા છે.

પરંતુ ચિંતા નથી કે નથી કોઈ ફરિયાદ,

કેમકે કડવા ઘૂંટ તો તે જ પીવડાવી તંદુરસ્ત રાખ્યો છે.

નહી માનું એમ જ હાર તારાથી,

ઈતિહાસ ના પાના મેં પણ ફેરવી જોયા છે,

જન્મ્યો છુ હું પાવન ધરા પર માં ભારતની,

જ્યાં ખુદ પ્રભુ શ્રી રામ અને કૃષ્ણે જન્મ લઈ જીવન જીવવાની કળા શીખવાડી છે,

વાંચ્યા અને સાંભળ્યા છે મેં પણ ધાર્મિક ગ્રંથ,

જે મુશ્કેલ સમયમાં પણ મુકામ સુધીના રસ્તા બતાવે છે,

થાક્યો જરૂર છુ પણ હાર્યો નથી ના તારાથી (જિંદગી )કે ના તારા નિર્ણય થી,

ના હસી ઉડાવ તું મારી કેમકે સમય બદલાતા મેં તને (જિંદગી ) પણ બદલાતા જોઈ છે.


થયો છુ હું થોડોક ખામોશ એ જિંદગી...



-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.

5. "ભૂતકાળ ને સ્પર્ષવું છે"


ડુબવું છે જિંદગી ની ગહેરાઈ માં અને આભ ને અડવું છે,

સુતેલા સપનાને જગાડી ભૂતકાળ ને સ્પર્ષવું છે.

થઈ ગઈ છે અંધારી રાત પરંતુ ફાનસ લઈ ને નીકળવું છે,

રસ્તા છે અજાણ્યા ને ખરબચડા તો પણ મંજિલે પહોંચવું છે.

કરોળિયા ને જાળાં અને સુગરી ને માળા બનાવતા જોયા છે,

એના ઉદાહરણ થકી જ તો ધીરજ અને સહનશક્તિ ધરતા શીખવું છે.

મૌન ધરી મારા લક્ષે આગળ ચાલવું છે,

સાંભળ્યું છે કે મૌન ધરવાથી મુંગા પણ બોલી ઉઠે છે.

કુકડા ના બોલે ઉઠી ઘોડાની ગતિ પકડવી છે,

ડુબવું છે જિંદગી ની ગહેરાઈ માં અને આભ ને અડવું છે,

સુતેલા સપનાને જગાડી ભૂતકાળ ને સ્પર્ષવું છે.


-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.


6. "એક તરફી પ્રેમની પરિભાષા "

એક તરફા પ્રેમ ની મજા જ અલગ છે,

નથી મળ્યા કોઈ દિ તો પણ સાથે રોજ રહેવાય છે.

એની જ યાદમાં સવાર ને એની જ યાદમાં રાત વીતે છે,

ક્યાંક રસ્તે નજર આવતા જ હૈયું મનોમન મલકે છે.

હિંમત નથી થતી એની પાસે જઈ વાત કરવાની,

પરંતુ મનોમન આખો દિવસ એની સાથે વાતોમાં પસાર થાય છે.

એના ફ્રેશ મુડ સાથે ફ્રેશ ને એના મુડ ઓફ સાથે ઓફ થઈ ને ફરાય છે,

કંટાળે છે મિત્રો પણ કે આ તે કેવા રોગમાં ફસાયો છે.

મિત્રોના દબાણથી કેટલાક દિલ ની વાત કહેવાની હિંમત કરે છે,

કેટલાક ના સપના પાણીના પરપોટાની જેમ ફૂટે છે,

તો કેટલાક ના સપના ગુલાબની જેમ ખીલે છે.

એક તરફા પ્રેમ ની મજા જ અલગ છે,

નથી મળ્યા કોઈ દિ તો પણ સાથે રોજ રહેવાય છે.


-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.