સંઘર્ષની ભઠ્ઠી ભાગ - ૯ Bhavesh Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષની ભઠ્ઠી ભાગ - ૯

સંઘર્ષની ભઠ્ઠી ભાગ-૯

સમય થયો એટલે સોની અને નિર્મળાબહેન શાળાએ જવા ઘેરથી નીકળ્યા. નિર્મળાબહેન સોનીને રસ્તામાં શાળાના નીતિ નિયમો સમજાવતા જતા હતા. થોડીવાર થઇ ત્યાં એ લોકો શાળાએ પહોંચી ગયા. નિર્મળાબહેન સોનીને આજે શાળામાં પહેલો દિવસ હોવાથી એના વર્ગખંડ સુધી વળાવવા માટે ગયા. સોનીએ વર્ગખંડમાં પગ મુક્યો કે, એની આંખોમાં એક અનેરી ચમક આવી ગઈ. વર્ગખંડની પ્રથમ બેંચ પર એક જાણીતો ચહેરો હતો. તેને જોઈને સોનીના હોઠ તો બીડાતા જ ન હતા.

ત એટલી ખુશ થઇ ગઈ કે, ન પૂછો વાત...!! પણ સામેનો ચહેરો કોઈ પણ જાતના હાવ ભાવ આપતો ન હતો. સોની પણ વિચારવા લાગી ગઈ કે, સામેથી કોઈ પ્રતિભાવ કેમ નથી મળતો..?? તે તો પહેલી પાટલી પર જઈને બેસી ગઈ અને તેને પ્રેમથી બાજુવાળી છોકરીને પીઠ પાછળ હળવેથી થાપલી મારતા કહ્યું કે, કુસુમ...!! તું તો હજુ પણ બદલાઈ નથી. એજ ચહેરો.., એજ ભૂરી આંખો.., એજ વાન.., એજ ભૂલકણો સ્વભાવ.., કોઈક જાણીતો સ્વર કાનમાં ગુંજતા કુસુમના અંધારિયા ઓરડામાં જાણે જેમ બત્તી થવાથી પ્રકાશ ફેલાઈ જાય તેમ અચાનક જ કોઈ યાદ ઝબૂકી ઊઠી અને તેના શરમાળ અને નિશબ્દ મુખમાંથી શબ્દ નીકળ્યો કે સોની...!! તું....!! અહીં..!! બંને સખીઓ એકબીજાને બરોબર ઓળખ ગઈ. બંને ઘણા સમયે મળી હોવાથી એકબીજાને ભેંટી પડી.

કુસુમ અને સોની બાલ્યકાળથી ખાસ સખીઓ હતી. પોતાના ગામની પ્રાથમિક શાળામાં પણ બંને સાથે ભણતી સાથે ઢીંગી પોતીની રમતો રમી હતી, સાથે સાથે ગામના પાદરે જુલે જુલી હતી. અનેક સંસ્મરણોની વણજાર હતી. કુસુમ એક ગર્ભશ્રીમંત બાપની દીકરી હતી. તેને આર્થિક.., સામાજિક.., શારીરિક કે પછી અન્ય કોઈ પણ જાતનું દુઃખ જોયું ન હતું. સોની જયારે ગામ હતી ત્યારે તે સોનીની ખુબ જ મદદ કરતી રહેતી હતી. સોનીને તો ઘરમાં પારકી માં નો અસહ્ય ત્રાસ સહન કરવો પડતો હતો. ક્યારેક તો સોનીને બરાબર ખાવાનું પણ મળતું ન હતું ત્યારે કુસુમ સોનીની વારે આવતી હતી અને એના માટે પોતે ખાવાનું લાવતી હતી. કુસુમ સોનીની બાળપણની તારણહાર હતી. કુસુમના સોની પણ અગણિત અહેસાન રહ્યા છે જે સોની આજે પણ નથી ભૂલી શકી.

વર્ગખંડમાં પહેલા દિવસે વર્ગશિક્ષક તરીકે પણ નિર્મળાબહેન જ આવ્યા. તેના લેક્ચરમાં વિદ્યાર્થીઓને મજા પડી જતી હતી. લેક્ચર પૂર્ણ થયું એટલે તરત જ સોનીએ પોતાની પાલક માટે સાથે કુસુમની મુલાકત કરાવી આપી. માતા નિર્મળાબહેન પાસેથી પરવાનગી લઈને સોની અને કુસુમ શાળાની પાછળ આવેલા બગીચામાં જતી રહી. એકાંત મળતાની સાથે જ સોનીએ સૌથી પહેલો પ્રશ્ન એવું કર્યો કે, મારા બાપુ(દશરથ) શું કરે છે..? કુસુમે જવાબ આપ્યો કે, એ તો તને શોધવા માટે ઠેર ઠેર ખુબ જ ભટક્યા. અને આજે એ તારા વિયોગને લીધે ખુબ જ બીમારીનો શિકાર થયા છે. એ ત્તારી યાદમાં જ ખોવાયેલા રહે છે. અને મારી માં અને મારો નાનો ભાઈ શું કરે છે..?? તારો ભાઈ તો હવે મોટો થઇ ગયો છે અને હવે તો એ પણ શાળાએ જવા લાગ્યો છે. પહેલા ત્રાસ સહન કરવા માટે તું હતી જયારે હવે તારી માં નો ત્રાસ સહન કરવાનો વારો તારા બાપુના હિસ્સે આવ્યો છે. કુસુમ વાતો કહેતી જાય અને સોનીની આંખોમાંથી દડદડ આંસુઓ વહેતા જાય.

કુસુમે પરિસ્થિતિને ધ્યાનથી પારખી લીધી એટલે તેને સોનીનું ધ્યાન હટાવવા માટે પોતાની વાત શરુ કરી કે, ત્યાં હવે આગળનો અભ્યાસ કરવા માટે કોઈ સગવડતા હતી નહીં એટલા માટે મેં અહીં શહેરમાં આવવાનો નિર્ણય કર્યો. તું અત્યારે હાલ ક્યાં રહે છે..? કુસુમે કહ્યું કે, હાલ તો હું અહીંથી થોડે દૂર આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહું છે. એક રૂમમાં ચાર છીકરીઓ હોય છે. અને જમવાનું તથા રહેવાની અને સુવા બેસવાની વ્યવસ્થા સારી છે. બંને બહેનપણીઓએ ખુબ જ ખાટી મીઠી વાતો કરીને બંને ત્યાંથી છૂટી પડી.

સોની જયારે ઘેર આવી ત્યારે થોડું ઉદાસ જણાતી હતી. આથી માતા નિર્મળાબહેને સોનીને પ્રેમથી હાથ ફેરવીને પૂછ્યું કે, શું થયું બેટા..?? તને શાળાએ કોઈએ કહી કહ્યું કે પછી કઈ બીજી તકલીફ છે..?? ત્યારે સોનીએ ગુંગળાવતા સ્વરે જવાબ આપ્યો કે, આજે મને મારા બાપુની બહુજ યાદ આવે છે. માતા નિર્મળાબહેન સોનીમાં જાગૃત થયેલો પિતૃપ્રેમ સારી પેઠે પારખી ગયા એટલે તેણે તરત જ સોનીને એ યાદ અપાવી કે, તારે ઘણાના સપનાઓ પુરા કરવાના છે એ તને યાદ છે ને..!! તારે પથ્થરમાંથી પારસમણિ થવાનું છે એ પણ તને યાદ છે ને..!! જો બેટા.., આવી રીતે રડી રડીને તું ભાંગી પડીશ તો પછી તારા સપનાઓનું શું થશે..?? હું તારી વ્યથા સારી રીતે સમજી શકું છું. પણ તારે દીકરી હજુ પણ કદાચ થોડો ત્યાગ કરવો પડશે. માતા નિર્મળાબહેનના શબ્દો જાણે કે, સોનીના હૃદયમાં કોતરાઈ ગયા. પોતાના આંસુઓ લૂછીને તે સ્વસ્થ થઇ ગઈ અને ફરીથી પોતાના કાર્યમાં લાગી ગઈ.

બીજા દિવસે સોની શાળાએથી આવીને પોતાનું ગૃહકાર્ય કરી રહી હતી. એ દરમ્યાન માતા નિર્મળાબહેન હું હમણાં થોડીવારમાં જ આવું છું એવું કહીને દરવાજો બંધ કરીને જતા રહ્યા. લગભગ અડધો કલાક જેટલો સમય થયો હશે ત્યાં તો દરવાજાનો બેલ વાગ્યો. સોનીએ દરવાજો ખોલ્યો તો સામે પોતાની માતા નિર્મળાબહેન અને બે બેગ તથા થોડા થેલાઓ સાથે સજ્જ થઈને કુસુમ ઊભી હતી. સોની પોતાની માતા નિર્મળાબહેનનો નેક અને સ્પષ્ટ ઈરાદો સમજી ગઈ. તે સોનીની પાસે આવીને બોલ્યા કે, હવેથી મારે બે દીકરીઓ છે. કુસુમ હવેથી આપણી સાથે જ રહેશે. માતાના એક શુભ નિર્ણયથી સોની આજે ખુબ જ ખુશ જણાતી હતી. તે જયારે ખુબ ખુશ થતી ત્યારે આકાશ તરફ દ્રષ્ટિ કરીને ભગવાન સાથે વાતો કરવા લગતી કે, વાહ..રે..!! ભગવાન લાગે છે કે, હવે તો તે મારા જીવનની પાળી બદલાવી લાગે છે. આટલું કહી તે ભગવાનનો ખુબ આભાર માનતી અને મનોમન ખુશ થઇ જતી હતી.

સુમસાન લાગતું નિર્મળાબહેનનું ઘર હવે તો હંસી.., મજાક.., વાદવિવાદ.., અને સ્નેહની છોળોથી છલકાતું હતું. એક નિઃસંતાનને સંતાન મળી ગયું. એક નિરાધારને મમતાનો આધાર મળી ગયો. અને એક અતિથિ સમાન કુસુમને યોગ્ય યજમાન મળી ગયા. દિવસે સૌ પોતપોતાના કાર્યમાં લાગેલા હોય અને રાત્રે પણ સૌ પોપોતાના કાર્યમાં જોતરાયેલા હોય. સોની અને કુસુમ સાથે મળીને અભ્યાસ કરે અને સાથે સાથે ઘરના અધૂરા પડેલા કામકાજ પણ કરે.

એક દિવસ શાળાએથી આવીને નિર્મળાબહેને કુસુમ અને સોનીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, હવે તમારી પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ આવી ચકયું છે. હવે તમારી પરીક્ષાને ફક્ત એક માસ જ રહ્યો છે. તો તમોં બંને હવેથી સખત પરિશ્રમ કરવામાં લાગી જજો. માતા નિર્મળાબહેનના શબ્દો સોની અને કુસુમ માટે ફરમાન હતા. તેઓ બંને નિર્મળાબહેનનો ખુબ જ આદર કરતા અને એમનું માન પણ જાળવતા હતા. બંને બહેનોએ તો પોતાનો મહેનત યજ્ઞ શરુ કર્યો. તન સુકવી નાખે એવી મહેનત આદરી દીધી. રાત્રે અને દિવસે જયારે પણ સમય મળે કે, તરત જ વાંચન શરૂ કરી દે. એક મહિનો તનતોડ મહેનત કરી ત્યાં પરીક્ષા આવી ગઈ. પરીક્ષાની શરૂઆત બંને બહેનોએ માતા નિર્મળાબહેનના ચરણસ્પર્શથી કરી અને પછી તેઓ બંને પરીક્ષા ભરવા માટે જતી. તેઓ એ ખુબ જ ચીવટ અને સારી રીતે પેપર લખ્યા હતા. અઠવાડીયુ થયું અને પરીક્ષાઓ પૂર્ણ થઇ. હવે તેઓને બસ પરિણામની રાહ હતી.

થોડા દિવસ થયા એટલે પરિણામની તારીખ પણ આવી ગઈ. તે દિવસે બંને બહેનો પરિણામ લેવા માટે શાળા પર પહોંચી અને નોટિસ બોર્ડ પર જોયું તો...

ક્રમશ...

ભાવેશ લાખાણી