મન સાથેની મથામણ Priyanka Malaviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન સાથેની મથામણ

હું: તું ઉદાસ કેમ છે આજે ?

મન: તને શું લાગે છે તું ખુશ છે?

હું : કદાચ ! પણ કારણ વગર આજે રડવાનુ મન કરે છે ..😟

મન: તો રડી લે ને..!!🤗 કેમ રોકે છે મને??

હું : હા, પણ રડીશ તો બધા શું વિચારશે.?

મન: તું બધાંનું જ વિચારીશ ,તો તારું ક્યારે વિચારીશ??

હું : હું મારું જ વિચારું છું. હું સ્ટ્રોંગ છું બધાની નજરમાં..આ રીતે બધા સામે રડવાનું પસંદ નથી..પણ હા એકલામાં રડીને જરૂર થોડું હળવું કરીશ મન...

મન: બરાબર છે. તું સ્ટ્રોંગ છે.. તું દુનિયા માટે જીવે છે હવે તારા માટે જવાનો સમય છે . જે વ્યકિતઓ તારી, તારી લાગણીઓની કોઈ કદર નથી ,એના માટે તું શાને રડે છે.?

હું: તે વ્યક્તિઓ મારા પોતાના છે..જેને હું પ્રેમ કરું છું, અને પોતાના પાસે શું આશા કે નિરાશા.?

મન: વાહ, સાચી વાત છે .. પણ તારી પોતાનીતો ઈચ્છાઓ તો છે ને ? તને પોતાનાથી તો આશા છે ને? તો કેમ રોકી રાખે છે .? શું કામ બીજાઓની આશા માટે પોતાની આશા મારે છે? શું કામ એકલામાં રડીને ભીડમાં બધાને ખૂશ રાખે છે ?🤔
પોતાનું અસ્તિત્વ ખોઈ બેસશે ત્યારે ? શા માટે બીજા પર આશા રાખે છે..પોતાની આશા માટે પોતાના પર આશરો રાખ, તારી નિરાશાનું કારણ તું પોતે બનીશ તો ચાલશે ..બીજાના હાથમાં તારી આશા નો દોરો ના આપ..તું , તું છે. કોઈને ખુશ કરવા માટે તારી જાત સાથે દગો ના કર . તું,તું જ બનીને રે, તારું અસ્તિત્વ તું જાતે નાશ કરવા પર ના ચાલીશ..
હું: 🤔
મન: એ ચાર- પાંચ ડગલાંની સફર તને ચાર-પાંચ મહિના કે ચાર-પાંચ વર્ષ સારી લાગશે. પણ, અંતે શું ? અંતે તું તારા અસ્તિત્વમાં જ અટવાઇ જઈશ.. તું, તું બનીને જ રે, તું જે છે તેમાં ખુશ છે. તારામાં એ શક્તિ છે કે તું બધાને ખુશ રાખે છે..તારો ગુસ્સો અમુક હદથી વધારે છે, પણ તારો પ્રેમ પણ તો અનહદ છે ને..😇 તો આ વિચારોમાં ના અટવાઈશ.. બસ જીવ્યા કર તું જિંદગી, અને જિંદગી તને જીવશે...
પલભરની ખુશીથી તું પલભર માટે ખુશ થઈશ.. પણ આત્માની સંતુષ્ટિ તો નહીં જ હોય ને.? તો તું બેધડક તારી જ જિંદગી જીવ્યા કર.. તારાથી ખુશ-નાખુશ થનારાઓ ઘણા છે..
પણ તું તારી જાત થી ખુશ છે કે નહીં ? એ એક પ્રશ્ન મોટો છે ..બસ એ પ્રશ્નનો જવાબ મળશે ને એટલે હું ઉદાસ નહીં રહુ.. અને તું પણ નાખુશ નહીં રહે...
"ખુશી ચોતરફ છે, તું એક સ્મિત કરીને તો જો ..
શાને તું રડે છે, મન ભરી જીવીને તો જો..
તારી પાસે જ છે, ચાવી ભરીને તો જો..
ખુશી ચારેકોર છે, ખડખડાટ હસીને તો જો .."

હું: અરે, વાહ!! તું તો કલાકાર નીકળી ..આટલું મન મંથન?? તારો ખૂબ ખૂબ આભાર આટલી મદદ માટે.😂
હવે લાગે છે કે તું ઉદાસ નથી અને હું ખુશ છું ..😇
તારી સાથે વાત કરીને આજે હળવાશ અનુભવી જે ક્યારેય નથી મળી.. I Love you. 🤗

મન: ક્યારેક expert advice લેવી જોઈએ...😂 ખુશી હર ક્ષણ માં છે, જીંદગી ની આ સફર માં...
દુઃખ પર રડવાનું પણ પલ માં છે, તું જ નક્કી કર કે તું ખુશ છે કે ઉદાસ..😊 જવાબ પણ તારી પાસે જ છે, જે તારા ખુદના છે સવાલ..
Say I love you to yourself❤️ daily...
' Love YourSelf '


હું: અરીસાની સામે જોતા એક સ્મિત સાથે ..😇😘