લવ બ્લડ - પ્રકરણ-49 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-49

લવ બ્લડ
પ્રકરણ-49
સરખું અજવાળું થતાંજ દેબાન્શુ માં ને કહી બાઇક લઇને નીકળી ગયો. આજે સૂચિત્રા રોય ખૂબજ ચિંતામાં હતા. એમને ન સમજાય એવી લાગણી થઇ રહી હતી. દેબાન્શુએ ચા નાસ્તો કર્યો. આશ્વાસન આપીને રીપ્તાનાં ઘરે જવાં નીકળી ગયો.
રીપ્તા દેબુને જોઇને સમજી ગઇ. દેબુ કંઇ બોલે પહેલાં એનો ચહેરો જ ચાડી ખાતો હતો. દેબુએ રીપ્તાને જોઇને કહ્યુ "રીપ્તા પાપાનાં સમાચાર તો આવ્યાં પરંતુ હજી આપણે ઘરે પહોચ્યાં પછી માં નાં મોબાઇલ પર ધમકીનાં સૂરમાં ફોન આવેલો માં ખૂબજ ચિંતા કરે છે પાપા અંગે.
રીપ્તાની માં બહાર દોડી આવીને બોલી "અરે દેબુ આવ આવ અંદર શું થયુ કેમ તારો ચહેરો આટલો ?.... રીપ્તાએ દેબુ બોલે પહેલા જ જવાબ આપતાં કહ્યુ "માં દેબુનાં પાપા ઓફીસનાં કામથી જંગલની પેલી તરફ કોઇ મીટીંગમાં ગયાં છે. પણ ગયા ત્યારથી કોઇ મેસેજ કે ફોન નથી અને ગઇકાલે કોઇને ધમકી ભર્યો ફોન આવેલો અમે કાકા પાસે જઇએ છીએ પહેલાં.
રીપ્તાની માં પણ ચિંતામાં પડી ગઇ એણે કહ્યું હાં કાકા પાસે જાવ તેઓ કોઇ રસ્તો જરૂર કાઢશે. અને રીપ્તા અને દેબુ બન્ને રીપ્તાનાં કાકા સુજોયબોઝ પાસે ગયાં.
સુજોય બોઝ તૈયાર થઇને ક્યાંક નીકળવાની તૈયારી કરી રહેલાં અને રીપ્તાને દેબાન્શુ સાથે આવેલી જોઇને આશ્ચર્ય પામ્યા. અને એમણે રીપ્તાને પ્રશ્ન કર્યો.
રીપ્તા અત્યારે આટલી સવારે ? શું થયું ? અને આ તારી સાથે ભણતાં દેબાન્શુ રોય છે ને ?
રીપ્તાએ કહ્યું "હા કાકા દેબાન્શુ સુરજીત રોય છે. કાકા તમારું ખાસ કામ પડેલું છે. તમે મને એક વખત ટી ગાર્ડન વાળાની ઓફીસે લઇ ગયેલાં ? યાદ છે ? એજ ઓફીસમાં દેબુનાં પાપા કામ કરે છે.
સુજોય યાદ કરતાં કહ્યું "હાં હાં મારા મિત્રની ઓફીસ છે વિશ્વજીતની એ મોટો ટી પ્રોડ્યુસર છે અને એનો ગાર્ડન આનાં પાપા સંભાળે છે મને ખબર છે પણ વિશ્વજીતને બ્લડ કેન્સર છે અને લાસ્ટ સ્ટેજમાં છે એની ટ્રીટમેન્ટ ચાલે છે અને અત્યારે તો એ લંડનમાં છે. કેમ શું થયું ?
રીપ્તાએ દેબુ તરફ જોયુ અને દેબાન્શુએ કહ્યું "અંકલ તમે તો બધુ જ જાણો છો. પાપા આ ટી ગાર્ડન ઓવનર્સ એસોસીયનની મીટીંગમાં 3 દિવસ પહેલાં જંગલની પશ્ચિમ છેડે કોઇ બાબાનાં આશ્રમમાં ગયેલા છે આજે ચોથો દિવસ થયો પાપાનાં ફોન મેસેજ કાંઇજ નથી હું અને રીપ્તા બે દિવસ પહેલાં તપાસ કરવા ત્યાં પાપાની ઓફીસ તપાસ કરવાં ગયેલાં પણ ત્યાં ત્યારે કોઇ મેસેજ કે ફોન નહોતો અને પછી ધરે આવ્યાં ત્યારે ઓફીસમાં મેનેજરનો ફોન હતો કે સુરજીત બાબુનો ફોન હતો કે તેઓ મજામાં છે અને બે દિવસ ઘરે આવી જશે ચિંતા ના કરશો.
પરંતુ અંકલ એમણે ઓફીસે મેનેજરને ફોન કર્યો પણ ઘરે કે મને કેમ નહીં ? તેમનો સમાચાર સાચાં છે ખોટાં ? કંઇ ખબર નથી પડતી. માં ખૂબ જ ચિંતા કરે છે અને ગઇ રાત્રે માં નાં મોબાઇલમાં કોઇ અજાણ્યાં પુરુષનો ફોન હતો.... રીપ્તા પણ ધ્યાનથી સાંભળી રહી હતી.
દેબુનાં ચહેરાં પર ભય અને ગુસ્સો હતો એણે સુજોય ઘોષને કહ્યું "માં નાં કહેવા મુજબ એ વ્યક્તિ બંગાળી જ હતી પણ હીન્દીમાં બોલવા કોશીષ કરતી હતી.
સુજોય અધીરાઇથી પૂછ્યું "સમજી ગયો પણ કીધું શું એ વ્યક્તિએ ?
દેબુએ કહ્યું "એ માણસ એવું બોલ્યો કે સુરજીતરોય ક્યાં છે તમને ખબર છે ? શું કરે છે ? હવે એ ક્યારેય ઘરે પાછા નહીં આવે... અને પછી ગંદી રીતે હસ્યો હતો.
સુજોય સાંભળીને વિચારમાં પડી ગયો. એણે દેબુની સામે જોયું અને થોડીવાર જોયાં કર્યું.
સુજોયે કહ્યું મને કાલે જ એક અગત્યની લીડ મળી છે કદાચ એ આ કેસ સાથે સંકળાયેલી હોઇ શકે રીપ્તા મારાં પર કાલેજ ગાર્ડનનાં મજદૂર યુનીયનનાં લીડર શતાન્શુનો ફોન હતો અને પેલા જંગલનાં સરદાર મોહીતો અંગે વાત કરતો હતો.
ઓહ સતાન્શુ ધોષ ? અંકલ શતાન્શુ ઘોષ લેબર યુનીય લીડર એતો અમારી ફેન્ડનાં પાપા છે નુપુરનાં પાપા... અરે હું એને જ ફોન કરવાનો હતો કે એમની પાસે કંઇ માહીતી છે. અંકલ હું નુપુરને ફોન કરુ ? આમ પણ તમને મળીને પછી અમે એને ફોન કરવાનાં હતાં.
સુજોયે કહ્યું "તમે તમારી રીતે ફોન કરો વાંધો નથી પણ હું એમની સાથે વાત કરી લઊં એમ કહીને એમણે શતાન્શુ ઘોષને ફોન લગાવ્યો. થોડીવાર રીંગ વાગતી રહી પરંતુ એમણે ફોન ઊંચક્યોજ નહીં....
સુજોય નિરાશ થઇ ગયો. થોડીવાર પછી ફરીથી હું ફોન કરુ છું... ત્યાં દેબાન્શુએ નુપુરને ફોન કર્યો. નુપુરે તરતજ ફોન ઉઠાવ્યો "હાય દેબુ માય લવ.. ગુડમોર્નીંગ દેબુએ થોડાં શરમાતાં કહ્યું "હાય નુપુ ગુડમોર્નીંગ નુપુ હું રીપ્તાનાં કાકાનાં ઘરે છું હું અને રીપ્તા એમને પાપાનાં સંદર્ભમાં મળવા આવ્યાં છીએ. તારાં પાપા ક્યાં છે ? અંકલને કામ છે. અંકલ ફોન લગાવે છે પણ પાપા ઉચકતાં નથી.
નુપુરે કહ્યું "પાપા તો ગાર્ડનમાં હશે આજે કોઇ અગત્યનું કામ છે એમ કહીને ખૂબજ વહેલાં નીકળી ગયાં છે. પણ દેબુ મારે પણ ત્યાં આવવુ છે તમે ત્યાંજ રહેજો હું મંમીને લઇને ત્યાં આવવા નીકળુ છું.
અહીં આ વાત ચાલતી હતી અને સુજોય પર સતાન્શુએ ફોન આવી ગયો. ઓહો સુજોય બાબુ.. સોરી તમારો ફોન હતો ત્યારે હું ચા નાં સેમ્પલીંગ કરાવતો હતો. બોલો બોલો શું સેવા કરુ ? મેં આપને કાલે વાત કરી હતી એમાં કંઇ ?..
સતાન્શુ ઘોષ આગળ વાત કરે પહેલાંજ સુજોયે કહ્યું "હાં હાં એને જોડતી કડી એક મારી દીકરી-ભત્રીજી રીપ્તાનાં મિત્ર દેબાન્શુ રોયનાં પાપા સુરજીતરોય અંગે છે.
સતાન્શુએ કહ્યું "ઓહ સુરજીત બાબુ એમને કોણ ના ઓળખે ? એ તો મોટું નામ છે અમારાં ચા ગાર્ડન વાળા માટે પણ એ લોકો કોઇ મીટીંગ માટે પેલાંને ત્યાં જવાનાં હતાં એવી ઉડતી ખબર આવી હતી મારી પાસે. અને સર અગત્યની વાત મને બીજી જાણવાં મળી છે કે.
પેલો જંગલનો રાવણ મોહીતો પેલાં ડમરૂનાથની મદદમાં કોઇ ષડયંત્રમાં શામેલ છે મને કાલેજ ખબર પડી છે અને પછી એકદમ ધીમેથી બોલ્યો મોહીતો એની છોકરી અને બીજી જંગલની છોકરીઓ ત્યાં સાથે લઇ ગયેલો છે. ચોક્કસ કોઇ મોટી ગરબડ છે પેલો ડામીશ બાવો કોઇ નવો ખેલ રચાવતો લાગે છે.
સુજોય કહ્યું સતાન્શુ ભાઇ જે હશે એ પણ આ બધામાં અગત્યની વાત એ છે કે સુરજીતબાબુ 3-4 દિવસથી ત્યાં મીટીંગમાં ગયાં છે એ પછી કોઇ સમાચાર ફોન કે કંઇ નથી અને એમનો દિકરો દેબાન્શુ અને એની મધર ખૂબ ચિંતા કરે છે.
પરંતુ વધુ ચિંતાની બાબત એ છે કે ગઇરાતે એમનાં પર કોઇ અજાણ્યા માણસનો ધમકી ભર્યો ફોન આવેલો છે દેબાન્શુ મારી ભત્રીજી રીપ્તા અને તમારી નુપુર ત્રણે જણાં ખાસ મિત્રો છે અને એકજ કોલેજમાં ભણે છે અને ત્રણે જણાં મારી પાસે છે તમારી દિકરી હજી અહીં આવી નથી ફોન પર વાત થઇ છે કદાચ અહીં આવવાની છે દેબુની મદદ માટે એ તમને ખાસ જાણ કરું છું.
સતાન્શુ વિચારમાં પડી ગયો અરે નુપુર આ લોકોની મિત્ર છે મને ખબર નથી ? અને નુપુરનો હજી મારાં પર ફોન આવ્યો નથી અમે ત્યાંજ એનાં ફોન પર નુપુરનાં ફોન આવી રહેલો. સતાન્શુએ કહ્યું "મારી દીકરીનોજ ફોન આવી રહ્યો છે હું આમને પછી ફોન કરુ છું.
સતાન્શુએ સુજોયનો ફોન કાપીને નુપુરનો ફોન લીધો અને બોલ્યો "તું સુજોય ઘોષનાં ઘરે જવાની છે ? દેબાન્શુ એ રીપ્તા તારાં મિત્ર છે ?તે મને કેમ ક્યારેય જણાવ્યુ નથી ?
નુપુર આશ્ચર્ય પડી ગઇ પછી બાજી સંભાળતા બોલી - પાપા આપણે ક્યારેય વાતજ નથી થઇ પણ અત્યારે ત્યાં જવા મારે તમારી રજા લેવાજ ફોન કર્યો છે.
સતાન્શુએ કહ્યું "ઓકે તું ત્યાં જા... પણ હું દેબાન્શુ રોય અને તું સાથે ભણો છો અને... બધુજ જાણું છું.
આવતાં અંકે---- પ્રકરણ-50