The Author gohel sameer અનુસરો Current Read જીવન મંથન - 3 By gohel sameer ગુજરાતી વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books વિશ્વની સૌથી ડરામણી શ્રાપિત વસ્તુઓ વર્ષોથી આપણે શ્રાપિત વસ્તુઓ અંગે સાંભળતા - વાંચતા આવ્યા છીએ... નિતુ - પ્રકરણ 65 નિતુ : ૬૫(નવીન)નિતુને કોઈ ફરક નહોતો પડતો, એ રોજની જેમ આવતી અ... Dear Love - 1 પ્રેમ એટલે શું?યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.સામે ન... યાદગાર દિવસ વત્સલ અને અર્પિતા પોતાના બેડરૂમમાં સુતા હતા. અને સવારે 8... ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ આજના જમાનામાં ટેકનિકલ અને... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા gohel sameer દ્વારા ગુજરાતી પ્રેરક કથા કુલ એપિસોડ્સ : 3 શેયર કરો જીવન મંથન - 3 (2) 842 3.4k જીવનને સમજવા માટે તેનું મંથન કરવું જરૂરી છે તેના માટે જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ ને સમજો કેમકે દરેક પરિસ્થિતિ આવવાનું કારણ હોય છે. તો શા માટે બન્યો તેની પાછળ શું કારણ છે તે જાણવા પ્રયત્ન કરો તો જ જીવનમાં આવતી દરેક પરિસ્થિતિનો તમે સમજીને સામનો કરી શકશો નહિતર કેટલીક વખત માણસ જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ભાંગી પડે છે અને નિરાશ થઈ જાય છે તેના માટે માણસે માત્ર પોતાના જીવન વિશે ન વિચારતા તેની આજુબાજુ રેહેતા માણસોનું પણ અવલોકન કરવું જરૂરી છે તેના વિચારોને પણ જાણો તેને સમજો તેને પડતી મુશ્કેલીને પણ સમજો માત્ર પોતાના વિશે જ વિચારું એ સ્વાર્થ વૃત્તિ છે એવું કરવાથી જીવનની સાચી સમજ મળતી નથી આવું કરવાથી જ્યારે આપણા પર મુશ્કેલી આવી પડે ત્યારે શું કરવું તે ખબર પડતી નથી માટે આપણી આજુબાજુની પરિસ્થિતિનું પણ અવલોકન કરવું જરૂરી છે. અન્ય વ્યક્તિને પણ સમજવું પણ જરૂરી છે અત્યારના સમયમાં ક્યારે શું બની શકે તે કહી શકાય નહીં આજે અન્ય વ્યક્તિની ખરાબ પરિસ્થિતિ છે તો ક્યારેક આપણી પણ એવી હોઈ શકે છે માટે તેને સમજવાની કોશિશ કરો તેને આશ્વાસન આપો થઇ શકે તો મદદ કરો આજના યુગમાં કોઈ પણ માણસ પોતાના જીવનની બધી જ જરૂરિયાત પોતે જાતે પૂર્ણ કરી શકતો નથી તેને બીજા માણસની જરૂર પડે છે ખરેખર જીવન નો આનંદ લેવા માટે અન્ય વ્યક્તિઓની જરૂર તો પડે છે તો જ આપણે જીવનને સારી રીતે જીવી શકીએ છીએ. જિંદગી ગુજર જાયેગી યુહી સોચતે સોચતે કિસ કો ક્યાં ખબર ક્યા હોગા. ન કુછ લેકર આયે થે ન કુછ લેકર જાયેગે જબ તક યહા હૈ તબ તક જીયે જાયેંગે. મગર ઐસે જીયેંગે કી લોગ યાદ કરતે રહેંગે યે જિંદગી બાર બાર નહીં મિલતી યારો . ઇસે એક અમૃત કી ધારા સમજ કે જીલો વરના યહ યુહી નિકાલ જાયેગી . જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે કે જે તમને વિચારવા મજબૂર કરી દે છે ત્યારે આપણે જે બીજા માણસો નું અવલોકન કર્યું હોય તેને સમજવા પ્રયત્ન કર્યા હોય તેમજ તેના વિચારો જાણવા અને તેના વિશે તે યોગ્ય છે કે અયોગ્ય તે વિશે મંથન કર્યું હોય તો તે મંથન આવા આવા કપરા સમયે કામ આવે છે જેના પરિણામે આપણે યોગ્ય દિશામાં આગળ વધવા ઉપયોગી બની શકે છે માટે આપણે દરેક વ્યક્તિ જે આપણી આસપાસ છે તેના વિચારો તેમજ તેના જીવનની જીવનશૈલી વિશે આપણી રીતે તેણે કહ્યા વિના મંથન કરી શકીએ જે આપણને ક્યારેક ઉપયોગી બની શકે છે . જીવનના ૩ તબક્કા છે એક બાળપણ બીજુ યુવાની અને ત્રીજું ઘડપણ જેમાં આપણે બાળપણ માં આપણા વડીલોના વર્તન તેમજ આપણા મિત્રોના વિચારો ને જાણીએ છીએ અને તે અનુસાર જીવન જીવીએ તેને પસાાર કરીએ છીએ તેમાં ક્યારેક સારા મિત્ર મળે અનેે ક્યારેક ખરાબ મિત્રો નો સંગાથ થઈ શકે છે જ્યારે આપણે કિશોર અવસ્થા માં પહોંચે ત્યારે આપણે આપણા વિચારો નું ઘડતર કરીએ છીએ અને તે અનુસાર જીવન પસાર કરીએ છીએ. તો આ આપણા જીવનનો સરવાળો છે જે આપણે બીજાના અવલોકન પરથી ભેગો કર્યો હોય જે આપણે જેની સંગતમાં આવ્યા હોય તેવા વિચારો પણ સાથે આવે છે ત્યાર પછી જુવાનીમાં તેનો કેવો અને કઈ રીતે ઉપયોગ કરવો તે આપણા ઉપર છે જે જીવન નો ગુણાકાર છે ત્યારે પછી તેના ઉપયોગથી જે ફળ આપણે મળે છે તે જીવન નો ભાંગાકાર છે અને જેના પરિણામે ઘડપણ માં જે મળે તે જીવનની બાદબાકી છે માટે જીવનમાં તેને સમજવું તેના વિશે વિચારવું અને સમય સંજોગ અને પરિસ્થિતિ અનુસાર જીવવું જરૂરી બની જાય છેે જો જીવનમાં સમજી વિચારી ને જીવવા માં ન આવે તો ઘડપણમાં જ્યારે બાદબાકી થાય ત્યારે કઈ જ હાથમાં આવતું નથી અને ત્યારે પસ્તાવો થાય કે મારી પાસે સમય પણ હતો ત્યારે જે કામ કરવાનું હતું તેે તો ન જ કર્યું અને ખાલી આમજ સમય અને જીવનની વેડફી નાખ્યું આ આપણું માનવજીવન એ ઈશ્વરે આપેલું અમૂલ્ય વરદાન છે તેને આમજ વેડફી નાખવું યોગ્ય નથી કેજે જીવન પોતાને પણ કામ ન આવે અને બીજાને પણ કામ ન આવે તે નકામું છે માટે જીવન ને અમૂલ્ય ગણી અને સમયને પણ અમૂલ્ય ગણી તેનો સદઉપયોગ કરવો જોઈએ તો જ જીવન સાર્થક ગણી શકાય છે ‹ પાછળનું પ્રકરણજીવન મન્થન - ૨ Download Our App